Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
મૂળભૂત નાશ થઈ શકતો નથી અને નૈમિત્તિક નાશ પણ થતો નથી. તે સર્વથા અવિનાશી છે.
આથી જ ગુરુભગવંત કહે છે કે ચેતનની નાડી તપાસી લે. તે નાશ પામી શકતું નથી અને નાશ પામે તો તેમાં ભળે? અર્થાત્ કયાં સમાય ? તેને વિલય થવાની કોઈ જગ્યા જ નથી. ચેતન પણ અખંડ દ્રવ્યોની પંકિતમાં ઊભેલું એક શાશ્વત, અખંડ, અવિનાશી દ્રવ્ય છે. આ ચેતન દ્રવ્યના દર્શન કરાવવા, તે એક માત્ર આ ગાથાનો ઉદ્દેશ છે. હવે આપણે ગાથાનો આધ્યાત્મિક સંપૂટ જાણી લઈએ.
આધ્યાત્મિક સંપૂટ : સમગ્ર આત્મસિદ્ધિશાસ્ત્ર કેવળ આત્મદર્શન કરાવનારું શાસ્ત્ર નથી પરંતુ આત્માની બધી સિદ્ધિઓને ઉજાગર કરનારું શાસ્ત્ર છે. તે જ લક્ષે આ ગાથા પણ આત્મા વૃષ્ટિને નિર્મળ કરી જીવ દ્રવ્યની એક અલૌકિક શકિત ઉપર દૃષ્ટિપાત કરવાની સૂચના આપે છે. જો મનુષ્ય અડોલ તત્ત્વનો સ્વીકાર કરે, તો તેનું મન પણ અડોલ બની જાય છે. નીતિવાકય પણ છે કે 'તિત વતાયમાન સ્થિતિ વાન સ્થિતિ સ્થિતિ વચ્ચે વIRTH ' ગીતા વાકય પણ છે કે 'મશાંત૭ સુતો સુરતનું જે વ્યકિત અશાંત છે, તેને સુખ કયાંથી હોય? સ્થિર દર્પણમાં જ સુખનું સ્થિર પ્રતિબિંબ જોઈ શકાય છે. જો દર્પણ ચલાયમાન હોય, તો મુખનું પ્રતિબિંબ સ્થિર થઈ શકતું નથી. આત્મા એક અચળ, નિર્મળ, શુદ્ધ, શાશ્વત, અખંડ, જ્યોતિર્મય દર્પણ છે અને તે દર્પણમાં વ્યકિત સ્વયં પોતાનું પ્રતિબિંબ નિહાળે છે અને જેમ દર્પણ સ્થિર થાય છે, તેમ સ્વયં તેમાં સ્થિર થઈ પોતાના ભાવોને પણ અખંડ કરી શકે છે. 'વંડે સવંતે અવંડે મરવંડ ખંડમાં અધુરા દર્શન થાય છે. ખંડ ખંડ ભાવો આરાધનાને પણ ખંડ ખંડ કરી નાંખે છે પરંતુ અખંડભાવો આરાધનાને અખંડ કરી અખંડ સ્થિતિને ઉત્પન્ન કરે છે. આ ગાથાનો આ આધ્યાત્મિક સંપૂટ છે. જીવાત્મા દ્રવ્યોની સ્થિતિનું વિવેચન કરીને પદાર્થોનું પૃથકકરણ કરીને, જેમ સોની શુદ્ધ સોનુ ગાળીને અલગ કરે છે, તેમ સ્વયં પોતાને શુદ્ધ ભાવોમાં મેળવે, ભેળવે કે સ્થિર કરે અને શાશ્વત આનંદની પ્રાપ્તિ કરે છે.
ઉપસંહાર : ગાથાની પૂર્ણ મીમાંસા તો એક આખા ગ્રંથની અપેક્ષા રાખે છે પરંતુ આપણે અહીં ઘણો જ સંક્ષેપ કરીને મૂળભૂત વાતોનો ઉલ્લેખ કર્યો છે. આખી ગાથા પદાર્થનો કેવળ નાશ થતો નથી, તે ભાવ ઉપર સ્થિર થયેલી છે અર્થાત્ નાશ થાય છે, તે ઉપરછલ્લો છે. જેનો નાશ થતો નથી, તે શાશ્વત છે. આ સિદ્ધાંત આ ગાથાનું હાર્દ છે અને સાથે સાથે ચેતનને પણ એ જ શાશ્વત મુકિતમાં મૂકીને પ્રશ્ન રૂપે અધ્યાહાર મૂકી દીધો છે કે ચેતન જો નાશ પામે, તો શેમાં ભળે ? આમ કહીને ચિંતનકારની બુદ્ધિ ઉપર ભરોસો રાખી તપાસ કરવાની પ્રેરણા આપી છે. વૈદરાજે જે દવા બતાવી છે, તેના ઉપર પૂર્ણ વિશ્વાસ કરી આ દવા સાચી છે, તેવું તપાસીને દવાના ગુણોનો નિર્ણય કરવાનો છે.
આટલો ઉપસંહાર કરીને આપણે ૭૦ મી ગાથાનું પરિસમાપન કરી રહયા છીએ. શકય તેટલું વિવેચન કરવામાં આવ્યું છે. હવે આગળની ૭૧મી ગાથાને સ્પર્શ કરશું. આ ગાથામાં અવિનાશપણું પ્રગટ કર્યું છે. આગામી ગાથામાં અકર્તાપણું જણાવ્યું છે. તે બંનેની સમાલોચના ન કરતાં નવી ગાથાનો ઉપોદ્દાત કરીશુ.
SSSSSSSSS
LLLL\\\\(૨૨૦) SSSSSS