Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કરવામાં આવે, તે મુકિતના સાધન છે. આ રીતે આત્માને ન માને તો પણ મુકિતનું રહસ્ય સમજાય તેવું છે પરંતુ શંકાકાર અહીં આત્માના અભાવમાં મુકિત અને તેના સાધન બંનેને નકારે છે. આટલી શંકા કર્યા પછી શંકાકાર સ્વયં પોતે અશ્રદ્ધાવાન નથી, પ્રચલિત માન્યતાઓને આધારે તેમણે શંકા કરી છે, તેથી નમ્રભાવે પુનઃ જિજ્ઞાસુવૃત્તિ ધારણ કરીને આ ગાથાના ઉત્તરાર્ધમાં શંકાકાર મટીને તે પ્રશ્રકાર બની જાય છે અને સ્વયં આ પ્રચલિત મતવાદ અને તેનાથી ઉદ્ભવેલી શંકા, એ બંને વચ્ચેનું રહસ્ય શું છે? તે “અંતર” શબ્દથી પ્રગટ કરે છે. - ' એ અંતર શંકા તણો – “અંતર’નો અર્થ વચગાળાની સ્થિતિ અથવા એક કેન્દ્રથી બીજા કેન્દ્ર સુધી જવામાં કે બંને કેન્દ્રને સમજવામાં જે કાંઈ મધ્યમાં સમજવાનું છે, તે અંતરભાવ થાય છે. અંગ્રેજીમાં તેને Distance કહેવાય છે અથવા “અંતર” શબ્દનો અર્થ બે કેન્દ્રની તુલના પણ થાય છે, જેને તફાવત કહેવામાં આવે છે. અહીં શંકાકારનો આખો ભાવાર્થ જુદો જ છે. મતવાદ અને શંકા વિષે જે કાંઈ અંતર હોય તેનાથી શંકાકારનો એટલો મતલબ નથી જેટલો બંને પરિસ્થિતિમાંથી નીકળી આત્મવાદનું રહસ્ય સમજાય, તે માટે આગ્રહ છે. તે સમજવા માટે શંકાકાર એક પ્રકારે પ્રાર્થના પણ કરે છે. અંતર સમજવું એટલા માટે જરૂરી છે કે મતવદ તે કોઈ સ્થિર સિધ્ધાંત નથી અને તેમાંથી ઉપજતી શંકા પણ સ્થિર નથી અર્થાત્ સૈધ્ધાંતિક નથી. જેથી મતવાદથી આગળ વધીને વચમાં જે ભૂમિકા સમજવાની છે, તે સમજીને જે શંકા ઉદ્ભવી છે, તેનું પણ નિરાકરણ કરીને સૈધ્ધાંતિક સત્ય સમજવા માટે પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રશ્ન એ થાય છે કે પ્રચલિત અનાત્મવાદ તો જાણી લેવો જરૂરી છે અને તેનાથી ઉત્પન થતી શંકાઓ પણ સમજવી જરૂરી છે પરંતુ બન્ને વચ્ચેનું અંતર શા માટે જાણવું આવશ્યક છે ? તે અંતર સમજવા માટે અહીં પ્રાર્થના કરવામાં આવી છે અને તે બહાને આત્મતત્ત્વને સમજવા માટે પણ જિજ્ઞાસા કરવામાં આવી છે અર્થાત્ આ વચગાળાનું અંતર સમજવું અને આત્માને પણ સમજવો, તે બંને પરમ આવશ્યક છે. હકીકતમાં મતવાદ અને શંકાને ખરેખરો સુમેળ નથી કારણ કે જો આત્માનો અભાવ જ નથી તો અભાવ વિષે શંકા થાય કયાંથી ? તેથી શંકા અને અનાસ્થા એ બંને તર્કહીન છે. વચમાં પ્રત્યક્ષભૂત આત્મા પ્રગટ પણ છે પણ તેણે તેના ઉપર ધ્યાન આપ્યું નથી. અનાત્મવાદની અને શંકાની વચ્ચે સુમેળ ન હોવાના કારણે જ એ અંતરના સ્થાને આત્મા પ્રત્યક્ષભૂત છે અને શું પોતાના અસ્તિત્વ વિષે જીવ શ્રદ્ધા ધરાવતો નથી ? એ બંનેના અંતરમાં (વચમાં) આત્મા ઊભો છે, તેથી અશ્રદ્ધા અને શંકાની કડી તૂટી જાય છે. શંકાકાર સ્વયં કહે છે કે આનું “અંતર’ સમજાવો. કારણ કે આ શંકા ઉદ્ભવવી ન જોઈએ. શંકાનું કારણ જ મિથ્યા છે અને શંકા પણ મિથ્યા છે. બંને વચ્ચેનું જે અંતર છે તે સત્ય છે. આ અંતર અનાત્મવાદનો પણ નિષેધ કરે છે અને શંકાનો પણ નિષેધ કરે છે પરંતુ શંકાકારને આ અંતર સમજાતું નથી એટલે અંતરને સમજવા માટે સીધો જ પ્રશ્ન કર્યો છે. અહીં સિદ્ધિકારે અંતર શબ્દ બહુ જ દાર્શનિક વૃષ્ટિએ મૂકયો છે. “આત્મા છે' એમ પ્રશ્ન કરે તો એ પ્રશ્ન ઉદ્ભવતો નથી. કારણ કે શંકાકાર આત્માનો સ્વીકાર કરીને આત્મા વિષે પ્રશ્ન કેમ કરે ? તેથી અહીં “અંતર’ શબ્દ મૂકયો છે. તેને લાગે છે કે આ શંકા અને અશ્રદ્ધા બંને આદરણીય નથી પરંતુ બંનેની વચ્ચે કોઈ શુભતત્ત્વ છે જે તેની દ્રષ્ટિમાં