Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિલય પામે છે, તેનો પર્યાયાત્મક પ્રવાહ પલટાય છે, તે પણ બદ્ધિગમ્ય નથી. મૂળમાં તો જીવ દ્રવ્ય ઉત્પન્ન થતું જ નથી. પોતાની પર્યાય રૂપે પલટાય છે. જયારે જડનું રૂપાંતર સ્થળ છે, ભૈતિક છે. અરૂપી જડ દ્રવ્યોને છોડી રૂપી જડ દ્રવ્યોની ક્રિયા અને તેના પાંચ ગુણો વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, ઈત્યાદિ બુદ્ધિગમ્ય થાય છે. અહીં જડ ઉપજે અને વિલય પામે, તે સંયોગ દ્રષ્ટિએ અને સ્વપર્યાયની દૃષ્ટિએ, બંને રીતે ઘટિત થાય છે. જડ દ્રવ્યો ભેગા થાય, ત્યારે એક અવયવીને જન્મ આપે છે. સંયોગ વિખેરાય, ત્યારે લય પામે છે. બાકી જડ દ્રવ્ય પણ સ્વયં કયારેય ઉત્પન્ન થતું નથી. તે પણ શાશ્વત અને અનાદિ અનંત છે.
અહીં ઉપજવાની ક્રિયા છે અને “ઉપજે એવો જે શબ્દ લખ્યો છે એ શબ્દ પદાર્થની પર્યાયના આધારે લખ્યો હોય, તેમ જણાતું નથી. પરંતુ અહીં ઉપજવાની ક્રિયાનો નિષેધ કર્યો છે. અર્થાત્ જડથી ચેતન ઉપજતું નથી અને ચેતનથી જડ ઉપજતું નથી. બંને પ્રકારની ઉપજવાની ક્રિયાનો અભાવ દાખવે છે. અહીં “એવો’નો અર્થ આ પ્રમાણે છે કે આવો ઉપજવાનો સ્પષ્ટ અભાવ છે. તો તેનાથી વિપરીત એવો અનુભવ કયાંથી થઈ શકે ? “એવો’ શબ્દ ઘણો મર્મપૂર્ણ છે. અથવા તર્કશૂન્ય અપ્રમાણભૂત તેવા જ્ઞાનને ગ્રહે એવો. “એવો શબ્દ અનુભવનું વિશેષણ છે. અનુભવ ઘણી જાતના થાય છે અને બીજી કેટલીક ઉપજવાની ક્રિયાઓ અનુભવમાં આવે પણ છે. પરંતુ અહીં શાસ્ત્રકાર આશ્ચર્ય કરે છે કે એવો અર્થાત્ આવો વિવેકશૂન્ય અનુભવ કોઈને પણ થતો નથી અને આગળ વધીને કહે છે કે કયારેય પણ થતો નથી. હવે આપણે “કયારે’ શબ્દનો મર્મ સમજશું.
ક્યારે કદિ ન થાય – કોઈને અનુભવ થતો નથી એ બરાબર છે પરંતુ કયારેય અનુભવ થતો નથી. તે કાળવાચી શબ્દ છે. અર્થાત્ કોઈ પણ કાળે આવો અનુભવ થતો નથી. અહીં કાળ વાચી શબ્દ મૂકવાનું પ્રયોજન એ છે કે એક જ વ્યકિતને આવો અનુભવ થતો નથી તેમ કહેવાથી પર્યાપ્ત પ્રમાણ મળતું નથી પરંતુ કોઈ પણ સમયે કોઈને પણ એમ કહેવાથી સમગ્ર કાળ અને સમગ્ર વ્યકિતઓનું ગ્રહણ થાય છે. કયારે’ શબ્દ ભૂતકાળના કે વર્તમાનકાળમાં જે કોઈ વ્યકિતઓ થઈ ગયા છે, તે બધાનો બોધ કરાવે છે. કયારે શબ્દ સ્વયં કાળવાચી હોવા છતાં કાળ બોધની સાથે તે તે કાળમાં રહેલા વ્યકિતઓનો પણ બોધ કરાવે છે. ત્રણે કાળમાં રહેલી કોઈ પણ વ્યક્તિને આવો વિપરીત અનુભવ થતો નથી. કયારે શબ્દ ઉપર વજન દેવા માટે “કદિ' શબ્દ જોડવામાં આવ્યો છે. કદિ અને કયારે બંને સમયવાચી શબ્દ છે, પરંતુ મીમાંસાશાસ્ત્ર કહે છે કે એક જ અર્થવાચક બે શબ્દો મૂકયા હોય, તો તેનું તાત્પર્ય પણ કંઈક હોય જ છે. અહીં સિદ્ધિકારે આ દ્વિરુકત શબ્દનો ઉપયોગ કર્યો છે, તેમાં એક શબ્દ ક્ષેત્રવાચી છે અને બીજો શબ્દ સમયવાચી છે. અર્થાત્ કોઈ વ્યક્તિને, કોઈપણ ક્ષેત્રમાં, કોઈ પણ કાળે આવો અનુભવ થતો નથી કે જડ ચેતન એક હોય, આમ સિદ્ધિકારનો ગૂઢાર્થ સમજવાથી અર્થની વ્યાપકતા વૃષ્ટિગોચર થાય છે. અસ્તુ.
સંપૂર્ણ ગાથા એક પ્રકારના નિર્ણયાત્મક ભાવનો ઉદ્દઘોષ કરે છે અને તે ઉદ્ઘોષના પ્રમાણભૂત કથન માટે સમસ્ત અનુભવશીલ વ્યકિતઓને સાથે રાખવામાં આવ્યા છે. કદાચ કોઈ કહે કે મને આવો પરસ્પર અકર્તૃત્વનો અનુભવ થતો નથી પરંતુ હું માનું છું કે એકબીજાની
LLLLuuuuuuN(૧૭૮) NAS
SSSSSSSSSSSSSSSSSS