Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
શબ્દનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો? આ એક ગૂઢ વાત છે. વિષય તે આસક્તિનો બોધ કરાવે છે. હકીકતમાં ઈન્દ્રિયો નિર્મળ ન હોવાથી તથા પૂર્વ સંસ્કારના પ્રભાવે જ્ઞાનેન્દ્રિય પણ સ્વચ્છ ન હોવાથી, તે ઈન્દ્રિયો ભોગેન્દ્રિયનું કામ કરે છે. પદાર્થને જાણ્યા પછી ઈન્દ્રિયો ફક્ત તેનું કામ કરી અટકી જતી નથી પરંતુ બીજી ક્ષણે તે તેમાં આસક્તિરૂપે સુખ–દુઃખાત્મક વૃત્તિનો ઉપભોગ કરે છે. એક રીતે પદાર્થને જાણે છે એટલું જ નહિ પરંતુ પદાર્થને ભોગવે પણ છે. આવા રાગાત્મક પરિણામના કારણે ઈન્દ્રિયો પ્રવૃત્ત થાય છે અને વિષયનો આસ્વાદ લે છે. આ એક અતિ સૂક્ષ્મ ભેદાત્મક રેખા છે. પ્રથમ ક્ષણે ઈન્દ્રિયો દ્વારા ઉદ્ભવતું મતિજ્ઞાન અને બીજી ક્ષણે પદાર્થના ગુણોનો ઉપભોગ કરવાની મોહજન્ય ઉદયમાન વૃત્તિ, આ બંને ક્ષયોપશમ અને ઉદયભાવ અતિ સૂમભાવે સશક્તભાવે જોડાયેલા છે. આ રીતે પદાર્થ દ્રવ્ય હોવા છતાં અને ઈન્દ્રિયો જ્ઞાનાત્મક હોવા છતાં વચ્ચે ક્ષણિક વિષયનો ઉદ્દભવ થાય છે, માટે શાસ્ત્રકારો અને આપણા કવિરાજ “વિષય’ શબ્દનો ઉપયોગ કરે છે. અહીં પણ સિધ્ધિકારે છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ–નિજ વિષયનું જ્ઞાન નિજ-નિજ વિષયનું કહી ‘વિષય' શબ્દનો ઉલ્લેખ કર્યો છે.
નિજ–નિજ શબ્દનું તાત્પર્ય – પદાર્થ, વિષય અને ઈન્દ્રિય આ ત્રણેય આલંબનનો સૂક્ષ્મ વ્યાપાર લક્ષમાં રાખવો જોઈએ. અહીં નિજ–નિજ શબ્દ મૂક્યો છે, નિજ શબ્દ વ્યવહારમાં પોતા માટે વપરાય છે. નિજ એટલે પોતાનું નિજ શબ્દમાં એક પ્રકારે માલિકી ભાવની ઝલક છે. અહીં ઈન્દ્રિયો સાથે નિજ શબ્દ આશ્ચર્ય ઉપજાવે તેવો છે, છતાં પણ શાસ્ત્રકારે બહુ ઊંડાઈથી ગૂઢભાવને ગ્રહણ કરી આ શબ્દનો ઉપયોગ કર્યો છે. ઈન્દ્રિયો સામાન્ય રીતે પદાર્થને માત્ર જાણે છે તેવું નથી પરંતુ ઈન્દ્રિયો બળપૂર્વક મનને વિષય તરફ લઈ જાય છે. કેમ જાણે વિષય તે ઈન્દ્રિયોનું ખાધ હોય તેમ વિષયોને ગ્રહણ કરે છે અને વિષય ઉપર આગ્રહપૂર્વક પોતાનો અધિકાર સ્થાપિત કરે છે. ગીતામાં પણ લખ્યું છે કે, જ્ઞાનની વાત તો ઘણી સારી છે પણ વાયુ બળપૂર્વક નાવને દિશા–વિદિશાઓમાં ખેંચી જાય છે, એ જ રીતે ઈન્દ્રિયો પણ જ્ઞાનની પરવાહ કર્યા વિના મનને પણ જાણે કોરે મૂકીને પોતાના વિષયમાં બળપૂર્વક ચાલી જાય છે. વિષય ઉપર પોતાનો અધિકાર હોય, તે રીતે વર્તે છે. ધનનો લોલુપ માણસ ધન પ્રાપ્ત કરવા માટે નીતિ ન્યાયને કોરે મૂકીને પણ પ્રવાસ કરે છે. તેવી રીતે આ ઈન્દ્રિયો પણ ધર્મ અને સાધનાની વાતોને નજર અંદાજ કરી વિષયમાં રમણ કરે છે.
ઉપર્યુક્ત વિવેચનના આધારે કહી શકાય કે સિદ્ધિકારે પરોક્ષ ભાવે આ ગૂઢ વાત પણ કહી દીધી છે કે પ્રત્યેક ઈન્દ્રિયો નિજ-નિજ વિષયોનું જ્ઞાન કરે છે અને જ્ઞાન કર્યા પછી પણ વિષયાત્મક ભાવને ભજે છે. નિજ શબ્દ ઈન્દ્રિયોનું વિષય ઉપરનું સ્વામીત્વ પ્રગટ કરે છે. આખી ગાથામાં વિષય શબ્દ બે વાર વાપર્યો છે. પ્રથમ પદમાં પ્રત્યેક ઈન્દ્રિયના વિષયનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે ઉત્તરાર્ધમાં પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ઉલ્લેખ કર્યો છે. બંને જગ્યાએ “વિષય’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
પ્રત્યેક શબ્દનું તાત્પર્ય – પ્રત્યેક શબ્દનો અર્થ થાય છે દરેકને એક–એક અર્થાત્ દરેક ઈન્દ્રિય અથવા એક-એક ઈન્દ્રિય પોતપોતાના ભાવને ભજે છે. પરોક્ષ રીતે અહીં એકેન્દ્રિયથી
*
(૭૮) ILS
SU