Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અન્યથા કોણ વેષ પલટે છે ? એ પ્રશ્ન ઊભો રહેશે. તે જ રીતે શંકાકાર કહે છે કે ક્ષણે ક્ષણે પલટાય, તેમાં પલટાવાથી જે રૂપ થાય છે, તે દેખાય છે પણ જે પલટાય છે, તે તો ત્યાં હોવો જોઈએ ને ? અર્થાત્ કોઈ વસ્તુનું અસ્તિત્વ છે, તે જ ક્ષણે ક્ષણે પલટાય છે.
જૈનદર્શનમાં આને દ્રવ્યાથિર્કનય કહેવામાં આવે છે. ઉત્પાદ્ ય ઘૌવ્યયુક્ત સત્ | મોક્ષશાસ્ત્રમાં આ વાકય ઉત્પત્તિ અને લય સિવાય પદાર્થના ધ્રુવ અંશનું વિવેચન કરે છે પરંતુ આ ધ્રુવ અંશ નજરથી ઓજલ છે. તે સામાન્ય બુદ્ધિ કે કેવળજ્ઞાનને છોડીને બીજા કોઈ જ્ઞાનનો વિષય નથી. એ ધ્રૌવ્ય અંશને અનુમાનથી સ્વીકારવા માટે હજુ શંકાકારની દૃષ્ટિ ખૂલી નથી. એટલે તે કેવળ પલટાતી અવસ્થાને જોઈને એમ કહે છે કે આત્મા જેવી કોઈ નિત્ય વસ્તુનો અનુભવ થતો નથી. હકીકતમાં આ દ્રવ્યાર્થિનનય એ જ શાશ્વત દ્રવ્યોનો મૂળ આધાર છે. જેનું વિવેચન આગળ આવશે. અહીં આપણે ફકત શંકાકારની શંકાનું સાંગોપાંગ વિવેચન કર્યું છે. ' ;
આધ્યાત્મિક સંપૂટ ગાથા-૬૦, ૧ : આ ગાથામાં પદાર્થની ક્ષણભંગુરતાનો ઉલ્લેખ છે, તેમાં ભલે આત્માનો ઈન્કાર કરવા માટે ક્ષણભંગુરતાનો આશ્રય કર્યો છે પરંતુ હકીકતમાં વિશ્વની કે દૃશ્યમાન જગતની ક્ષણભંગુરતા જો દ્રષ્ટિગોચર થાય, તો જ આત્માના અસ્તિત્વનો બોધ થવો સંભવ છે. આ ગાથા પરોક્ષભાવે ક્ષણભંગુર ભાવોથી ઉપર ઊઠીને શાશ્વતભાવોને નિહાળવાની પ્રેરણા આપે છે. પ્રતિપક્ષી ક્ષણવાદના આધારે જે નિર્ણય કરે છે, તે ઘણો જ અપૂર્ણ છે. સાચા અર્થમાં ક્ષણવાદ જ વિરકિતનું મુખ્ય કારણ છે. ક્ષણિકભાવોનું દર્શન થતાં અક્ષણિક, અક્ષર એવા આત્માની સ્વતઃ સ્થાપના થાય છે. ક્ષત્ અક્ષરો જ્ઞાય? | ફરવૃષ્ટિ જે મોહાન્વિત છે, તે ક્ષણભંગુર ભાવોને નિહાળે છે. જ્યારે અક્ષરદૃષ્ટિ જે નિર્મોહ છે, તે શાશ્વતભાવોને નિહાળે છે. ભલે પ્રશ્નકારના મુખથી આ ગાથા અનિત્યવાદની ધોતક હોય પરંતુ તેનો સ્વર નિત્ય આત્માનો પ્રતિબોધ કરાવે છે. બંને ગાથામાં એક સરખો આધ્યાત્મિક ભાવ સમાવિષ્ટ છે. "
આપણે પણ અહીં ૬૧ મી ગાથા સુધીનું બારીક વિવરણ કર્યા પછી તેનો ઉપસંહાર કરી યથાર્થ ભાવો તરફ વળી દર મી ગાથાનું ઉદ્ઘાટન કરીએ. .
ઉપસંહાર : ઉપર્યુકત જે કાંઈ વર્ણન કર્યું છે, તેનો સારાંશ એ છે કે જ્યાં સુધી સાચું પ્રમાણ ન મળે, ત્યાં સુધી માનવની બુદ્ધિ શંકામાં અટવાઈ રહે છે. આ શંકા સૂમ તત્ત્વોનો સ્વીકાર કર્યા પછી પણ અન્યથા બોધ કરી અનિત્ય ભાવમાં અટકી જાય છે. ભગવાન બુદ્ધ જેવા મહાન વિભૂતિ સારનાથમાં બહુજ તપસ્યા કર્યા પછી જયારે સૂક્ષ્મ પ્રજ્ઞાનો ઉદ્ભવ થયો, ત્યારે વિશ્વની પર્યાયનું દર્શન કરી પર્યાયરૂપ ક્ષણિકવાદમાં અટકી ગયા અને એક આખું ક્ષણિકદર્શન ઉપસ્થિત કરી વિશ્વને ક્ષણિક ભાવોથી પ્રભાવિત કર્યું. આ ગાળામાં પણ સિદ્ધિકારે કોઈ પણ દર્શનનું નામ લીધા વિના એક શંકાકારને આધારે પરોક્ષભાવે અનિત્યવાદી દર્શનો તરફ ઈશારો કર્યો છે. જેને આપણે વિવરણ કરી ગયા છીએ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે માનવની બુદ્ધિ કેવા કેવા ભાવમાં પ્રવાહિત થાય છે, આ ગાથામાં તેનું સ્પષ્ટ ચિત્ર આપ્યું છે.
,
5
1
,
SSSSSSSSSSSSSSSSSSS(
પ
) SSSSSSSSSSSSSS
YA
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ