Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જરૂરી છે. “જો' શબ્દ કહીને સિદ્ધિકાર પોતે તો નિશ્ચયાત્મક છે પરંતુ સામો વ્યકિત જેને સંશય છે કે દેહ અને આત્મા એક છે કે અલગ અલગ ? તેવા સંશયશીલ આત્માને નિશ્ચયભાવ તરફ લઈ જવા માટે “જો' શબ્દ મૂકેલો છે. પરોક્ષભાવે ‘જો' શબ્દ સાથે હે ભાઈ ! એવું સંબોધન પણ જોડાયેલું છે. અર્થાત્ હે ભાઈ ! જો આમ ન હોય તો આમ ન હોય શકે અર્થાત્ બુધ્ધિનો પ્રકલ્પ પણ આવો ન હોય શકે. “જો' શબ્દ પ્રમાણ તરફ દૃષ્ટિપાત કરાવે છે. જો તમે ધર્મ કરશો તો મોક્ષ મળશે. ત્યાં જો શબ્દ કાર્ય કારણનો બોધક છે. એ જ રીતે અહીં જો’ શબ્દ અવિભાજય સંબંધનો વાચક હોવા છતાં વિભક્ત સંબંધને પણ પ્રગટ કરે છે. “જો’ શબ્દ ગાથામાં પ્રકાશ આપી રહ્યો છે.
જો' ની સામે તો શબ્દનો અધ્યાર્થ કર્યો છે, પરંતુ તેમાં “તો' નો બોધ છે. “જો” અને “તો પરસ્પર સમયોગી અવયવ છે. જેમ કે જ્યાં અને ત્યાં, જે અને તે, જેમ અને તેમ, જેઓ અને તેઓ, આ બધા અવયવોની જેમ જો અને તો, એ પણ પરસ્પર જોડાયેલા છે. આમ કહીને શાસ્ત્રકાર દૃષ્ટિગત પ્રત્યક્ષભાવે કથન કરી રહ્યા છે. “આમ” નો અર્થ આવી રીતે, આવો વિકલ્પ હોય ન શકે પરંતુ અહીં જે વિકલ્પ છે તે દેહ અને બુદ્ધિની એકતાનો વાચક નથી. “આમ” શબ્દ એક પ્રકારે નિશ્ચયાત્મક કંથન છે. આમ તો જુઓ, આમ કરાય, ઈત્યાદિ વ્યવહારમાં આ શબ્દનો પ્રયોગ થાય છે. જયારે અહીં અધ્યાત્મક્ષેત્રમાં “આમ” શબ્દ એક પ્રત્યક્ષભૂત છે. શાસ્ત્રકારે ચૂલદેહમાં અલ્પબુદ્ધિનો ભંગ કર્યો છે. હકીકતમાં ઘણી વખત આવા પૂલદેહમાં જ્ઞાનની માત્રા બહુ ઓછામાં ઓછી હોય છે. અહીં અલ્પ બુદ્ધિ એટલે કેટલી અલ્પ બુદ્ધિ એ પ્રશ્ન રહી જાય છે ? શાસ્ત્રકારે પણ સ્વયં અલ્પની સામે કશ દેહમાં અધિક બદ્ધિ એવો પ્રયોગ કર્યો નથી. એક પક્ષમાં પરમ બુદ્ધિ કહી છે જ્યારે સામા પક્ષમાં અલ્પ બુદ્ધિ કહી છે. આ રીતે કથનમાં જે અંતર રાખવામાં આવ્યું છે અને સમતુલા જાળવી નથી, તે સકારણ છે. બુદ્ધિની અલ્પતા કે અધિકતા એ શું છે? અહીં અલ્પ બુદ્ધિ કહી છે પણ કેટલી અલ્પ તેનું પ્રમાણ શું ગણી શકાય? અને એ જ રીતે બુદ્ધિનું આધિક્ય શું છે ? તે પ્રશ્ન ઊભો રહે છે. શાસ્ત્રકારે તો સ્વયં બુદ્ધિની અધિકતાનો પરિહાર કર્યો છે અને ત્યાં પરમ બુદ્ધિ એમ જણાવ્યું છે અને સમતુલાથી આગળ વધીને બીજી રીતે તુલના કરી છે. પરમ બુદ્ધિ વિશે થોડું પાછળ કહેવામાં આવ્યું છે અને પરમ બુદ્ધિ તે, વ્યવહારિક બુદ્ધિથી ભિન્ન છે, તે સ્પષ્ટ કર્યું છે. અહીં અલ્પતા અને અધિકતાનો ભાવ સમજીને પરમ બુદ્ધિ ઉપર થોડો પ્રકાશ નાંખીશું.
ક, અલ્પ–અધિક બુદ્ધિ – જૈનદર્શન અનુસાર નાનામાં નાનો જે એકેન્દ્રિય જીવ છે તેમાં પણ અક્ષરનો અનંતમો ભાગ કહી શકાય તેટલું જ્ઞાન તો હોય જ છે અને તે અલ્પ કહેતા થોડામાં થોડું જ્ઞાન છે. અલ્પતાની આ અંતિમ સીમા છે. પછી જીવાત્મા જેમ જેમ કર્મના પ્રભાવે આગળની ગતિઓમાં પ્રવેશ કરે છે ત્યારે જ્ઞાનની માત્રામાં વૃદ્ધિ થતી જાય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયની કક્ષામાં આવ્યા પછી તો પાંચે ઈન્દ્રિયોથી અને મનથી ઉત્પન્ન થતી વિવેક બુદ્ધિનું પ્રમાણ ઘણું જ વધ્યું હોય છે. માણસની બુદ્ધિમાં ઘણી વૃદ્ધિ થયેલી છે. નિમ્ન ગતિના જીવોની અપેક્ષાએ માણસની બુદ્ધિ અલ્પ નથી પણ અધિક છે પરંતુ આગળ જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ક્ષયોપશમ થાય અને બુદ્ધિમાં જે સૂક્ષ્મતા આવે અથવા સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત થાય, તો તેના આધારે સાધારણ માણસની બુદ્ધિ અલ્પ
LLLLLLLS(૧૧૦) SLLLLS