Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા : ૪૯
આ ઉપોદઘાત : ગાથા-૪૯, ૫o : પૂર્વની ગાથાઓમાં આત્મા વિષે જે કાંઈ શંકા કરી છે, તેના કારણ વિષે હવે પછીની કડીમાં સ્પષ્ટીકરણ કર્યું છે. કવિરાજ એમ કહેવા માંગે છે કે શંકાકાર દુષિત નથી પરંતુ શંકા થવાના પ્રબળ કારણ છે અને તે કારણોમાં પ્રધાન કારણનો શાસ્ત્રકારે પહેલા જ શબ્દમાં ઉલ્લેખ કર્યો છે. જે ભ્રમાત્મક જ્ઞાન થયું છે, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. આ વિપરીત જ્ઞાન અનર્થનું મૂળ છે, તે આપણે પાછળથી જોશું પરંતુ અહીં વિપરીત જ્ઞાન થવામાં વૃષ્ટિની એકરૂપતા થઈ ગઈ છે તે પ્રગટ કરે છે. હકીકતમાં દેહ અને આત્મા પરસ્પર ગુણોથી મળતા નથી, તે બંને ભિન્ન છે, છતાં એરૂપ દેખાય છે. વસ્તુતઃ બંનેના લક્ષણ પણ નિરાળા છે.
આ આખી કડી એક ખાસ વિષયનો શુભારંભ કરે છે, તે મુખ્ય વિષય છે આત્મતત્વને પ્રદર્શિત કરી તેનું દર્શન કરાવવું. મનુષ્યના મન પર કે એની આંખો પર મોહનો કે પૂર્વના સંસ્કારોનો એક એવો પડદો છે કે જેના કારણે તેને સ્પષ્ટ સમજાતું નથી અને દેખાતું પણ નથી. બંગાળી ભાષામાં કહ્યું છે કે “માર વોને મોદેવરણ | રે માવરણ પુવાનો રિ ” અર્થાત અમારા નયનો પર મોહનું આવરણ પડેલું છે, તેથી આપના દર્શન થતાં નથી, માટે કૃપા કરીને હે પ્રભુ ! આ આવરણ હટાવો. - આ ગાથામાં પણ આંખ ઉપરનો આ મહાત્મક પડદો દૂર કરવાની વાત છે, જો આ પડદો દૂર થાય, તો આત્મદર્શન થાય. અહીંથી શરૂ કરીને આગળની ગાથાઓ અધ્યાત્મસંસ્કૃતિનો એક પાયો છે. આખું તત્ત્વજ્ઞાન સાધનાની આધારભૂત ભૂમિકા છે, અહીં અજ્ઞાનનું કારણ બતાવીને સત્ય હકીકતનું ઉદ્ઘાટન કર્યું છે. હવે આપણે તે મૂળ ગાથામાં પ્રવેશ કરીએ.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહસમાન 1
પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન ૪૯ II ભાસ્યો દેહાધ્યાસથી દેહાધ્યાસ શબ્દ અધ્યાત્મ સંસ્કૃતિમાં ઘણો જ પ્રસિદ્ધ શબ્દ છે. વેદાંતના ગ્રંથોમાં દેહાધ્યાસ શબ્દ ઘણી જ જગ્યાએ જોવા મળે છે. જે વસ્તુની સાથે બીજી વસ્તુ નિરંતર નિવાસ કરતી હોય, નિરંતર સાથે રહેતી હોય, તો બંનેનું એકત્વ પ્રગટ થવા માંડે છે. જેમ પાણીમાં નાંખેલી સાકર પાણીને મીઠું કરે છે ત્યારે બોલાય છે કે મીઠું પાણી, અહીં સાકર અને પાણી, બંને એકરૂપ થઈ ગયા છે, અને એકતા રૂપે વ્યવહાર થાય છે, આ બંનેનો પરસ્પર અધ્યાત છે. આ એક ઉદવારણ માત્ર છે. હકીકતમાં સાકર અને પાણી, બે ભિન્ન દ્રવ્યો છે.
અધ્યાસ થયા પછી પદાર્થ તો ભિન્ન છે પણ જ્ઞાતાને–જાણનારને અભિન દેખાય છે. અર્થાત્ બંને દ્રવ્યોને તરૂપ માનવા લાગે છે. અધ્યાસ શબ્દ અધિ+આસ અંતરમાં નિવાસ કરેલા દ્રવ્ય. એકમાં બીજાનું મળી જવું, અથવા પરસ્પર સાથે રહેવું. પોતાના ગુણોને પણ ઢાંકી રાખે, તેવી અવસ્થા પ્રગટ કરવી. અધ્યાસ એ સહવાસ જેવો શબ્દ છે. કોઈ પણ સહવાસી દ્રવ્યો
\\\\\\\\\\\\\\\S (૪૮) SS