Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જ્ઞાનાવરણીય આદિ કર્મોના ઉદયભાવે જ્ઞાન આવૃત્ત રહે છે. તેનાથી પણ વધારે ઘાતક દર્શન મોહનીયનું કાર્ય છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ્ઞાનનો ઉદ્ભવ થાય પરંતુ દર્શનમોહનીયના આવરણથી જ્ઞાનચેતના સ્વતંત્ર આત્મદ્રવ્યનું ભાન કરી શકતી નથી, સમ્યગુષ્ટિ પ્રાપ્ત થતી નથી અને પોતે આ બધી અવસ્થાઓથી નિરાળો છે, એવી શ્રદ્ધા પણ થતી નથી. નિરાળો હોવા છતાં સ્વયં નિરાળો છે એવો બોધ થતો નથી અને તેવો સૈકાલિક નિર્ણય પણ થતો નથી. પોતે પોતાના પરિચયથી અજાણ રહે છે. મંગળદાસ, મંગળદાસને ઓળખતો નથી. રામલાલ, રામલાલને ઓળખતો નથી. જગતને ઓળખે છે પણ પોતે પોતાને ઓળખતો નથી. પરગામી દ્રષ્ટિ હોવાથી તેને આત્મલક્ષ થતું નથી. બહારમાં રખડી ગયેલો કે ભૂલો પડેલો હોવાથી તે દુર્ભાગ્યથી ઘર સુધી પહોંચી શકતો નથી. એટલું જ નહીં પરંતુ તેને ઘરની યાદ પણ આવતી નથી. પોતે પોતાનું નામ અને પરિચય ભૂલી ગયો છે, પોતે પોતાથી ભટકી ગયો છે, બાહ્ય અવસ્થાઓમાં ખોવાઈ ગયો છે, તે અવસ્થાના કારણે જ સુખદુઃખ માને છે એટલું જ નહીં સિધ્ધિકાર ચમકી આપે છે કે હે ભાઈ ! તું બધી અવસ્થાથી નિરાળો છે. અવસ્થા પોતાના કારણોથી બદલાતી રહે છે, શુભાશુભ કર્મો અવસ્થાને ઉત્પન્ન કરે છે. તું ફકત તે અવસ્થાનો જ્ઞાતા-દ્રષ્ટા છો, તેનાથી નિરાળો છે, તારો એક અંશ પણ ખંડિત થયો નથી. તારા આત્માના મૂળ સ્વરૂપમાં જરા પણ ઉણપ આવી નથી. મેદાન ઉપર રમનારો માણસ રમત પૂરી થાય એટલે રમતથી પોતે છૂટો પડે છે. રમત અને રમનારો એક નથી. રમત તે એક અવસ્થા છે અને રમનારો તેનો સાક્ષી માત્ર છે. અહીં કવિરાજ કહે છે કે તું લીલાધર છો, અવસ્થા એ કર્મસત્તાની લીલા છે અને બધી અવસ્થા વિષે આત્માનું અસ્તિત્વ કાયમ છે, તેથી અવસ્થાને મહત્ત્વ ન આપતાં અવસ્થાનો જે ડ્રષ્ટા છે, તેને જ મહત્ત્વ આપવાનું છે, તેથી જ સિધ્ધિકાર અહીં કહે છે કે “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય” ન્યારો સદા જણાય, એમ કહેવામાં પ્રશ્ન અધ્યાર્થ છે. કોને ન્યારો જણાય ? તેનો ઉત્તર આપ્યો નથી. જણાય છે એટલું જ કહ્યું છે પરંતુ ખુલાસો સ્પષ્ટ છે જે જાણકાર છે, તેને જ જણાય છે. બીજા કોને જણાય? આ જાણકાર કોણ છે ? તે નિરાળો જ્ઞાતા છે. આરંભમાં નિરાળો કહીને નિરાળો જણાય છે, તેમ કહ્યું છે. અર્થાત્ જ્ઞાનની કળા ખીલે તો તે જ્ઞાનમાં આત્માના મુકત ભાવ જોઈ શકાય છે. જેમ દર્પણમાં મનુષ્યને પોતાનું મુખ દેખાય છે, તેમ દર્પણ રૂપી સ્વચ્છ જ્ઞાનકળા ખીલી હોય, તો તેમાં આત્મા પોતે પોતાના રૂપને જુએ છે. આ પ્રથમ પદમાં ત્રિવેણી ભાવ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. (૧) જાણનાર નિરાળો જ છે, તે જ્ઞાતા (૨) જે સ્વરૂપ જણાય છે, તે શેય (૩) જાણવા માટે જે જ્ઞાનરૂપી ઉપકરણ છે તે, અર્થાત્ જ્ઞાતા બધી અવસ્થાઓથી ભિન્ન થઈ જ્ઞાનચેતનામાં પોતાનું દિવ્ય સ્વરૂપ નિહાળે છે. જ્ઞાતા-જ્ઞાન અને શેયની ત્રિવેણી પ્રવાહમાન થાય છે. જ્ઞાન બાહ્ય બધી અવસ્થાઓનો પરિહાર કરી બધી અવસ્થાઓને વિષે તટસ્થ અને નિરાળો છે, તેને પણ નિહાળે છે. આત્માનું આ નિરાળાપણું એ એક પ્રકારે મુકિતનો ભાવ છે.
સાક્ષાત્ મુકિત તો બધા કર્મોનો ક્ષય થયા પછી જયારે મુકિત થશે ત્યારે થશે પરંતુ આ સાક્ષાત્ પ્રત્યક્ષ મુકિત સિધ્ધિકાર બહુ જ સૂક્ષ્મભાવે વાચકોને પીરસી રહ્યા છે. અર્થાત્ નિરાળાપણાનું ભાન થતાં માનો બધા બંધનોથી તમે મુકત થઈ ગયા છો. મુકત તો હતા જ પણ મુકત હોવાનું ભાન ન હતું અને તેથી બંધાયેલી અવસ્થામાં સ્વયં બંધાયેલો છે તેવું અજ્ઞાનમૂલક