Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ચૈતન્યમય શબ્દની વિવેચના – “મય’ શબ્દ વ્યાપક ભાવને બતાવે છે. કોઈ વસ્તુ કે ભાવ રોમરોમમાં ગૂંથાયેલો હોય તો તેને “મય’ કહી શકાય છે. જ્ઞાનમય, ભકિતમય, માધુર્યમય, વ્યાકરણનો “મય પ્રત્યક્ષ વ્યાપક ભાવોમાં જ વપરાય છે. બધી વિભકિતનો પરિહાર કરી “મય” શબ્દ દ્વારા તાદાસ્યભાવની સ્થાપના થાય છે. સાતેય વિભકિતઓ સંબંધવાચી છે, તેથી વિભકિતમાં તાદાસ્યભાવ ઉપસતો નથી. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને સ્વામીત્વ સંબંધ કે અધિકરણ, તે પદાર્થના બીજા પદાર્થ સાથેના સંબંધોને કે ક્રિયાત્મકભાવોને પ્રગટ કરે છે પરંતુ તેમાં તાદાસ્યભાવ નથી. જે ગુણ કર્તા, કર્મ, કરણ, ઈત્યાદિ બધા ભાવોથી પર હોય પણ પદાર્થમાં વ્યાપ્ત થયેલો હોય, ત્યારે તેને “મ” શબ્દ દ્વારા પ્રગટ કરવામાં આવે છે. જેમ કે આ કાવ્યરસમય છે. એમ ઘણી રીતે “મય’ શબ્દનો પ્રયોગ થાય છે. શાસ્ત્રકારે પણ અહીં ચૈતન્યમય રૂપ એમ કહ્યું છે. તેનો એ અર્થ છે કે ચૈતન્યભાવ અને તેનું રૂપ તાદાસ્યભાવે જોડાયેલા છે અને ચૈતન્યમય જેનું લક્ષણ છે તે પણ લક્ષની સાથે તાદાસ્યભાવે જોડાયેલું છે. “મય’ શબ્દની વ્યાપકતા દ્રવ્યના શાશ્વત સ્વભાવને પ્રગટ કરે છે. શાસ્ત્રકારે બહુ જ બુધ્ધિપૂર્વક અને જ્ઞાનપૂર્વક ચૈતન્યમય શબ્દનો પ્રયોગ કર્યો છે. ચૈતન્ય તે કોઈ દ્રવ્યનું કર્મ નથી. તેમ કોઈ દ્રવ્ય તેનો કર્તા નથી, તે જ રીતે તે વાસ્તવિક કરણ પણ નથી. તેને જાણવા માટેનું ઉપકરણ કહી શકાય પરંતુ હકીકતમાં તે સ્વયં કરણ નથી. કોઈના માટે તે અસ્તિત્વ ધરાવે છે, તેવું પણ નથી. કોઈ અન્ય પદાર્થમાંથી પ્રગટ થયું છે, તેનો પણ નિષેધ છે. ચૈતન્યનું સ્વામીત્વ પણ ચૈતન્યમાં જ છે. ચૈતન્ય સ્વયં આધાર પણ છે અને આધેય પણ છે. આ રીતે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન આદિ સમગ્ર ભાવોનો પરિહાર કરી ચૈતન્યમય રૂ૫ આત્માના લક્ષણરૂપે પ્રકાશિત થઈ રહ્યું છે.
ગાથાના પૂર્વપદમાં “સદા જણાય' તેમ કહ્યું છે અને ઉત્તરપદમાં લક્ષણો પણ સદા જણાય છે, તેમ કહ્યું છે. આ રીતે આત્મા માટે અને તેના લક્ષણ માટે, બન્ને માટે “સદા' શબ્દ વાપર્યો છે. આ રીતે બનેમાં સામ્યભાવ છે, તેનો ભિન્ન ભાવે પ્રયોગ કર્યો છે. આનું વિશ્લેષણ કરતાં પહેલા ગાથામાં ન્યારો સદા જણાય' તેમ કહ્યું છે. તો ત્યાં કોને જણાય છે તે પ્રશ્ન અધ્યાર્થ રહી જાય છે. જેને જણાય છે તેનો ઉલ્લેખ કર્યો નથી. અને જે જાણવા ઈચ્છે છે, તેને જણાતો નથી. તેમ તેમાં દ્વિઘા ભાવ રહેલો છે જયારે જાણનારનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે તે પદ સામાન્યભાવોનું કથન કરે છે. અહીં “જણાય' નો અર્થ જણાઈ રહ્યો છે, તેમ નથી. પરંતુ “જણાય' તેવો અર્થ છે. બધી અવસ્થાને વિષે તે જુદો જણાય છે. સંદેહમાં પણ “જણાય’ શબ્દ વપરાય છે. જેમ રસ્તે જનાર માણસને દૂરથી થાંભલો માણસ જેવો જણાય છે. આમ જણાય શબ્દ સંદેહાત્મક પણ છે. જો કે આ ગાથામાં શાસ્ત્રકારે સ્પષ્ટપણે સંદેહનું નિવારણ કરી હકીકતરૂપે જણાય’ શબ્દનો પ્રયોગ કર્યો છે અને એટલા માટે “સદા' શબ્દ મૂકેલો છે. સંદેહમાં જે જણાતું હોય તે થોડીવાર પૂરતું જ હોય છે. પરંતુ સત્યનું ઉદ્ઘાટન થતાં સંદેહાત્મક ભાવ લય પામે છે. સિધ્ધિકારે અહીં “સદા જણાય” એમ કહીને સંદેહનું નિરાકરણ કર્યું છે અને સ્પષ્ટભાવે આત્માનું ન્યારાપણું સ્થાપિત કર્યું છે. એટલે અહીં “સદા' શબ્દ મૂકવો બહુ જરૂરી હતો. “સદા’ શબ્દ સૈકાલિક અવસ્થાનું ભાન કરાવે
SSA....S (૭) SLLLLLS