Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિન વિરમણથી પાંચ પ્રકારનો છે. એ પાંચ આસ્ત્રોનું અને સંવરનું આ શાસ્ત્રમાં સૂત્રકાર પિતે જ લક્ષણ પ્રદર્શનપૂર્વક વિસ્તારથી આગળ જતાં વર્ણન કરશે. એજ વાત “ખુવાવિનિરિઝર્ચ ” પદથી સૂત્રકારે સમજાવી છે. આ પ્રશ્નવ્યાકરણ “ઘવચળણ” પ્રવચનરૂપ પુષ્પમાંથી નીકળેલ રસના જેવું સારભૂત છે. જે:પ્રવચનપુષ્પ ભગવાન તીર્થકર મહાવીર પ્રભુરૂપી કલ્પવૃક્ષ પર વિકસિત થયેલ છે. માધુર્ય અને પ્રસાદગુણરૂપ વિશિષ્ટ શોભાથી તે યુક્ત છે, ભાવનારૂપ સુગંધિથી તે ભરેલું છે, આત્માનુભવરૂપ પરમ સ્વાદથી તે યુક્ત છે. તેનું તાત્પર્ય એ છે કે જેમ પુષ્પને સાર તેનો રસ મનાય છે, તે જ પ્રકારે આ પ્રશ્નવ્યાકરણ તીર્થકર પ્રભુના પ્રવચનમાં સારરૂપ મનાયું છે. ભવ્યજીવોનું તેના અધ્યયનથી એ સકષ્ટ પ્રયજન સધાય છે કે તેઓ પોતાના આત્માનો અનુભવ કરતા શીખી જાય છે. “નિરર્થ” આ પદથી એ પ્રગટ કરવામાં આવ્યું છે કે આ અંગમાં જે કંઈ પ્રતિપાદિત કરવામાં આવશે, તે મોક્ષના પ્રોજનરૂપ થશે, તે કારણે આ પદને એ પણ અર્થ થઈ શકે છે કે સૂત્રકાર એનું જે પ્રતિપાદન કરી રહ્યા છે તે એ હેતુથી જ કરી રહ્યા છે કે તેનું અધ્યયન કરનાર મુક્તિની પ્રાપ્તિ કરે. “મÉિ સુમાસિલ્ય” આ પદે દ્વારા એ વાત પ્રતિપાદન કરીને પ્રગટ કરવામાં આવી રહી છે કે તીર્થકર ગણધર આદિ દેએ જે વિષયઆસ્રવ સંવરરૂપ અથવા સકળ કર્મોનો ક્ષયને ઉપલક્ષિત અને નિરતિશયરૂપ ક્ષાયિક સુખના આસ્વાદ સ્વરૂપ નિર્વાણુ–મક્ષ તેમાં કહેલ છે, તે પિતે કલ્પનાથી કલ્પને ગ્રથિત કરેલ નથી પણ કેવળજ્ઞાનરૂપ દષ્ટિથી સારી રીતે વીણીવીણીને તે દરેક વિષયનું નિર્દોષ પ્રતિપાદન કર્યું છે. તીર્થકર સર્વજ્ઞપ્રભુએ કેવળજ્ઞાનથી પહેલાં તે વિષયને પિતાના જ્ઞાનના વિષયભૂત બનાવીને તેનું બાર પ્રકારની પરિષદમાં કથન કર્યું હતું, અને તેનું શ્રવણ કરીને અને મનમાં બરાબર ઉતારીને તે પ્રમાણે જ ગણધરાદિ દેવોએ ગ્રથન કર્યું છે. આ રીતે ઉકત વિશેષણોની સાર્થકતા ટીકાકારે પ્રગટ કરી છે. આ ગાથાને સંક્ષેપમાં એટલે જ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર