Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે. પર્યાયની અપેક્ષાએ અસ્તિત્વ નાસ્તિત્વમાં પરિવર્તિત થાય છે પરંતુ તત્ત્વ કે દ્રવ્યની અપેક્ષાએ અસ્તિત્વ શાશ્વત છે. એટલે ત્યાં નાસ્તિત્વની ગુંજાઈશ નથી. ગાથામાં બંને પદ મૂક્યા છે. “આત્માનું અસ્તિત્વ' અર્થાત્ આત્મા અને તેનું અસ્તિત્વ, આત્મા શાશ્વત છે, તો અસ્તિત્વ પણ શાશ્વત છે, ગાથાના “અસ્તિત્વ' વિષે સાવધાન રહી આ ત્રિકાળવર્તી અસ્તિત્વ છે એ ભૂલવાનું નથી.
ગૂઢ વિચાર :- શું અસ્તિત્વ શબ્દ કે ભાવ કે ક્રિયા કોઈ સત્ દ્રવ્યના છે ? જેના ઉપર અસ્તિત્વનો વિચાર કરી મનુષ્ય આસ્તિક બને છે. કોઈપણ વ્યક્તિ અસ્તિત્વનો સ્વીકાર કરે છે ત્યારે આસ્તિક બને છે. અસ્તિત્વનો સ્વીકાર ન કરે તો તે નાસ્તિક કહેવાય છે. આ સત્ શું છે ? અનંત જ્ઞાનીઓએ વિશ્વમાં કોઈ એવી અખંડ સત્તાના દર્શન કર્યા છે. સત્તા વિશ્વની ધરાતલ છે. આ સત્તા ભિન્ન-ભિન્ન રૂપ ધારણ કરતી હોવાથી અને ભિન્ન ભિન્ન રૂપે તેનું અસ્તિત્વ હોવાથી જ્ઞાનીઓએ તેને દ્રવ્યની સંજ્ઞા આપી છે. અલગ અલગ દ્રવ્યમાં આ સત્તાને વિભાજિત કરી છે. સત્ એટલે સ્થાયીતત્ત્વ અને તેની જે ક્રિયાશીલતા છે તે તું અર્થાત્ પર્યાયાત્મક છે. વેદાંત દર્શનમાં સત્ અને 28, સ્થાયી અને ક્રિયાશીલ, એવા બે તત્ત્વોનો સ્વીકાર કર્યો છે. સત્ શબ્દ પદાર્થની અખંડ સત્તાને પ્રગટ કરે છે. જ્યારે ઋતુ તેની ક્રિયાશીલતાને પ્રગટ કરે છે. આ ઋતુને જ શાસ્ત્રમાં પર્યાય શક્તિ કહી છે પર્યાય કરવાની શક્તિ પણ સત્ની જ શક્તિ છે. - આવા સત્ની પંક્તિમાં આત્મદ્રવ્ય પણ એક શાશ્વત દ્રવ્ય છે. જેમ બીજા દ્રવ્યો અસ્તિત્વ ધરાવે છે, તેમ આત્મા પણ અસ્તિત્વ ધરાવે છે. બીજા દ્રવ્યોની વચ્ચે આત્માનું અસ્તિત્વ વ્યક્તિના જ્ઞાનમાં પ્રગટ થયું ન હતું. અસ્તિત્વ તો છે જ પરંતુ જ્યાં સુધી જ્ઞાનમાં પ્રગટ ન થાય, ત્યાં સુધી તે વ્યક્તિ માટે આત્માનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ પણ જ્ઞાનથી જ સ્પષ્ટ થાય છે. પદાર્થમાં અસ્તિત્વ છે પણ બુદ્ધિમાં અસ્તિત્વનો સ્વીકાર ન થાય, ત્યાં સુધી વ્યક્તિ એવા દિવ્ય અસ્તિત્વના પ્રભાવથી પણ વંચિત રહે છે. ઉદાહરણ તરીકે પતિ પરદેશ ગયો છે, પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે પરંતુ જ્યાં સુધી પિતાને જાણ ન થાય કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, ત્યાં સુધી તેના જ્ઞાનમાં પુત્રનો જન્મ થયો નથી અને ત્યાં સુધી તેને પુત્ર પ્રેમ પણ ઉદ્ભવતો નથી. તે જ રીતે તે વ્યક્તિના જ્ઞાનમાં પદાર્થનું અસ્તિત્વ પ્રતિબિંબિત થાય અને ઝાખું-ઝાખું પ્રતિબિંબ દેખાય, ત્યારે તે પદાર્થનો સ્વીકાર કરવા તત્પર થાય છે.
ગાથામાં શિષ્યને પણ આત્માનું અસ્તિત્વ જ્ઞાનમાં ઝાંખું ઝાંખું પણ પ્રતિબિંબિત થયું છે. અને તેથી બોલે છે કે “સંભવ તેનો થાય છે તેનો એટલે કોનો ? અસ્તિત્વનો. અસ્તિત્વ કોનું? તો કહે છે આત્માનું. આમ તેનો સંભવ અર્થાત્ આત્માનો સંભવ. આત્માનો સ્વીકાર કર્યો અને તેના ત્રિકાળવર્તી અસ્તિત્વનો સ્વીકાર કરવા માટે ઉદ્યત થયો છે, તેથી કહે છે કે હવે મારી આંતર દષ્ટિ ખૂલી છે. મને હવે જે છે, તે દેખાય છે. અર્થાત્ આત્માની ઝાંખી થાય છે, તેના સૈકાલિક અસ્તિત્વની પણ ઝાંખી થાય છે.
આધ્યાત્મિક સંપૂટ – આંતર દ્રષ્ટિ તે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવાની એક ઉત્તમ દોરી છે.
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૧૩૭) SSSSSSSSSSSSSSS
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS