Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન થાય ત્યાં સુધી તે જીવ સિદ્ધોની જેમ કર્મબંધનથી મુક્ત જ રહેશે. તથા સપર્યાવસિત માનવામાં પણ તે જ મુશ્કેલી નડશે. એ રીતે સંસારી જીવમાં પણ કર્મબંધનના અભાવની સ્થિતિ આવી જશે. તેથી એમ જ માનવું જોઈએ કે તે આસ્રવ પ્રવાહ નાના છની અપેક્ષા એ અનાદિ અનંત છે. “અપર્યવસિત” પદ મૂળ ગાથામાં નથી. છતાં પણ અનાદિ પદથી તેનું ઉપલક્ષણ કરવામાં આવ્યું છે. પ્રમાદના વેગથી જીવની હત્યા થવી તે હિંસા ગણાય છે. પ્રમાદના વેગથી અસત્ય બોલવું તેનું નામ જૂઠ–મોર છે. પ્રમાદના ગથી પારકાનું દ્રવ્ય ગ્રહણ કરવું તેને અદત્તાદાન–ચેરી કહેવાય છે કામ સેવન કરવાને પરિત્યાગ કરે તેનું નામ બ્રહ્મ છે. આ બ્રહ્મને અભાવ હોવો તે અબ્રા છે. એટલે કે મિથુન સેવન કરવા રૂપ અશુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેવું તે અબ્રહ્મ કહેવાય છે. પરિગ્રહ એટલે ગ્રહણ કરવું. તે પરિગ્રહ નવ પ્રકારને છે–(૧) ધન, (૨) ધાન્ય, (૩) ક્ષેત્ર, (૪) વાતુ, (૫) ચાંદી, (૬) સુવર્ણ (૭) કુખ્ય, (૮) દ્વિપદ અને (૯) ચતુષ્પદ. “ર” શબ્દ અહીં સમુચ્ચયાર્થક છે છે, અને “ga” શબ્દ અવધારણાર્થક છે. તેનાથી એ વાતને પુષ્ટિ મળે છે કે આસવ, હિંસા આદિના ભેદથી પાંચ જ પ્રકારના છે. વધારે કે ઓછા નથી. આ કથનથી સૂત્રકારે દશ અધ્યયનવાળા આ પ્રશ્નવ્યાકરણ શાસ્ત્રના શરૂઆતનાં પાંચ અધ્યયન સૂચિત કર્યા છે. જે સૂ. ૨ .
હવે સુધર્માસ્વામી “પ્રથમ અધ્યયનમાં કેટલાં દ્વાર છે.” એ પ્રકારના જ બૂસ્વામીના પ્રશ્નને ઉત્તર દેવાને માટે દ્વારનિરૂપણને નિમિત્તે કહે છે – કારિતો ગં નામ” ઈત્યાદિ.
ટીકાર્થ-આ પ્રાણવધરૂપ આસ્રવ “કારિતો” જેવો છે, “= નામા” જેટલાં તેનાં નામ છે, “જાગો” પ્રાણીઓ દ્વારા તે મંદ, તીવ્ર આદિ પરિણામેથી કરાતા રારિ દર્દ હૈ” જે પ્રકારનું તેમને નરકાદિરૂપ ફળ આપે છે, તથા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૧