Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પદ બીજું: “આત્મા નિત્ય છે” શંકા-સમાધાન ગાથાઃ ૬૦ થી ૭૦
ગાથા: ૬૦.
ઉપોદ્ઘાત – આત્માનું અસ્તિત્વ આંશિક રૂપે સિદ્ધ કર્યા પછી પુનઃ એ શંકા થવી સ્વાભાવિક છે કે કદાચ આત્મા હોય શકે પરંતુ તે શાશ્વત, નિત્ય કે સ્થાયી તત્ત્વ નથી. દેહનો નાશ થયા પછી આત્મા ટકી રહેતો નથી. જેમ દેહ વિલય પામે છે તેમ આત્મા પણ વિલય પામે છે. જો આપણે તેમ માનીએ, તો ધર્મ સાધનાનો કશો અર્થ રહેતો નથી, પછી આત્માને માનવું કે ન માનવું બરાબર છે. ચાર્વાક જેવા નાસ્તિકમતમાં પણ જીવ કે આત્મા નથી અને છે તો પણ કાયમી નથી, એટલે આત્માનું કોઈ મહત્ત્વ નથી. આ રીતે અનાત્મવાદીનો આ બીજો પક્ષ છે.
(૧) આત્મા નથી તે એક પક્ષ (૨) આત્મા છે, તો પણ કાયમી નથી, વિલય પામે છે, આ બીજો પક્ષ છે. આ બંને પક્ષ એક રીતે અનાત્મવાદી છે. આ ૬૦ મી ગાથામાં નાસ્તિકવાદનો આ બીજો પક્ષ સામે રાખી શંકા કરવામાં આવી છે આખી ગાથા પ્રશ્નાત્મક ભાવથી ભરેલી છે. આપણે હવે તેનું વિવેચન કરીએ.
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશી
દેહ ચોગથી ઉપજે, દેહ વિયોગે નાશ કo | સંસારમાં દ્રુશ્ય અને અતૃશ્ય, બને પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, તે જોઈ શકાય છે, જાણી શકાય છે પરંતુ તે દ્રવ્યો, પદાર્થો કે તત્ત્વો અનંતકાળ માટે શાશ્વત છે, તેવી સ્થાપના કરવા માટે કોઈ પ્રબળ સાધન હોય તેમ જણાતું નથી. આ એક સનાતન ગૂઢ પ્રશ્ન છે. આ ગાળામાં સામાન્ય પ્રશ્ન તરીકે શંકાની ઉપસ્થિતિ કરી છે પરંતુ દાર્શનિક જગતમાં આ શંકા કે આ પ્રશ્ન કોઈ નાનો સૂનો પ્રશ્ન નથી, આ એક મહાગૂઢ પ્રશ્ન છે કદાચ બુદ્ધિથી પરનો સવાલ હોય શકે.
હકીકતમાં પદાર્થના બે અંશો દ્રષ્ટિગોચર થાય છે. એક અનિત્ય ભાવ અને એક સ્થાયીપણું. આ પ્રશ્ન ઉપર સાંખ્યદર્શન અને બૌદ્ધદર્શન જેવા દર્શનો અસ્તિત્વમાં આવ્યા છે. આત્મા છે તે બરાબર છે. તેનો અનુભવ થાય છે, તે પણ ઠીક છે પરંતુ તે આત્મદ્રવ્ય અનંત કાળ સુધી ટકી રહેનારું શાશ્વત તત્ત્વ છે કે કેમ, તે બાબત શંકા થવી કે પ્રશ્ન ઊભો થવો, તે માનવ મનની સ્વાભાવિક પ્રક્રિયા છે.
આ ગાથાના બીજા પદમાં બીજા પક્ષ માટે શંકા ઉત્પન્ન કરી છે. આ પદમાં ‘ત્યાં” શબ્દ લખ્યો છે, જે ઘણો મહત્ત્વપૂર્ણ છે. ત્યાં એટલે કયાં ? ઉત્તરમાં ઘણા કેન્દ્ર વૃષ્ટિ સામે આવે છે.
(૧) મનુષ્યના મનમાં શંકા થાય છે. (૨) જયાં આત્મવાદીની ચર્ચાઓ થાય છે, તેવી
\\\\\\\\\\\\\\N(૧૩૯)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\