Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ધર્મજ્ઞાનનું મૂળ
- ભગવાન મહાવીર રાજગૃહનગરમાં ગુણશિલકત્યમાં ઊતર્યા હતા, તે વખતે એક દિવસ ધર્મકથા વગેરે પતી ગયા પછી તેમને પટ્ટશિષ્ય ગૌતમ પોતાના મનમાં શંકા ઉભી થવાથી ભગવાન પાસે આવીને પૂછવા લાગ્યા:
પ્રવેહે ભગવન ! કેવલજ્ઞાની પાસેથી કે તેને શ્રાવક પાસેથી કે તેના ઉપાસક પાસેથી સાંભળ્યા વિના જીવને કેવલજ્ઞાનીએ કહેલા ધર્મનું જ્ઞાન થાય ?
ઉ –હે ગૌતમ! કોઈ જીવને થાય, અને કઈ છવને ન થાય.
૧. મૂળમાં કેવલજ્ઞાનીના પાક્ષિક પાસેથી તેમજ તે પાક્ષિના શ્રાવક કે ઉપાસક પાસેથી, એટલું વધારે છે. દરેક ઠેકાણે શ્રાવિકા, તથા ઉપાસિકા પણ સમજી લેવાનાં છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org