Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નથી અને પર્યાવૃષ્ટિએ નાશ પામે, તો આ ચેતના અખંડ આત્મદ્રવ્યમાં જ સમાય જાય છે. ચેતન ચેતનમાં જ ભળી શકે છે, આ વાતને અધિક સ્પષ્ટ કરવા માટે આપણે અહીં એક બહુમુખી ચૌભંગીનો વિચાર કરીએ.
વિનાશ-અવિનાશની ચૌભંગી :
(૧) વસ્તુનો નાશ અને તેની અખંડતા. (સામાન્ય બધા દ્રવ્યો માટે) આ પ્રથમ ભાંગો એમ કહે છે કે જે જે વસ્તુનો નાશ થાય છે, તે તે બધી વસ્તુઓ પોતાના મૂળ દ્રવ્યમાં ભળી જાય છે. અર્થાત્ રૂપી જડ પદાર્થોના આકાર– વિકાર નાશ થયા પછી તે પરમાણુમાં ભળી જાય છે.
(ર) પદાર્થ અવિનાશી છે પરંતુ તેમાં ભળેલા વિકારો વસ્તુ રૂપે પ્રગટ થાય છે. આ બીજા ભંગમાં મૂળ દ્રવ્યોમાંથી અશાશ્વત પદાર્થનો જન્મ થાય છે, તેનું દર્શન કરાવ્યું છે. બન્ને ભાંગા વસ્તુનો ઉદ્દભવ અને પુનઃ વસ્તુમાં ભળી જવું, તે ભાવને પ્રદર્શિત કરે છે. માટીનો ઘડો માટીમાં ભળી જાય છે.
(૩) ચેતન રૂપે દેખાતા દેહધારીઓ મરે છે કે વિલય પામે છે, ત્યારે તે કોઈ પણ અન્ય દ્રવ્યમાં ભળી શકતા નથી. જડમાં જડ ભળે અને ચેતનમાં ચેતન ભળે, આવી વ્યવસ્થા જોઈ શકાય
(૪) ચેતનથી ઉદ્ભવેલા ભાવો કે ચેતનની પર્યાયો ભિન્ન ભિન્ન રૂપે દેખાય પરંતુ આ પર્યાય નાશ પામે તો જાય કયાં ? આ ત્રીજા અને ચોથા ભંગમાં ચેતનના કર્મચેતનાના આધારે ઉદ્ભવતા ભાવો અને પુનઃ સ્થિતિ પૂર્ણ થતાં ઉપશમી જતાં ભાવો, ચેતનમાં જ જળવાઈ રહે છે. સાર એ થયો કે જડ જડની લીલા કરે છે અને ચેતનની લીલા કરે છે.
માટે અહીં શાસ્ત્રકાર પૂછે છે ચેતન પામે નાશ તો” આ વાકયમાં બંને ભંગ સમાવિષ્ટ છે. એક તો ચેતનનો નાશ થતો જ નથી, એ પ્રથમ દ્રવ્ય દૃષ્ટિ છે અને પર્યાય વૃષ્ટિએ નાશ પામે, તો તે ચેતનમાં જ ભળે છે, બીજા કોઈમાં ભળી શકતો નથી. આખી ગાથા ખૂબ જ ગૂઢ છે. બેવડા અને ત્રેવડા અર્થને આ ગાથામાં લપેટી લેવામાં આવ્યા છે, તેથી જ સમજનારને પડકાર કર્યો છે કે તું તારી બુદ્ધિથી તપાસ કર, સમજવા પ્રયાસ કર. શું ચેતન બીજા કોઈમાં ભળી શકે? સીધો અર્થ એ છે કે ચેતન નાશ પામતો પણ નથી અને કોઈ અન્ય દ્રવ્યમાં ભળતો પણ નથી. આ જીવાત્મા નિરાળો રહે છે. આત્મા સ્વયં બીજ રૂપ છે. તેમાં ઘણા જન્મોની લીલાપ્રગટ થાય છે અને મૃત્યુ સમયે લીલા સંકેલી લે છે પરંતુ જન્મ અને મૃત્યુની લીલા ઉપરછલ્લી છે. પોતે તો અખંડ અવિનાશી લીલાધર છે, માટે જ કવિરાજ કહે છે કે તપાસ કર. પૂર્વની ગાથામાં પણ આ જ રીતે નિર્ધાર કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. પુનઃ એ જ વાતનો અહીં પડકાર કર્યો છે.
ક્યારે શબ્દમીમાંસા – પૂર્વમાં આ ગાથાના ત્રણ આલંબન કહ્યા છે. કયારે' શબ્દ સમયનું ઉદ્ધોધન કરે છે. હકીકતમાં દાર્શનિક શાસ્ત્રોમાં એ પ્રશ્ન ગંભીરતાપૂર્વક ઉઠેલો છે કે શું વસ્તુ સ્વયં નાશ પામે છે ? કે તેમાં કાળનું કાંઈ કરતુત છે ? કાળ દ્રવ્ય સર્વ દ્રવ્ય પર વર્તે છે.
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
S
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS