Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અરૂપી દ્રવ્ય છે. દેહ તે રૂપી દ્રવ્ય છે. અરૂપી દ્રવ્યો રૂપી દ્રવ્યો રૂપે બદલતા નથી, આ ભગવાન જિનેશ્વરોએ સ્થાપેલો શાશ્વત સિદ્ધાંત છે. આ દેહ અને આત્માની ભિન્નતાનું ભાન સૂક્ષ્મ વૃષ્ટિએ પણ કરવું જરૂરી છે. અહીં શાસ્ત્રકારે સ્કૂલ દેહને અનુલક્ષીને દેહ આત્મા નથી, તેવો ઉલ્લેખ કરી આત્માની ભિન્નતા પ્રગટ કરી છે તેમજ આ ભિન્નતાને પ્રમાણિત કરવા માટે એક તર્ક આપેલો છે. કિવિશ્રી સ્વયં પ્રશ્ન કરે છે કે દેહ અને આત્માનું ઐકય હોય, તો આવો અર્થાત્ ઉપરમાં પ્રદર્શિત કરેલો વિકલ્પ કેમ ઘટિત થઈ શકે? આ “વિકલ્પ' શબ્દ પણ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે.
- પૂર્વપદોમાં બુદ્ધિનું આલંબન કર્યું છે અને ઉત્તરપદમાં આત્મા શબ્દ લીધો છે. બુદ્ધિનું અવલંબન લઈને આત્માને દેહથી જુદો બતાવ્યો છે. જે પ્રમાણે તર્ક કર્યો છે એ પ્રમાણે દેહથી બુધ્ધિ ભિન્ન છે, એમ કહીને બુધ્ધિ તે દેહ નથી, તેમ ક્રમ પ્રમાણે બોલવું જરૂરી હતું, પરંતુ તેમ ન કહેતા શાસ્ત્રકારે પ્રશ્નમાં બુધ્ધિને લીધી છે અને ઉત્તરમાં આત્માને લીધો છે તો આ શબ્દાંતર પણ એક અવિભાજય સિદ્ધાંતરૂપ સંબંધને વ્યકત કરે છે જેનું વિવેચન આવશ્યક છે.
ગાથામાં ઉપર પ્રમાણે પૂર્વપક્ષના પ્રશ્નોનો ઉદ્ભવ કરી તેના ઉત્તરપક્ષને મેળવી ગાથાનું સાંગોપાંગ નવનીત તથા સારરૂપ બોધ છે, તેને જાણવાથી સિધ્ધિકારનું ભાવ રહસ્ય પ્રગટ થાય છે. - બુદ્ધિ દ્વારા આત્માની સિદ્ધિ – બે પ્રકારના સંબંધ છે (૧) વિભાજય (૨) અવિભાજય. સંયોગ સંબંધ બધા વિભકત થઈ શકે છે અને તે સંબંધ બે દ્રવ્યના હોય છે. જયારે તાદાભ્યસંબંધ, તે અવિભાજય સંબંધ છે. તેમાં ગુણ ગુણીનો સંબંધ હોય છે. દ્રવ્યના શાશ્વત ગુણો છે તે વિભકત થઈ શકતા નથી, તેથી તેનો અવિભાજય સંબંધ છે. અગ્નિ અને ઉષ્ણતા, તેનો અવિભાજય સંબંધ છે. આ ઉદાહરણથી સમજી શકાશે કે જયાં અવિભાજય સંબંધ હોય, ત્યાં ગુણ અથવા ગુણીનું કંથન કરવાથી એક શબ્દથી બંનેની હાજરી જાહેર થાય છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે અને જયાં આત્મા છે ત્યાં જ્ઞાન છે. આ ગાથામાં બુદ્ધિ અને આત્માનો અવિભાજય સંબંધ પ્રગટ કર્યો છે. બુદ્ધિ એક પ્રકારે જ્ઞાનનું મનોયોગ સંયુકત તત્ત્વ છે. આત્માની હાજરી હોય ત્યાં જ બુદ્ધિનો સંબંધ છે અને જયાં બુધ્ધિ હોય ત્યાં આત્માનો સંબંધ છે.
બંધ છે. ' આ સિદ્ધાંત અનુસાર શાસ્ત્રકારે દેહથી બુધ્ધિ ભિન્ન છે અથવા પૂલ દેહ કે પાતળો દેહ, તેનો બુધ્ધિ સાથે સંબંધ નથી. આ વિકલ્પ દ્વારા બુધ્ધિને ભિન્ન બતાવીને ઉત્તરપદમાં આત્માની સ્થાપના કરી છે. શાસ્ત્રકારનું લક્ષ બુદ્ધિની સ્થાપના પૂરતું સીમિત નથી પણ બુધ્ધિ દ્વારા તે બુદ્ધિનું અવિભાજય અધિષ્ઠાન એવા આત્માની સ્થાપના કરવાની છે. કવિશ્રીએ બુદ્ધિનો આશ્રય લઈને આત્માને ઉજાગર કર્યો છે. હકીકતમાં તો કૃશ દેહમાં આત્માનો ઘણો પ્રકાશ અને સ્કૂલ દિહમાં કુંઠિત આત્મા જોઈ શકાય છે, તેથી દેહ તે આત્મા નથી, એમ કહેવાનો આશય હતો પરંતુ બુદ્ધિ એ પ્રત્યક્ષ તત્ત્વ છે. સહુ સમજી શકે તેવી વાત છે અને કાવ્યની દૃષ્ટિએ પણ બુદ્ધિ અવલંબે હતી, જેથી કરીને આ ગાથામાં આત્માની સાબિતી માટે અથવા તેના સ્વતંત્ર અસ્તિત્વ માટે બુદ્ધિનું અવલંબન કર્યું છે અને ગુણથી અવિભાજ્ય એવા આત્મદ્રવ્યની સ્થાપના કરી છે, તેથી ઉપર્યુકત દોષનો પરિહાર થઈ જાય છે અને કવિની મનોવાંછિત ભાવના અર્થાત્ આત્માની સ્થાપના પ્રગટ