Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થ છે કે આ પ્રશ્નવ્યાકરણ શાસ્ત્ર પ્રવચનરૂપ વિકસિત પુ૫ના રસ જેવું સારભૂત છે. અને આ વિવેચન તીર્થકર પરંપરા પ્રમાણે જે પ્રમાણે થતું આવ્યું છે. તે પ્રમાણે જ થયું છે.
ભાવાર્થટીકાકારે આ રીતે આસવ અને સંવરની વ્યુત્પત્તિ કરી છે— “ Taવંતિ-જાતિ , વર્મગwાનિ ચિતે શાસ્ત્ર: ” (જેના દ્વારા કર્મ જળ આવે છે તે આસ્ત્ર કહેવાય છે.) અથવા “શાસ્ત્રવાન્ ભવ:” (આવવું એટલે આસવ) “સંત્રિયન્ત-તિરુદ્ધમત્તે વિશર્મગજાનિ તે સંવરઃ ” ( જેના વડે કર્મળ પ્રવેશ પામતું અટકે છે તે સંવર છે ) અથવા “વળ સંg ( સંવર એટલે જવું) તેમાંથી પહેલી વ્યુત્પત્તિ પ્રમાણે કર્મબ ધનાં કારણરૂપ પ્રાણાતિપાત આદિ ક્રિયાઓને આસવ બતાવ્યાં છે. બીજી વ્યુત્પત્તિ પ્રમાણે આગમન માત્રનું નામ આસવ બતાવ્યું છે. તે તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના કહેલ છે. દ્રવ્યાસવ કર્મબંધનું કારણ નથી. કર્મબંધનું કારણ તે ભાવાસવ જ છે, કારણકે પ્રાણાતિપાત આદિપ ભાવથી જ કર્મનું આગમન થાય છે. એ જ પ્રમાણે સંવરને વિષે પણ સમજવું. સંવર આસવને નિરોધક (રેકનાર) હોય છે, છિદ્રો દ્વારા નૌકામાં જળનું પ્રવેશવું તે આસવના સ્થાન સમાન છે અને તે છિદ્રોને બંધ કરી દેવા તે સંવરના સ્થાન સમાન છે. પ્રાણાતિપાતાદિરૂપ ભાવ, પ્રાણાતિપાત આદિ વિરમણરૂપ ભાવસંવરથી અટકે છે. અને એમ થવાથી જ નવીન કર્મોનું આગમન રેકાય છે. “નિશ્ચયાર્થ ”માં “ના” શબ્દનો અર્થ “દૂર થવું” થાય છે. તથા “વચન અર્થ જ્ઞાનાવરણીયાદિ કર્મjજ છે. તે કર્મjજ જે સ્થાનથી દૂર થઈ ગયું છે તેવું સ્થાન મેક્ષ છે. અને તે મોક્ષ જેનું પ્રજન છે તે નિશ્ચયાર્થ શાસ્ત્ર છે. અથવા નિશ્ચયને અર્થ મેક્ષ પણ થાય છે. એ મેક્ષની પ્રાપ્તિને માટે જ આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. તે સૂ. ૧ /
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર