Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-પર
ઉપોદ્દાત : સમગ્ર જીવ રાશિ એકેન્દ્રિયથી અને પંચેન્દ્રિય સુધીમાં વિભકત થયેલી છે. એક, બે, ત્રણ ચાર કે પાંચ, આ પાંચેય જાતિના જીવોની ઈન્દ્રિયનો ક્રમ નિશ્ચિત છે. સંસારી જીવ માત્રને ઓછામાં ઓછી એક સ્પર્શેન્દ્રિય તો હોય જ છે બે ઈન્દ્રિયમાં રસનાનો ઉમેરો થાય છે. ત્રણ ઈન્દ્રિયમાં નાસિકાનો, ચારમાં નેત્ર અર્થાત્ આંખ મળે છે અને છેલ્લી પાંચમી શ્રવણેન્દ્રિય પ્રાપ્ત થાય છે. આવા પંચેન્દ્રિય સુધીના જીવો મનરહિત હોય છે. જયારે આગળ વધતા છઠ્ઠી ઈન્દ્રિય અર્થાત્ મન પણ પ્રાપ્ત થાય છે, આ રીતે મનવાળા પંચેન્દ્રિય જીવો અસ્તિત્વમાં આવે છે. પંચેન્દ્રિય જીવો ચાર ભાગમાં વિભકત છે. નરકના જીવો, તિર્યંચના જીવો અર્થાત્ પશુપક્ષીના જીવો, માનવ જાતિના જીવો અને દેવગણ, સંજ્ઞી પંચેન્દ્રિયમાં સમાવિષ્ટ થાય છે.
ઈન્દ્રિય એક એવું ઉપકરણ સાધન છે કે તેના દ્વારા જીવનો જગત સાથે વ્યવહાર જોડાય છે. આ પાંચ ઈન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય બનીને વિષયનું જ્ઞાન મેળવે છે અને જ્ઞાનનો પ્રવાહ એક કેન્દ્રમાં સંયુકત થાય છે અર્થાત્ વિષયનું જ્ઞાન ઈન્દ્રિયો દ્વારા આત્મા સુધી પહોંચે છે.
- આ ગાથામાં સિદ્ધિકાર વિષયની શરૂઆત પાંચ ઈન્દ્રિયોથી કરે છે અને ઈન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય બનાવીને અર્થાત્ વિષયનો સ્પર્શ કરી વિષયનું જ્ઞાન મેળવી, તે સમગ્ર જ્ઞાન આત્માને અર્પણ કરે છે. આવા એકત્રીભૂત જ્ઞાનનો અધિષ્ઠાતા આત્મા છે. સિદ્ધિકાર એક તર્ક આપીને આત્મહત્ત્વની સ્થાપના માટે એક નવો વિષય પ્રસ્તુત કરી રહ્યા છે. હવે આપણે મૂળ ગાથાને લક્ષમાં લઈને આત્મા વિષે અધિક સમજ મેળવીએ.
( છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન 1
( પાંચ ઈન્દ્રિયના વિષયનું, પણ આત્માને ભાનાપરા છે ઈન્દ્રિય પ્રત્યેકને. આ ગાથા મનુષ્યને લક્ષમાં રાખીને અર્થાત્ પાંચ ઈન્દ્રિયવાળા જીવને સામે રાખીને ઉચ્ચારવામાં આવે છે અને બીજા પદમાં પાંચ ઈન્દ્રિય એવો ઉલ્લેખ પણ કર્યો છે. ઈન્દ્રિય જેવા ઉપકરણથી વિષયનું જ્ઞાન થાય છે. પ્રત્યેક ઈન્દ્રિય સ્વતંત્ર રીતે પોત પોતાના વિષયને જાણનારી છે. એમ કહીને વિષય જ્ઞાનને પાંચ ભાગમાં વિભકત કર્યું છે અર્થાત્ પાંચે ઈન્દ્રિય દ્વારા જુદા-જુદા વિષયોનું સ્વતંત્ર જ્ઞાન થાય છે. પ્રાકૃતિક રીતે વિષયની શું વ્યવસ્થા છે? તે આપણે જાણી શકતા નથી પરંતુ જડ જગત સાથે આ ચેતન દ્રવ્યનો એક અદ્ભુત સામ્યયોગ જોવામાં આવે છે. જે આશ્ચર્યજનક છે.
મનુષ્યને કાન છે, તો પદાર્થમાં શબ્દ છે. આંખ છે, તો પદાર્થમાં રૂપ છે. નાસિકા છે, તો પદાર્થમાં ગંધ છે. રસેન્દ્રિય છે અર્થાત્ જીહ્વા છે, તો પદાર્થમાં રસ છે. સ્પર્શેન્દ્રિય છે, તો પદાર્થમાં ગરમ ઠંડા ઘણા સ્પર્શ છે. આ રીતે પાંચ ઈન્દ્રિય અને પાંચ વિષયનો કુદરતી પરસ્પર મેળ છે. આ એક પ્રકારની ઈશ્વરી વ્યવસ્થા છે અર્થાત્ પ્રકૃતિની રચના છે. અહીં ફકત
11:::::::::::::::::
છે (૭૫) મે
SSSSSSSSSSSSSSSSS