Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અનંતકાલ લેવાનો છે. અનંતકાલ સુધી ત્રિકાલની ત્રણે પર્યાય ચાલતી રહેશે પરંતુ જડ-ચેતનને એક કરી શકશે નહીં અથવા કાળથી અપ્રભાવિત રહીને આ બંને તત્ત્વો ક્યારે પણ એકપણું ન પામતાં પોતાની ભિન્ન અવસ્થાને જાળવી રાખે છે. “એકપણે પામે નહીં' એમ કહીને બંને દ્રવ્યોની પ્રબળતાનું કથન કર્યું છે અને ત્રિકાળ' શબ્દનો પ્રયોગ કરીને આ બંને દ્રવ્યો કાળથી અપ્રભાવિત છે, એમ જણાવ્યું છે. ત્રિકાળ તો શું પરંતુ કાળના તેનાથી પણ વધારે ખંડો હોય, તો પણ તે ખંડ જડ-ચેતનાના સ્વભાવને બદલી શકશે નહીં. કાળ વિશ્વનું પ્રબળ તત્ત્વ છે. કાળદ્રવ્ય અનેક પદાર્થોની વિભિન્ન અવસ્થાનો સાક્ષી છે પરંતુ શાસ્ત્રકાર કહે છે કે જડ-ચેતન બંને દ્રવ્યો ઈમાનદારીપૂર્વક કેવળ પોતાના સ્વભાવને જ ભજે છે અને કાળ પણ સદાને માટે તેના સ્વભાવનો સાક્ષી બની રહે છે. છેલ્લા બે પદોમાં સિદ્ધિકારે કેવળજ્ઞાનીનું અવલંબન કરીને ડ્રઢ વિશ્વાસ સાથે જડ-ચેતનના ગુણધર્મો બતાવ્યા છે, તેમજ બંનેના અખંડ સ્વભાવનું કથન કરીને જડથી ચેતન ન્યારો છે, તેમ આંગળી ચીંધીને કહ્યું છે. સિદ્ધિકારે જડ-ચેતનનો ભેદ બતાવવા માટે પુનરુક્તિ કરી, એક જ વાત, બે વખત કહી છે. પ્રથમ પદમાં કહ્યું છે કે જડ અને ચેતન બંને ભિન્ન છે અને ઉત્તરપદમાં એકપણું પામે નહીં' તેમ કહ્યું છે. ભિન્ન છે અને એકપણે પામે નહિં, બે શબ્દનું તાત્પર્ય એક જ છે. છતાં બે વખત ઉચ્ચારણ કરીને ભેદજ્ઞાન ઉપર વજન આપવામાં આવ્યું છે. ભિન્ન છે એમ કહેવાથી અત્યારે ભિન્ન છે પણ ફરીથી અભિન્ન બનીને એક થઈ શકે છે. આ દોષનું નિવારણ કરવા માટે એકપણું પામે નહીં, એમ કહ્યું છે. અર્થાત્ બંને દ્રવ્યો એક થઈ જતા નથી. સામાન્ય પ્રજ્ઞા માટે અને ભેદજ્ઞાનને નિશ્ચિત કરવા માટે આ કથન જરૂરી છે.
+ હકીકતમાં તો વિશ્વના કોઈપણ મૂળભૂત પદાર્થો સર્વથા સ્વતંત્ર હોવાથી એકપણું પામતા નથી. જડ-ચેતન બે ભિન્ન દ્રવ્યો તો શું પરંતુ બે ચેતન દ્રવ્ય પણ એક થતાં નથી, અને એ જ રીતે બે પરમાણુ સ્કંધરૂપે સાથે રહેવા છતાં સર્વથા એકપણું પામતાં નથી. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવીને પુનઃ એક બીજાથી ન્યારા રહે છે અહીં સિધ્ધિકારે જડ-ચેતનની એકતાનો પરિહાર કર્યો છે. જડ-ચેતન બંને ભિન્ન છે પણ તેમાં કોઈ એવી આશા નથી કે આજે ભિન્ન છે અને પુનઃ એક થઈ શકે. માટે એકપણું પામતા નથી એમ કહીને અનંતકાળ સાથે રહેવા છતાં જડ સાથે રહેલો જીવ જડ થઈ ગયો નથી અને જડ પણ ચેતન થઈ શક્યું નથી. આ ભેદવિજ્ઞાન સમજાવીને પુનઃ સિદ્ધિકારને હજુ સંતોષ ન થયો હોય, તેમ ત્રણે કાળ બંને પોતપોતાના ભાવમાં રહે છે, તેમ જણાવી ભેદવિજ્ઞાન ઉપર એક પ્રકારે મેખ મારી છે. અર્થાતુ દ્રઢભાવ સ્થાપિત કર્યો છે. જડનો મોહ છોડે અને પોતાની નિર્મોહ દશા ઓળખે, તે માટે “એકપણે પામે નહીં' એમ કહી કવિશ્રીએ બીજ વાવ્યું છે. જો આ બીજ સાચી રીતે અંકુરિત થાય, તો જ ભેદજ્ઞાનની લતા પલ્લવલિત થાય અને ભેદજ્ઞાનની રેખા પલ્લવલિત થાય, તો જ તેમાં નિર્મોહ જેવા મધુરા ફળ આવી શકે. આખી ગાથા આ ભેદ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલી છે.
એક રહસ્ય – જડ અને ચેતન એવો જ ભેદ સ્થાપિત કર્યો છે. તે હકીકતમાં પદાર્થ પૂરતો જે દ્વૈત ભાવ નથી. આપણે ઉપર કહ્યું છે તે પ્રમાણે બધા પદાર્થો સ્વતંત્ર છે. જડ હોય કે ચેતન કોઈપણ એકપણું પામતા નથી. તે ત્રણે કાળ ભિન્ન રહે છે. તો અહીં જડ કહેવાનો ખાસ કોઈ અર્થ
સોમરાઠીયાપીઠSSISLSLSLLLLSSSSSSSSSSSSSS(૧૧૮) SSSSSSSSSSSSSSS