Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
માટે પ્રયાસ કરશું, તો કંઈક અંશે ન્યાય આપી શકાશે તેવી શ્રદ્ધા છે.
જો કે આ બધા મહાન આત્માઓ મૌન રહી ગયા છે. વધારેમાં તેઓ કહે છે કે અમે તેનો આનંદ લઈએ છીએ, ત્યારે નિર્વિચન કરનાર પ્રજ્ઞા જ શાંત થઈ જાય છે. શબ્દો દરવાજે ઊભા રહી જાય છે. બુદ્ધિ બે ડગલાં આગળ ચાલીને ચૂપ થઈ જાય છે. કેવળ પ્રતિબિંબરૂપ ભાવ બની જઈ આત્માને પરમાત્માનું જાણે મિલન થયું હોય, તેવી એકરૂપતા થઈ જાય છે. અસ્તુ.
પ્રથમ આપણે કેટલાક પ્રમાણ મેળવીએ. ભક્તામર જેવા સ્તોત્રમાં કહ્યું છે કે “જ્ઞાન સ્વપ મમત્ત પ્રવતિ સન્તો સંતો આત્મતત્ત્વને કેવળ જ્ઞાનરૂપ માને છે. જૈનદર્શનમાં પણ કેવળજ્ઞાન શબ્દનો પ્રયોગ થયેલો છે. અર્થાત્ નિર્મળ જ્ઞાન છે, તે આત્મા છે. જ્ઞાન આધેય છે, આત્મા તેનો આધાર છે. જ્ઞાન આત્માનો ગુણ છે, આત્મા ગુણી છે. આ રીતે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, કેવળજ્ઞાન સ્વરૂપ છે. તેનો અર્થ ત્યાં જ્ઞાન સિવાય બીજું કશું નથી. તેથી કેવળ એટલે ફક્ત જ્ઞાન જ છે. આ જ્ઞાનમાં કોઈ પ્રકારનો ડાઘ નથી, ઉણપ નથી, કોઈ અજ્ઞાનનો અંશ નથી. સંપૂર્ણ અંશોમાં તે જ્ઞાન છે, તેથી શાસ્ત્રકારો કેવળજ્ઞાનને સંપૂર્ણ જ્ઞાન માને છે. જેમ કોઈ કહે આ અલંકાર કેવળ સોનાના જ છે. તેનો અર્થ એ છે કે તેમાં કોઈ ભેદ નથી. અર્થાત્ શુદ્ધ કંચન છે, મિલાવટ નથી.
આશ્ચર્ય એ છે કે આત્મા આવું અગોપ્ય અને સ્પષ્ટ જાણી શકાય તેવું તત્ત્વ છે છતાં તેને રહસ્યમય શા માટે કહેવામાં આવે છે. જે જ્ઞાન છે તે જ આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. પ્રાણીમાત્રમાં તેનું અસ્તિત્વ સ્પષ્ટ જોઈ શકાય છે, છતાં પણ સાધક મહાત્માઓએ ખૂબ જ મોણ નાંખ્યું છે. સ્વયં સિદ્ધિકારે પણ કહ્યું છે કે “જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ” આત્મા તો સ્પષ્ટ પ્રતિબિંબિત છે. મોઢું જોવા માટે દર્પણની જરૂર પડે છે પરંતુ આત્માને જોવા માટે કોઈ દર્પણની જરૂર નથી. તે સ્વયં એક દર્પણ છે. જેમાં વિશ્વના પદાર્થો શેયરૂપે ઝળકે છે. જ્ઞાનથી જ વિશ્વનું અસ્તિત્વ જાણી શકાય છે. આવા આ સ્પષ્ટ પ્રતિબિંબ સ્વરૂપ દિવ્ય આત્માને અગોચર શા માટે કહ્યો ?
ખરેખર અગોચર એટલા માટે છે કે સાધનાની દષ્ટિએ અગોચર છે. જેમ જેમ સાધના કરે, તેમ તેમ તેનું મહત્ત્વ સમજાય છે પરંતુ તેનાં અસ્તિત્વ વિષે જરા પણ જોર આપ્યા વિના હેજે જાણી શકાય છે. ધન્ય છે આ આત્મદેવને ! જે પોતે સર્વથા નિર્લિપ્ત હોવા છતાં જ્ઞાન દ્વારા બધી શક્તિનો સંચાલક છે. એક રીતે તે શક્તિમાન પણ છે, તેથી જ શાસ્ત્રકારોએ આત્માને અનંત શક્તિનો ભાજન માન્યો છે. જ્યાં જ્ઞાન અને શક્તિનું સંમિલન છે, તે જ આત્માનું કેન્દ્ર છે... અસ્તુ. આટલું કહીને અને આત્માની સ્પષ્ટ સ્થાપના કરી રહસ્યવાદનો ઘટસ્ફોટ કર્યો છે. આત્માનું અસ્તિત્વ : આ ગાથામાં “આત્માના અસ્તિત્વના આપે કહ્યા પ્રકાર' તેમ કહીને કવિરાજ પુનઃ આત્માના અસ્તિત્વને પ્રદર્શિત કર્યું છે. હકીકતમાં તો ઘણા પ્રકારે કહેવાની આવશ્યકતા જ નથી પરંતુ જે લોકો સમજી શકતા નથી અથવા જે નવા નિશાળિયા છે તેના માટે આ બધા પ્રકારો છે અને ભિન્ન ભિન્ન પ્રકારે જીવ તત્ત્વની હાજરીની સ્પષ્ટતા કરવામાં આવે છે. આત્મા તો હાજર
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૧૩૩). SL\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\