Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
SSSSSSSSSSSSSS
ગણાય. અલ્પતા અને અધિકતા તે અપેક્ષાકૃત છે. તે અનેકાંતવાદની શ્રેણીમાં આવે છે. જેમ અલ્પતાનું અંતિમબિંદુ એકેન્દ્રિય જીવમાં છે, તેમ બુદ્ધિની અધિકતાનું ઉપરનું બિંદુ ક્યાં ગણવું તે નિશ્ચિત નથી. બહુશ્રુત ચૌદ પૂર્વધારી જ્ઞાનાત્મા વિશાળબુદ્ધિ ધરાવે છે. જો તેને આપણે અંતિમ બિંદુ માનીએ, તો તે બુદ્ધિની વધારેમાં વધારે અધિકતાનું ધોતક છે.
- પરમ બુદ્ધિ જુઓ, અહીં શાસ્ત્રકારે બહુ જ સમજીને અલ્પ બુદ્ધિની સામે અધિક બુદ્ધિ ન કહેતાં “પરમ બુદ્ધિ' શબ્દ વાપર્યો છે. કારણકે તેમને વ્યવહારિક અધિક બુદ્ધિનું પ્રયોજન નથી. પરંતુ આત્મલક્ષી જ્ઞાનનું પ્રયોજન છે. શાસ્ત્ર પણ કહે છે કે ઘણાં શાસ્ત્રનો જાણકાર જીવ જો મિથ્યાદ્રષ્ટિ હોય અને એક ગાથાનો જાણકાર સમ્યવ્રુષ્ટિ હોય, તો સચેંગદ્રુષ્ટિ જીવ જ વધારે જ્ઞાની ગણાય છે કારણકે હકીકતમાં તે વધારે બુદ્ધિવાળો નથી પરંતુ પરમ બુદ્ધિવાળો છે. અહીં પરમ બુદ્ધિને જ અધિક બુદ્ધિ માનવામાં આવી છે. આ રહસ્યને ધ્યાનમાં રાખીને જ સિદ્ધિકારે અહીં પરમ બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. પરમબુદ્ધિ તે જ દેહની ભિન્નતાની વાચક છે. દેહાદિભાવોથી પ્રભાવિત બુદ્ધિ દેહના પરમાણુ સાથે સંબંધ ધરાવે છે અને તે ગમે તેટલી વધારે હોય તો પણ તે અલ્પ બુદ્ધિ જ ગણાય છે. બુદ્ધિની આ રીતે વ્યાખ્યા કરી છે અને પરમ શબ્દ મૂકીને શાસ્ત્રકારે બેજોડ ભાવ પ્રદર્શિત કર્યો છે, સમતુલાનું ઉલ્લંઘન કરીને અસમતુલના નહીં પણ પરમ તુલનાનો સ્પર્શ કર્યો છે. એક છેડે કથીર છે અને બીજે છેડે મોતી છે. બન્નેમાં તુલના હોવા છતાં આવશ્યકતા અનુસાર મોતીના દર્શન કરાવીને કવિરાજે પોતાનો લક્ષવેધ કર્યો છે. પરમ શબ્દ અને પરમબુદ્ધિ શબ્દ તે ઘણો જ ગંભીર અને ભાવાત્મક શબ્દ છે, એ ભૂલવું ન જોઈએ.
પરમ બુદ્ધિની શાબ્દિક વ્યાખ્યા કરવી, તે અશક્ય છે. ભાવથી સમજી શકાય તેમ છે અને પાછળના વિવેચનમાં ભારતીય સંસ્કૃતિમાં પરમ શબ્દનો જે રીતે પ્રયોગ થાય છે, તેનું વિવેચન થઈ ગયું છે. પરમ શબ્દ ત્રીજી અવસ્થાનો ધોતક છે. અર્થાત્ દુઃખબુદ્ધિ પણ નથી અને સુખબુદ્ધિ પણ નથી. તેવી દુ:ખાતીત અને સુખાતીત અવસ્થામાં જે અનુભવ થાય છે, તે પરમબુદ્ધિ છે. શબ્દહીન, શબ્દવાન અને શબ્દાતીત, રસહીન, રસવાન અને રસાતીત, આ રીતે અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્ય બે લંકાત્મક અવસ્થાથી ઉપર ઠંદ્ર રહિત એવી અવસ્થાનો જે અનુભવ છે, તે પરમ બુદ્ધિ ગણાય છે. ભગવતગીતામાં પણ કહેવું છે કે
દર્વિમુક્તો સુવરવશે છ7મૂઢા પHવ્ય તત્ | અધ્યાય ૧૫/૫
હે ભાઈ ! વંદથી એટલે આવા પરસ્પર વિરોધી જોડા જે સુખદુઃખના નામથી ઓળખાય છે. તેવા જોડાથી મુક્ત થયેલા, વિરોધ રૂપે વિમુક્ત થયેલા અમૂઢ (મોહથી રહિત) જીવો, અમૂઢ આત્માઓ અર્થાત્ જે મૂઢ દશાથી રહિત છે, નિર્મોહ છે, તેવા આત્માઓ અવ્યય પદને પ્રાપ્ત કરે છે. આવા અનુભવને પરમ બુદ્ધિ કહેવામાં આવે છે. પરમ શબ્દ આત્માની ત્રીજી દશાને પ્રગટ કરે છે.
ઉપસંહાર :- આ ગાળામાં તારતમ્ય ભાવે દેહ, બુદ્ધિ અને આત્માની વ્યાખ્યા કરીને દેહ તે આત્મા નથી, તેમ નિશ્ચિત ભાવે જણાવ્યું છે. દેહ પાતળો અને જાડો છે તે ઉપલક્ષણથી કહ્યું
(૧૧૧)S