Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આવતું નથી, તેથી આ પ્રશ્ન ઉદ્ભવે છે. આગળની કડીમાં સિધ્ધિકાર પણ આવો જ ખુલાસો કરે છે કે “નથી દૃષ્ટિમાં આવતો' તેની ભૂમિકા આ ગાથામાં છે. શંકાકારને આત્મા વૃષ્ટિમાં આવતો નથી એમ લાગે છે. સીધી રીતે જો વિચારીએ તો “એ અંતર શંકા તણો' એમ લખ્યું છે તો અહીં અંતરનો અર્થ કારણ પણ થઈ શકે છે. આ બધી જ શંકા થવાનું કારણ શું છે? એ સમજાવીને સાચો ઉપાય પણ સમજાવો. તે સમજાવો ઉપાય – આત્માની સિદ્ધિ થયા પછી જ સઉપાયની વાત આવશે, તેથી અહીં સéપાયનો અર્થ મોક્ષનો ઉપાય એમ ન લેતાં શંકાનું નિવારણ કરવાનો સાચો સક્કપાય શું છે ? અર્થાત્ જે માર્ગે સત્ય સમજાય, તે માર્ગ સાચો ઉપાય છે. આમ “સમજાવો’ શબ્દ બંને રીતે પ્રયુકત થયેલો છે. શંકાકાર શંકાનું કારણ સમજવા માટે પ્રાર્થના કરે છે અને શંકાનું નિવારણ કરવા માટે પણ પ્રાર્થના કરે છે અને એક રીતે પરોક્ષ ભાવે ભકિતનું પ્રદર્શન પણ કરે છે. સિદ્ધિકારે એક ગુરુ શિષ્યનો સંવાદ મૂકેલો છે. તેમાં શિષ્યને નાસ્તિક રૂપે ન મૂકતાં એક ભકતરૂપે પ્રગટ કર્યો છે.
આ ગાથામાં “માટે આત્મા નથી અને મોક્ષનો ઉપાય પણ મિથ્યા છે'. એ ભાવ શંકાકારના પોતાના નથી અને તે શંકા ઉપર પોતે દ્રઢીભૂત નથી. અહીં એણે જો’ શબ્દ ગૂઢાર્થ રુપે વાપર્યો છે. ‘માટે છે નહીં આત્મા” એમ કહ્યા પછી મોક્ષની ઉપાય પણ મિથ્યા છે. આમ જો' અને તો' ગર્ભાતમાં રહેલો છે. આત્મા નથી તો ઉપાય પણ મિથ્યા છે. આટલું કહ્યા પછી પ્રશ્નકર્તા પોતાનું ભકિતરૂપે પ્રગટ કરે છે અને “સમજાવો’ એમ કહીને સામે કોઈ પ્રત્યક્ષ ગુરુદેવ છે તેવો આભાસ આપે છે અર્થાત્ પોતે કોઈ વિશષ્ટિ વ્યકિત પ્રત્યે શ્રદ્ધા ધરાવીને સમજવા પ્રયાસ કરે છે, અને ઉપરથી બધી વાતોનું નિરાકરણ પણ માંગે છે. ટૂંકમાં કવિતામાં ઘણા ભાવો સંક્ષેપ કર્યા છે. આ ગાથામાં બંને પદમાં ઉપાય અને સદુપાય, એ સમાન શબ્દ આવવાથી કાવ્ય દૃષ્ટિએ અલના થઈ છે, પરંતુ આ આધ્યાત્મિક કાવ્ય છે, ખાસ અલંકાર માટે કાવ્ય નથી. પોતે મહાન કવિ હોવાથી સહજ ભાવે તેના કાવ્યમાં અલંકારો પ્રગટ થયા છે. અહીં પ્રાસ અલંકાર મેળવવા માટે ઉપાય શબ્દની સામે સક્કપાય મૂકીને અલંકારની રક્ષા કરવામાં આવી છે. અસ્તુ. - આ પ્રશ્ન એટલો મહત્વપૂર્ણ નથી, આખું આ કાવ્ય ભકિતમય છે, તે વધારે મહત્ત્વપૂર્ણ છે. કવિરાજે વિપક્ષના પાત્રને પણ ભકિતના અલંકાર પહેરાવ્યા છે, તેથી શ્રદ્ધાળુ જીવોને વિપક્ષની વાણી ખટકે તેવી નથી.
સાધારણ ગ્રંથકારો વિરોધી પક્ષને બહુ તીખા અને તીવ્ર ભાવે ઉપસ્થિત કરે છે અને ત્યારબાદ તેનું નિરાકરણ પણ તેવા જ પ્રબળ ભાવોથી કરે છે પરંતુ આ પધ્ધતિ સંસ્કારશીલ નથી. રાગ-દ્વેષને જન્મ આપનારી છે. વિરોધપક્ષ પણ સંસ્કારશીલ હોવો જોઈએ, કોઈ જૈનાચાર્યે રામાયણના ધોબીને સીતાના વિરોધિપાત્ર તરીકે ઉપસ્થિત કરી ધોબીના મુખથી અણછાજતો શબ્દ વાપર્યો અને તેને કારણે ઘણો જ પ્રચંડ વિરોધ અને વિનાશ થયો. પ્રાચીન શાસ્ત્રમાં વિરોધિપક્ષ પણ સૌમ્યભાવે સુશીલ બની પોતાનો પક્ષ રજૂ કરે છે. અહીં આપણા સિધ્ધિકારે પણ શંકાકારને સૌમ્યભાવે પ્રગટ કર્યા છે, તેથી પોતાના મત વિષે શંકાકાર જરા પણ આગ્રહી નથી. ફકત ઉલ્લેખ