Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કે
વશ્ય’ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ “વશ્ય’ તત્ત્વ, તે અનુમાનનો મુખ્ય હેતુ છે. બંનેને અર્થાતું. વશ્ય અને વશીકર્તાના સબંધને જે જાણે છે, તે જ વશ્યને જોઈને વશીકર્તાનો નિર્ણય કરે છે પરંતુ જો આ સબંધને જાણતો ન હોય, તો દેહને જ્ઞાનનો આધાર માની આત્મતત્ત્વને સ્વતંત્ર રીતે સ્વીકારી શકાતો નથી.
મૂળભૂત વાત એ જ છે કે દેહથી આત્માને જુદો માનવામાં એવો બીજો કોઈ પ્રબળ તર્ક નથી પરંતુ અનુભવના આધારે અને સૈદ્ધાંતિક રીતે વિચાર કરે, તો દેહ તે એક સંયોગ છે, તે પરિણામ પામે છે પરંતુ તે જ્ઞાનહીન જડદ્રવ્ય છે અને દેહનો અધિષ્ઠાતા સંજ્ઞાશીલ હોવાથી અને તેનો અનુભવ કરનાર હોવાથી, સહજ રીતે જુદો જ હોવો જોઈએ. શું નથી લાગતું કે નટ જે દોરીના આધારે નાચે છે, તે દોરી નટનો આધાર છે, દોરી એ સાધન માત્ર છે. નાચનાર જુદો છે. નાચનાર નટ શું દોરી હોય શકે ? એ જ રીતે દેહ તે એક સાધન માત્ર છે. દેહનું સંચાલન કરનાર નટવર દેહથી જુદો છે. શું આવો જ્ઞાની આત્મા જડરૂપ દેહ હોય શકે ? દેહ દેહનો અવિનાભાવ અસંભવ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે દેહ ક્ષર છે અને દેહી અક્ષર છે. અક્ષર એટલે અવિચળ, નાશ ન પામનારો અને ક્ષર એટલે કણ કણ થઈ વિખરાઈ જાય છે, માટે આ ગાથામાં સિદ્ધિકાર ભેદવિજ્ઞાન પર ભાર મૂકે છે, તે બંને જુદા છે, તેમ માન્યા વિના આત્મજ્ઞાનની સીડી ઉપર કે સાધનાના સોપાન ઉપર એક કદમ પણ આગળ વધી શકાય તેમ નથી.
તે તેથી જુદા વિના : ત્રીજા પદમાં તે તેથી જુદા વિના” એમ કહ્યું છે. તે’ એટલે કોણ? તેથી' એટલે કોનાથી? શાસ્ત્રકાર કહે છે કે તે તેથી જુદા વિના તે' માં કર્તા વિભકિત છે. અને તેથી' માં પાંચમી અપાદાન વિભકિત છે. જ્યાં એક દ્રવ્યમાંથી બીજો ભાવ છૂટો પડે છે, ત્યારે અપાદાનનો પ્રયોગ થાય છે. જેમ કે તળાવમાંથી પાણી લીધું, આંબામાંથી કેરી પડી, તિજોરીમાંથી ધન લીધું. મનમાંથી વિચાર કાઢી નાંખ્યો, આવા લાખો પ્રયોગ અપાદાન વિભિકતના થતાં હોય છે, તળાવ અને પાણી બે વસ્તુ છે. એક અધિષ્ઠાન છે અને એક અધિષ્ક્રય છે. વૃક્ષ અધિષ્ઠાન છે અને કેરી તેનું અધિષ્ઠય છે. બંને જ્યારે છૂટા પડે, ત્યારે અપાદાનનો પ્રયોગ થાય છે. તિજોરી તે અધિષ્ઠાન છે અને ધન તે અધિષ્ઠય છે. બંનેનો વિભેદ બતાવવા માટે અપાદાનનો આશ્રય કરવામાં આવે છે. અસ્તુ.
અહીં શાસ્ત્રકારે “તેથી જુદા વિના” “તેથી' માં સર્વનામનો પ્રયોગ કર્યો છે. આ સર્વનામ કોના માટે છે, તે સમજવાનું છે. તે' શબ્દ પણ સર્વનામ છે. તો “તે' શબ્દ કોના માટે વપરાય છે ? ઉપરના બંને પદમાં એક કર્તા છે અને બીજી વસ્તુ તેનાથી અલગ છે, તેમ કહેવાનો આશય છે. જેના અનુભવ વશ્ય” તેમાં વશીકર્તા અધ્યાર્થ છે, અનુભવના આધારે પ્રથમ પક્ષમાં અનુભવ કર્તાનું આખ્યાન કર્યું છે. આવા અનુભવકર્તાઓને નીચેના પદમાં ‘તે' કહીને પોકાર્યો છે. તે એટલે કોણ ? ઉત્તરમાં અનુભવકર્તા આત્માઓ અર્થાત્ આત્મદ્રવ્ય અને ઉત્પત્તિ અને લય, એ બંને ક્રિયા જેમાં થાય છે, તેને પણ અહીં અધ્યાર્થ રાખ્યા છે અર્થાત્ ઉત્પત્તિ અને લયની ક્રિયા જેમાં થાય છે, તે જડતત્ત્વ દેહાદિક છે, તેને બીજા પક્ષમાં લીધા છે, તેથી સ્પષ્ટ થયું કે અનુભવ કર્તાથી આ બધા ઉત્પત્તિ સ્થિતિવાળા તત્ત્વો જુદા માનવા બહુ જરૂરી છે. અનુભવકર્તા તે અધિષ્ઠાન
SSSSSSSSSSSSSSSSS LLLLLLL(૧૬૬) SS