Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ચેતનનો સ્વભાવ પારખીએ. ત્યાર પછી આ ગહન વિષય ઉપર વિશેષ પ્રકાશ નાંખી શકાશે. કારણકે આ પ્રશ્ન સમગ્ર દર્શનશાસ્ત્ર અને ભારતીય આધ્યાત્મિક ચિંતનનો પાયો છે. વૈતવાદ અને અદ્વૈતવાદની વિશાળ ઊંડી ફિલોસોફી આ પ્રશ્ન ઉપર આધારિત છે. વૈતવાદનો નિર્ણય કરવો તે ઘણો જ કઠિન વિષય છે પરંતુ જૈનદર્શન દ્વૈતવાદને આધારભૂત માનીને ચાલે છે, તેથી સ્વૈત દ્રષ્ટિએ આપણે તુલના કરી આ ગાથાનું મૂલ્યાંકન કરશું. અસ્તુ . ', - : , ' " *
ચેતનના સ્વભાવ વિષે લગભગ બે મત નથી. જેને જૈનંદર્શનમાં અથવા સિદ્ધિકાર ચેતન કહે છે. જે જડ દ્રવ્યોની વચ્ચે રહીને સંચાલન કરે છે, સંચાલિત થાય છે અને જે વિચારાત્મક છે, અથવા જેમાં વિચાર કરવાની શક્તિ છે, તેવું આધારભૂત આંત્મતત્ત્વ કે પરમાત્મતત્ત્વ, તે ચેતન છે. તેનાં સ્વભાવ બે જાતના છે. (૧) વર્તમાન વ્યવહારિક ભાવોથી ભરપૂર સ્વભાવ અને (૨) આવા વચગાળાના સ્વભાવથી મુક્ત થઈ શાશ્વત સ્થિતિમાં રહી કેવળ દૃષ્ટારૂપ સ્વભાવમાં સ્થિત થવું. અત્યારે આ ગાથાના આધારે શાસ્ત્રકારે જડથી ભિન્ન એવો જે સ્વભાવ બતાવ્યો છે, તે ચેતનના બંને સ્વભાવને દૃષ્ટિ સામે રાખીને બતાવ્યો છે, તેનું આપણે વિવેચન કરીશું. હાલ તુરંત તો ગાથામાં પ્રગટ સ્વભાવનું કથન કર્યું છે. તેથી વ્યવહારિક દશામાં ચેતનનો જે સ્વભાવ છે, તે સ્વભાવને અનુલક્ષીને ભેદવિજ્ઞાનની રેખા પારખશું. ચેતનનો પણ એક સ્વભાવ નથી. જ્ઞાન વિચાર કે બદ્ધિ, ચિંતન, એ તો ચેતનનો મુખ્ય સ્વભાવ છે જ પરંતુ તે સિવાય દયા, કરૂણા, ક્ષમા, સામર્થ્ય જેવા ગુણો અને ક્રોધાધિ જેવા વિકારે રૂ૫ અસગુણો એ બધા ચેતનના વર્તમાન પ્રગટરૂપ સ્વભાવ છે. જડતત્ત્વ જે કાંઈ કામ કરતું નથી અથવા તેમાં જે ગુણોની હાજરી નથી તેવા ઘણાં ગુણો સ્પષ્ટરૂપે ચેતનમાં દેખાય છે. માટે અહીં શાસ્ત્રકાર પ્રગટ સ્વભાવ” એમ કહે છે. પ્રગટ સ્વભાવ' કહેવાની સાથે બીજા ઘણાં અપ્રગટ સ્વભાવ છે, તેમ પરોક્ષ રીતે કંથન થાય છે. આપણે પ્રગટ સ્વભાવને લઈને જ જડ-ચેતનનો વિચાર કરી રહ્યા છીએ. '' ' -
જડ-ચેતનની ભિન્નતા - અહીં શાસ્ત્રકારે ‘ભિન્ન” શબ્દ વાપર્યો છે. તો ભિન્ન” શબ્દનો આશય શું છે ? શું જડ અને ચેતન તત્ત્વ, બંને ભિન્ન છે ? કે બંનેના સ્વભાવ ભિન્ન છે ? આ ભિન્ન' શબ્દ જડ-ચેતનનું વિશેષણ છે કે સ્વભાવનું વિશેષણ છે? હકીકતમાં જડ અને ચેતન દ્રવ્ય સર્વથા ભિન્ન કેવી રીતે હોઈ શકે? કારણકે જૈનદર્શનના અનેકાંતવાદ અનુસાર ભેદ અને અભેદ તે સાપેક્ષ સિદ્ધાંત છે. સામાન્ય ધર્મોથી અને સંગ્રહાયની દષ્ટિથી બંને અભિન્ન છે પરંતુ વિશેષ ધર્મોથી અને વ્યવહાર દ્રષ્ટિથી બંને ભિન્ન છે માટે શાસ્ત્રકારે સ્વભાવ શબ્દ વાપર્યો છે. સ્વભાવ શબ્દ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, બંનેનું અવલંબન લઈ શકે છે. અહીં વિશેષ ધર્મનું અવલંબન કરી સ્વભાવ ધર્મ મૂક્યો છે. અને દાર્શનિક દ્રષ્ટિએ કહ્યું છે કે આ બંને દ્રવ્યો વિશેષ ગુણોના આધારે એકબીજાથી ભિન્ન છે. આ ભિન્નતા પ્રગટરૂપે દેખાય છે. સાધારણ રીતે સમજી શકાય તેવી ભિન્નતા છે, તેથી તેને પ્રગટ કહી છે.
અદ્વૈતવાદી મૂળભૂત બે દ્રવ્યોનો કે બે તત્ત્વોનો સ્વીકાર કરતા નથી તેમજ જડ કે ચેતનની ભેદરેખા ખેંચતા નથી. હકીકતમાં તેઓ કહે છે કે જડ જેવું કોઈ ન્યારું તત્ત્વ નથી. સમગ્ર જગત ચેતનમય છે પરંતુ પ્રત્યક્ષ રીતે જોતાં જે બે ભેદ દેખાય છે અને પ્રગટ રૂપે તેના લક્ષણો દેખાય