Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
S
કૃપાળુ ગુરુદેવની કૃપા અવશ્ય વરસતી રહેશે.
આખી ગાથામાં 'નાશ' શબ્દનો બે વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વસ્તુનો નાશ અને ચેતનનો નાશ, બંને નાશનો ઉલ્લેખ કરીને અવિનાશી ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. કાવ્યદ્રષ્ટિ એ એક જ પદમાં એક જ શબ્દની દ્વિરુકિત થાય, ત્યારે તેનું વિશેષ મહત્ત્વ હોય છે. સામાન્ય રીતે આવી દ્વિરુકિત કાવ્યદોષ ગણાય છે પરંતુ મહાપ્રજ્ઞ કે મહાકવિ જયારે દ્વિરુકિતનો ઉપયોગ કરે, ત્યારે તેની પાછળ કોઈ ખાસ તાત્પર્ય હોય છે. અહીં નાશ શબ્દ ચેતન સાથે પણ જોડાયેલો છે અને વસ્તુ સાથે પણ જોડાયેલો છે. એક રીતે ચેતનનો વસ્તુમાં સમાવેશ કરેલો છે, તેથી કવિરાજ કહે છે કે વસ્તુ નાશ પામતી નથી અને ચેતન જો નાશ પામે તો ? એવો પ્રશ્ન પ્રગટ કર્યો છે. હકીકતમાં નાશની લીલા પણ બહુ વિશાળ રૂપ ધરાવે છે.
સનાતનદર્શનમાં અને લૌકિક ધર્મશાસ્ત્રોમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ, આ ત્રણ મહાન ક્રિયાઓ માટે ત્રણ દેવની સૃષ્ટિ કરી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. મહાદેવ શંકર જેવા વ્યકિતને નાશનો આ કાર્યભાર સંપૂર્ણપણે સુપ્રત કર્યો છે. તેઓને સંસારની વિનાશલીલાના અધિકારી બનાવ્યા છે. આથી સમજાય છે કે નાશ કેટલું બધું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. - ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છે કે આ સમગ્ર સૃષ્ટિનો ક્રમ શું છે ? ત્યારે ભગવાન ઉત્તર આપે છે. ઉપને વા વા વા વાં.
વિશ્વની ત્રણ ક્રિયા મુખ્ય છે. ઉત્પત્તિ સ્થિતિ અને લય. લય અર્થાત્ નાશની ક્રિયા છે. કહેવત પણ છે સર્વક વિનશ્યતિ અર્થાત્ બધું નાશ પામે છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે. ' અનો 7 મ૯િ અર્થાત્ એક એવું તત્ત્વ છે, કે જેનો અંત પણ નથી અને આદિ પણ નથી. જયારે વિપક્ષમાં અંતવાળા તત્ત્વો પણ છે અને આદિવાળા પણ છે. આમ અંત રહિત તત્ત્વો સાથે પણ નાશ જોડાયેલો છે. અહીં સિદ્ધિકારે “ના” શબ્દનો બે વાર ઉપયોગ કર્યો છે.
હકીકતમાં ઉત્પત્તિ અને નાશ શું છે ? વિશ્વના જે દ્રવ્યો કે પદાર્થો છે, તેની એક નિશ્ચિત ગુણધર્મિતા છે. “Tળીને 7 ગુણ તુ પરિવર્તનશીતા” સામાન્ય રીતે અન્ય દર્શનોમાં પણ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ, ત્રિગુણમયી માયા કહી છે. એનો અર્થ એ છે કે ગુણો સ્વયં પરિવર્તનશીલ છે. પરિવર્તન શબ્દ સૂચવે છે, કે ઉત્પત્તિ અને લય થાય, તો જ પરિવર્તન થઈ શકે. જો દ્રવ્ય સ્થિર હોય અને ઉત્પત્તિ–લય ન હોય, તો આખું વિશ્વ સ્થગિત થઈ જાય છે. સમગ્ર ક્રિયાશીલતાનો અભાવ થઈ જાય. ઉત્પત્તિ અને લય, બે ક્રિયાઓ એવી છે કે જે સમગ્ર વિશ્વને સંચાલિત રાખે છે.
રહસ્યઃ આ નાશની ક્રિયા દ્વિવિધ છે. (૧) સ્વતઃ નાશ અને (૨) નૈમિત્તિક નાશ. સ્વતઃ નાશ દ્રવ્યનો મૂળભૂત સ્વભાવ છે. જયારે બીજા પ્રકારનો નાશ તે નિમિત્તભાવે થતો હોય છે. અગ્નિ પ્રજ્વલિત થાય છે, ત્યારે અગ્નિનો ઉદ્ભવ થાય છે અને કાષ્ટનો નાશ થાય છે પરંતુ અગ્નિને જો પાણીનું નિમિત્ત મળે, તો અગ્નિનો નાશ થાય છે અને કાષ્ટનો નાશ અટકી જાય છે. નાશની ક્રિયા બહુ જ અટપટી છે પરંતુ તેના મુખ્ય બે પ્રકાર સમજાય તેવા છે, તેથી જ અહીં સિદ્ધિકારે નાશ માટે દ્વિરુકિત કરી છે અને આ ચેતન દ્રવ્ય તે બંને નાશથી નિરાળું છે. ચેતનનો
(૨૧૯) SS