Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
બુદ્ધિ ધરાવે છે અને ત્યારબાદ સકારાત્મક બુદ્ધિમાં પ્રવેશ કરે છે.
આથી સમજી શકાશે કે જીવ વિષે શંકા કરનાર વ્યકિતને પણ કર્મના ઉદય ભાવો સાથે સંબંધ છે. પુણ્યનો ઉદય છે પરંતુ દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ ન હોવાથી તે જીવને શંકા થાય છે કે જીવ જેવું કાંઈ લાગતું નથી. અહીં બે અવસ્થા છે.
૧) જીવ નથી એમ માનીને અટકી જનારા જીવ (૨) જીવ છે કે નહીં તેમ શંકા કરનારા જીવ. શાસ્ત્રકાર કહે છે કે નિર્ણય ન કરવો, તે અજ્ઞાનદશા છે અને શંકા કરવી, તે જ્ઞાનદશાનો એક અંશ છે. સામાન્ય મતિજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં પણ અવગ્રહ ઈહા, અવાય, ઈત્યાદિ અવસ્થાઓ આવે છે. તેમાં અવગ્રહ પછી શંકા થાય છે અને ત્યારબાદ વૃત્તિ નિર્ણય તરફ ઢળે છે. - આ ગાથામાં બીજી કક્ષાના જીવને લક્ષમાં રાખીને શાસ્ત્રકારે શંકા કરાવતા પોતાના ઓછા અનુભવના આધારે જીવ નથી' એમ કહ્યું છે. તેણે શંકા કરી નથી પણ પરોક્ષભાવે શંકા જ છે. તેથી ન જીવ સ્વરૂપ” આમ શંકા કરનાર પોતાનો વિપરીત નિર્ણય કર્યા પછી પણ તેના પર વૃઢ નથી પરંતુ આગળ સમજવા માટે આતુર હોય તેવો ભાવ પ્રગટ કર્યો છે. - (૨) નથી જણાતું રૂપ : આગળ વધીને શંકાકારે કહે છે કે આત્માનું કોઈ રૂપ દેખાતું નથી, તેથી આત્મા નથી. રૂ૫ તે શું છે? ફકત વર્ણને જ રૂપ કહેવામાં આવે છે કે પાંચે મૂર્ત રૂપ ગુણોને રૂપ કહેવામાં આવે છે ? રૂપ પદાર્થમાં પાંચ મૂર્ત ગુણો ઉપરાંત આકાર, વજન, પ્રભાવ અને ગુણગુણ વગેરે પોતાના પરિણામ, આ બધા યોગ પણ શું રૂપ જ છે?
રૂપ’ નું સ્વરૂપ પાંચ પ્રકારે સમજી શકાય છે. (૧) વર્ણ, ગંધાદિ પાંચ મૂર્ત રૂપ ગુણ (૨). આકાર અને વજન, તે પણ રૂ૫ (૩) ગુણ અને અવગુણ, તે પણ રૂપ (૪) કડવા મીઠા પરિણામ, તે પણ રૂપ (૫) સંયોગ-વિયોગના ભાવ, તે પણ એક પ્રકારે રૂપ જ છે.
આ બધા રૂપ સ્થૂલ પદાર્થોમાં જોઈ શકાય છે અને પદાર્થોમાં આ બધા રૂપાત્મક ગુણો ઈન્દ્રિયજ્ઞાન સુધી મર્યાદિત છે. વધારે વધારેમાં તે મનોગમ્ય પણ છે. જે જીવ ફકત આ બધા રૂપોને જ ઓળખનારો છે. તેને જીવનું રૂપ કયાંથી ઓળખાય? તે બોલી ઊઠે છે “નથી જણાતું રૂપ'. જે રૂપ જાણવાની અપેક્ષા કરે છે, તે રૂપ તો જ્ઞાનાત્મક રૂપ છે અને જ્ઞાનથી આગળ વધીને બીજા જે કાંઈ અલૌકિક આધ્યાત્મિક ગુણો છે, જેમાં ક્ષમા, સંતોષ ઈત્યાદિ ઘણાં ગુણોનો સમાવેશ થાય છે અને આવો આ ગુણપિંડ, તે જીવનું રૂપ છે. આ દરિદ્રનારાયણને આ રૂ૫ કયાંથી નજરમાં આવે? શાસ્ત્ર કહે છે કે જેણે જીવનું રૂપ જાણ્યું નથી તે વિશ્વના બધા રૂપો જાણવાં છતાં દરિદ્ર છે, સંપત્તિહીન છે કારણ કે તે બધા રૂપનો અનુભવ ક્ષણિક અને માઠા પરિણામને દેનાર છે.
(૩) બીજો પણ અનુભવ નહીં ? જીવનું કોઈ રૂ૫ પણ નજરમાં આવતું નથી કારણ કે તે દ્રુષ્ટિગોચર પણ થતો નથી. હવે શંકા કરનારે એમ કહ્યું છે કે અનુભવ થતો નથી. શંકા કરનાર સામાન્ય અનુભવના આધારે “જીવ નથી' તેમ કહે છે. તેમાં તેને જીવનો કશો અનુભવ થતો નથી. તેનો અન્યથા બોધ એ છે કે તેને જે કાંઈ બોધ થાય છે તે કેવળ ભૌતિક વિષયોનો અનુભવ થાય
\\\\\\\S (૩૨) ....