Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ઘણો જ મહત્વપૂર્ણ છે.
ઉપસંહાર :- જે લોકો ધર્મ કે અસ્તિવાદથી કે આસ્તિક ભાવોથી દૂર છે, તેવા કરોડો લોકો આત્મા-પરમાત્મા વિષે શંકા કરતા નથી, તેઓ સંપૂર્ણ માયાવાદી છે. આ ભૂમિકા એકદમ નીચી ભૂમિકા છે. જ્યારે જીવાત્મા થોડી ઉપરની ભૂમિકામાં આવે છે, ત્યારે તેને ધર્મનો સ્પર્શ થાય છે અને આત્મા–પરમાત્મા વિષે વિચાર કરી આસ્થા રાખી ધર્મમાં પ્રેરિત થાય છે પરંતુ આ બીજી ભૂમિકામાં બુદ્ધિવાદનો પણ ઉદય થયો હોય છે. આ બુદ્ધિવાદી તાર્કિક લોકો આસ્થાવાદથી હટીને આત્મા–પરમાત્માનો નિષેધ કરી ભૌતિકવાદની સ્થાપના કરે છે પરંતુ આ બુદ્ધિજીવીઓમાં જે સંપૂર્ણ નાસ્તિક છે તે તો આત્મતત્ત્વની વિરુદ્ધમાં સચોટ પ્રમાણ આપી સંપૂર્ણ અનાત્મવાદી બની જાય છે. જ્યારે એક વર્ગ એવો છે કે બુદ્ધિના પ્રભાવથી થોડે અંશે મુક્ત થઈ આત્મા વિષે કે કોઈ એવા અદશ્ય જ્ઞાનાત્મક ‘સત્ તત્ત્વ વિષે’ કે ‘બ્રહ્મવિષે' શંકા ઉત્પન્ન કરે છે અને આત્મા છે કે નહિં, પરમાત્મા છે કે નહીં, માયાથી ઉપર કોઈ બ્રહ્મ તત્ત્વ છે કે નહીં ? એવો પ્રશ્ન તેના મનમાં ઉદ્ભવે છે.
અહીં સિદ્ધિકાર સહેજે કહે છે કે આ શંકા કરનાર જડ પદાર્થ તો છે નહીં, અચેતન પદાર્થો આવી શંકા કરી શકતા નથી અને જ્ઞાનરહિત આવા પદાર્થો જે પોતાના ગુણોથી પરિપૂર્ણ છે, છતાં તેમાં શંકા કરવાની કે વિચાર કરવાની શક્તિનો સર્વથા અભાવ છે. તો અહીં પૂછ્યા વિના શાસ્ત્રકાર આશ્ચર્ય કરે છે કે ભાઈ ! આ શંકાનો કરનાર કોણ છે ? અને હસીને કહે છે કે શંકા કરનાર તું પોતે જ છો. તારું અસ્તિત્વ પ્રગટ હોવા છતાં તું પોતે તારા અસ્તિત્વ માટે શંકા કરે છે, તે કેવી નવાઈની વાત છે. ખરું પૂછો તો અનાત્મવાદની જગ્યા જ નથી અર્થાત અનાત્મવાદને પ્રવેશ આપી શકાય તેમ નથી. અનાત્મવાદી પણ પોતાની બુદ્ધિ દ્વારા આત્મવાદની જ સ્થાપનાં કરી રહ્યા છે. જેમ પથારીમાં સૂતેલો માણસ એમ કહે કે હું ઊંઘી ગયો છું તો તેનો અર્થ જ એ છે કે તે ઊંઘ્યો નથી. જાગતો માણસ એમ કહી શકે કે હું છું જ નહીં, તો કેટલું બધું આશ્ચર્ય છે ? આટલા વિવેચન પછી આપણે ૫૮મી ગાથાની પરિસમાપ્તિ કરી આગળની ગાથાનો સ્પર્શ
કરશું.
sa
(૧૩૦