Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
માંગે છે ? તેઓએ દ્રવ્યો જુદા છે એમ ટકોર કરી નથી પણ સ્વભાવ જુદા છે એમ કહ્યું છે અને સ્વભાવનો અર્થ પરિણતિ થાય છે. સાધારણ રીતે જે જડદ્રવ્યો છે, વ્યવહારવૃષ્ટિએ જ તેનો જડ સ્વભાવ કહી શકાય, પરંતુ અહીં જે વિભાવ છે, તેના સ્વભાવ વિષે વિચાર કરવો જરૂરી છે. જેમ કે કષાયનો સ્વભાવ શું છે ? મોહનો સ્વભાવ શું છે? મિથ્યા ભાવોના સ્વભાવ કેવા હોય? આ બધા વિભાવ દ્રવ્યો વિપરીત સ્વભાવના ધારક છે. તેના સ્વભાવ પણ નિશ્ચિત છે. જ્યારે ચેતનનો સ્વભાવ પણ નિશ્ચિત છે. બાહ્ય પદાર્થો તો પોતાના સ્વભાવથી અથવા ગુણધર્મોથી પરિપૂર્ણ છે અને રૂપી હોવાથી આત્માથી ઘણા દૂર એવા શૂલ દ્રવ્યો છે. તે સ્પષ્ટપણે એકપણું પામ્યા નથી, તે નિરાળા છે તેમ દેખાય છે. અહીં શાસ્ત્રકારે જે એકપણું પામે નહીં એમ કહી અંતરમાં વર્તતા જડ ભાવને ગ્રહણ કર્યા છે તેમાં વાસ્તવિક જડતા છે. કદાચ સ્થૂલ દ્રવ્યથી પોતે જુદો છે એમ માને તો પણ વિશેષ આધ્યાત્મિક લાભ થાય તેમ કહી શકાય નહી. કારણ કે બાહ્ય દ્રવ્ય તો નિરાળા છે.
જ્યારે આંતરિક વિભાવાત્મક ભાવો તે ખરેખર જડ છે, એવા જડથી અને તેના સ્વભાવથી પોતે નિરાળો છે અને પોતાનો સ્વભાવ પણ નિરાળો છે એ સિદ્ધાંત પર આવે, તો જ અધ્યાત્મદષ્ટિએ તેને લાભ થાય. એટલું જ નહીં પણ એક કરોડ ટનનો બોજો ઓછો થઈ જાય. કાંકરામાં પડેલા મોતી, મોતી છે. એમ જાણ્યું નહીં અને બધાને કાંકરા ગણી વ્યવહાર કરે, તો આખું ખોટ ખાતુ છે. પણ જ્યારે વિવેક થાય કે કાંકરામાં મોતી છે અને તેનું મૂલ્ય સમજાય તો એક પલમાં તે ધનાઢય બની જાય છે અને સમસ્ત દરિદ્રતાનો બોજો લય પામી જાય છે. બાહ્ય જડ તે જુદા જ છે. તેમાં એકપણું પામવાનો સવાલ નથી પરંતુ જે આંતરિક જડ છે. તેમાં એકપણું પામ્યો છે અને તેને ભિન્ન સમજવા માટે આ ગાથામાં એક જ વાતનું પુનરાવર્તન કરીને પુનઃ પુનઃ ભેદજ્ઞાન ઉપર દષ્ટિ સ્થિર કરી છે. એક સ્કૂલ જડ દ્રવ્યો છે અને એક વિભાવાત્મક ભાવો તે પણ જડ તત્ત્વો છે. પૂલ જડ તે દ્રવ્યરૂપે છે, જ્યારે આ વિકારી ભાવો તે જડ તત્ત્વ રૂપ છે. અહીં શાસ્ત્રકારે દ્રવ્ય શબ્દનો ઉપયોગ કર્યો નથી. પરંતુ બંનેના સ્વભાવની વાત કરી છે. વિભાવનો સ્વભાવ અને સ્વભાવનો સ્વભાવ એમ જો કહેશું તો જ સ્પષ્ટ થશે. કારણકે વિભાવનો સ્વભાવ હાનિકારક છે,
જ્યારે સ્વભાવનો સ્વભાવ લાભકારી છે. વિભાવ તે જડ છે અને સ્વભાવ તે ચેતન છે. આ ગૂઢ રહસ્ય સમજાય તો જ જડ ચેતનનો ભેદ સમજાશે. અને તો જ આ ગાથાનું આંતરિક મંતવ્ય સ્પષ્ટ થશે.
આધ્યાત્મિક સંપૂટ : ગાથા ૫૬, ૫૭ બંને ગાથામાં આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો એક સરખો તરંગ છે. ચાર પ્રકારના ભેદ વિજ્ઞાનમાં પ્રથમ દેહ અને આત્માનું ભેદવિજ્ઞાન છે. આ ભેદવિજ્ઞાન સ્પષ્ટ થાય, ત્યારે જ જીવ અધ્યાત્મક્ષેત્રમાં કદમ ઉઠાવી શકે છે. દેહનું ઉપાદાન અલગ છે, જ્યારે આત્મા સ્વયં અધ્યાત્મગુણોનું ઉપાદાન છે. દેહ જડસ્વરૂપ છે અને વિશ્વનું જડતત્ત્વ તો જડ છે જ. બંનેના જડતત્ત્વમાં એકવાકયતા છે. તે બંનેના ગુણધર્મો પણ ઈન્દ્રિયોના વિષયરૂપ છે પરંતુ જડરૂપ દેહમંદિરમાં નિવાસ કરતો ચેતન્યપુરુષ તે વિષયાતીત છે, ઈન્દ્રિયોથી પર છે. તે ઈન્દ્રિયોનો સ્વામી છે. તેનો ક્રિયાકલાપ નિરાળો છે. અધ્યાત્મરમિનું એક કિરણ પણ જો પ્રગટ થાય, તો બંનેના ગુણધર્મોને પારખી શકાય છે. સ્વગુણને ઓળખી, સ્વગુણમાં રમણ કરવું, સંપૂર્ણ રમણતા
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\S/૧૨૦SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS