Page #1
--------------------------------------------------------------------------
________________
કથાની કયારી લાગે પ્યારી.
મુનિ શ્રી રાજપાલ વિજયજી
Page #2
--------------------------------------------------------------------------
________________
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
|| શ્રી અભિનંદન સ્વામિને નમઃ | // શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ- ધર્મગુરૂ સદ્ગુરુભ્યો નમઃ |
કથાની કયારી
લાગે પ્યારી.
છે . પુ. પૂ. પ્રવચન પ્રભાવક પ્રવર્તક પ્રવર મુનિરાજ શ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ સાહેબના
શિષ્યરત્ન પૂ. મુનિ શ્રા ૨ાજપાલ વિજયજી
Page #3
--------------------------------------------------------------------------
________________
કથાની |
ક્યારી લાગે પ્યાશે”
મુનિ શ્રી રાજપાલવિજયજી
-: પ્રકાશન :
વિ. સં. ૨૦૫૧, કા. સુ. પ (જ્ઞાનપંચમી)
-ઃ મુદ્રક ઃસાગર આર્ટ ગ્રાફીકસ્
સે. નં.૨,સી/૪૨-૩ ૦૧, શાન્તિનગર,
મીરા રોડ(ઈ.), મુંબઈ, ફોન નં. - ૮૧૧ ૦૫૫૨
નકલઃ ૧૦૦૦
કિંમત : ૩૫/=
DInesh J. Mehta 406/14, Mani Bhuvan, Telang Road, Matunga (C.R.), Bomay - 400 019
Tel. : C/o 437 1629 / 5627
-: પ્રાપ્તિ સ્થાન :
Harshadrai Gulabchand Bavishi Mahavir Krupa,
1st Floor,
Maharana Pratap Road, Bhayandar (W.) - 401 101 Dist : Thana (Mah.)
Page #4
--------------------------------------------------------------------------
________________
મા૨ા મીંજા વાd
| માનવી જમ્યો એ સમયે જ વાર્તાનો જન્મ થયો હશે. વેદકાળમાં રાજા પુરુરવા વિશેની વાર્તા પ્રચલિત હતી. વાર્તા સાંભળવી સૌને ગમે છે. ફકત બાળકોને જ નહિ પણ યુવાનો અને વૃદ્ધોને પણ વાર્તા વાંચવી કે સાંભળવી ગમે છે. તે
બાળકો માટે તો કહી શકાય કે વાર્તા વાંચવી એ એમનો જન્મ સિદ્ધ અધિકાર છે. વાત સાંભળતાં કે વાંચતાં બાળકોના મોમાં માતાના દૂધ જેવી મિઠાશ આવે છે. | મુનિ શ્રી રાજપાલવિજયજી મહારાજ બાળ વાર્તાઓનો સંગ્રહ લઈને બાળકો સમક્ષ હાજર થયા છે. એ વાર્તા વાંચતાં બાળકોને જ્ઞાન મળજો, એમને આનંદ થશે, અને એમનામાં સદ્ગણોનો વિકાસ થશે. એ વાર્તાઓ કુટુંબના વડીલો વાંચશે તો વાર્તાને બરાબર યાદ રાખીને અનેક વ્યક્તિઓને કહેશે. જેથી એ વાત લખવા પાછળનો શુભ આશય તેઓ જાણી શકશે.
- આ વાર્તાઓ મમતાળુ માના દુધ જેટલી ગુણકારી અને અમૂલ્ય છે.
આ સંગ્રહમાંની ‘‘પુતળીઓ’’ વાચનારને થશે કે આપણે સંયમી અને સંસ્કારી બનવું જોઈએ. ‘‘ઠગ'' વાર્તા, ઠગ વિદ્યાનો જાણકાર દુર્ગુણી માનવીનો પરિચય કરાવે છે. એ વાર્તા વાંચીને બાળક નિર્ણય કરશે કે આ ઠગ જેવો હું કદિ બનીશ નહી. કે લોકમાન્ય તિલકના જીવનમાં બનેલ પ્રસંગ વાંચનાર કે ન્યૂયોર્કના મેયર દંડ ચૂકવે છે એ જાણીને વાચક વિચારશે કે હું પણ સત્યપ્રિય બનીશ અને જીવનમાં સત્યનું આચરણ કરીશ. | મુનિ શ્રી રાજપાલ વિજયજી મહારાજે આવી સુંદર વાર્તાઓ સમાજને આપીને સમાજ પર ઉપકાર કર્યો છે.
1 - પ્રોફેસર હસમુખ શેઠ (એમ. એ.)
Page #5
--------------------------------------------------------------------------
________________
| શ્રી અભિનંદન સ્વામિને નમઃ |
|
SS
C નમ્ર નિવેદન )
છે. સકળ શ્રી સંઘને જણાવતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે આ વર્ષે વિ. સં. ૨૦૫૦ના સાયન શ્રી સંઘમાં ચાર્તુમાસ બિરાજમાન પ. પૂ. વિદ્વાન પ્રવચનકાર પ્રવર્તક પ્રવર શ્રી ધર્મગુપ્તવિજયજી મ. ના બંને શિષ્યો પૂ. મુનિ શ્રી રાજપાલ વિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી લબ્ધિદર્શન વિજયજી મ. તથા પૂ. આ. ભ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. ના સમુદાયના પૂ. સાધ્વીજી શ્રી આત્મજયાશ્રીજી, સા. શ્રી મુકિતરત્નાશ્રીજી, સા. શ્રી વિરાગરત્નાશ્રીજી તથા સા. શ્રી ભકિતરત્નાશ્રીજી આદિ પૂજયો જયારથી આપણા શ્રી સંઘમાં પધાર્યા છે. ત્યારથી શ્રી સંઘમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ ફેલાયો છે. આ ગીત
તેઓશ્રીની પાવન નિશ્રામાં અનેક પ્રકારની વિશિષ્ટ કોટીની આરાધનાઓ, અનુષ્ઠાનો તથા શિબીરો વગેરે કાર્યક્રમો દ્વારા સંઘમાં તપ- જપ અને જ્ઞાનનો અનેરો યજ્ઞ મંડપ મંડાયો છે. વી.
UTS શ્રી સંઘે ઉત્સાહપૂર્વક આ સર્વ શાસન પ્રભાવનાના ધાર્મિક કાર્યકમોમાં ખૂબજ સુંદર રીતે સાથ અને સહયોગ આપ્યો છે. “ “કથાની કયારી લાગે પ્યારી’ પુસ્તક પ્રકાશન માટે પૂ. મુનિ શ્રી રાજપાલ વિજયજી મ.ની પ્રેરણા થતાં જ તથા સાયન શ્રી સંઘના જ્ઞાનપ્રિય શ્રાવક-શ્રાવિકાઓએ તન-મન-ધનથી ખૂબ જ ઉદારતાપૂર્વક લાભ લઈ જ્ઞાન ભક્તિ કરી છે.
આ પુસ્તકની સુંદર પ્રસ્તાવના પ્રો. શ્રી હસમુખભાઈ શેઠે ખૂબ જ સુંદર રીતે લખી આપી છે. તેઓ ““મુંબઈ સમાચાર’’ ના “દિવાદાંડી' ' વિભાગમાં હૃદયસ્પર્શી લેખો પ્રસ્તુત કરે છે. સમય કાઢીને તેઓશ્રીએ પ્રસ્તાવના લખી આપવા બદલ ખૂબ આભાર.
Page #6
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકને ઘણાંજ ટુંકા સમયમાં આધુનિક કૉમ્પ્યુટર ટેક્નોલોજી દ્વારા ડિઝાઇન કરી, સાજ-સજાવટભર્યું ઓફસેટ પ્રિન્ટિંગ કરી આપનાર સાગર આર્ટ ગ્રાફીકના શ્રી સુભાષભાઈ જૈન તથા શ્રી ચન્દ્રપ્રકારાભાઈ જૈનને પણ આ પ્રસંગે કેમ ભૂલી શકાય?
સૌના સહયોગથી આ પુસ્તક સુંદર બન્યુ છે, તેનો અમને આનંદ છે. આ રીતે પૂ. મુનિ શ્રી રાજપાલ વિજયજી આવા અનેક પુસ્તકો પ્રકાશિત કરાવતાં રહે, અને એ રીતે સૌને ધર્મનો બોધ આપતા રહે એ જ શાસનદેવ પાસે પ્રાર્થના............
લી. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ 11-1 સાયન (શીવ)
વિ.સં. ૨૦૫૦ આસો સુદ-૧૦
Po
શ્રી જૈન શ્વેતામ્બર
મૂર્તિપૂજક સંઘ- સાયનના જ્ઞાનખાતામાંથી
dain Education International
૧૧૧૧૧/। પુસ્તકમાં આપવા
આ
શ્રી સંઘે
સુંદર સહયોગ આપ્યો છે. આ રકમમાંથી
પૂ. સાધુ-સાધ્વીજીને
તથા
||
વક જ્ઞાનભંડારોને આ પુસ્તકો ભેટ મોકલવામાં આવશે.
19
7
VV
> > VP
a sy 155 23
b); he
Page #7
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકમાં સુંદર સહયોગ આપનાર
સાયન શ્રી સંઘના - ભાગ્યશાળીઓની શુભ નામાવલી
રકમ
નામુ. ૧૧૧૧ શ્રી નૌતમલાલ ચુનીલાલ ૧૦ ૦૧ શ્રી મહાસુખલાલ જેસીંગલાલ ૧૦ ૦૧ શ્રી કૌશિક ભાઈ ચિમનલાલ ૫૧૧ સ્વ. પુસ્કર શરદચંદ્ર શાહના આત્મશ્રેયાર્થે ૫૦૧ શ્રી વોપાશા પરીવાર ૫૦૧ શ્રી વ્રજલાલ કેશવલાલ વોરા ૫૦૧ શ્રી અંબાલાલ દલછારામ ૫૦૧ શેઠ કાંન્તિલાલ ધરમશીભાઈ ૫૦૧ સ્વ. બાલચંદ તારાચંદ શાહના સ્મરણાર્થે ૫૦૧ શ્રી પાનાચંદ લાલચંદ ૫૦૧ શ્રી ઉજમશી હરચંદ દોશી ૫૦૧ શ્રી શરદભાઈ ખીમચંદ મોતિચંદ ૫૦૧ શ્રી વિનોદભાઈ વાડીલાલ ખંભાતવાળા ૫૦૧ શ્રી તલકચંદભાઈ આણંદજીભાઈ શાહ ૫૦૧ શ્રી હીંમતલાલ દીપચંદભાઈ શેઠ ૫૦૧ શ્રી ગીરધરલાલ જે. વોરા ૫૦૧ કુ. શીતલ અનીલકુમાર જગજીવનદાસ ૫૦૧ સ્વ. વ્રજકોરબહેન હીરાલાલ કાલીદાસ વોરા ૫૦ ૧ સ્વ. રેખાબહેન સુરેશચંદ્ર પોપટલાલ જોગાણી ૫૦૧ કોકિલાબહેન પ્રવીણચંદ્ર ૫૦૧ શ્રી રતિલાલ વનમાળીદાસ
Page #8
--------------------------------------------------------------------------
________________
.
૫૧૧ શ્રી ચંદ્રકાન્ત અંબાલાલ ૨૫૧ શ્રી પ્રતાપરાય રતિલાલ જસાણી ૨૫૧ શ્રી અભેચંદ બેચરદાસ ૨૫૧ શ્રી પુનમચંદ હરિલાલ ૨૫૧ શ્રી બચુભાઈ જેચંદભાઈ ટોલીયા ની ૨૫૧ શ્રી રજનીકાન્ત મણીલાલ ઝવેરી ૨૫૧ શ્રી માણેકલાલ ત્રીભોવનદાસ ૨૫૧ શ્રી મોતીલાલ પ્રેમચંદ ૨૫૧ સ્વ. કાન્તાબહેન ભૂપતરાય ડાહ્યાલાલ ૨૫૧ શ્રી જેચંદભાઈ રાયચંદ ૨૫૧ શ્રી રણમલ રામજી ૨૫૧ શ્રી ઈશ્વરલાલ પોપટલાલ ૨૫૧ સ્વ. શ્રી પ્રતાપરાય મણિલાલ હરખચંદ ૨૫૧ હસુમતિબહેન-જાપાન ૨૫૧ સ્વ. શ્રી કાન્તિલાલ મોહનલાલ કપાસી ૨૫૧ શ્રી કાન્તિલાલ કસ્તુરચંદ ૨૫૧ શ્રી બચુભાઇ નરોત્તમદાસ વોરા ૨૫૧ શ્રી દેવેન્દ્રભાઈ મણીલાલ દેતારા ૨૫૧ શ્રી ચંપકલાલ ગોરધનદાસ ૨૫૧ શ્રી કીર્તિલાલ રામલાલ માસ્તર ૨૫૧ શ્રી પદમશીભાઈ પ્રાગજીભાઈ શેઠ ૨૫૧ શ્રી કીશોરભાઈ મનસુખલાલ શેઠ ૨૫૧ લીલાબહેન રતિલાલ વોરા ૨૫૧ શ્રી સુમતિલાલ પ્રેમચંદ ૨૫૧ શ્રી નરેન્દ્રકુમાર ચીમનલાલ ૨૫૧ શ્રી કુંવરજીભાઈ છગનલાલ ૨૫૧ શ્રી સૌભાગચંદ પોપટલાલ
Page #9
--------------------------------------------------------------------------
________________
,
૨૫૧ શ્રી શાન્તિલાલ સૌભાગ્યચંદ ; ૨૫૧ શ્રી નારણદાસ વસરામ સંઘવી ૨૫૧ અમરતબહેન ખીમજી ભાઈ
. ૨૫૧ શ્રી ચંદુલાલ કુંવરજીભાઈ ડી ડી ૨૫૧ શ્રી રમણીકલાલ નગીનદાસ ડ ૨૫૧ નિર્મલાબહેન પ્રવિણચંદ્ર / ડિઝા ' , ૨૫૧ શ્રી હઠીચંદ ખોડીદાસ દોશી ) J ૨૫૧ મૃદુલાબહેન શિરીષભાઈ વાહ ૨૫૧ શ્રી તારાચંદ સુન્દરજી રામાણી ) ૨૫૧ સ્વ.શ્રી રાયચંદ મોતીચંદ ૨૫૧ સ્વ. ચંદનબહેન ધરમદાસ
લુહાર ૧૫ ૧ સ્વ. શ્રી છગનલાલ લક્ષ્મીચંદ
; - = , -
ITS
શાહ
For Private & Rersonal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
(શ્રી લઘુ શાંતિ સ્તોત્ર)
વીર નિર્વાણની સાતમી સદીના અંત ભાગે, શાકંભરી નગરીમાં કોઈપણ કારણે કુપિત થયેલી શાકિનીએ, મહામારીનો ઉપદ્રવ ફેલાવ્યો. એ ઉપદ્રવ એટલો ભારે હતો, કે તેમાં દવાઓ કે વૈદ્યો પણ કાંઈ કરી શકતા નહિ. તેથી માણસો મરવા લાગ્યા, અને ૮. આખી નગરી સ્મશાન જેવી ભયંકર જણાવવા
લાગી.
આ પરિસ્થિતિમાં સુરક્ષિત રહેલા કેટલાક શ્રાવકો જિન ચૈત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે આ શું થવા બેઠું છે ! આજે સંઘના દુર્ભાગ્યે કપર્દી યક્ષ, અંબિકા દેવી, બ્રહ્મશાંતિ યક્ષ, યક્ષરાજ તથા વિદ્યા દેવીઓ પણ અબ્દશ્ય થઈ ગયેલી જણાય છે. અન્યથા આપણી હાલત આવી હોય નહિ. હવે શું કરવું ? | તેઓ આ રીતે ચિંતામાં મગ્ન બન્યા, ત્યારે અંતરીક્ષમાંથી અવાજ આવ્યો કે તમે ચિંતા શા માટે કરો છો ? નાડૂલ નગરીમાં શ્રી માનદેવસૂરિજી બિરાજે છે, તેમના ચરણોનાં પ્રક્ષાલન જલનો તમારા મકાનોમાં છંટકાવ
કથાની યારી
લાગે પ્યારી
Page #11
--------------------------------------------------------------------------
________________
કરો એટલે બધો ઉપદ્રવ શાંત થઈ જશે. | આ વચનેથી આશ્વાસન પામેલા સંઘે વીરદત્ત નામના એક શ્રાવકને વિજ્ઞપ્તિ પત્ર સાથે નાડૂલ નગરે (નાડોલ-રાજસ્થાન) શ્રી માનદેવસૂરિજી પાસે મોકલ્યો. સૂરિજી તપસ્વી, બ્રહ્મચારી અને મંત્ર સિદ્ધ મહાપુરુષ
હતા. લોકોપકાર કરવાની પરમ નિષ્ઠાવાળા ડિહતા. તેથી તેમણે શાંતીસ્તવ નામનું એક
મંત્ર યુત ચમત્કારીક અને શાંતિ કરવામાં નિમિત્તભૂત એવું સ્તોત્ર બનાવી આપ્યું. અને પગ ધોવણ પણ આપ્યું. આ બંને વસ્તુ લઈને વીરદત્ત શાકંભરી નગરીએ પહોંચ્યો. ત્યાં પગ ધોવણનું પાણી અન્ય પાણી સાથે મિશ્રિત કરીને છાંટતાં તથા શાંતીસ્તવનો પાઠ કરતાં મહામારીનો ઉપદ્રવ શાંત થઈ ગયો.
આ સ્તવ (સ્તોત્ર) ૧૯ ગાથાનું છે. તે ‘‘લઘુશાંતિ'' તરીકે પ્રસિદ્ધ છે. દરરોજ સાંજના પ્રતિક્રમણમાં તે સ્તોત્ર બોલાય છે. અને કોઈપણ ઉપદ્રવના નિવારણ અર્થે પણ બોલાય છે..
જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે ભક્તિ અને પ્રીતિ ) ((હોય તેના પર પરમાત્માની કૃપા વરસે છે.)
૬થાની યાદી
લા) પ્યારી
Page #12
--------------------------------------------------------------------------
________________
(શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય
પાટલી પુત્રના બ્રાહ્મણ ધર્મી રાજાએ એવો હુકમ બહાર પાડ્યો કે મારા રાજયમાં વસતાં દરેક માણસે બ્રાહ્મણને નમસ્કાર કરવો. જો કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરશે તો તેને હદપારની શિક્ષા કરવામાં આવશે. જૈન મુનિઓનો પણ આમાં સમાવેશ થઈ ૮ જતો હતો. એટલે મુનિઓ તો ગૃહસ્થ એવા બ્રાહ્મણોને નમે નહિ. કારણ કે તેમનો આચાર નથી, એટલે સંઘ વિચારમાં પડ્યો કે શું
- જો મુનિઓ આ કારણે શહેર અને આ પ્રદેશ છોડીને ચાલ્યા જશે તો આપણે ધર્મની આરાધના કેવી રીતે કરશું ? રાજા જૈન ધર્મનો હેપી છે તે કોઈ પણ હિસાબે પોતાની વાત છોડે તેમ નથી. આથી તેમણે પવનવેગી સાંઢણી પર સંઘના બે ભાઈઓને ભરૂચ મોકલ્યા કે જ્યાં મહામંત્રવાદી આર્ય ખપૂટ બીરાજતાં હતાં. તેમણે સમસ્ત પરિસ્થિતિનું આચાર્યશ્રીને નિવેદન કર્યું. અને તેમાંથી બચાવવાની વિનંતી કરી... પર આર્ય ખપૂટાચાર્યે આ સાંભળી
gયાની કયારી
લા પ્યારી
Page #13
--------------------------------------------------------------------------
________________
પાટલીપુત્ર જવાની તૈયારી કરી. ત્યાં તેમના શિષ્ય શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે આવા એક નાનકડા કામ માટે આપને પાટલીપુત્ર જવાની શી જરૂર છે? મને આજ્ઞા કરો તો હું એ કામ પતાવી દઈશ. આચાર્ય તેમને આ કાર્ય માટે આર્શીવાદ આપ્યા. | શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય આકાશ માર્ગે પાટલીપુત્ર પહોચ્યાં. આ વખતે તેઓ પોતાની સાથે કરેણની નાની મંત્રેલી બે લાકડીઓ લઈ ગયા હતા. પાટલીપુત્રનો સંઘ તેમના ત્વરિત આગમનથી ઘણો ખૂશ થયો. પછી શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયના સૂચનથી તેમણે રાજાને . કહેવડાવ્યું. ( હે રાજન્ ! અમારા જૈન મુનિઓ આપના બ્રાહ્મણો-પંડિતોને વિધિસર વંદન કરવા ઈચ્છે છે. તો આવતી કાલે સહુને રાજ સભામાં એકત્ર કરો. આ સાંભળી રાજા હર્ષ પામ્યો. તેણે બીજા દિવસે રીતસર રાજસભા ભરી. તેમાં પ૦૦ બ્રાહ્મણ વિદ્ધાનોને હાજર રાખ્યા. **
અહીં શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય, થોડા જૈન મુનિઓ તથા સંઘના કેટલાક આગેવાનોને લઈ રાજસભામાં હાજર થયા. ત્યાં શ્રી દેવેન્દ્ર
કથાની યારીની
| લાગે પ્યારી
Page #14
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાયે રાજાને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન! અમે તમારી આજ્ઞાનુસાર બ્રાહ્મણ વિદ્વાનોને વંદન કરવા ઈચ્છીએ છીએ. પણ તેઓ બે વિભાગમાં બેઠેલા છે. એટલે પહેલા પૂર્વભિમુખને વંદન કરીએ, કે પશ્ચિમાભિમુખને?
રાજાએ કહ્યું કે તમને ઠીક લાગે તેને પ્રથમ વંદન કરો. શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કરેણની એક લાકડી પૂર્વાભિમુખ બેઠેલા બ્રાહ્મણો સામે ફેરવી કે તે બધાની ગરદનો મરડાઈને પશ્ચિમાભિમુખ થઈ ગઈ અને તેઓના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું. પછી પશ્ચિમાભિમુખ બેઠેલાઓની સામે લાકડી ફેરવી કે તેમની ગરદન મરડાઈને પૂર્વાભિમુખ થઈ ગઈ અને તે બધા લોહી વમવા લાગ્યા. આથી ત્યાં થોડી જ વારમાં હાહાકાર મચી ગયો.
રાજાની વિજ્ઞવળતાનો પાર ના રહ્યો. છતાં તેણે પોતાના મનને સ્વસ્થ કરીને એ હાથ જોડી મસ્તક નમાવીને શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયને વિનંતી કરી કે આપ તો મહામુનિ છો, દયાના ભંડાર છો, તો દયા કરો અને આ બધા બ્રાહ્મણોના જીવ બચાવો, શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું ; અમે
થાની ક્યારી
લાગે પ્યારી
H
૫
Page #15
--------------------------------------------------------------------------
________________
તો સર્વ જીવો ઉપર દયા રાખીએ છીએ પણ તમારા અન્યાયી કૃત્યથી શાસનદેવ કોપ્યા લાગે છે. હવે આ બ્રાહ્મણ પંડિતોને બચવું હોય તો એક જ ઉપાય છે કે તેમણે જૈન ધર્મની દીક્ષા લેવી. જો આ વાત મંજુર હોયતો અમે શાસનદેવને એ બાબતની વિનંતી કરીએ !
માણસને જીવથી વધારે શું વહાલું હોય ? એ શરત મંજુર રાખવામાં આવી એટલે ઉપાધ્યાયજીએ કરેણની બીજી લાકડી ઉલટી ફેરવી કે દરેકની ગરદન સીધી થઈ ગઈ. મુખમાંથી લોહી પડતું બંધ થઈ ગયું.
. રાજાએ તેજ વખતે પોતાનો હુકમ પાછો ખેંચી લીધો. અને હવે પછી કોઈ સાધુને તકલીફ થાય તેવું વર્તન નહીં કરવાનું જાહેર કર્યું. બ્રાહ્મણોને સાધુઓ વંદન નહીં કરે તે પણ જાહેર કર્યું. શ્રી સંઘને ઘણો જ હર્ષ થયો. પછી પેલા ૫૦૦ બ્રાહ્મણો શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય પોતાની સાથે ભરૂચ લઈ આવ્યા અને ત્યાં તેમને દીક્ષા આપવામાં આવી.
પોતાના સુખને સળગાવી દેવો) | હોય તો જ ક્રોધનો સહારો લેવો. )
fથાની ક્યારી
લાગે પ્યારી
Page #16
--------------------------------------------------------------------------
________________
( શ્રી નાગફણા પાર્શ્વનાથ પર ઈડરથી કેસરીયાજી પગ રસ્તે જતાં મેવાડની હદમાં બે ડુંગરોની વચ્ચે આ તીર્થ
સ્થાન આવેલું છે. તેની ચારે તરફ ડુંગરો ફેલાયેલા છે. નજીકમાં કોઈ ગામડું નથી.
આ તીર્થમાં એક નાનું જિનાલય છે. તેમાં બે હાથની નાગરાજ ધરણેન્દ્રની . ફણાવાળી શ્યામ મુર્તિ છે. તેના ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છ ઈંચ કદની પ્રતિમા છે. મંદિરના નીચેના ભાગમાંથી પાણીના ઝરણાઓ વહે છે. તે આ સ્થાનની પ્રાકૃતિક શોભામાં ઘણો ઉમેરો કરે છે. આ તીર્થ ચમત્કારિક છે.
અહીં શ્રી ગુણદેવાચાર્યે ઓસવાલ વીરમ શાહને ધરણેન્દ્રની આરાધના કરાવી હતી. જ્યારે મેવાડનું રાજ્ય અકબર બાદશાહે જીતી લીધું ત્યારે રાણા પ્રતાપને નાશી છૂટવું પડયું હતું અને જંગલોમાં આશ્રય લેવો પડ્યો હતો.
તે વખતે તેમને એક જૈન સાધુનો સમાગમ થયો. તેમને રાણાએ પૂછ્યું કે આપ મને મારું રાજ્ય પાછું મળે તેવો કોઈ
૬થાની ક્યારી
લાગે પ્યારી :
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉપાય બતાવો. ત્યારે એ મુનિરાજે કહ્યું કે ધરણેન્દ્ર પદ્માવતી યુક્ત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાનું આરાધન કરવાથી તમારો મનોરથ સફળ થશે. પછી તેમણે અહીં આવી શ્રી નાગફણા પાર્શ્વનાથજીની આરાધના કરી હતી.
ત્યાર બાદ થોડા જ વખતે તેમને ભામાશાહ તરફથી અનર્ગલ ધનની મદદ મળી. અને તેનાથી સજજ થઈને લડાઈ કરતાં મેવાડના બાવન કિલ્લા તથા ઉદયપુર જીતી લીધું હતું. આ તીર્થમાં કોઈ રાત્રીએ રહી શકતું નથી. આશાતના થાય તો ભમરા ઉડે છે. 1 પામોલનો સંઘ ત્યાં દર્શને ગયો. ત્યારે એક અડચણવાળી બેન મંદિરમાં દાખલ થઈ કે તરતજ ભમરા ઉઠ્યા હતા.
- જે સંઘ ઈડરથી પગ કેશરીયાજીની યાત્રાએ જાય છે. તે અવશ્ય અહીં યાત્રા કરવા આવે છે. જો વધારે યાત્રાળુ હોય તો ઝરણાંમાંથી વધારે પાણી વહે છે. આરાધના માટે આ સ્થાન ઉત્તમ છે, પણ બધી સગવડ કરીને ત્યાં રહેવું જોઈએ.
ચંદન શીતળતા આપે છે, તેને સળગાવવાથી ઉત્પન્ન થયેલો અગ્નિ તો બાળી જ નાંખે છે.
૬થાની કયારી
જ લાગે પ્યારી
Page #18
--------------------------------------------------------------------------
________________
તે બુદ્ધિમાહ્ન શેઠ || ક શેઠ-શેઠાણી રૂમમાં સૂતા હતા. અમાસની અંધારી રાત હતી. અચાનક પોતાની બાજુની રૂમમાં કંઈક અવાજ આવી રહ્યો હતો. શેઠને લાગ્યું કે જરૂર ચોરો આવ્યા લાગે છે. શેઠે મોટા અવાજે પોતાની પત્નીને કહ્યું કે તમે ચોરોની ચિંતા ના કરો. શાંતિથી , સૂઈ જાઓ. મેં બધો કિંમતી માલ એક સુંદર જગ્યા પર રાખ્યો છે. જયાં ચોર પણ ન પહોંચી શકે, આ બાજુની રૂમમાં ચોરો શેઠનો અવાજ સાંભળી થોડા ગભરાયા પણ હિંમત કરીને શેઠની વાત સાંભળવા ચૂપચાપ ઉભા છે.
ત્યાં તો શેઠાણી બોલ્યા કે કઈ જગ્યા પર રાખ્યું છે. તે મને બતાવો !
| શેઠ મોટેથી બોલ્યા “ “અરે...! તું શા માટે ચિંતા કરે છે. ચોરો લાખવાર માથું પછાડે તો પણ ના મળે એવી જગ્યાએ ધન છુપાવ્યું છે.''
| શેઠાણીએ કહ્યું: એવી કઈ જગ્યા છે જ્યાં ચોરો પણ ન પહોંચી શકે? મારે જાણવું છે.
૬થાની કયારી
લાગે પ્યારી
Page #19
--------------------------------------------------------------------------
________________
શેઠે કહ્યું : તારી ઘણી ઈચ્છા છે તો કહું છું. આમ કહી શેઠાણીના કાનમાં કંઈક કહ્યું... શેઠાણી તો મોટેથી બોલી ઉઠ્યા. અરે...આ તમે કહો છો, મારા બધા જ ઘરેણાઓ પોટલી બાંધી બગીચામાં કેરીના ઝાડ ઉપર બાંધી આવ્યા છો ત્યાંથી તો ચોરો સહેલાઈથી એ પોટલી લઈ લેશે.
ચોરો આ સાંભળી ગયા. જલદીથી ઘરની બહાર નીકળી બગીચામાં ગયા. કેરીના ઝાડ પાસે આવીને પોટલી જોવા લાગ્યા. અંધારામાં પોટલી જેવું કંઈક લટકતું તેમણે જોયું. ચોરો ઝાડ પર ચડીને પોટલી ઉતારવા ગયા. કેરીના ઝાડ પર રહેલી હજારો મધમાખીઓ ઉડીને ચોરોને કરડવા લાગી. ચોરોને ખબર પડી ગઈ કે આ તો પોટલી નથી પણ મધમાખીનો પુળો છે. ચોરો ત્યાંથી ભાગ્યા કે ફરી કદી પણ પાછા ન આવ્યા. | શેઠ શેઠાણીને કહ્યું કે જો ચોરોને કેવી પોટલી મળી અને હવે કેવા લાગે છે. માલ લેવા આવ્યા હતા અને મુસીબત લઈ જાય છે. શેઠ પોતાની બુદ્ધિથી ધન બચાવી શક્યા.
કથાની યારી |
લાગે પ્યારી
Education International
Page #20
--------------------------------------------------------------------------
________________
શક્તિનો પૂજા
Jes
એક વ્યક્તિ રોજ ગણેશની પૂજા કરે. સવારના રોજ મિઠાઈ આદિ મૂકી આરતી કરતો. એક દિવસ તેણે જોયું કે પોતાનું ચઢાવેલું નૈવેદ્ય ઉદર લઈ જાય છે છતાં ગણેશ કશું જ કહેતાં નથી, રોકતા પણ નથી. તેથી તેના કરતાં ઉંદર શક્તિશાળી કહેવાય. બીજા દિવસથી ઉંદરની પૂજા ચાલુ કરી. નૈવેદ્ય મૂકે, આરતી કરે.
એક દિવસ બિલાડી ઉંદરને જોઈ ગઈ, તેને પકડીને ખાઈ ગઈ. આ જોઈ તે માણસે ઉંદર કરતાં શક્તિશાળી બિલાડીને જાણી તેની પૂજા ચાલુ કરી. કેટલાક દિવસ પછી કોઈ કૂતરાએ તે બિલાડીને મારી નાંખી. આ જોઈ તે માણસે કૂતરાની પૂજા ચાલુ કરી. કૂતરો ઘરમાં જ રહેવા લાગ્યો.
એક વખત તે માણસની પત્ની કબાટમાંથી કાંઈક કાઢવા ગઈ ત્યાં તો કૂતરો રોટલીની થપ્પી લઈને ભાગ્યો. આ જોઈ સ્ત્રીએ લાકડીએથી તેને ખૂબ માર્યો.
આ જોઈ તે માણસે વિચાર કર્યો કે કૂતરા કરતાં મારી સ્ત્રી વધુ શક્તિશાળી છે તે
થાની ક્યારી લાગે પ્યારી
૧૧
Page #21
--------------------------------------------------------------------------
________________
१२
માણસ પોતાની પત્નીની પૂજા કરતો. નૈવેદ્યઆરતી પણ ઉતારતો,
એક દિવસ પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો. ત્યારે પતિએ પત્નીને ખૂબ મારી. ત્યારે પતિને લાગ્યું કે અત્યાર સુધી હું શક્તિ વગરનાની પૂજા કરતો હતો. ખરો શક્તિશાળી તો હું પોતે જ છું. ત્યારથી તે પોતાની પૂજા-આરતી કરતો, નૈવેદ્ય ચઢાવતો અને પોતે જ તે ખાઈ જતો.
ગાંધીજીએ કહ્યું કે..
એકવાર ગાંધીજી પોતાના આશ્રમમાં છોકરાઓ સાથે સાબરમતી નદીમાં નહાવા ગયા. ગાંધીજી પાણીમાં ઉભા રહી છોકરાઓને અહિંસા ઉપર સમજાવતા હતા. ત્યારે એક કાચબો ગાંધીજીના પગે કરડ્યો. થોડુ લોહી પણ નિકળ્યું.
એક છોકરાએ પૂછ્યું બાપુ, તમે અહિંસાની વાતો કરો છો પણ આ કાચબાને અહિંસાની વાત કેમ નથી સમજાવતા ! ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું કે પહેલાં મનુષ્યને તો શીખવાડું બેટા ! આ કાચબાનો નંબર તો પછી આવશે..!
કથાની ક્યારી લાગે પ્યારી
Page #22
--------------------------------------------------------------------------
________________
C (181 ખેત૨માં તારા ભેંસ)
બે ખેડુતો હતા. બંને મિત્રો ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આ વર્ષે કંઈક પાક સારો થયો એટલે થોડા પૈસા બચાવી શક્યા. | એક વખત બંને બેઠા હતા. એકે કહ્યું : આપણે આ વર્ષે પૈસા બચાવીને કંઈક ભવિષ્ય માટે કરીએ. બીજાએ કહ્યું : વાત સારી છે પણ શું કરવું એ કહે ! એકે કહ્યું હું પાંચસો રૂપિયા બચાવી એક સુંદર ભેંસ લાવવા વિચારું છું. બીજો કહે - હું થોડા પૈસા વધારી ખેતરમાં શેરડી વાવીશ.
તું ભેંસ લાવીશ તો બાંધીશ કયાં? એ તો પશુ છે. ગમે ત્યાં ચારો ચરી આવશે એટલે આપણે ક્યાંક બાંધી દેશું. જો ભાઈ! આપણા બન્નેના ખેતરો નજીક છે. તારી ભેંસ મારા ખેતરમાં ઘૂસી જાય ને મારો પાક બગાડી નાખે તે મને ના પોસાય, એ તો પશુ છે એને શી રીતે સમજાવી શકાય! - જો તારા ખેતરમાં ભેંસ ઘૂસી જાય તો તારે કાઢી મૂકવાની. એમાં મારી ના થોડી છે ! તારી ભેંસ મારા ખેતરમાં ઘૂસે
૧૩
૬થાની ક્યારી
| લાગે પ્યારી
Page #23
--------------------------------------------------------------------------
________________
१४
ને હું તેને કાઢ્યા કરું ? શું હું તારી ભેંસનો નોકર છું ? જો તારી ભેંસ મારા ખેતરમાં આવો તો હું તેનો પગ તોડી નાંખીશ. પણ આટલો બધો ગુસ્સો કેમ કરે છે ?
તારા શેરડીના ખેતરમાં તને સફળતા નહીં મળે. શું કહ્યું... જો આ મારું ખેતર. એમ કરીને જમીન ઉપર એણે લીટી દોરીને બતાવ્યું. એમાં આ રોરડી. હવે તારી ભેંસ જો આવશે તો તેની ખબર લઈ નાંખીશ! તરત જ તેના મિત્રે એક નાનો પત્થર એ લીટીમાં નાખીને કહ્યું : લે, મારી ભેંસ તારા ખેતરમાં ઘૂસી ! અને પેલા રોડીના ખેતરના માલિકે ભેંસવાળા ને મોઢાં ઉપર એક મુક્કો મારી દીધો.
પેલો પણ પહેલવાન હતો. બંને વચ્ચે લડાઈ થઈ ગઈ. ગામ ભેગું થયું બંનેને શાંત કરીને પૂછ્યું - કેમ લડો છો ? પેલો કહે મારા શેરડીના ખેતરમાં એની ભેંસ ઘૂસી ગઈ. ગામ લોકોએ કહ્યું પણ તારા શેરડીના ખતરો ક્યાં છે અને એની ભેંસ ક્યાં છે ?
ત્યારે પેલાએ લીટી દોરેલા ખેતર તરફ સૌનું ધ્યાન ખેચ્યું અને પડેલો પત્થર બતાવીને કહ્યું : આ રહો તેની ભેંસ. ત્યારે
કથા ક્યારી લાગે પ્યારી
Page #24
--------------------------------------------------------------------------
________________
બંનેએ કહ્યું : અમે ભવિષ્યનો વિચાર કરતાં હતા. ગામ લોકોએ સમાધાન કર્યું કેભવિષ્યની વાત ભવિષ્યમાં. અત્યારે બંને મિત્રો શા માટે લડો છો? બંનેની મૂર્ખતા ઉપર આખું ગામ હસવા લાગ્યું.
( શબ્દોની ક૨ામત
એકવાર એક ભાઈ જયોતિષી પાસે , જયોતિષ બતાવવા આવ્યા. એ ભાઈના હાથની રેખાઓ જોઈ જયોતિષીએ કહ્યું : તમારા પર ગ્રહની માઠી અસર છે. ભવિષ્ય ખરાબ છે. તમારા કુટુંબના બધા માણસો તમારી હયાતીમાં જ મૃત્યુ પામશે.
આ સાંભળી પેલા ભાઈને બહુ દુઃખ થયું. પેલા જ્યોતિષી પર ગુસો પણ આવ્યો. બીજી વખત તે ભાઈ બીજા જયોતિષી પાસે જયોતિષ બતાવવા ગયા.
જયોતિષીએ તેનો હાથ જોઈને કહ્યું: તમારું ભાગ્ય સારું છે. તમારા કુટુંબની વ્યક્તિઓ કરતાં તમારું આયુષ્ય સૌથી વધારે છે. બન્ને જ્યોતિષીનું કહેવું એક જ હતું. પણ શબ્દો જુદા હતા. પેલા ભાઈ બીજા જયોતિષીની વાત સાંભળી ખૂશ થઈ ગયા.
કથાની કયારી | લાપો પ્યારી
Page #25
--------------------------------------------------------------------------
________________
(જીસકી લાડી ઉસકી ભેંસ)
એક બ્રાહ્મણને એક શેઠે એક ભેંસ આપી. ભેંસ લઈને બ્રાહ્મણ પોતાના ઘર તરફ ચાલ્યો. રસ્તામાં જંગલ આવ્યું. જંગલમાં બ્રાહ્મણને લુંટારો મળ્યો. એના હાથમાં મોટી અને જાડી લાકડી હતી. તેણે બ્રાહ્મણને ધમકી આપતા કહ્યું : તારી ભેંસ અહીં છોડીને તું જલદી ભાગી જા ,નહીં તો તારા હાડકા તોડી નાખીશ !
બ્રાહ્મણ નિશસ્ત્ર હોવાથી સામનો કરી શકે તેમ ન હતો. તેણે કહ્યું કે હું ભેંસ તો આપી દઉં પણ હું બ્રાહ્મણ છું. મને તેના બદલે કાંઈક આપો. ડાકને આ વાત ગમી ગઈ. તેણે કહ્યું મારી પાસે તો આ લાકડી છે. તે લઈ લે..
| બ્રાહ્મણે લાકડી લઈ લીધી અને કહ્યું મારી ભેંસ મને પાછી આપી દે નહીં તો આ લાકડીથી તારા માથાના ટુકડા કરી નાખીશ. જેની પાસે આ લાકડી છે તેની જ આ ભેંસ છે. ડાકુ ભાગી ગયો. બ્રાહ્મણ ભેંસ લઈ ઘરે આવી ગયો.
કથાની ક્યારી
લાગે પ્યારી
Page #26
--------------------------------------------------------------------------
________________
લેબ્રા એક ળ દેશા દો
એક કાચબો અને કાગડો બન્ને મિત્રો હતા. એક દિવસ એક માણસે કાગડાને પકડી લીધો. કાચબાથી આ ન જોવાયું. તેણે કહ્યું -કાગડાને છોડી દે. એના બદલામાં તને હું કિંમતી મોતી આપીશ.
માણસે કહ્યું પહેલા મને મોતી આપ. પછી કાગડાને છોડીશ. કાચબો તળાવમાં જઈ એક મોતી લઈ બહાર આવ્યો. માણસને મોતી જોઈ લાલચ જાગી. એટલે તેણે કાચબાને કહ્યું કે આની જોડીનું બીજું મોતી લાવી આપે તો કાગડાને છોડીશ.
કાચબાએ નમ્રતાથી કહ્યું કે હું બીજું મોતી લાવી આપીશ. પણ પહેલા કાગડાને છોડી દે. માણસે કાગડાને મુકત કર્યો. કાચબાએ એક બીજું મોતી લાવીને માણસને આપ્યું. પણ આ માણસ લાલચુ હતો. તેણે કાચબાને કહ્યું કે આ મોતી તો નાનું છે. માટે બીજું લઈ આવ.
કાચબો બધું સમજી ગયો. એટલે કાચબાએ કહ્યું કે પહેલાનું એક મોતી મને આપો તો તેના માપનું બીજું મોતી લાવીને
૧૬
થાની યારી
તારો પ્યારી
.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
આપું. જેથી તમારે મોતીની જોડ થઈ જાય. માણસે મોતી આપ્યું.
કાચબો મોતી લઈને તળાવમાં બેસી ગયો. માણસે કાચબાને ઘણી બુમો પાડી પણ કાચબાએ તો પાણીમાં બેઠા બેઠા જ જવાબ આપી દીધો કે - ખુદા કરે સો હોય. લેણા એકન દેણા દોય’'.
અર્થાત્ - તું એક મોતી લેતો નથી અને હું બે મોતી આપતો નથી. માણસ નિરાશ થઈ ગયો.
મૌનનો મહિમા
દશ-પંદર માણસોની હાજરીમાં એક માણસે બીજા માણસને ક્રોધના આવેશમાં જ કહ્યું ; તારા પર એવો ગુસ્સો આવે છે કે તારું ગળું દબાવી દઉં. ખરેખર તેનો આવો ઈરાદો હતો નહીં પણ બન્યું એવું કે પેલા માણસનું કોઈ બીજાએ જ ખૂન કર્યું. પણ નામ ગળું દાબી દેવાની ધમકી આપનારનું જ આવ્યું અને દશ-પંદરની સાક્ષીને કારણે તે નિર્દોપ હોવા છતાં ફસાઈ ગયો અને આકરી સજા પામ્યો. જુઓ આવેશમાં આવીને ન ખોલવાના શબ્દોએ કેવું ભયંકર પરીણામ લાવી દીધું. મૌન રહ્યો હોત તો બચી જાત,
કથાની ક્યા
લાગે પ્યારી
Page #28
--------------------------------------------------------------------------
________________
(ઈમાગૅદારીનો ચમકા૨
તોલ માપકી સત્યતા, નહીં Sાકુછ ઔર / રિદ્ધિ સિદ્ધિ જગમેં નહીં, દેખો કરકે ઔર //
સંવત્ ૧૭૪ ૦ ની આ વાત છે. ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડ્યો. અન્ન - પાણી વગર માણસો - પશુઓ મરી રહ્યાં હતાં. ત્યાંના રાજાને કોઈએ કહ્યું કે આપના નગરમાં એક વ્યાપારી છે. તે જો ઈ છે તો વરસાદ કરી શકે. રાજાએ સ્વયં તેની પાસે જઈ વરસાદ માટે વિનંતી કરી. - વ્યાપારીએ કહ્યું - હે મહારાજા ! હું તો કોઈ શક્તિ ધરાવતો નથી. હું શું કરી શકું ? પણ રાજાનો આગ્રહ થયો ત્યારે તે ત્રાજવું ઉપાડી બોલ્યો કે હે લોકપાલ અને બધા દેવોની સાક્ષીએ આ ત્રાજવાથી કયારેય પણ મેં ઓછું વધારે તોલ્યું ન હોય અને સત્ય ઈમાનદારીથી જો મેં વ્યાપાર કર્યો હોય તો હે દેવો ! જલદી વરસાઠ કરો.
થોડી જ ક્ષણોમાં ગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો ત્યારે સૌની સમજમાં આવ્યું કે ઈમાનદારીથી વધીને મોટી સિદ્ધિ બીજી શું હોઈ શકે !!!
૧e
૬થાની કયારી
લાગે પ્યારી
Page #29
--------------------------------------------------------------------------
________________
રમ
દગા કિસીકા સગા નહીં
એક બ્રાહ્મણ રાજાને રોજ કથા સંભળાવે. રાજા કથા સાંભળીને બ્રાહ્મણને એક સોના મહોર આપે. આ જોઈને રાજાના હજામને ઈર્ષ્યા થતી.
એક દીવસ તેણે બ્રાહ્મણને કહ્યું પંડીતજી ! રાજા કહે છે કે તમારા મોઢામાંથી વાસ આવે છે.એટલે તમે નાક અને મોઢા ઉપર પટ્ટી બાંધીને કથા સંભળાવવા આવો. બ્રાહ્મણ ભોળો હતો. તેણે હજામની વાત સાચી માની લીધી. બીજી બાજુ રાજાના કાન ભંભેર્યાં.
પૃથ્વીનાથ ! આ અજ્ઞાન બ્રાહ્મણ તો ઘણો કપટી છે. એ કહે છે કે રાજાના મોઢામાંથી વાસ આવે છે એટલે મોઢા ઉપર પટ્ટી બાંધીને જઈશ. હજામની વાત સાભળી રાજાને ગુસ્સો આવ્યો. એણે બ્રાહ્મણને ઠંડ દેવાનો સંકલ્પ કર્યો.
બીજે દિવસે બ્રાહ્મણ જયારે નાક અને મોઢા પર પટ્ટી બાંધીને આવ્યો. એ જોઈ રાજાને હજામની વાત પર વિશ્વાસ બેસી ગયો, એ દિવસે રાજાએ બ્રાહ્મણને
થાની ક્યારી લાગે પ્યારી
Page #30
--------------------------------------------------------------------------
________________
બે સોના મોહરો આપી અને એક પત્ર પણ આપ્યો. અને કહ્યું કે આ પત્ર હમણાં જ કોટવાલને આપજે. | બ્રાહ્મણે નમસ્કાર કરીને પત્ર લીધો. જેવો તે બહાર નિકળ્યો તેને હજામ સામો મળ્યો. બ્રાહ્મણે સ્વાભાવિક હજામને કહ્યું કે મહારાજાએ આજે મને બે સોનામહોરો આપી છે. આ સાંભળી હજામ બળવા લાગ્યો એ ધુર્ત હતો. તેણે કહ્યું કે ગઈ કાલે મેં તને ઉપાય બતાવ્યો એટલે રાજાએ તને બે મહોરો આપી એટલે એક સિક્કો મને આપ.
એ દિવસે બ્રાહ્મણને જરૂરી કામ માટે બીજે જવાનું હતું એટલે એક સિકકો આપતા હજામને કહ્યું : આ રાજાનો પત્ર છે કોટવાલને આપી દેજો. હજામે પત્ર કોટવાલને આપ્યો. પત્રમાં રાજાની આજ્ઞા હતી કે પત્ર લાવનારનું તરત જ નાક કાપી લેજો. કોટવાલે હજામનુ નાક કાપી નાખ્યું. બીજે દિવસે બ્રાહ્મણ કથા સંભળાવવા આવ્યો. તેનુ નાક કપાયેલુ નહોતું. તે જોઈ રાજા નવાઈ પામ્યો. રાજાએ બ્રાહ્મણ પાસે સત્ય જાયું ત્યારે રાજાના મોઢામાંથી નિકળી ગયુ કે ‘‘દગા કીસી કા સગા નહીં'.
૬થાન કયુારી
તારો પ્યારી
Page #31
--------------------------------------------------------------------------
________________
રર
ગાંધોજીનો લંગોટો
બિહારમાં ભીત હરવા ચંપારણ નામનું એક ગામ છે. ઈસવી સન ૧૯૧૬માં ગાંધીજી ત્યાં ગયા હતા. કસ્તુરબા તેમની સાથે હતા. તેમણે ત્યાં જોયું કે અહીંની સ્ત્રીઓના કપડા ખૂબજ ગંદા છે. એટલે ગાંધીજીએ કસ્તુરબાને કહ્યું કે આ બહેનોને સમજાવો કે ગંદા કપડા પહેરવાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે, અને કપડા ધોવામાં ખાસ ખર્ચ પણ નથી.’’
કસ્તુરબા તે બહેનોને સમજાવવા લાગ્યા. ત્યારે એક બહેને કહ્યું : અમારી ઝુંપડી તો એકવાર જોઈ લો ! કસ્તુરબા તેમની સાથે અંદર ગયા. ત્યારે એક બહેને કહ્યું કે આ અમારી ઝુંપડી છે. તેમાં બીજા કોઈ કપડાં અમારી પાસે નથી. જો બીજા કપડાં બદલવા માટે હોય તો અમે આ કપડા સાફ કરી શકીએ. તમે મહાત્માને કહીને સાડી અપાવી દો પછી અમે કપડાં ન ધોઈએ તો કહેજો.
કસ્તુરબા એ બધી વાત ગાંધીજીને કરી. ગાંધીજીનું દિલ રડી પડ્યું. હાય !
કથાની ક્યારી
લાગે પ્યાર
Page #32
--------------------------------------------------------------------------
________________
,
મારી ભારતની માતાઓ પાસે અનાન કર્યા પછી બદલવા માટે કપડા પણ નથી ! આવી તો ભારતમાં લાખો બહેનો હશે ! જેની પાસે એક જ વસ્ત્ર છે. તો પછી હું ત્રણ ત્રણ કપડા શી રીતે પહેરી શકું !
આ પ્રસંગ પછી ગાંધીજીએ માત્ર લંગોટ પહેરવાનું વ્રત લીધું. તેમણે કહ્યું : જયાં સુધી ભારતની માતાઓના શરીર પૂરા ) કપડાંથી નહીં ૮ કાય ત્યાં સુધી મારે શરીર, ઢાંકવા આ એક લંગોટ જ પર્યાપ્ત છે. ગાંધીજી એ ત્યારથી લંગોટી લગાડી અને તે જીવનના અંત સુધી પહેરી.. / __
( DJળતા મૈોં કા હૈ એક વ્યકિતએ બીજી વ્યકિતને કહ્યું : મને શુ ખબર કે તમે એટલા બધા દગાખોર હશો ! હું તો તમને ખૂબ સજજન સમજતો હતો. બીજાએ કહ્યું હું પણ તમને સજજન સમજતો હતો. પહેલાએ કહ્યું : તમારી સમજતો સાચી છે. પણ ભુલ તો મારીજ છે. તમે મને સજજન સમજો છો તે તમારી સમજ સાચી છે. પણ હું તમને સજજન સમજું છું તે જ મારી ભૂલ છે.
૬થાની યારી
લા પ્યારી
Page #33
--------------------------------------------------------------------------
________________
ધર્મનું મૂળ ત્યાગ
ધર્મ ગ્રન્થ હોતા વહી, જિસમેં હોં તપ-ત્યાગ / ગ્રન્થ કહો કિસ કામકા, ભડકાતા વો આમાં //
ગોપાલકૃષ્ણ ગોખલે એક વખત પાદરી સાહેબને મળવા ગયા. પાદરી સાહેબની સામે ટેબલ ઉપર ઘણાં પુસ્તકો હતા. સંયોગવશાત્ સૌથી ઉપર બાઈબલ અને સૌથી નીચે ગીતા હતી.
પાદરી વ્યંગમાં બોલ્યા : મિ. ગોખલે! જુઓ બધાં ગ્રન્થોમાં ઉપર તો અમારું બાઈબલ છે ? ગોખલેએ ઉત્તર આપ્યો કે સૌથી નીચે ગીતા છે. ગીતા બધાં ગ્રન્થોનું મૂળ છે. જો ગીતા નીચેથી ખસેડવામાં આવે તો તમારું બાઈબલ પણ પડી જાય. પાદરી ચૂપ થઈ ગયા. એટલે તો રામકૃષ્ણ પરમહંસે ભારતીય સંસ્કૃતિ શું છે ! તેના ઉત્તરમાં કહ્યું : ગીતાને તરવાર બોલો એટલે ગીતામાં થી ત્યાગી ત્યાગીનો અવનિ નીકળશે... (બંગાળી ભાષામાં ત્યાગીને ‘‘તાગી'' કહે છે.) સુંદર વાણી એ મનનો અરીસો છે.)
૨૪
કથાની કયારી
લાગે પ્યારી
Page #34
--------------------------------------------------------------------------
________________
Mાક પકડે તો હજાર રૂપિયા)
રાતના સમયે એક વાણીયો પોતાના ઘરની બારી ખોલીને બહારની તરફ જોઈ રહ્યો હતો. ત્યાંજ એક ચોર જે રસ્તા પર ઉભો હતો. તેણે વાણીઆના કાન પકડી લીધા. વાણીયો ઘરમાં હતો. ચોર રસ્તા પર હતો. વાણીયાએ કાન છોડાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ ચોરે કાન છોડ્યા નહીં.
વાણીયાએ ચોરને કહ્યું કે તારે શું જોઈએ છે! જે જોઈએ તે કહે. હું આપીશ, પણ મારા કાન છોડ. . 1 ચોરે કહ્યું કે ૫૦૦ રૂપિયા આપો તો તમારા કાન છોડું.
- વાણીયાએ પોતાની અકકલ લગાડી. અને હોંશીયારીપૂર્વક પોતાની છોકરીને બૂમ પાડી કે બેટી ! જલ્દીથી ૫૦ ૦/-રૂપિયા લઈને બારી પાસે આવ. કારણ કે ચોરે મારા કાન પકડ્યા છે. જો કાન છોડીને નાક પકડશે તો ૧૦ ૦ ૦ /- રૂપિયા આપવા પડશે. માટે જલદી થી ૫૦ ૦ /-રૂપિયા લાવ.
' આ સાંભળીને ચોર તરત જ કાન છોડી નાક પકડવા ગયો. ચોરને એમકે
રમ
૬થાની ક્યારી
લાગે પ્યારી
.
Page #35
--------------------------------------------------------------------------
________________
નાક પકડીશ તો ૧૦૦૦ /-રૂપિયા મળશે. પણ વાણીયો તો હોંશિયાર હતો. ચોરે જેવા કાન છોડ્યા. કે તરતજ પોતાનું માથુ અંદર લઈ લીધું. અને બારી બંધ કરી દીધી. વાણીયાની બુદ્ધિ જોઈ ચોર નવાઈ પામ્યો.
( ગાંધીજીનો જવાબ )
ગાંધીજી ગાયોના ભક્ત હતા. તે ઈચ્છતા હતા કે ગાયોની સારી રીતે સંભાળ લેવાય. તે માટે તેમણે ‘‘ગૌ સેવક સંઘ'' ની સ્થાપના કરી. - એક વખત એક સજજને મજાકમાં ગાંધીજીને કહ્યું કે ગાયોની સેવા તો ઘણાં લોકો કરે છે અને સંસ્થાઓ પણ સ્થાપે છે, પણ એક પ્રાણી એવું છે જેના પર લોકો ગમે તેમ અત્યાચાર કરે છે. તેનું નામ ગધેડો છે. શું આપ તેના માટે કાંઈ ન કરી શકો ?
ગાંધીજીએ જવાબ આપ્યો : વાત તો ઠીક છે. મેં ગૌ સેવક સંઘની સ્થાપના કરી છે. હવે તમે “ “ગધ્રા સેવક સંઘ''ની સ્થાપના કરો અને તે સંસ્થાના મહામંત્રી બની જાઓ...!
ર
૬ થાની કયારી
લાપ્યારી
Page #36
--------------------------------------------------------------------------
________________
પોલ ખુલી ગઈ
રૂપસેન અને વામદેવ નામના બે મિત્રો લાખ-લાખ રૂપિયા કમાઈને ઘરે આવી રહ્યા હતાં. રસ્તામાં રૂપસેનને વામદેવે લાખ રૂપિયાની લાલચથી મારી નાખ્યો. રૂપસેન મરતાં મરતાં એક કાગળ ઉપર ચાર અક્ષર લખ્યા. વા,રૂ,ઘો.લ,એમ લખીને વામ દેવને આપતા કહ્યું કે મારા ઘરે આપી દેજે.
વામદેવ અકકલનો અધૂરો હતો. તેણે પત્ર તેના ઘરે આપ્યો. ઘરમાં કોઈને સમજ ન પડવાથી કવિ કાલિદાસ પાસે તેનો અર્થ શું છે તે પૂછવામાં આવ્યો. ત્યારે કાલિદાસે કહ્યું ઃ
बामदेवेन मित्रेण, रूपसेनं बनान्तरे । घोरनिजा वशीभूते, लक्ष लोभान् निपातितः ।।
અંતમાં વામદેવને પણ સ્વીકાર કરવો પડ્યો કે મેં લોભથી રૂપસેનને મારી નાખ્યો છે. હવે તો સૌ એમ જ બોલવા લાગ્યા કે વા.ધો.લ.મેં હી સભી,ઉખડ ઈ હૈં પોલ I સબને સમજ લીયા સ્વતઃ હૈં યહ ફૂટા ઢોલ ।।
નમ્રતા એ જ્ઞાનનો માપદંડ છે,
થાની ક્યાT
લાગે પ્યારી
રક
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
शेरना माथें सवा शेर
ચાતુર ને મુંહ પર લીખી, તસ્કર દિલ કી બાત । રહી હાથ મે ગુડગુડી હૃદય જલે દિન રાત ।।
એક ચોર ગમે ત્યાંથી ચોરી કરીને એક ઘોડી લાવ્યો. તેણે વિચાર કર્યો કે જો તેના પર ચઢીને ગમે ત્યાં ફરીશ તો પકડાઈ જઈશ. અને ઘરમાં કેટલા દિવસ રાખી મૂકીશ ! માટે બજારમાં તેને વેચી ઘઉં, વેચવા માટે તે કોઈ મેળામાં ગયો.
ત્યાં એક બુદ્ધિશાળી માણસ આવ્યો. તેણે ઘોડીની કિંમત પૂછી પણ આ ચોરને ખબર નહીં કે આ ઘોડીને કેટલા રૂપિયામાં વેચવી. તે મૂંઝાયો. પછી બોલ્યો ૧૦૦૦ રૂપિયા, બુદ્ધિશાળીએ કહ્યું ; કિંમત ખૂબ છે. એકવાર હું તેના પર બેસી જો, પસંદ પડો તો લઈશ. એમ કહી બુદ્ધિશાળીએ પોતાની પાસેનો હુકકો ચોરને આપ્યો. તે ઘોડી ઉપર બેઠો. તેણે કહ્યું : આ હુકકો સંભાળીને રાખ હું જરા ઘોડી ઉપર બેસી ચકકર લગાવીને આવું છું. એમ કહી તે ઘોડી લઈને ભાગ્યો. ચોર તેની પાછળ ભાગ્યો. ત્યારે બુદ્ધિશાળીએ કહ્યું : અરે
કથાની ક્યારી લાગે પ્યારી
Page #38
--------------------------------------------------------------------------
________________
મૂર્ખ ! શા માટે મારી પાછળ આવે છે. ઘોડી તારી નથી. તું તો મફતનો માલિક બન્યો છે. જા ભાગ અહીંથી. ચોર શું કરે! તે ઘરે આવીને તેની સ્ત્રીને કહે : ઘોડી જેવી આવી હતી તેવી ચાલી ગઈ. ફકત હૃદયને બાળવા માટે આ હુકકો મારા હાથમાં છે.
(શ્રામૃત બાપનો દીકરી)
અમેરિકાનો ઉદ્યોગપતિ રોકફેલર એક દિવસ વૉશિંગ્ટનની એક પ્રખ્યાત હોટલમાં ગયો. હોટલના મેનેજરને કહ્યું: મને સસ્તામાં સસ્તા ભાડાનો એક રૂમ આપો.
| મેનેજર રોકફેલરને જાણતો હતો. તેણે કહ્યું: સર ! તમે તો ઘણાં મોટા શ્રીમંત છો. તમારો દીકરો તો અહીં આવીને ઘણાં ઠાઠથી રહે છે... અને, તમે..
રોકફેલરે કહ્યું: સાચી વાત છે તમારી! એ દીકરાનો બાપ શ્રીમંત છે. એને ઠાઠથી રહેવું પોષાય. મારો બાપ શ્રીમંત ન હતો. આથી મને ખોટો ખર્ચ પોષાય નહિ. આ સાંભળી મેનેજર ચૂપ થઈ ગયો.
વિશ્વનો પહેલા નંબરનો શ્રીમંત પણ ધનનો દુર્વ્યય કરવાનું પસંદ કરતો ન હતો.
૨e
5થાની ક્યારી
લાગે પ્યારી
Page #39
--------------------------------------------------------------------------
________________
માળા ગણવાનો ક્રમ ,
પંજાબના રાજા રણજીતસિંહ શ્રદ્ધાળુ અને ભકત પુરુષ હતા. તેમના દરબારમાં સંતોનું સન્માન થતું હતું. એક દિવસ એક વૃદ્ધ ફકીર ત્યાં આવ્યા. ભોજન કરી નમાજ પઢી અને માળા ફેરવવા લાગ્યા.
રાજા પણ ત્યાં બેસી માળા ફેરવવા લાગ્યો. રાજાની માળાના મણકા હિન્દુ ક્રમ પ્રમાણે અંદરની તરફ જતાં હતા. અને ફકીરના મુસલમાન કુમથી બહારની તરફ મણકા જતાં હતા. આ જોઈ રાજાએ ફકીરને પૂછ્યું: આ બંને કમમાં ક્યો કેમ સાચો છે? ' ફકીરની સામે આ સમસ્યા હતી. હવે કયા કમને સાચો બતાવવો ને ક્યા કે મને ખોટો બતાવવો ! ફકીરે યુકિતથી કામ લેવું એમ નક્કી કરી બોલ્યા : હે રાજન ! તમે જે રીતે માળા ફેરવો છો એનાથી અંતર આત્મામાં સારા ગુણોનો સંચય થાય. છે, ગુણો વધે છે અને હું જે કુમથી ગણું છું તેનાથી આત્માના દુગુર્થો બહાર નીકળે છે. એટલે બંને કમ ઠીક છે. ફકીરનો ઉત્તર સાંભળી રાજા નવાઈ પામ્યો.
કથાની ક્યારી
લાગે પ્યારી
Page #40
--------------------------------------------------------------------------
________________
(એક માત્રા ઘુમકા૨)
પરિવર્તન ભી તનિક-સા, કરતા બSા અનર્થ ! અપ કા આપ બના દિયા, બદલ આયા સબ અથા
નવા લોક બનાવીને લાવનારને મહારાજા ભોજ એક લાખ સુવર્ણ મુદ્દા ભેટ આપતા. આ ઉદારતાથી રાજાની કીર્તિ ઘણી ફેલાઈ ગઈ. કવિઓ ઈનામ માટે દૂર દૂરથી ૮. આવતાં , આ એક કવિ હતા તેનું નામ શતંજય હતું. તેને થયું જયાં સુધી કાલીદાસ પંડિત છે ત્યાં સુધી મારું કાંઈ નહીં ચાલે. માટે કાલીદાસને નીચે જોવું પડે તેવું કરું એટલે તેને એક કલોક બનાવી પોતાના શિષ્ય દ્વારા રાજા પર મોકલ્યો. લોક : સપcશતં માધે, મારવો શતત્રયમ્ |
कालिदासे न गण्यन्ते, कविरेकः शतंजयः।।
અર્થ : કવિ તો એક શખંજય જ છે. કારણ કે માઘ કવિનાં કાવ્યમાં સો અપશબ્દ છે.(ખરાબ શબ્દો) ભારવીના કાવ્યોમાં ત્રણસો અને કાલીદાસના કાવ્યોમાં તો અપશબ્દોનો પાર નથી. સંયોગવશાત્ તે શિષ્યો કાલીદાસને મળ્યા. જયારે તેમણે
કથાની યાદી
તારો પ્યારી
Page #41
--------------------------------------------------------------------------
________________
શતંજયનો પત્ર વાંચ્યો ત્યારે તે બોલી ઉઠ્યા કે તમારા ગુરુએ શ્લોક તો સુદંર બનાવ્યો છે પણ એક જગ્યા ઉપર જરા ભૂલ રહી ગઈ છે. શિષ્યો તો બુદ્ધ હતાં. એટલે કાલીદાસના કહેવા પ્રમાણે ‘આપ’ શબ્દની જગ્યાએ ‘‘આપ’ કરી નાખ્યું એક માત્રા વધારી નાખી અને તે શ્લોકનો અર્થ બદલાઈ
3 ગયો.
શ્લોક : સાપરાતં માપે, મારવ ૨ શતંત્રયમ્
कालिदासे न गण्यन्ते, कविरेकः शतंजयः।।
અર્થ : “ ‘આપ’’ એટલે પાણીનાં સો નામ તો માઘ કાવ્યમાં છે, ત્રણસો ભારવીના કાવ્યમાં છે પણ કાલિદાસના કાવ્યમાં તો તેની ગણત્રી જ નથી. પણ શતંજયના કાવ્યમાં તો એક જ નામ છે.
રાજસભામાં જયારે શ્લોક વાંચીને સંભળાવવામાં આવ્યો ત્યારે સૌ હસી પડ્યા. શતંજયના શિષ્યોને ઈનામના બદલે તિરસ્કાર જ મળ્યો. (ફૂલો પાસે સુવાસ લેવા જવું પડતું) નથી, ફૂલો જ પોતાની સુવાસ ફેલાવે છે. તેમ આપણા ગુણો ફૂલોની સુગંધ જેવા હોવા જોઈએ.'
૩
૨
કથાની યાદી
લાગે પ્યારી
Page #42
--------------------------------------------------------------------------
________________
- માથાનું મુંડળ...ગધેડા ભૂંઠે તે પર્વમાં..) બન જાતે કામાંધ, જબ ડે - મતિમાન / તબ યાર્દભ બનકર ભકતે, ભૂલ ભાલ નિજ ભાન //
રાજા ભોજ અને કવિ કાલિદાસ બંને ધારા નગરીની એક વેશ્યાને ત્યાં જતા હતા. વેશ્યા ઘણી ચતુર હતી. તેણે એવી વ્યવસ્થા કરી હતી કે રાજા અને કવિ એક છે બીજાને ન મળી શકે. રાજા અને કવિ બંને આ વાત મનમાં સમજી ગયા.
રાજાએ એક દિવસ વેશ્યાને કહ્યું : આજે જયારે કાલિદાસ અહીં આવે ત્યારે તેને કહેજે કે “ “તમે જો મને સાચા દિલથી ચાહતા હો તો મુંડન કરાવીને બતાવો.'', જયારે ક વિ આવ્યા ત્યારે વેશ્યાએ તેમને પ્રેમપૂર્વક આ વાત કરી.
કવિ સમજી ગયા કે આ કામ રાજાનું જ છે. કવિએ મુંડન કરાવી દીધું. પછી કહ્યું કે જો તારી ઈચ્છા પૂર્ણ કરી. હવે જયારે રાજા અહીં આવે ત્યારે તેમને કહેજે કે “ “ગધડા બનીને બે ત્રણ વાર અવાજ કરી. રાજા ગધડા જેવા અવાજ કરે પછી જ પ્રસન્ન થજે.''
કથાની કયારી
| લાખો પ્યારી
Page #43
--------------------------------------------------------------------------
________________
જયારે રાજા આવ્યા ત્યારે તેણીએ પોતાના મનની વાત કરી. રાજા વેશ્યાનાં પ્રેમમાં પાગલ હતો. તેથી ગધેડો થઈ ભૂંકવા લાગ્યો.
બીજે દિવસે કવિ રાજસભામાં આવ્યા ત્યારે માથે મુંડન હોવાથી રાજાએ ચંગમાં
उकालिदास कविश्रेष्ठ ! कस्मिन् पर्वणि मुन्डनम्?
કવિરાજ આજે ક્યા પર્વના ઉપલક્ષમાં મુંડન કરાવ્યું છે ? આ સાંભળીને કવિએ તરત જ જવાબ આપ્યો કે ... राजानो गर्दभायन्ते, तत्र पर्वणि मुन्डनम् ।। I જે પર્વમાં રાજાઓ ગધેડાની જેમ ભૂકે છે તે જ પર્વમાં મેં મુંડન કરાવ્યું છે. આ સાંભળી બંને એક બીજા સામે જોતાં રહી ગયા. આવા હતા હાજર જવાબી કવિ કાલિદાસ ! દર્શન કરતાં મનની જો ચંચળતા). હોય તો ભવાનની દ્રષ્ટિ સાથે આપણી દ્રષ્ટિ મળતી નથી. જ્યાં સુધી દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી એ દર્શનમાં જે આનંદ આવવો જોઈએ તે નથી આવતો.
૩૪
5 થાની યારી.
લાગે પ્યારી
Page #44
--------------------------------------------------------------------------
________________
( કાલિદાસની કવિતા )
મહારાજા ભોજને એવી ઈચ્છા થઈ કે મારા મૃત્યુ પછી જે કવિતા ગવાશે, મારી જે ગુણગાથા લોકો ગાશે એ કવિતા-ગુણગાથા કાલિદાસના મુખેથી સાંભળું પણ આ કઈ રીતે સંભવ બને ! ત્યારે રાજાએ ગુસ્સે થઈને કાલિદાસને કાઢી મૂક્યો કવિ જંગલમાં ભટકવા લાગ્યો. અહીં રાજા સ્વયે વેશ બદલીને જંગલમાં આવી કવિને મળ્યા. કવિના પૂધ્યાથી રાજાએ કહ્યું કે હું ધારા નગરીથી આવું છું. અને મહારાજા ભોજનું સ્વર્ગવાસ થયું છે. આ સાંભળીને પંડિત ખૂબ દુઃખિત હૃદયે બોલી ઉઠયો : - લોક : સી ધારા નિરાધાર, નિરાંતન્વી સરસ્વતી !
પંતા: વંદિતા: સર્વે, મોગરાને વિંનતે II અર્થ : ભોજરાજાના સ્વર્ગવાસથી ધારા નગરી નિરાધાર થઈ ગઈ. સરસ્વતીને કોઈ આશ્રય રહ્યો નહીં. બધા પંડિતો હવે ખંડિત થઈ ગયા.
મહારાજા ભોજ આ સાંભળતાં જ મૃછિત થઈ ગયા. અને જ્યારે તે ભાનમાં આવ્યા ત્યારે ફરીથી પૂછયું કે તમે શું કહ્યું?
૩૫
કથાની કયારી
તાપ્યારા
Page #45
--------------------------------------------------------------------------
________________
ત્યારે મહાકવિ કાલિદાસ તરતજ સમજી ગયા. કે આ તો મહારાજા પોતે જ છે એટલે કવિએ તરત જ ગાયું.
લોક : ૩ી ધાર ધારા, સાનખ્વા સરસસ્વતી | | વંદિતા: મંફિતા: સર્વે, મો ગરાને મુવંકાતે || અર્થ : હવે તો આખો અર્થ જ બદલાઈ ગયો. ભોજ રાજા આ પૃથ્વી પર હોવાથી 3 ધારા નગરી ઉત્તમ આધારવાળી છે.
સરસ્વતીને પણ સુંદર આશ્રય મળરો, અને પંડિતોની શોભા સો ગણી વધી જશે. | કવિ કાલિદાસ ખૂબ આનંદમાં આવી ગયા. પછી મહારાજા ભોજ કવિ કાલિદાસને : લઈને ધારા નગરીમાં પાછા ફર્યા.
(બેપોલિયÍનો જવાબ)
નેપોલિયને રશિયા પર પોતાના લશ્કર સાથે આક્રમણ કર્યું. તે વખતે રશિયાના એક જનરલે નેપોલીયનને લખી જણાવ્યું : મી. નેપોલિયન ! તમે ધન-દોલત માટે લડો છો. પણ અમે રશિયનો તો ઈજજતને માટે લડીએ છીએ. નેપોલિયને જવાબમાં લખ્યું: તમારી વાત તદ્દન સાચી છે. જેની પાસે જે વસ્તુ ન હોય, તે તેને માટે જ લંડ ને !
કથાની કયારી
લાગે પ્યારી
Page #46
--------------------------------------------------------------------------
________________
ચા
ના
હોતા હૈ યદિ ચતુર તો, સભી જમાતા બાત । સુભાશિષ હૈ દે રહ્યા યહ તો પૃથ્વીનાથ ॥
એક મંદ બુદ્ધિનો બ્રાહ્મણ કાંઈક ઈનામ મેળવવા માટે કવિ કાલિદાસ પાસે આવ્યો. કવિએ બે-ત્રણ મહિના મહેનત કરી સત્તાવીશ નક્ષત્રોના નામો પાકા કરાવ્યા. બીજે દિવસે રાજસભામાં આવવા કહ્યું.
તે બ્રાહ્મણ બીજે દિવસે ભોજરાજાની સભામાં આવ્યો. ત્યારે ચાર નક્ષત્ર સિવાયના બધા નામો ભુલી ગયો. તે બોલ્યો: અશ્વિની-પુનર્વસુ-રેવતી-કૃતીકા’'આ સાંભળી રાજા વિચારમાં પડ્યો કે બ્રાહ્મણ શું બોલે છે ! રાજા કાંઈ સમજયો નહીં.
"
ત્યારે વાતાવરણને સંભાળતા કાલીદાસ બોલ્યા આ બ્રાહ્મણ તો મોટા પંડિત છે તેઓ સંક્ષેપમાં આશીર્વાદ આપતાં એમ કહે છે કે ...
શ્લોક : શ્વિની વસતુ ટેવર્માન્તરે,
मन्दिरे वसतु ते पुनर्वसु ।
रेवतीपति कनिष्ठ सेवया, कृतिकातनय विक्रमो भव ॥
થાની ક્યારી
લાગે પ્યારી
૩૭
*"
Page #47
--------------------------------------------------------------------------
________________
અર્થ : અશ્વિની (ઘોડી) પુનર્વસુ અર્થાત લક્ષમી તમારા ભવનમાં હંમેશા રહો અને રેવતીપતિ અર્થાત્ બલભદ્રનાં નાના ભાઈ કૃષ્ણની સેવાથી કૃતિકાનો પુત્ર કાર્તિક સ્વામી જેવું તમારું પરાકેમ થાઓ.
રાજા આ સાંભળી ખુશ થઈ ગયો અને ઈનામ આપી તેને રવાના કર્યો. તે બ્રાહ્મણ કાલીદાસનો ઉપકાર માનતો પોતાનાં ઘરે ગયો.
jત૨ ચાલ્યો ગયો )
એક વખત એક આચાર્ય ભગવંતને રાત્રીના સમયે કોઈ વ્યંતરદેવે જોયા. વ્યંતરદેવને આચાર્ય ભગવંત ઉપર પૂર્વભવના કોઈ વૈરના કારણે તેમને મારવાની બુદ્ધિ થઈ.
છે તે દરમ્યાનમાં આચાર્ય ભગવંત પોતાના શરીર ઉપર ઓઘો ફેરવીને પડખું ફરે છે. નિદ્રાવસ્થામાં પણ જીવદયા પ્રત્યે કેટલી જાગૃતિ ! આવા મહાપુરુષોને મારીને મારે દુર્ગતિમાં જવું નથી. ! એમ વિચારીને છે તે પસ્તાવો કરવા લાગ્યો અને આચાર્ય દેવને ખમાવીને તે વ્યંતર પોતાના સ્થાને ચાલ્યો ગયો.
૩૮
૬થાની ક્યારી
લાગે પ્યારી
Page #48
--------------------------------------------------------------------------
________________
સાસુનું સામાયિક
સ્વાર્થ ભાવના ભી કભી, કરતી સીમા પાર । બુઢિયાને સબ કહ દિયા, ગુણ અદભૂત નવકાર ||
એક ડોશી સામાચિક કરવા ઘરના દરવાજાની બાજુમાં જ બેસે. ઘરની રક્ષા પણ થાય અને સામાયિક પણ થાય. છોકરાની વર્લ્ડ રસોઈ કરતાં કરતાં કોઈ કામ પ્રસંગે ઉપરના માળે ચાલી ગઈ. ડોસીને ખબર હતી કે ઘરમાં કોઈ હતું નહીં. પોતે સામાયિક લઇને બેઠી હતી અને ઉંઘ આવી ગઈ.
અહીં એક કૂતરો રસોડામાં ઘૂસી દુધ -દહીં સાફ કરી રહ્યો હતો. ડોસી જાગી ગયા. તેણે જોયું સહન થયું નહીં પણ સામાયિકમાં શું થાય, એટલે પોતાની વહુને ખોલાવવા તેણે સંકેત યુકત ભાષા બોલી, ‘‘લંબડ પૂછો લંકા પેટો ઘરમેં ધસિયો આણંજી’’‘‘નમો અરિહંતાણં''. લાંબી પુછવાળો, નાના પેટવાળો કૂતરો ઘરમાં ઘૂસ્યો છે. નમો અરિહંતાણં’’ પણ ઉપર બેઠેલ વહુએ આ સાંભળ્યું નહીં.
ડોસી ફરી બોલી. દુધ-દહીંના ચાડા ફોડ્યા ઓર માંહી ધસીયોજી’'
કથાની ક્યારી
લાગે પ્યારી
*
૩.
Page #49
--------------------------------------------------------------------------
________________
‘નમો સિદ્ધાણં' ' ડોસીને લાગ્યું કે વહુએ સાંભળ્યું નથી લાગતું એટલે તે ફરી બોલી કે “ઉજજલ દંતા કી ગુડ ખંતા વહુ અર નીચે આવોજી”? * “નમો આયરિયાણં'' સફેદ દાંતવાળો કૂતરો ઘી ગોળ ખાઈ રહ્યો છે વહુજી હવે તો જલદી નીચે આવો. છે. આ વખતે વહુએ સાંભળ્યું તે તરત જ નીચે આવી સાસુને પૂછયું તમે શું ફરમાવો છો ! ત્યારે ડોસી બોલી મારે તો સામાયિક છે પણ આ કૂતરો રસોડામાં ઘૂસ્યો છે શું જોયા કરે છે? “ “ ઉખલ ભારે મુસલ પડિયો, લેઈણ નૈ ધમકાઓજી’’ ‘‘નમો ઉવજઝાયાણં''. | વહુ સાસુની ચાલાકી જોઈ હસી પડી. કુતરાને તો બહાર કાઢ્યો પણ....નવકારનો પાંચમો ૫દ પૂરો કરવા તે બોલી- ‘સામાયિક તો હમારે પારે હી કરતા આ કરિયા નહીં દેખીજી’ ‘નમો લોએ સવ્વસાહૂણં'' વહુએ કહ્યું સામાયિક તો અમે પિયરમાં પણ કરતા હતા પણ આ રીતે સામાયિક તો અમે કોઈ વખત નથી જોયું. આઈ બહુ નીચે તુરત(સૂન) સાસુકા સંગીત ! સામાયિક તો કી બહુત (પર) નહિ દેખી યહ રીત !!
10
5થાની કયારી.
લાગે પ્યારી
Page #50
--------------------------------------------------------------------------
________________
ઐતિહાસિક તળાવ
સોળમાં સૈકામાં મિથિલા દેશમાં બની ગયેલી આ ઘટના છે. દરભંગામાં શંકરમિશ્ર નામનો ખૂબ ગરીબ બ્રાહ્મણ હતો. પણ ખૂબ બુદ્ધિશાળી હતો. તેનું લાલનપાલન એક ધાવ માતાએ કર્યુ હતું. ધાવ માતાએ તેનુ લાલન-પાલન કર્યા પછી તે બાળકની માતા પાસે આવી બાળક સોપ્યું ત્યારે બાળકની માતાએ નિઃશ્વાસ છોડતા કહ્યું : આજે તો મારી પાસે તને ઇનામ આપવા કશું જ નથી, પણ આ બાળકની પહેલી કમાઈ હું તને આપી દઇશ.
એક વખત શંકર બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યારે ત્યાંના રાજા ત્યાંથી પસાર થતા હતા. તેમણે શંકરના પ્રભાવશાળી ચહેરા સામે જોઈ પૂછ્યું : તું કોણ છે ? શું કંઈ ભણેલો છે ? છોકરાએ જવાબ આપ્યોबालोऽहं जगतां नाथ ! न मे वाला सरस्वती । अपूर्णे पंचमे वर्षे, वर्णयामि जगत्त्रयम् ।।
હે મહારાજા ! હજુ તો મને પાંચ વર્ષ પણ પૂરા થયા નથી, પણ મારું જ્ઞાન બાળક જેવું નથી, હું ત્રણ જગતનું વર્ણન
કથા” ક્યારી
લાગે પ્યારી
H
૪.
Page #51
--------------------------------------------------------------------------
________________
મારી કવિતામાં કરી રાખું છું. રાજા ખુશ થઈ તે બાળકને રત્નોની થેલી ભરી આપી. ( આ રત્નો લઈ તેની મા ધાવમાતા પાસે ગઈ અને કહ્યું ઃ આ મારા પુત્રની પહેલી કમાઈ છે તે લઈ લે પણ ધાવમાતાએ લેવાની ના પાડી. એટલે સૌ રાજા પાસે આવ્યા. રાજાએ પણ ધાવમાતાને આગ્રહ હ કર્યો. પણ તેણે લેવાની ના પાડી. તેણે તે રત્નોમાંથી એક તળાવ બંધાવ્યું. એ તળાવ આજે પણ લોકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. “દાઈ કા તાલાબ'' (દરભંગા).
(ાળે મૂછ કેમ 60ાઉં?) કેશ ન આતે અધિક જો, લેતે સિરસે કામ / સંહ સે લેતી કામ બહુ, મૂછ ન પાઈ રામ //.
શિક્ષકે છોકરાઓને શારીરિક જ્ઞાન સમજાવતાં કહ્યું કે જે વ્યક્તિ દિમાગથી કામ વધારે કરે તેના માથામાં વાળ આવતાં નથી. આ સાંભળી એક છોકરો નવાઈ પામી બોલ્યો કે તમે સાચું કહો છો. કારણકે સ્ત્રીઓને મૂછ નથી આવતી. તેમને મોઢાથી (જીભથી) વધારે કામ લેવું પડે છે. આખો | દિવસ જીભ ચાલુ જ રહે છે...
૪૨
કથાની જ્યારી
લાગે પ્યારી
Page #52
--------------------------------------------------------------------------
________________
શેઠળ 1 ચાલાકા ) - એક શેઠે દેવીની પાસે જઈ કહ્યું : જો મારું અમુક કામ થઈ જશે તો હું તમારી આગળ અમુક કિ લો તેલ ચઢાવીશ. સંયોગવશાત્ શેઠનું કામ થઈ ગયું.
શેઠ દેવીને ચઢાવવા તેલ ખરીધું. તેલ ખરીદ્યા પછી તે તેલના ભાવ વધી ગયા. એટલે શેઠે વિચાર કર્યો કે હમણાં આ તેલ વેચી નાખું તો ખૂબ પૈસા મળશે. જયારે તેલ સસ્તું થશે ત્યારે હું ચઢાવી દઈશ.
' અહીં થોડા દિવસ પછી અચાનક ઘરમાં જે જગ્યાએ તેલ રાખ્યું હતું ત્યાં આગ લાગી. ઘરમાં તેલ બળતું જોઈ શેઠ ગભરાયા. કારણકે નફો પણ ન મળ્યો અને દેવીને તેલ ચઢાવવાનું પણ બાકી હતું.
| શેઠ કંઈક વિચાર કરી બોલ્યા: હે દેવી ! આ તેલ જે મારા ઘરમાં બળી રહ્યું છે તે તમારા નામનું છે. મેં તો તેલ તમારા નામે ચઢાવી દીધું છે. હવે તમારે રાખવું હોય તો રાખી લો હું કંઈ ન જાણું. તમે જાણો - તમારું તેલ જાણે. સૌ શેઠની ચાલાકી પર હસી પડ્યા.
૪૩
fથાની કયારી
તાપો પ્યારી
Page #53
--------------------------------------------------------------------------
________________
୪୪
તમે જેને છોડો તે ડૂબે
જિસકા કર તુમ્ પકડતે, વહ હો જાતા પાર I આપ છોડ દેતે જિસે, વહ જાતા મઝધાર ।।
જયારે સીતાને લાવવા માટે રાઘવાળ સમુદ્રની પાસે પહોચ્યાં ત્યારે સૌના મનમાં એકજ પ્રશ્ન હતો કે આ સમુદ્રને કેવી રીતે તારો ! અંતમાં પૂલ બાંધવાનો વિચાર કર્યાં.
રામે સમુદ્રમાં એક પત્થર ફેંક્યો. પત્થર ડૂબી ગયો પત્થરને ડૂબતો જોઈ રામે વિસ્મયથી પૂછ્યું હનુમાન ! લોકો કહે છે કે રામ જેનો હાથ પકડે છે તે તરી જાય છે તો પછી આ પત્થર કે મ ડૂબ્યો ? હનુમાને નમ્રતાથી કહ્યું : પ્રભુ ! (રામ) તમે જેનો હાથ પકડો છો તે તરી જાય છે એમાં શંકા નથી. પણ આપ જેને છોડી દો છો તે તો ડૂબી જ જાય ને ! પત્થરની જેમ. આમા શંકા જેવી કોઈ વાત જ નથી.
સ્વ ઉપકાર કરનારમાં પરોપકાર હોય પણ ખરો, અને ન પણ હોય. પણ પરોપકાર કરનાર આત્મા સ્વ ઉપકાર તો કરે જ છે.
થાની ક્યારી લાગે પ્યારી
Page #54
--------------------------------------------------------------------------
________________
૨ણના પ્રસ11 )
એક કંજૂસને તેના કેટલાક મિત્રોએ પાર્ટી આપવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. પણ કંજૂસ તેમની વાત પર ધ્યાન નહોતો આપતો. પણ એક દીવસે બંધાઈ ગયો અને હા પાડી. બધા મિત્રો પાર્ટીમાં આવી ગયા. થાળીમાં તો અનેક પ્રકારની મીઠાઈઓ પીરસાઈ ગઈ.
કંજૂસ બધા ઉપર પંખા નાખી રહ્યો હતો. મિત્રો તો ભોજનના વખાણ કરી રહ્યા. છે. પણ કંજૂસ તો એક જ જવાબ આપતો કે આ તો તમારા ચરણોની પ્રસાદી છે. મારા તો હવા પાણી છે.
બધા મિત્રો જમવા આવ્યા ત્યારે હું (નનના ભાઈ બધા મિત્રોના બૂટ-ચંપલ વગેરે લઈને મિઠાઈવાળાની દુકાને ગિરવે મૂકી આવ્યો અને તેના બદલે મિઠાઈઓ લઈ આવ્યો હતો. સૌ જમીને બહાર આવ્યા. પોતાના બૂટ-ચંપલ શોધવા લાગ્યા પણ માયા નહીં એટલે કંજૂસને પૂછયું, ત્યારે તે બોલ્યો કે: મેં તો તમને જમતી વખતે કહ્યું હતું કે મારા તો હવા પાણી જ છે.
૬ શ્રાની કયારીના
૪૫
Page #55
--------------------------------------------------------------------------
________________
YE
બાકી તો બધો તમારા ચરણોનો જ પ્રસાદ છે એટલે કે તમારા બૂટ-ચંપલ બાજુની મિઠાઈવાળાની દુકાને ગિરવી મુકીને આ બધી મિઠાઇઓ તમને ખવડાવી છે. હવે તમારા બૂટ-ચંપલ જોઇતા હોય તો મિઠાઈ વાળાને પૈસા આપી છોડાવી લો.... સો નવાઈ પામ્યાં.
OCHISI GIECII
અધ્યાપકને આજ તો, દિયા ઝૂઠ હી કૂટ । વકત ભલાઈ કા ભલા નવા જાત ને ઉઠાા
એક છોકરો રડતાં રડતો ઘર આવ્યો. પોતાના પિતાને ફરીયાદ કરતા બોલ્યોઃ તમે કહેતા હતા કે ભલાઈ કરો. મેં આજે માસ્તરની ભલાઈ કરી તો મને માર પડ્યો.
પિતાએ પૂછ્યું : તે શું ભલાઈ કરી? છોકરાએ કહ્યું કે માસ્તરની ખુરશી પર કોઇએ શાહી ધોળી નાખી, જયારે માસ્તર બેસવા જતા હતા ત્યારે મેં તેમની ખુશી લઈ લીધેલી. જેથી માસ્તરના કપડા ન બગડે. ખુરશી લઈ લીધી એટલે માસ્તર પડી ગયા અને મને માર પડ્યો. હવે તમે જ કહો, ભલાઈનો આ જમાનો છે !!
કથાની ક્યારી લાગે પ્યારી
Page #56
--------------------------------------------------------------------------
________________
| અવિનત વિદ્યાર્થી )
યદિ વિદ્યા અવિનીત કે, લગ જાતી હૈ હાથ / દેતા દુ: ખ ગુરુરાજકો સાફ સાફ હૈ બાત //
લુક માન નામનો એક ખૂબ જ અનુભવી હકીમ હતો. તેણે પોતાના અનુભવના આધારે એક પુસ્તક લખ્યું. જેમાં અનેક પ્રકારના રસ-રસાયણોની ચર્ચા કરતા એક જગ્યાએ સોનું બનાવવાની વિધિ પણ લખી
- આ પુસ્તક એક સામાન્ય જ્ઞાનવાળા વિદ્યાર્થીના હાથમાં આવ્યું. તેણે સોનું બનાવવાનું શરુ કર્યું. પણ સોનું બન્યું નહીં. કારણ કે વિધિનું તેને પૂરું જ્ઞાન હતું નહીં. તે વિદ્યાર્થી ગુરવામાં આવી લુકમાન હઠીમની મૃર્તિ બનાવી ચંપલથી તેને મારવા લાગ્યો.
| લુકમાન હટ્ટીમ ત્યાંથી પસાર થયાં. જયારે તેમણે પોતાની મૂર્તિને ચંપલથી મારતા જોયો ત્યારે તેમણે બધી વાતનો ભેદ જાણી લીધો. અને એજ પુસ્તકના આધારે સોનું બનાવી તે વિદ્યાર્થીને બતાવ્યું. વિદ્યાર્થીએ પગે પડી માફી માંગી.
હકીએ એ પુસ્તકને બાજુની નદીમાં
fથાની કયારી
| લાગે પ્યારી
Page #57
--------------------------------------------------------------------------
________________
પધરાવી દીધી. અને બોલ્યા કે ફરી તારા - જેવા કોઈ મૂર્ખનાં હાથમાં આવે અને ન જાણે મારા પર શું ત્રાસ ગુજારે....તે તો મારી મૂર્તિને જૂના માર્યા. બીજો કોઈ હોય તો તે મને જ જુતાથી મારી નાંખે ! હકીમે કે હાં કે વિદ્યા ભૂલી જવી સારી, પણ અવિનીતને આપી દેવી તે સારી નથી.
OJiઈ જયંતિ
કે એકવાર રહેવાગ્રામમાં ગાંધી જયંતિ ઉજવાતી હતી. કરતૂરબા અને ગાંધીજી પણ ત્યાં હાજર હતા. કેટલાક આશ્રમવાસીઓ ભેટો આપવા માટે લાવ્યા હતા, | બહના કસ્તુરબા માટે સાડી લાવ્યા હતા. સાડી ગાંધીજીની બાજુમાં પડી હતી. તે જોઈ ગાંધીજીએ કહ્યું કે શું તમે મને સાડી પહેરાવવા માગો છો ? | બહનાએ કહ્યું : ના આ તો કસ્તૂરબા માટે લાવ્યા છીએ.
ગાંધીજીએ કહ્યું : જન્મ જયંતિ નારી અન ભેટ કસ્તૂરબાને ! આ વળી ક્યાંનો ન્યાય ?
૪૮
કથાની યારી
લાગે પ્યારી
Page #58
--------------------------------------------------------------------------
________________
છોકરાનો શું ઈચ્છા છે ?
પતિ-પત્ની વાતો કરતા હતા. પત્ની બોલી આ વખતે પરમાત્માએ આપણી વિનંતી સ્વીકારી છે. એમ લાગે છે કે આપણને પુત્ર થશે. પતિ કહે : આ તો ખૂશીની વાત છે. આપણું ભાગ્ય ફેવરમાં છે પણ જયારે એ છોકરો મોટો થશે ત્યારે તેને વકીલાતનો અભ્યાસ કરાવીશું એટલે વૃદ્ધાવસ્થામાં આરામ મળશે.
પત્ની બોલી ના વકીલ નથી બનાવવો હું તો તેને ડૉક્ટર બનાવીશ. કારણ કે મારૂં શરીર અસ્વસ્થ રહે છે એટલે હું તો તેને ડૉક્ટર બનાવીશ. પતિ-પત્ની વચ્ચે
આ વાતનો ઝગડો થયો અને બંને મારા મારી પર આવી ગયા. લોકો ભેગા થયા. લડાઈ બંધ કરાવી પછી કહ્યું : તમે બંને નકામાં લડો છો.
છોકરાને ડૉક્ટર વકીલ બનાવવો હોય તો પહેલા છોકરાનો શું વિચાર છે તે જાણી લો. પછી બીજી વાત. જો છોકરો કહે ડૉક્ટર બનવું છે તો ડૉકટર બનાવજો અને વકીલ બનવાનું કહે તો વકીલ બનાવજો.
કથાની ક્યારી લાગે પ્યારી
*E
Page #59
--------------------------------------------------------------------------
________________
બોલાવો તમારા છોકરાને અમે પૂછી લઈએ! ત્યારે બંને એ કહ્યું કે એ તો હજી સુધી પેટમાં પણ આવ્યો નથી ! લોકો ધન્યવાદ . આપતા રવાના થયાં કે તમારી દિર્ઘદ્રષ્ટિ ને ધન્યવાદ છે !
(વા૨ધવળળા લોકપ્રિયતા)
ધોળકાના રાજા વીરધવળ એવા પ્રજા પાલક હતા કે જ્યારે એ મૃત્યુ પામ્યા ત્યાર એમના અગ્નિસંસ્કાર વખતે રમશાનમાં લોંખડના તારની વાડ બાંધવી પડી હતી.
જે રાત્રે રાજા ગુજરી ગયા હતાં. તે જ રાત્રે રાજ્યના સચરો દ્વારા જાણ થઈ ગઈ કે આવતી કાલે રાજાની ચિતામાં ૧૧૦ યુવાનો ઝંપલાવવાના છે. રાજા મૃત્યુ પામતાં, એમનાં જીવનનો રસ ઉડી ગયો હતો.
અમારા પ્રજાપાલક મૃત્યુ પામ્યા, અમારે જીવીને શું કામ છે ? આ યુવાનો પાપાત કરી ન બેસે તે માટે રાજાની ચિતાની આસપાસ લોખંડી ચોકી પહેરો ગોઠવી દેવો પડ્યો.
' આર્યદાના આદર્શ રાજાઓ આવા લોકપ્રિય હતા.
૬ થોની યારી
લાગે પ્યારી
Page #60
--------------------------------------------------------------------------
________________
(૨ની જોશi.. .એક ડો
...
આશરે ૮૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. ગુજરાતના પાટણ શહેરમાં સિદ્ધરાજ જયસિંહ નામનો રાજા રાજય કરતો હતો. તેને કોઈ સંતાન ન હતું.
તેણે એકવાર સભા ભરીને પીઓને પૂછયું : મારા પછી કોણ ગાદીએ આવશે? જોપીઓએ ભવિષ્ય ભાખ્યું. મહારાજા ! તમારા પછી કુમારપાળ રાજા બનશે.
સિદ્ધરાજાને કુમારપાળ ગાદીએ આવે તે ગમતું ન હતું. આથી તેને મારી નાખવા માટે તેમણે પ્રયત્ન કર્યો. સિદ્ધરાજના સૈનિકો કુમાર પાળને મારવા ચારે બાજુ ફરવા લાગ્યા.
| એક દિવસ કુમારપાળ પાટણમાં આવેલા, તે સૈનિકોને ખબર પડતાં, તેમને પકડવા માટે તેની પાછળ દોડ્યા. કુમારપાળ એક મોટા મોહલ્લામાં પેસી ગયા. ત્યાં સાત સાત માળાની હવેલીમાં શેકીઆ રહેતા હતા. * તેમાં એક ડોશીના ઘરમાં કુમારપાળ સંતાઈ ગયો. સૈનિકોએ સિદ્ધરાજને ખબર આપ્યા. સિદ્ધરાજે મોટા મોટા લગભગ
૫૧
૬થાની કયારી*
લાગે પ્યારી
Page #61
--------------------------------------------------------------------------
________________
૫ર
સો જોપીઓને બોલાવ્યા અને કુમારપાળ કોના ઘરમાં સંતાયો છે તે શોધી કાઢવા કહ્યું.. ડોશીને આ વાતની ખબર પડી એટલે તેણીએ કુમારપાળને ઘરના ખુણામાં એક ઘંટી હતી તેના ઉપર બેસવા કહ્યું : કુમાર પાળ ઘંટી ઉપર બેઠા. ઘંટીના થાળાને આજુ બાજુથી બંધ કરી તેમાં પાણી ભર્યું,
જોપીઓએ પોતાના જોષ જોતાં કુમારપાળ કોઈ એક દરિયા વચ્ચે બેટ ઉપર બેઠેલા જણાયા. અને આ પ્રમાણે રાજાને વાત કરી.
સિદ્ધરાજને થયું કે કુમારપાળ અહીંથી ભાગીને કોઈ બીજી જગ્યાએ ગયા હશે ! આથી સીનકોને પાછા બોલાવી લીધા. આવી રીતે ડોશીએ બુદ્ધિપૂર્વક કુમારપાળનો જીવ બચાવ્યો. ત્યારથી કહેવત પડી કે“સો જોષી અને એક ડોસી’' ત્યાંથી કુમારપાળ બીજી જગ્યાએ ભાગી
ગયા.
મન ઉપર માનવીનો કાબુ એટલે વિકાસ માનવી ઉપર મનનો કાબુ એટલે વિનાશ,
થાની ક્યારી લાગે પ્યારી
Page #62
--------------------------------------------------------------------------
________________
(હું દટાઈ જવા તૈયાર છું)
" ઈટાલીના મહાકવિ રોજીલીનને વર્ષમાં માત્ર થોડા જ દિવસ પેટ પૂરતું ભોજન મળતું. પણ કવિતા માટે તમણ ટ્વે છાએ ગરીબી સ્વીકારી હતી. તેથી સદા મસ્ત રહેતા એક વખત તેઓ ક્રાંસ ગયા હતા.
તે પ્રસંગે તેમના ફેંચ પ્રાંસકોએ ૮) તેમની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનું નક્કી
છે, કવિએ આ વાત સાંભળી, સમિતિના સભ્યોને પૂછયું : મારી પ્રતિમા પાછળ કેટલા કુંક ખર્ચશો ? લગભગ નેવું લાખ ફેંક...
રાજલીન ખૂબ ગંભીર થઈ બોલ્યા: અરે મિત્રો ! તમે મને માત્ર ૪૫ લાખ ફેંક આપા નો પ્રતિમાને ધાને હું ખુદ ખોદાઈ જવા તૈયાર છું.
પ્રશંસકોએ કવિની ગંભીર માંગણીને પણ હસી કાઢી, ત્યારે કવિ હસતાં હસતાં બોલી ઉઠયા કે મારે ખુદને પેટપૂજાના સાંસા છે ને મારા પ્રેમીઓ મારી પ્રતિમાની પૂજા માટે પારાવાર ધન ખર્ચી રહ્યા છે...(વિવેકની ખામી)
૫૩
5થાની કયારી
લાગે પ્યારી
Page #63
--------------------------------------------------------------------------
________________
મદ તો અાજું Íામ
એક હતો દરજી અને એક હતી દરજણ. દરજી જરા અવળચંડો, અને દરજણનો મિજાજ કડક, કોઈક વાર દરજણનો મિજાજ છટકે તો ગજ લઈને ઢીબી નાખે દરજીને. દરજીમાં દમ નહીં તે માર ખાઈ લે બીજું શું કરે ?
લોકોને માટે તો આ તમાશો થયો. વર બૈરીને મારે એ તો બને પણ આ તો બૈરી વરને મારે. વહુ લડે ત્યારે બારણા બંધ થાય, પણ દરજણ ઘાંટા પાડે તે તો - લોકો સાંભળે ને ! અને દરજી બાપ રે કર તો ય સંભળાય. લોકોને તો મજા પડી ગઈ.
પાડોશીમાં રોજ ચર્ચા થતી એટલે દરજી દરજણે ઘર બદલાવ્યું. શું ખાત્રી કે અહીં પણ દરજીની આબરૂ નહીં જાય ! એટલે દરજીએ એક યુકિત રોધી કાઢી. એણે દરજણને કહ્યું કે તારે મને મારવા હોય તો મારજે પણ મને મારતી વખતે તારે કાંઈ પણ બોલવાનું નહીં.
દરજણે કહ્યું : હું કશું બોલીશ નહીં
પક
કથાની યાદી
| લાગે પ્યારી
Page #64
--------------------------------------------------------------------------
________________
મૌન રાખીને જ તમને ઢીબી નાખીશ. એક દિવસ પાછો દરજણનો મિજાજ ગયો. તે ધોકો લઈને ટીબવા લાગી. જરા પણ બોલ્યા વગર ટીબવાનું ચાલુ રાખ્યું. દરજણને આ ફાવી ગયું. કારણ કે હવે ઢીબવાનું કામ ધ્યાનથી થતું હતું.
દરજણ બરાબર ફટકારતી ગઈ અને દરજી હોંશિયાર તે માર ખાતા-ખાતાં મોટેથી દર બોલવા લાગ્યો. એ લેતી જા...રાંડ લેતી જા. મરદ જેવા મરદનું કહ્યું માનતી નથી ! તને તો મારી મારીને પાસરી કરી નાંખ્યું... માર તો પોતે ખાતો જાય પણ ઓ બાપ રે બોલવાને બદલે લે લેતી જા રાંડ... લેતી
આ માર મારે દરજણ - દરજીને, પણ માર ખાતાં ખાતાં ય બહાદુરીભર્યા ઘાંટા દરજી પાડે. એવા અવાજો કરે કે પાડોશી એમ જ સમજે કે વાહ દર૬ ! બહાદુર લાગે છે. પોતાની સ્ત્રીને ધડાધડ ફટકારે છે. બૈરીને આમ જ કાબૂમાં રખાય... પડોશીઓમાં તો દરજીનાં વખાણ થવા લાગ્યા. સૌ કહેવા લાગ્યા કે મરદ તો આનું નામ....!...
૫૫
6 યાની યારી
તારો પ્યારી
Page #65
--------------------------------------------------------------------------
________________
જીવ પાટીમાં ખોટા અક્ષરો)
જયપુરના મહારાજાએ લાડકોડમાં ઉછેરેલી મા વિનાની પોતાની દિકરીને વળાવી. દિકરી પતિને ઘરે ગઈ. પતિએ કહ્યું : તમારે કશું જ કરવાનું નથી. આપણે ત્યાં ઘણાં નોકરો છે. ફકત એક જ કામ કરવાનું. હું - હોકાનો બંધાણી છું. મને જયારે હોકો પીવાની ઈચ્છા થાય. ત્યારે એ તૈયાર કરી આપવાનો.
| રાજકન્યાનું મગજ ફરી ગયું... સમ્રાની પુત્રીને હોકો ભરવાનું કહેવાય ! એના પતિએ જવાબમાં કહ્યું : તમે સમાની પુત્રી જરૂર છો, પણ મારા તો પત્ની છો. અને આટલું કામ ન કુરો ?
રાજ કન્યા તો પિયર જતી રહી . પિતાને વાત કરી. મહારાજા સમજી ગયા કે પુત્રીની જીવન પાટી. ખોટા અક્ષરો પડી ગયા છે. મા વિનાની પુત્રીને હું કાંઈ કહીશ તો દુ: ખી થશે. દિકરીએ હઠ પકડી તમારા જમાઈને બોલાવી ભરસભામાં અપમાન કરો તો જ હું જમીશ...
પુત્રીની જીદ સામે પિતા લાચાર હતા. એણે જમાઈને કચેરીમાં બોલાવ્યા.
૫૬
૬થાની યારી.
લાગે પ્યારી
Page #66
--------------------------------------------------------------------------
________________
પુત્રી ઝરૂખામાં બેઠી હતી મહારાજાએ એક ચોકીદારને કહીં રાખેલ કે જમાઈ આવે ત્યારે એની મોજડી કોઈને ખબર ન પડે તેમ કપડામાં લપેટીને મને આપી દેજે.
એક કલાક સુધી વાતો કરી પરંતુ રાજાએ અપમાન કર્યું જ નહીં. એટલામાં ખબર પડી કે જમવાનું તૈયાર છે. મહારાજા અને જમાઇ કચેરીમાંથી ઉચા. દિકરી ગુસ્સે થઈ હતી. પિતાએ એના પતિનું અપમાન કર્યું ન હતું.
તેઓ પગથીયા ઉતર્યા. મહારાજાએ પોતાના બૂટ પહેર્યા, જમાઇ એની મોજડી શોધવા લાગ્યા. . . મારી મોજડી નથી દેખાતી, તમારી મોજડી મારી પાસે છે. બગલમાં રાખેલી મોજડી બહાર કાઢી ખભેથી પીતાંબર લઈ એને સાફ કરી જમાઈના પગમાં પહેરાવવા
લાગ્યા.
દિકરીએ આ જોયું અને થયું-મારા પિતા એટલા મોટા રાજા અને મારા પતિની મોજડી સાફ કરી પગમાં પહેરાવતાં હોય તો મને હુક્કો ભરવામાં શું વાંધો ! એ સમજી ગઈ...
લગ્ન મંડપમાં મા-બાપ જમાઈના
કથાની ક્યારી
લાગે પ્યારી
૫૭
Page #67
--------------------------------------------------------------------------
________________
પગ ધોઈ દિકરીને સમજ પાડે છે કે તારો બાપ ગમે તેટલો મોટો છે તોય આજે એના પગ ધોવે છે બેટા તું આ પગની સેવા કરજે.
ઝધડો પાણાનો
અમદાવાદમાં પાણી માટે બે સ્ત્રીઓ વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડામાં એક સ્ત્રીને એટલો બધો આઘાત લાગ્યો કે તેણે પોતાના ઘરે જઈને પોતાના ઉપર કેરોસીન છાંટીને બળી મરવાનો વિચાર કર્યો. એ વિચારને તેણે અમલમાં મૂક્યો.. આખું શરીર બળતું
એવા બળતા શરીરે જ તે સ્ત્રી દોડતી પેલી સ્ત્રીને વળગી પડી. (જેની સાથે તેણે ઝઘડો કર્યો હતો) લોકો ભેગા થઈ ગયા. તેને છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. આ ત્રી બોલી : હું મરું અને આજે પણ મારતી જાઉં. અંતે બન્નેને છોડાવી હોસ્પીટલમાં દાખલ કરી ત્યાં બન્ને રીબાઈ રીબાઈને મરણ પામી. અમદાવાદમાં બનેલી આ સત્ય ઘટના છે.
92630000003030303030303
૫૮
૬ થાની કયારી
લાગે પ્યારી
Page #68
--------------------------------------------------------------------------
________________
મારે બ્રામ થી જોઈતું)
ચેક કટકર દે દિયા, લિખ ન નીચે નામ / ભૂખ નહીં હૈ નામ કી , દેતા મૈ નિષ્કામ //
શહેરના કેટલાક આગેવાનો ફંડ ભેગું કરવા માટે એક શેઠને ત્યાં ગયા. શેઠે સૌનું સમાન કરી પછી તે લોકોને ફંડમાં જેટલી જરૂર હતી તેથી પણ વધારે રૂપિયા લખાવ્યા. ૮ બધા ખુશ થતાં ધન્યવાદ આપતાં રવાના થયા.
લોકો તેને ભલે કંજુસ કહે પણ આ તો ખૂબ જ ઉદાર છે. એટલામાં એકે કહ્યું કે : આ ચેકની નીચે શેઠની સહી નથી. તેઓ ઉતાવળમાં ભૂલી ગયા હશે ! સૌએ શેઠ પાસે પાછા આવી સહી કરવા કહ્યું.
ત્યારે શટે કહ્યું : હું જે દાન આપે છે, તે નામની ઈચ્છાથી નહીં પણ ગુસદાન કરું છું પછી નામ શા માટે લખું !
લોકોએ ખૂબ સમજાવ્યા. પણ આ તો એક જ જવાબ આપે કે હું ગુસદાનમાં માનું છું. મારે નામની જરૂર નથી. હું નામ નહીં લખી આપું......
૬થાની વ્યારા
તારો પ્યારી
Page #69
--------------------------------------------------------------------------
________________
(
ઈ સ્વ૨ પુત્ર
ઈશુ- ઈશ્વરપુત્ર ફૈ, જબ જીવિત હૈ ણપ / તબ ક્યોં પૂજે પુનિકો, જરા સોયેિ આપ //
ઈસાઈ ધર્મનો પ્રચાર માટે એક પાદરી એક ગામમાં ગયાં ત્યાંના લોકોને પોતાના ધર્મની સુંદરતા બતાવતા બોલ્યા : ઈશુ ખુબ દયાળુ છે. તેમની ઉપાસના કરવાથી સૌનું કલ્યાણ થાય છે, તે આપણા પિતા ઈશ્વર (ભગવાન) ને કહીને બધાના ગુના માફ કરાવી દેશે. છે એક વ્યકિતએ પૂછયું. ઇશુ કોણ છે ! જવાબ મgય ? પરમાત્માના સૌથી પ્યારા એકના એક પુત્ર છે. લોકોએ ફરી પુછયું : પરમાત્મા જીવીત છે કે મરી ગયા છે ! પાદરીએ જવાબ આપ્યો : એ તો અમર છે.
ત્યારે લોકોએ કહ્યું : જ્યારે બાપ જીવીત છે તો બેટાને શા માટે યાદ કરવા પડે ? અમે તો ઘરમાં પણ જોઈએ છીએ કે મોટાની પૂજા થાય છે પુત્રની પૂજા ન થઇ શકે...! પાદરી ચૂપ થઈ રવાના થઈ ગયા.
I
કથાની યારી
લાગે પ્યારી
Page #70
--------------------------------------------------------------------------
________________
ચા૨ પુતળાઓ
એક કઠીયારાને એક સંતે લીલા ઝાડ નહીં કાપવાનો નિયમ આપ્યો. ખૂબ વરસાદ પડવાથી સાત દિવસ સુધી તેને સૂકા ઝાડ કાપવા ન મળ્યા. છતાં તે પોતાના નિયમમાં દ્રઢ રહ્યો. ભૂખ્યો રહ્યો. પણ લીલા ઝાડ તેણે ન જ કાપ્યા.
તેની આ દ્રઢતા જોઈ દેવે પ્રસન્ન થઈ વરદાન આપ્યું અને કહ્યું : આ સામેનું ઝાડ કાપી તેમાંથી એક સુંદર પલંગ બનાવજે. પલંગના ચાર પાયામાં ચાર પુતળીઓ બનાવજે. જે તને સવા લાખ સોનાના સિકકા આપે તેને જ આ પલંગ વેચજે.
છેત્યાંના રાજાએ સવા લાખ મુદ્દાઓ આપી પલંગ લઈ લીધો. તેને એમ કે જરૂર આ કિંમતી પલંગમાં કાંઈક ચમત્કાર હશે જ ! ... રાજાએ તે પલંગને પોતાના શયન ખંડ માં મૂકાવી દીધો. અને રાણીને ત્યાં આવવા કહ્યું,
સંયોગવશાત્ રાતના સમયે રાણી તેની દાસીઓ સાથે વાતો કરતાં કરતાં બાજુના ખંડમાં સૂઈ ગઈ. હવે અહીં રાજાની પુત્રી,
કથાની યાર!
| લાપો પ્યારી
Page #71
--------------------------------------------------------------------------
________________
જે લગ્ન થયા પછી પહેલીવાર પિયરમાં આવી હતી તે પલંગ જોવા ગઈ. અને તેના પર ચાદર ઓઢીને સૂઈ ગઈ.
રાત્રીના સમયે રાજા પલંગ પાસે આવ્યો. પોતાના કપડા બદલી સૂવા લાગ્યો. ત્યારે એક પુતળીએ વિચાર કર્યો કે અનર્થ થશે. કારણકે રાજાને ખબર નથી કે આ તો મારી પુત્રી છે ! જો અમે પુતળીઓ આવા અવસરે મૌન રહીશું તો આ રાજાએ મોટી કિંમત આપીને પલંગ લીધો છે તેનો શો અર્થ ! એમ વિચાર કરી તે બોલી : રાજન, તમારા ખજાનામાં ચાર ચોર ઘૂસ્યા છે ત્યાં જલદી જાઓ.
રાજા નવાઈ પામ્યો. ખજાનામાં જઈને જોયું તો ખરેખર ચાર ચોર હતા. ચોકીદારોને જગાડી એક ચોરને મારી નાખ્યો. ત્રણ જણને જેલમાં પૂર્યા. પછી રાજા તરત જ સૂવા માટે આવ્યો.
" ત્યાં તો બીજી પુતળી બોલી કે મહારાજા તમે મહેલની બહાર જે પગરખા ઉતાર્યા છે. તેમાં તો એક સાપ ઘૂસી ગયો છે. જો કોઈ તેને ભૂલથી પણ ઉપાડશે તો તે સાપ તેને કરડશે અને ઉપાડનાર મરી
કથાની કયારી
લાગે પ્યારી
Page #72
--------------------------------------------------------------------------
________________
જશે. માટે અત્યારે જ સાપ ને કાઢી દૂર જઈને છોડી દો. રાજા તો દોડતો ત્યાં આવ્યો. નોકર પાસે પગરખામાંથી સાપ કઢાવી દૂરદૂર તેને છોડી દીધો. પાછો રાજા સુવા માટે આવ્યો.
ત્યાં તરતજ ત્રીજી પુતળી બોલી : મહારાજા ! તમે જ્યાં ઘોડાઓ બાંધ્યા છે એ તબેલાનું મકાન હમણાં જ તૂટી જશે. અને અનેક ઘોડાઓ તથા તમારી પ્રિય રેવતી નામની ઘોડી એ મકાન નીચે દબાઈને મરી જશે. માટે તમે જલ્દી ત્યાં જઈ ઘોડાઓને બંધન મુકત કરી યોગ્ય જગ્યાએ મુકાવી દો.
રાજા તુરત જ ત્યાંથી દોડ્યો. નોકરો દ્વારા બધા ઘોડાઓને સલામત સ્થાને મૂકાવી દીધા કે તુરત જ ઘોડા રાખવાનો તબેલો તૂટી પડ્યો. રાજા આશ્ચર્ય સાથે બોલ્યો : વાહ રે ચમત્કારી પલંગ ! સવા લાખ મુદ્રાઓ વસુલ થઈ ગઈ.
પાછો રાજા પલંગ તરફ સૂવા માટે આવ્યો કે તરત જ ચોથી પૂતળી બોલી: રાજ ! આપની પુત્રી સાસરેથી આવી હતી તે કયાં છે ? પહેલા એની તપાસ કરો.
કથાની યારી.
લાગે પ્યારી
Page #73
--------------------------------------------------------------------------
________________
રાજાએ પુત્રીની તપાસ માટે દાસીઓને મોકલી.
મા એટલામાં રાણી જાગી ગઈ. અને રાજા પાસે આવી. અંતે જ્યારે ચાદર દૂર કરી ત્યારે ખબર પડી કે પુત્રી તો પલંગ ઉપર સૂતેલી છે. રાજાના આશ્ચર્ય અને હર્ષનો પાર ન રહ્યો.
બીજા દિવસે સવારના કઠિયારાને બોલાવીને ખૂબ-ખૂબ ધન્યવાદ આપ્યા અને મોટું ઈનામ પણ આપ્યું. રાજા અકાર્યથી બચી ગયો હતો. તેથી તેને ખૂબ આનંદ હતો.
( મહાળ કોણ ? )
એક પાટા પરથી ટ્રેન આવે છે, એ જ પાટા પર સામેથી કીડી ચાલી આવે છે. હવે ટ્રેન કીડીને ચગદી નાખશે ને ! અજીવન સજીવ કીડી કરતા મહાન ને !
સ્વામી વિવેકાનંદને એક માણસે પૂછયું કે જો કીડી ચાહે તો પાટા પરથી નીચે ચાલી શકે. ટ્રેન નહીં... હવે કોણ મહાન ! સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો.
૬થાની શ્રેયારી
તા) પ્યારી
Page #74
--------------------------------------------------------------------------
________________
બાદશાહો ામાયણ
સીતા રાવણ ઘર રહી. આપ રહી કિસ સાથ। ભમ્મસાત્ કાજ કિએ સુનહુર માને બાત ।।
હિન્દુ સમાજમાં રામાયણનું ખૂબજ મહત્ત્વ જોઈને બાદશાહે વિચાર્યું કે રામાયણે રામને યુગ-યુગ સુધી અમર બનાવી દીધા છે. તો હું પણ બાદશાહી રામાયણ લખાવીને બ અમર બની જાઉં. આ આશયથી આ કામ બિરબલને સોંપવામાં આવ્યું.
બિરબલે લખવાનું બહાનું કાઢી કાગળોના બંડલો ભેગા કરાવ્યા. વચ્ચે વચ્ચે બાદશાહ બીરબલ ને પૂછતાં કે કેટલું કામ થયું ! કામ ચાલુ જ છે એમ કહીને બાદશાહને સંતોપ કરાવતો. એક દિવસે બિરબલે કહ્યું: રામાયણ તો પૂરી થઈ ગઈ છે. પણ એક પ્રશ્ન બાકી છે. તે બેગમ સાહેબને પૂછીને પૂર્ણ કરવામાં આવશે,
આમ કહીને બિરબલે બેગમને એકાંતમા જઈ પૂછ્યું કે જેમ સીતા રાવણ સાથે ગઈ અને લંકામાં રહી હતી. એવી રીતે તમે કોની સાથે ગયા હતા અને ક્યાં રહ્યા હતા ? આ વાત છૂપાવ્યા વગર બરાબર
કથાની ક્યારી હ લાગે પ્યારી
E.4
Page #75
--------------------------------------------------------------------------
________________
બતાવી દો એટલે રામાયણ પૂરી થઈ જાય.
બેગમને આ સાંભળી કોધ ચઢ્યો. તેણે બાદશાહી રામાયણના બધા જ કાગળો બાળી નાખ્યા અને બાદશાહને કહેવડાવ્યું કે આપણે રામાયણ નથી લખાવવી બીરબલ ખૂશ થઈ ગયો. તેને તો મફતનું ઈનામ મળી જ ગયું હતું !
હું મોટા પંડિત છું
એક દિવસ દયાનંદ સરસ્વતીને એક મોટા પંડિતજી મળવા માટે આવ્યા. સ્વામીજીએ એમને બેસવા માટે એક આસન આપ્યું. પંડિતજી બોલ્યા : હું એક મોટો પંડિત છું એટલે બેસવા માટે ઉંચી જગ્યા જોઈએ.
સ્વામીજીએ હસીને પાસેના ઝાડ તરફ આંગળી ચીંધતા મીઠા અવાજે કહ્યું: પંડિતજી ! બેસવાની જગ્યાથી જો મહાનતા દેખાતી હોય તો આપણા કરતાં વધુ મહાન એક કાગડો છે. જે પેલા ઝાડની છેક ઉપર બેઠો છે. સ્વામીજીની વાત સાંભળીને પંડિતજી શરમાઈ ગયા. અને પછી નીચા આસને જ ચૂપચાપ બેસી ગયા.
કથાની યાદી
લાગે પ્યારી
Page #76
--------------------------------------------------------------------------
________________
SSS INGI ) " એક ફૂલ વેચનારી માલણ રાજાને ત્યાં રોજ ફૂલ આપવા આવતી, તે રાજાની વિશ્વાસપાત્ર બની ગઈ. અંતઃપુરમાં ગમે
ત્યારે જઈ શકે. આ નગરીમાં એક દુરાચારી માણસ ફરતો ફરતો આવી ગયો. તે રાજમહેલની નીચેથી પસાર થયો. રાણી ) તેના પર મુગ્ધ થઈ ગઈ. ઉપર આવવાનો સંકેત કર્યો પણ ઉપર જવું કેવી રીતે ?
- અહીં ફૂલો વેચનારી માલણને લાલચ આપી તે માણસ સ્ત્રી વેશ પહેરી માલણ સાથે મહેલમાં જઈ રહ્યો હતો ત્યારે રાજાએ પૂછ્યું : આ સાથે કોણ છે ? ત્યારે માલણ બોલીઃ હે અન્નદાતા આ તો મારી પુત્રવધૂ છે. હું વૃદ્ધ થઈ ગઈ એટલે ચડ ઉતર થતી નથી. મને થયું કે આને પણ પાણી સાથે પરિચય કરાવી દઉં, એમ વિચારી તેને આજે સાથે લાવી છું.
| રાજાને માલણ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. માલણ પેલાને લઈને ઉપર ગઈ. જયારે નીચે આવી ત્યારે તેના પગના અવાજથી રાજાને શંકા પડી કે આ તો કોઈ પુરુષનો
ES
કથાની કયારી
લાગે પ્યારી
Page #77
--------------------------------------------------------------------------
________________
પગ લાગે છે. સ્ત્રીનો નથી લાગતો. રાજાએ ફરી પૂછ્યું: માલણે પહેલા જે ઉત્તર આપ્યો હતો તે જ આપ્યો. રાજાએ તેનો ઘૂંઘટ કાઢીનાંખ્યો. ત્યારે મૂછોવાળો માણસ નિકળ્યો. રાજાને ખૂબ ગુસ્સો આવ્યો.
રાજાએ આજ્ઞા આપી કે નગરીની વચ્ચે ત્રણ ખાડા કરો. એક ખાડામાં રે મહારાણીને અને દુરાચારીને હાથ-પગ કાપીને ગળા સુધી દાટી દો. બીજા ખાડામાં માલણને દાટી દો. ખાડાની બાજુમાં ચંપલ રાખો ત્યાંથી આવતાં જતાં લોકો આ ચંપલથી મારતા જાય. તેમના પર થૂકતા જાય. જો કોઈ તેમની પ્રશંસા કરે તો આ ત્રીજા ખાડામાં દાટી દો. જેથી અસદાચારનું પરિણામ સૌને ખ્યાલમાં આવે.
રાજાની આજ્ઞાનુસાર સેવકોએ કાર્ય કર્યું. એક દારૂડીયો અહીંથી પસાર થયો. દારૂના નશામાં તે બોલ્યો : શાબાસ છે. આ વીરોને ! જે જમીનમાં દટાઈને પડ્યા છે. મરવાનું તો સૌને એકવાર છે જ. પણ તમારા જેવું મૃત્યુ બહુ ઓછાને મળે.
આ સાંભળી તરત જ રાજસેવકોએ તેને પકડીને હાથ-પગ કાપીને ત્રીજા ખાડામાં
કથાની કયારી
| લાગે પ્યારી
Page #78
--------------------------------------------------------------------------
________________
દાટી દીધો.
આનું નામ અસદાચારની સામે લાલબત્તી.
.
| માતૃભૂમિ કી સેવા ) દે દેતે હૈ વ્યંગ મેં', પંડિત સાફ જવાબ / માતૃભૂમિ ખાને યહાં આયે નહી જનાબ / ,
એકવાર પંડિત નેહરુ રાષ્ટ્રીય આંદોલન વખતે જેલમાં ગયા. તે વખતે જેલમાં ત્રાસ આપવા માટે રોટલીઓમાં પણ માટી મિકસ કરવામાં આવતી. આ બધું જોઈને નેહરુજીએ એ જેલના સુપરિન્ટેન્ડેન્ટ ને આ વાતની ફરીયાદ કરી.
સુપરિન્ટેન્ડેન્ટ વ્યગમાં કહ્યું : અહીં માતૃભુમિની સેવા કરવા આવ્યા છો, કે માટીવાળી રોટલીની ફરીયાદ કરવા આવ્યા છો ? પંડીત નેહરુ તેમનો વ્યંગ સાંભળીને ચૂપ રહે તેમ ન હતા.
ને તેમણે તરત જ જવાબ આપ્યો. "અમે તો માતૃભૂમિની સેવા કરવા જ આવ્યા છીએ. માતૃભૂમિને ખાવા માટે નહીં ! અધિકારી ચૂપ જ થઈ ગયો...
EE
થાની યારી
લાખો પ્યારી
Page #79
--------------------------------------------------------------------------
________________
અશ૨ણ-શર્ણ
- યુનાનના બાદશાહે બીમાર પડ્યા વૈદ્યોએ એવી સલાહ આપી કે લક્ષણ યુક્ત કોઈ વ્યકિતનું પિત્તાશય મળી જાય તો બાદશાહ બચી શકે. એના સિવાય બાદશાહને બચવાનો કોઈ ઉપાય નથી.
એક ગરીબ બાળકને લક્ષણ યુક્ત જોઈને વૈદ્યોએ આ બાળક યોગ્ય છે એમ કહ્યું. બાદશાહનું દિલ વ્યથિત થયું. તેમણે કહ્યું મારી ખાતર આ બાળકની હત્યા થશે? કાજીએ કહ્યું : બાદશાહના પ્રાણ બચાવવા એક વ્યકિતના પ્રાણ લઈ લેવા એ કાંઈ ગુનો નથી એટલે આ છોકરાને મારવામાં વાંધો નથી.
આખી રાજ સભા ભરાઈ હતી. જલ્લાદો તે છોકરાને મારવા માટે તલવાર લઈને આવી ગયા અને મારવા માટે તલવાર ઉપાડી. બાળક આકાશ સામે નજર કરી જોર જોરથી હસવા લાગ્યો. એના હાસ્યથી સૌ લોકો વિસ્મય પામ્યા. તેને હસવાનું કારણ પુછ્યું ?
ત્યારે તે બોલ્યો : ધનના લોભ
gયાની કયારી
લાગે પ્યારી
Page #80
--------------------------------------------------------------------------
________________
માટે પોતાના પ્રાણ પ્યારા છોકરાને માબાપે વેચી નાખ્યો. ન્યાયમૂર્તિ કાજીએ પણ આ હત્યાને નિર્દોષ જાહેર કરી છે. પ્રજા રક્ષક બાદશાહ પોતાની નિર્દોષ પ્રજાની જાન લેવા તૈયાર થાય છે. આવી અસહાય અવસ્થામાં મારા રક્ષક કોણ ?
હું પરમ પિતા પરમાત્માને આ પ્રાર્થના કરતાં હસ્યો છું કે હે પરમાત્મા! આ સંસારની ૮) સ્વાર્થમય લીલા તો જોઈ લીધી છે. હવે તો મારે તારી લીલા જોવી છે એટલે કે આ જલ્લાદો જે તલવાર પકડીને ઉભા છે એ ઉપાડેલ તલવારને હવે તું શું કરી શકે છે ! તે મારે જોવું છે. કારણ કે હું પરમાત્માને શરણે છું. આ સાંભળી બાદશાહે તે બાળકની માફી માંગી તેને યોગ્ય ઈનામ આપી તેને ઘરે મોકલી દીધો.
જે ક્રોધી હોય તે દુઃખી હોય, પણ જે દુ: ખી હોય તે ક્રોધી હોય એવો નિયમ નથી. ક્ષમાશીલ હંમેશા સુખી હોય જ, પણ જે સુખી હોય તે ક્ષમાશીલ હોય જ એવો નિયમ નથી.
iss
કથાની યારી
લાગે પ્યારી
.
Page #81
--------------------------------------------------------------------------
________________
( અસત્યનું સામ્રાજય)
કૌન પૂછતા સત્યકો પર પગ ચલતી જુઠા પાચટકેકી ચીજ કે સાત લીએ હૈ લૂંટ //
ભકત કબીરે એક ફેંટો તૈયાર કરી તેને વેચવા બજારમાં ગયા. એમણે નક્કી કર્યું કે પાંચ ટકાથી વધારે મારે કમાણી ના જોઈએ. આ માલ પણ પાંચ ટકાનો જ છે. એટલે તેને પાંચ ટકામાંજ વેચી દઉં. આવતાં જતાં પાસે કબીરે પાંચ ટકા માંગ્યાં. પણ કોઈ ચાર ટકા, તો કોઈ ત્રણ ટકા દેવા તૈયાર થયા. પાંચ ટકામાં તો કોઈ લેવા તૈયાર જ ન થયું. T કબીર સાંજે ફેંટો પાછો ઘરે લઈ આવ્યા. કબીરની પુત્રી કમાલીએ જ્યારે બધી વાત જાણી ત્યારે તે જ પાગડી લઈને બજારમાં ગઈ. તેણે દસ ટકા માંગ્યાં. છેવટે તેણે સાત ટકામાં વેચી. તે સાત ટકા ઘરે લાવી. કબીરને બધી વાત કરી કબીર મનમાંજ હસ્યા અને એક દોહો બોલ્યા : સાંચ ગયો પાતાલ મેં ઝુઠ રહ્યો જગ છાયા પાંચ ટકે કી પાગડી સાત ટકે મેં જાય છે
કથની કયારી
' લાગે પ્યારી
Page #82
--------------------------------------------------------------------------
________________
ગાયનું દૂધ
ગ્વાલિયરમાં પૂર્વે દૂજણા ન હતા. ત્યારે આ બાજુના કોઈ રાજાએ ગ્વાલિયરના રાજાને ૪-૫ ગાયો ભેટ મોકલી આપી. પણ કોઈને દોહતા આવડતું નહોતું. તેથી ગાય મુતરે ત્યારે ડોલ મૂકે અને વાછરડાને છોડી મૂકે. એથી વાછરડા બધુ દૂધ પી જતા અને ગોમૂતરથી ડોલ ભરાઈ જતી.
એ લોકો ગોમૂતરને દૂધ સમજીને તેને ગાળીને પીવા લાગ્યા. સ્વાદમાં તો ખારું લાગવા માંડ્યું અને ઝાડા થવા લાગ્યા. ગ્વાલિયરના રાજાએ ગાયો મોકલનાર રાજાને પત્ર લખી જણાવ્યું કે તમારી ગાયોનું દૂધ ખારું લાગે છેઅને પીવાથી ઝાડા થાય છે.
આ પત્રથી રાજા સમજી ગયો કે આ મૂર્ખ રોખરો ગોમૂત્રને દૂધ માની પીતા લાગે છે. એથી રાજાએ ગોવાળીયા મોકલી દૂધ દોહવાની રીત સમજાવી. પેલા લોકોને ગો મૂત્રને દૂધ માની લેવાની ભૂલ સમજાઈ, એમણે ગોમૂત્ર છોડી દૂધ પીવા માંડ્યું. દૂધનો ખરો સ્વાદ ચાખીને ગ્વાલીયરની પ્રજા ખુરા થઈ ગઈ.
કથાની ક્યારી
લાગે પ્યારી
૭૩
Page #83
--------------------------------------------------------------------------
________________
( વાહ રેં... ëિન્દુસ્તાન
દિયા દંડ પર બંડકી કયા હોતા અપમાન / સભી વસ્તુઓં મફત હૈ વાહ હિન્દુસ્તાન // | એક પરદેશી પહેલી જ વાર હિન્દુસ્તાનમાં આવ્યો હતો. એક મોટા શહેરના બજાર વચ્ચે ફરી રહ્યો હતો, એક મિઠાઈ વાળાની દુકાનમાં ખૂબ સુંદર મિઠાઈઓ જોઈ ખાવાનું મન થયું. એ તો ત્યાં જઈને બેઠો. પેટ ભરીને મીઠાઈઓ ખાધી. જ્યારે મિઠાઈવાળાએ પૈસા માંગ્યા ત્યારે તેની પાસે પૈસા ન હતા મિઠાઈવાળો તેને રાજા પાસે લઈ ગયો. પણ પરદેશી તો અહીંની ભાષા પણ ન સમજે. એટલે જવાબ પણ શું આપે ? રાજાએ ગુસ્સામાં આવી આશા કરી કે આને ફાટેલા કપડાં પહેરાવો. માથું મુંડાવી મોટું કાળું કરો. ગધેડા પર બેસાડી આખા નગરમાં ફેરવી પછી એને છોડી દો. રાજસેવકો એ રાજાની આજ્ઞા પ્રમાણે કરીને તેને છોડી દીધો. બીજા શહેરમાં પણ ફળ મફતના ખાધા. ત્યાં પણ આ રીતે તેનું સ્વાગત થયું. જ્યારે તે પોતાના દેશમાં ગયો ત્યારે તેણે હિન્દુસ્તાન માટે લખ્યું કે ખૂબ
કથાની યારી |
લાગે પ્યારી
Page #84
--------------------------------------------------------------------------
________________
ધનાઢય દેશ છે. પરદેશીઓનું સ્વાગત પણ ખૂબ સારી રીતે કરે છે. ત્યાં દરેક વસ્તુઓ મફતમાં મળે છે. ફળો મિઠાઈઓ સ્વાગત બધું જ મફતમાં ! વાહ રે... હિન્દુસ્તાન ! જો મારો જન્મ ત્યાં થયો હોત તો કેટલું સરસ થાત ! બહુ સારો દેશ છે...!!
ધન્યવાદ
હુઈ ચિકિત્સા આપકી મેરે હિત વરદાન /. ચાચા મસે મિલા ઉનકા સબ સામાન //.
એક વ્યક્તિ સવારના પહોરમાં ડૉકટર સાહેબને ધન્યવાદ આપવા ગયો... હું તમારો ખૂબ આભાર માનું છું, તમારી ચિકિત્સાથી મને ઘણો જ ફાયદો થયો છે.
વિસ્મય સાથે ડૉકટરે કહ્યુંઃ તમારી દવા ક્યારે કરી?
પેલાએ કહ્યું કે તમે મારી દવા તો નથી કરી. પણ મારા કાકાની દવા કરી હતી. તમારી દવાથી મારા કાકા તો મરી ગયા અને એની બધી સંપત્તિ મને મળી ગઈ. એટલે મને તો લાભ થયો છે. માટે આપને હું ધન્યવાદ આપવા આવ્યો છું.
૭૫
કથાની યારી
| લાગે પ્યારી.
Page #85
--------------------------------------------------------------------------
________________
( દુધિયા દારૃ1 ) દુનિયા યશ દેતી નહીં રચતી હૈ તુફાન / જો ન સમજતે સોચતે, વે હોતે હૈરાન //
એક સંત પશ્ચિમ તરફ પગ કરીને સૂઈ ગયા. આ જોઈ એક વ્યકિતએ કહ્યું : પશ્ચિમમાં તો દ્વારકા નગરી છે - એટલે એ તરફ પગ કરી સૂવું ઉચિત નથી. એની વાત માની સંત પૂર્વ દિશા તરફ પગ કરી સૂતાએટલે બીજી વ્યક્તિએ કહ્યું કે પૂર્વમાં તો જગન્નાથ પૂરી જેવું પવિત્ર સ્થાન છે- એ તરફ પગ કરવા એ ભયંકર પાપ છે. પી.
આ સાંભળી સંતે ઉત્તર દિશામાં પંગ કર્યા એટલે ત્રીજી વ્યકિતએ કહ્યું : અહીં તો બદરીનારાયણ જેવું પવિત્ર તીર્થ ધામ છે. અહીં તો પગ થાય જ નહીં, મહાપાપ લાગે. સંતે દક્ષિણ દિશામાં પગ ક્ય એટલે ચોથી વ્યક્તિએ કહ્યું કે અહીં તો રામેશ્વરમ્ જેવું પ્રસિદ્ધ તીર્થધામ છે. અહીં પગ કરી શી રીતે સૂવાય !
સંતે શીર્ષાસન કર્યું. માથું નીચેપગ ઉપર કર્યા. એટલે પાંચમી વ્યક્તિએ કહ્યું: ઉપર તો ચંદ્રલોક, સૂર્યલોક, વૈકુંઠલોક
૬થાની યારી
લા) પ્યારી
Page #86
--------------------------------------------------------------------------
________________
જેવા અનેક દિવ્ય લોકો છે. ઉપર પગ કરવા એ તો જરા પણ ઉચિત્ત નથી. - આ સાંભળી સંત ઉભા રહ્યા એટલે છઠ્ઠાએ કહ્યું : નીચે તો પાતાળ લોકમાં શેપ નાગની ઉપર વિષ્ણુ ભગવાન સૂતા છે એમની તરફ પગ કરવા મહાપાપ છે. સંત તો આ બધાનું સાંભળીને હેરાન થઈ ગયા. પોતે ખૂબ થાકેલા હતા. તેમણે વિચાર્યું આ દુનિયાને કોઈ ન પહોંચી શકે એ તો પહેલા જેમ સૂતા હતા તેમ જ સૂઈ ગયા. કોઈનું કશું પણ સાંભળ્યું નહીં એ દિવસથી એક કહેવત પડી ગઈ કે
સૂનો સબ કી કરો મન કી'' . | ગુણોની રજુવારના
ગુલાબનું ફૂલ કોઈ દિવસ દુધગ્રહણ કરતું નથી. ગુલાબનું ફૂલ છોડ પરથી નીચે પડે તો પણ માટીને સુવાસિત કરી દે છે, પણ માટીની વાસને ગુલાબગ્રહણ કરતા નથી. તેમ આપણે ગુલાબની જેમ ગુણોને પ્રસરાવીએ. આપણા ગુણો બીજાને આપીએ, પણ બીજાના હુ ણો આપણે ન લઈએ.))
பி9
કથાની જ્યારી એ તો લાગે પ્યારી
Page #87
--------------------------------------------------------------------------
________________
સહન શíd
બધું આપણ ચંપારન જીલ્લાના એક આયોજનમાં જવા માટે ગાંધીજી ટ્રેનમાં જઈ રહ્યા હતા. તેઓ ટ્રેનની એક સીટ ઉપર સૂતા હતા. એક સ્ટેશને એક ગામડીયો ટ્રેનમાં ચઢ્યો.
જે ગાંધીજીનાં દર્શન અને ભાષણ 3 સાંભળવા જઈ રહ્યો હતો. તેને બેસવાની જગ્યા ન મળી. એટલે તેણે આખી સીટ પર સૂતેલા ગાંધીજી ને હાથ પકડી ને ઉભા કર્યા. અને બોલ્યો. આખી સીટ રોકીને પડ્યા છો. જાણે આ ગાડી તમારા બાપની હોય. આમ આખી સીટ રોકીને સૂઈ ગયા છો...અમે પણ પૈસા આપીએ છીએ...
૭૮
ગાંધીજી આ સાંભળી ચૂપચાપ એક તરફ બેસી ગયા. ગામડીયો પણ સીટ પર બેસી ગયો. અને હુકકો ગગડાવતો બોલ્યો. ધન્ય છે ગાંધીજીને. જે લોકોના દુઃખ દૂર કરવા રાત-દિવસ મહેનત કરે છે. એમના દર્શન થાય તો બહુ સરસ.
તે ગામડીયાએ કદિ ગાંધીજીને જોયા ન હતા. એટલે બાજુમાં બેઠેલા ગાંધીજીને તે ઓળખી શક્યો નહીં. ગાંધીજી તો
થાની ન્યારી લાગે પ્યારી
Page #88
--------------------------------------------------------------------------
________________
આ સાંભળી મનમાં જ હસ્યા કરે...જયારે ગાડી રટેશન પર ઉભી રહી. પ્લેટફોર્મ પર હજારો માણસો ગાંધીજીને લેવા માટે આવ્યા હતા. તેઓ ‘‘મહાત્મા ગાંધી કી જય'', ના અવાજો સાથે ગાંધીજીના ડબ્બામાં આવ્યા.
ત્યારે પેલા ગામડીયાને ગાંધીજીની ઓળખ થઈ. પોતાની અજ્ઞાનતા પર પસ્તાવો કરતો ગાંધીજીનાં પગમાં પડી ક્ષમા માંગવા , લાગ્યો. તે ખૂબ રડી પડ્યો. ગાંધીજી તેને પ્રેમથી ભેટી પડ્યા.
રાંત લોરેનના સુપુયુનો જ આજના દિવસે તું અસહાયના આંસુ લૂછવાનો અને પડેલાને ઉભો કરવાનો સંક૯પ કરે તો જ તું પ્રભુ સાથે મૈત્રી કરવાને લાયક બની શકે. જે હું સતત એ જ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ ! તમે મારી સાથે જ રહો, કારણ કે તમારી મદદ વિના હું કશું જ કરી શકવા સમર્થ નથી. જ ભગવાન તો ઈચ્છે છે કે એ આપણી હર્દયમાં આવીને વસે. પણ તે માટે આ પણ હૃદય સ્વચ્છ-નિર્મળ તો જોઈએ ને !
ચાં મલિન વિચારો હોય, ત્યાં ઈશ્વરનો વાસ કયાંથી હોય ? જો ઈશ્વરને હૃદયમાં વસાવવા હોય તો બધાં જ મલિન વિચારો દૂર કરવા જ રહ્યા.
ઉE
૬થાની કયારી
લાગો પ્યારી
Page #89
--------------------------------------------------------------------------
________________
અા અાપી દેજો આ એક ઠગે શહેરમાં મિઠાઈની દુકાને આવી ૫૦૦ લાડવાનો ઓર્ડર આપ્યો. લાડવા તૈયાર રાખજો હું થોડીવાર પછી લઈ જઈશ.
તે ઠગ કપડાવાળાની દુકાને ગયો. પોતાની પસંદગીના ૫૦૦ રૂપિયાના કપડા ખરીદ્યા. ખીસામાંથી પાકીટ કાઢીને બોલ્યો: ભાઈ રૂપિયા તો લાવવાનું ભૂલી ગયો છું. તમારા મુનિમને મારી સાથે મોકલો.
મારા મિત્ર મિઠાઈવાળાને ત્યાંથી રૂપિયા અપાવી દઈશ. કપડાનું બંડલ કારમાં મૂકી મુનિમને સાથે લઈ મિઠાઈવાળાને ત્યાં આવ્યો. રસ્તા પર કાર ઉભી રાખી મિઠાઈવાળાને કહે : આ ભાઈને (મુનિમને) ૫૦૦ આપી દેજો. મારે અગત્યનું કામ છે.
મિઠાઈવાળાએ કહ્યું : ભલે. મુનિમને ત્યાં બેસાડી દગ રવાના થઈ ગયો. મિઠાઈવાળાએ ૫૦૦ લાડવા ગણીને આપ્યા. ત્યારે મુનિએ કહ્યું : લાડવા નથી જોઈતા ૫ ૦ ૦ રૂપિયા જોઈએ છે. બંને વચ્ચે ઝઘડો થયો. અંતે જયારે ઠગાઈ થઈ છે એમ ખબર પડી ત્યારે બંને પછતાયા.
કથાની કયારી |
લાગે પ્યારી
Page #90
--------------------------------------------------------------------------
________________
સાર્વજલિક ૨-થાઈ
લગભગ ૪૦૦ વર્ષ પહેલા હૈદ્રાબાદમાં એક સાધુએ વિચાર્યું કે એક એવું સ્થાન બનાવું કે જયાં સૌ ભેદભાવ ભૂલીને આવી શકે, આમ વિચારી તેમણે એક મંદિર બનાવ્યું પણ મંદિરમાં મુસલમાન ક્યાંથી આવી શકે! એટલે તેમણે મસ્જિદ બનાવી. પણ મસ્જિદમાં હિંદુ તો આવે જ નહીં. અંતે નિરાશ થયા હવે શું કરવું?
તેમણે ખૂબ વિચાર કર્યો, અંતે તેમણે સંડાસ બાથરુમ બનાવી દીધા. હવે તો સૌ હિંદુ-મુસ્લીમ ભેદભાવ વગર જ આવવા લાગ્યા. અંતે સંતને તો સંતોષ થયો...!
છે. આ પ્રસંગને જો આજના જમાનામાં વિચારવામાં આવે તો સંડાસ બાથરુમ કરતાં સિનેમાઘર હોય તો સૌ ભેદભાવ વગર જ અંદર પ્રવેશ કરે જ. એ વખતનું સંડાસ અને આજનું સિનેમા-બેમાં કોઈ જ ફરક નથી લાગતો. આજના સિનેમા સંડાસથી પણ વધારે ખરાબ છે.
કર્મની શકિત કરતાં ધર્મની શકિત મહાન છે.
કથાની ક્યારી
લાગે પ્યારી
www.jainelibra Long
Page #91
--------------------------------------------------------------------------
________________
ઝોટા તકો
એક તર્કવાદી પંડિત હતો. તે દરેક વાતમાં તર્ક કર્યા કરે. કોઈની વાત માને નહીં. જ એકવાર તે ચાલ્યો આવતો હતો. ત્યારે સામેથી એક હાથી આવ્યો. ઉપર મહાવત બેઠેલો હતો. પણ હાથી મસ્તીએ ચઢેલો હતો અને મહાવતના કાબુમાં રહેતો ન હતો. આથી મહાવતે બૂમ મારી કે ઓ ભાઈ દૂર ભાગી જાવ. નહીં તો આ તોફની હાથી તમને મારી નાંખશે.
ન આ તો પંડિત એ કંઈ એક અભણ મહાવતની વાત એમ ને એમ થોડી જ માની લે ! તેણે પોતાની ટેવ પ્રમાણે તર્ક કરીને કહ્યું : કે અલ્યા મહાવત ! હાથી અડીને મારશે કે અડ્યા વિના મારશે ! જો હાથી અડીને મારતો હોય તો તું અડીને રહ્યો છે. છતાં કેમ મરી ગયો નથી ! અને આ હાથી અડ્યા વિના મારતો હોય તો હું ગમે તેટલો દૂર ભાગું તો યે શું ! માટે તારી વાત ખોટી છે !
એ તર્કવાદી રસ્તામાંથી દૂર ખસ્યો
દર
કથાની યારી
લાગે પ્યારી
Page #92
--------------------------------------------------------------------------
________________
નહી. એવામાં હાથીએ આવીને તર્કવાદીને પોતાની સૂંઢમાં પકડી પોતાના પગ નીચે દબાવીને મારી નાંખ્યો. જો તર્કવાદીએ અનુભવી મહાવતની વાત માની હોત તો બચી જાત .
- શું પંજાબ દૂર છે ? જબ જાતા જલ સૂર્ય તક (તબ) દૂર નહીં પંજાબ ૮, દંગ રહ જાયે સુન સભી (યહ) નાનક દેવ જવાબ //
નાનક દેવ ફરતાં ફરતાં ગંગાના કિનારે પહોંચ્યા. ત્યારે ત્યાં કેટલાક લોકો સૂર્ય સામે પાણીની ધાર કરીને સૂર્યદેવની પૂજા કરતાં હતા. નાનક તેઓને સમજાવવા માટે ગંગાનું પાણી લઈ ઉત્તર દિશા તરફ ફેંકવા લાગ્યા.
મુક લોકોએ નાનકને આમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે નાનક બોલ્યા કે ઉત્તર દિશામાં પંજાબમાં મારું ખેતર છે, ત્યાં પાણી પહોંચાડી રહ્યો છું. ત્યારે લોકો હસ્યા અને બોલ્યા કે ભાઈ એટલે દૂર પાણી કેવી રીતે પહોંચી શકે ! ત્યારે નાનકે કહ્યું કે જો સૂર્ય સુધી તમારું પાણી પહોંચી જાય તો પંજાબ તો બહુ દૂર નથી. ત્યાં કેમ ના પહોંચી શકે ! સૌ ચૂપ થઈ ગયા,
૮૩
૬થાની કયારી
લાગે પ્યારી
Page #93
--------------------------------------------------------------------------
________________
( તામ તાસ તસ૨થ
સવારનો સમય હતો. એક પંડિતજી, એક મૌલવી સાહેબ અને એક શેઠજી કોઈ નગર તરફ જઈ રહ્યાં હતાં. ત્રણે જણા વાતો કરતા-કરતા રસ્તો પસાર કરી રહ્યાં હતાં.
| નગર દૂર હતું, રસ્તામાં એક પહેલવાન ને મળ્યો. આગળ જંગલ આવતું હતું. એટલે પેલા ત્રણે જણ પહેલવાનની સાથે ચાલવા લાગ્યા. ત્રણે જણ પહેલવાનને નમસ્તે કહ્યું. પહેલવાને પણ નમસ્તે કહ્યું... અને સૌ વાતો કરતાં કરતાં આગળ વધવા લાગ્યા. એટલામાં સૂર્યોદય થયો. 1 જંગલનું સુંદર વાતાવરણ હતું. પક્ષીઓએ વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. થોડા આગળ વધ્યા અને એક વિચિત્ર પક્ષી-વિચિત્ર ભાષામાં ‘તામતીમ.. તમ તમ'' બોલી રહ્યો હતો. ચારે જણ આ સાંભળી નવાઈ પામ્યા. પછી આ પક્ષી શું બોલે છે તે અંગે સૌ પોતપોતાના અભિપ્રાયો જાહેર કરવા લાગ્યા...
. સૌથી પહેલા પંડિતજીએ કહ્યું કે આ પક્ષી * *તામ તીમ તસરંથ સિયારામ
કથાની કયારી
લાગે પ્યારી
Page #94
--------------------------------------------------------------------------
________________
દશરથ’’નું વારંવાર ઉચ્ચારણ કરી રહ્યો છે. શેઠજીએ એનો વિરોધ કરતાં કહ્યું : તમે ખોટું કહો છો. આ પક્ષી તો એમ કહે છે કે “તામ તીમ તસરથ નમક મિર્ચા અદરખ'' મૌલવીએ બરાડા પાડીને કહ્યું: તમે બંને ખોટા છો અને બુદ્ધ છો.
આ પક્ષી તો એમ કહે છે કે... “ તામ તીમ તસરથ સુભાન તેરી કુદરત'' દ) એમ કહે છે. અત્યાર સુધી ચૂપ રહેલો પહેલવાન બોલ્યો. તમે ત્રણે તમારી અક્કલ પ્રમાણે બોલ્યા હવે આ પક્ષી ખરેખર શું કહે છે તે સાંભળો. આ પક્ષી તો મારું આ શરીર જોઈ, કસરત જોઈને એમ બોલે છે કે “ ‘તામ તીમ તસરથ - શાબાસ તેરી કસરત'' એમ કહી મને શાબાશી આપે છે. ' પહેલવાનની વાતો ત્રણમાંથી કોઈને પણ પસંદ ના પડી. ત્રણે જણ બોલ્યા કે અમે કહીએ છીએ તેજ સાચું, પહેલવાન મૌન રહ્યો. આ બાજુ ત્રણે જણા પોત પોતાને વિદ્વાન માની, અભિમાનથી કહેવા લાગ્યા કે તમને વિશ્વાસ ન હોય તો પરીક્ષા કરી સિદ્ધ કરો... | ત્રણે જણાની ચર્ચા ઉગ્ર બની ગઈ,
૬થાની કયારી
લાગો પ્યારી
Page #95
--------------------------------------------------------------------------
________________
અને લડાઈ પર આવી ગયા. એટલે અત્યાર સુધી મૌન રહેલા પહેલવાને વિચાર્યું કે આ લોકો અહીં જ લડી પડશે. આગળ જવામાં વિલંબ થશે. માટે હવે આ લોકોને સીધા કરવા જોઈએ. પહેલવાને ત્રણેને કડક શબ્દો કહીને ચૂપ કર્યા. અને શેઠજીને પકડી જમીન ઉપર પછાડી તેમની છાતી પર પગ મૂકી પૂછ્યું : બોલો - પક્ષીએ શું કહ્યું હતું...!! | શેઠજી ગભરાઈ ગયા. તે હાથ જોડી કહેવા લાગ્યા કે જે રીતે તમે અર્થ કર્યો તે જ સાચો. મારો અર્થ ખોટો. પછી પંડિતજી અને મૌલવી તરફ લાલ આંખ કરી પૂછ્યું: . બોલો પક્ષીએ શું કહ્યું હતું ! - પંડિત અને મૌલવીએ ઉત્તર આપ્યો કે “તામ તીમ તસરથ શાબાસ તેરી કસરત'' એમ બોલી રહ્યા હતા. પહેલવાને શેઠજીને છોડી દીધા. બધા ચૂપચાપ પોતાના રસ્તે આગળ વધ્યા. મારું ગમે તેટલું કોઈ બડી જાય, પણ મારે ક્રોધ કરવો જ નથી. મારે કોઈને ક્રોધનું દાન આપવું જ નથી. મારે તો ક્ષમાનું જ સૌને દાન કરવું છે.
કથાની જ્યારી
લાગે પ્યારી
Page #96
--------------------------------------------------------------------------
________________
વિચિત્ર ન્યાયની
રશિયામાં બે ભાઈઓ રહેતા હતા. મોટોભાઈ સુખી હતો. નાનોભાઈ દુ: ખી હતો. ઠંડીના દિવસો હતા. નાનાભાઈ પાસે બાળવા માટે કંઈ ન હતું. તેણે જંગલમાં જઈ લાકડા કાપ્યા. પરંતુ ઘરે પહોંચાડવા કેવી રીતે ? તેની પાસે ઘોડો ન હતો. તેણે , મોટાભાઈ પાસે જઈ ઘોડો માંગ્યો.
મોટાભાઈએ કહ્યું કે આ વખતે ભલે ઘોડો લઈ જા. પણ હવે કદી પણ કોઈ વસ્તુ માંગવા નહિ આવતો. નહીં તો હું પણ રોડનો ભિખારી બની જઈશ.
| નાનોભાઈ ઘોડો લઈ તેની પૂંછડીને દોરીથી બાંધી જંગલમાં લઈ ગયો. તે ભારો ઘોડા પર નાંખીને પાછો આવી રહ્યો હતો, ત્યારે દોરીમાં ઝાડનું ઠુંઠું ભરાઈ જવાથી. ઘોડાએ જોરથી ખેંચ્યું તેથી તેની પૂંછડી કપાઈ ગઈ. | નાનોભાઈ ગભરાયો. તેણે મોટાભાઈ પાસે જઈ બધી વાત કરી. મોટોભાઈ ખૂબ ગુસ્સે થયો. તેણે કોર્ટમાં કેસ દાખલ કર્યો. બંનેને અદાલતમાં બોલાવવામાં આવ્યા.
૮૭
કથાની યારી.
તારો પ્યારી
Page #97
--------------------------------------------------------------------------
________________
તેઓ તે નગર તરફ જઈ રહ્યાં હતાં. નાનોભાઈ વિચારે છે કે મેં કૌઈ દિવસ કોર્ટ જોઈ નથી.
ત્યાં તો ગરીબને જ અપરાધી બનાવવામાં આવે છે.
- બંને ભાઈઓ પૂલ ઉપરથી પસાર થાય છે. પૂલ કઠેડા વગરનો હતો તેથી નાના ભાઈનો પગ લપસી જવાથી તે નીચે પડ્યો. એ જ વખતે એક વેપારી પોતાના બીમાર પિતાજીને ડૉકટર પાસે લઈ જવા માટે પૂલની નીચેથી પસાર થાય છે. તેના પિતાને ઘોડા ઉપર બેસાડ્યા છે. નાનોભાઈ તે વેપારીના બિમાર પિતા ઉપર પડ્યો. અને તેના બિમાર પિતા મરી ગયા.
| નાનાભાઈને જરાપણ ન વાગ્યું. વેપારી ખૂબ ગુસ્સે થયો. તે નાનાભાઈને અદાલતમાં લઈ ગયો. બિચારો ગરીબ ભાઈ એક સાથે બે કેસમાં ફસાયો. ત્રણે જણા આગળ વધ્યા.
નાનાભાઈને થયું કે મને જરૂર સજા થશે. એટલે તેણે એક પત્થર કપડામાં લપેટીને પોતાના કોટના ખિસામાં છૂપાવી દીધો. જો જજ સાહેબ મારી વિરૂદ્ધ ફેંસલો કરશે તો તેને હું આ પત્થર મારી બીજી દુનિયામાં પહોંચાડી દઈશ.
૮૮
૬થાની યારી
લાગે પ્યારી
Page #98
--------------------------------------------------------------------------
________________
ત્રણે જણા કોર્ટમાં પહોંચ્યા. નિર્ધન ભાઈની સામે બંને કેસ ચાલુ થયા. નાનો ભાઈ અદાલતમાં જજની સામે વારંવાર જોયા કરે છે અને કપડામાં લપેટલો પત્થર કાઢ્યા કરે છે અને બોલ્યા કરે છે. મેં ન્યાય માંગને આયા, પર સાથ આજ ક્યા લાયા...
જજે આ જોયું, એણે વિચાર્યું કે આ ભાઈ કપડામાં કાંઈક લાવ્યા છે. સોનુંચાંદી જેવું કાંઈક હશે. અને મને આપવા જ લાવ્યા હશે...! એમ વિચારી જજે લાલચમાં આવી નાના ભાઈના પક્ષમાં ફેંસલો આપતાં કહ્યું કે જયાં સુધી ઘોડાની પૂંછડી ન ઉગે
ત્યાં સુધી ઘોડો નાનાભાઈ પાસે રહેશે. આ જજે બીજા કેસના ફેંસલામાં કહ્યું: આ ગરીબ ભાઈએ વેપારીના પિતાની પૂલ પરથી પડીને હત્યા કરી છે. તેથી ગરીબ ભાઈને પૂલ નીચે ઉભા રાખી વેપારી પૂલ પરથી ગરીબભાઈ પર પડી તેની હત્યા કરે.
મોટાભાઈએ નાનાભાઈને વિનંતી • કરી કે પંછડી કપાયેલો ઘોડો મને પાછો આપી દે. પણ નાનો ભાઈ માન્યો નહિ. એટલે ૩ ૦ રૂબલ તેને આપી મોટાભાઈએ ઘોડો પાછો લીધો.
આ
CE
૬થાની કયારી
ન લાગે પ્યારી
Page #99
--------------------------------------------------------------------------
________________
વેપારી પણ નિર્ધન ભાઈને કહેવા ‘લાગ્યો કે મારા પિતાજી હવે તો મરણ પામ્યા છે. તેથી હવે તમારો ગુનો હું માફ કરું છું.. પણ નાનો ભાઈ માન્યો નહિ. તે બોલ્યો કે હું પૂલ નીચે ઉભો રહીશ. અને તમે પૂલ ઉપરથી મારા પર પડો. એ સિવાય હું કશું જાણતો નથી. | અંતે વેપારીએ તેને સો રૂબલ ભેટ આપી. તેની સાથે દોસ્તી કરી લીધી. નાનોભાઈ ૧૩૦ બિલ લઈને જવાની તૈયારી કરતો હતો, ત્યારે જજે તેને ખાનગીમાં બોલાવીને કહ્યું કે તમે મને આપવા માટે કપડામાં જે લાવ્યા હતા. અને વારંવાર બોલતા હતા કે – મેં ન્યાય માંગને આયા પર સાથ આજ કયા લાયા ! એ શું હતું. મને આપો.
પેલાએ કપડામાંથી પત્થર કાઢી જજને બતાવતાં બોલ્યો. જો તમે મારા વિરૂદ્ધ ફેંસલો આપ્યો હોત તો હું આ પત્થરથી જ તમારો જાન લઈ લેત ! જજને થયું કે - સારું થયું. મેં આ નિર્ધનના પક્ષમાં ફેંસલો આપ્યો. નહીં તો હું અત્યારે જીવતો જ ન હોત. તેણે ત્રણેને જવા દીધા. નિર્ધન ખૂશ થતો પોતાના ઘરે ગયા. મારી
E0
કથાની કયારી
લાગે પ્યારી
Page #100
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ શાંતિ
એક પ્રોફેસરે વીસ વર્ષની મહેનત બાદ પોતાની ૮૦ વર્ષની જૈફ ઉંમરે ૮૦ હજાર શબ્દોનો એક મહાકોપ તૈયાર કર્યો. કોઈ કારણસર પોતાની ઓફીસમાંથી તેઓ બહાર ગયા.
તેમના પાળેલા કૂતરાએ ઓફીસમાં આવી અને કુદકો મારતા ટેબલ ઉપર પડેલા
એક દીવાને પગની લાત લાગી ગઈ. સળગતો
દીવો ટેબલ પર રહેલા પુસ્તકો પર પડ્યો. અને ધીરે ધીરે પેલા મહાકોપના પ્રેસ મેટરના તૈયાર કરેલા બધા જ કાગળો આગમાં બળી
ગયા.
રાબ્દકોપના પ્રણેતા જયારે ઘરમાં આવ્યા ત્યારે પરિસ્થિતિ જોઈને તેમણે કૂતરાને ખૂબ શાંતિથી એટલું જ કહ્યું : ટોમી ! તે આ શું કરી નાખ્યું. તેની તને જ ખબર નથી. ચાલ હવે આવું ના કરતો. વીસ વર્ષની જહેમત થોડી જ વારમાં સાફ થઈ જવા છતાં પ્રોફેસરે જરાપણ ક્રોધ કર્યો નહિ,
ઉત્તમ પુરુષો પરોપકાર કર્યા વિના રહી ન શકે.
થાની ક્યારી
લાગે પ્યારી
૯૧
Page #101
--------------------------------------------------------------------------
________________
માટે હું રડું છું...!
પેલા શીખ નેતા ગોવિંદસિંહ ! મુસ્લિમોની સાથે લડતાં. એક વાર તેમના ઘણા સૈનિકો માર્યા ગયા. પછી તે એક કિલ્લામાં ભરાઈ ગયા. પોતાના સૈનિકોમાં વધુ ઉત્સાહ લાવવા માટે પોતાના દીકરાને કહ્યું. આ કિલા ઉપરથી નીચે ઉભા રહેલા મોગલ સૈન્ય ઉપર તૂટી પડ. અને તારી તલવાર ચલાવ.
તે વખતે દીકરાએ પિતાજીને કહ્યું: જરાક પાણી પીને તૂટી પડું છું. ગોવિંદસિંહ કહ્યું. બેટા ! હવે પાણી પણ પછીથી પીવાનું રાખજે. આ શબ્દો પૂરા થયા ન થયા ત્યાં તે દિકરો કિલ્લા ઉપરથી મોગલ સૈન્ય ઉપર કુદી પડ્યો. તેનું પોરસ જોઈને સૈનિકો પણ કૂદી પડ્યા. અને વિજય મેળવ્યો.
આ ગોવિંદસિંહના બીજા બે બાળકો ને ધર્માતર કરાવવાની મુસ્લિમો એ ફરજ પાડી. ત્યારે તે નાનકડા દશ-બાર વર્ષના બાળકોએ તેનો સાફ ઈન્કાર કરી દીધો. ત્યારે બંનેને સામસામી દિવાલમાં જીવતા ચણવાની શરૂઆત કરી.
દર
(૬થાની ક્યારી
| લાપો પ્યારી
Page #102
--------------------------------------------------------------------------
________________
તે વખતે મોટો દિકરો આંખમાંથી આંસુ પાડવા લાગ્યો. ત્યારે નાના દિકરાએ તેને કહ્યું : અરે ! રડે છે શા માટે ! આ મોત નથી. પણ ઉંમરમાં અને ઉંચાઈમાં તું નાનો હોવાથી તારા નાક સુધી ઈંટો જલ્દી ગોઠવાઈ જશે. હું મોટો હોવાથી મારા નાંક સુધી ઈંટો આવતાં થોડીક વાર લાગશે. આમ ગુંગળાઈ ને મરવામાં પહેલું સદ્ભાગ્ય તને પ્રાપ્ત થશે મને નહિ ! તે બદલ હું રડું છું. ધન્ય છે તેના શૌર્યને ! અને તેની ખુમારીને.
એકાગ્રતા
એક મુસલમાન સંતના પગમાં એક અણીદાર હથિયાર ઘૂસી ગયું હતું. પીડાનો પાર ન હતો. કોઈ અડે તો પણ સહન થઈ રાકતું ન હતું. તો એ કાઢવું કઈ રીતે! ત્યારે તે સંતને જાણનારાએ હકીમને કહ્યું: જયારે એ નમાજ પઢવા બેસે ત્યારે કાઢી લેજો. એમને ખબર પણ નહીં પડે. અને એમ જ થયું, આવા સંતો જયારે ભક્તિમાં એકાગ્ર બની જાય છે ત્યારે આસપાસનું તો ઠીક પણ દેહનું પણ ભાન ભૂલી જાય છે.
થાની ક્યારી
લાગે પ્યારી
E3
Page #103
--------------------------------------------------------------------------
________________
Ex
અમૂલ્ય મોતી
118
બગદાદના ખલીફાને એક બહુ જ કદરૂપા નોકર પ્રત્યે અત્યંત પ્રેમ હતો, આ જોઈ એના છ ઉમરાવોને ઘણી નવાઈ લાગી. એકવાર ઉમરાવે પૂછ્યું : નામદાર, એના પ્રત્યે આપના અતિ પ્રેમનું કાંઈ કારણ છે?
ખલીફાએ જવાબ આપ્યો: એકવાર ઉંટ પર બેસી હું લપસણા રસ્તા પરથી પસાર થતો હતો. ઉંટ લપસી ગયું અને હાથીદાંતની પેટીમાંથી મોતી વેરાયા. મેં તે વખતે સાથે ચાલતાં નોકરને કહ્યું : જે કોઈ મોતી શોધી લાવશે તેને તે મળી જશે.
બધા જનોકરો મોતી શોધવા દોડી નીકળ્યા, ફક્ત આજ એક મારી પાસે ઉભો રહ્યો. મેં તેના ઉભા રહેવાનું કારણ પૂછ્યું: ત્યારે એણે કહ્યું : નામદાર, સૌથી અમૂલ્ય મોતી તો (આપ) અહીં જ છો. તો શું એનું રક્ષણ કરવાની મારી ફરજ નથી ? મારે મારી ફરજ પહેલા બજાવવી જોઈએ.
આ સાંભળીને ઉમરાવોને લાગ્યું : ' ખરેખર કદરૂપા માણસનું હૃદચ કદરૂપું ન હતું.
விடி
કથાની ક્યારી
લાગે પ્યારી
Page #104
--------------------------------------------------------------------------
________________
ચા૨ મૂર્ખ બ્રાહ્મણો
ચાર બ્રાહ્મણો ખૂબ જ ગરીબ હતા. તેઓ મૂર્ખ અને સ્વાર્થી હતા. કોઈએ તે ચારે બ્રાહ્મણો વચ્ચે એક ગાય આપી. | ચારે જણા રોજ વારાફરથી દૂધ દોહતા હતા. પોત પોતાની વારીના દિવસે દૂધ દોહતા હતા. પણ ગાયને ઘાસ કોઈ નાખતાં ન હતા. કારણકે જો આજે ગાયને ઘાસ નાંખે તો તે કાલે બીજાને દૂધ આપે, પોતાને ન મળે. બીજો પણ એમજ વિચારતો. | ચારે જણા આ વાતને લઈને ઘાસ નાંખતા ન હતા. જો ઘાસ નાંખે તો એ ઘાસનું દૂધ બીજા દિવસે જેની વારી હોય તેને મળે. ગાયે દૂધ આપવાનું બંધ કર્યું. અંતે ગાય મરી ગઈ, ' લોકોએ ગાયના મૃત્યુ ની વાત જાણી ત્યારે ચારે જણાને ધિક્કારવા લાગ્યા. દૂધ લેવા તૈયાર પણ ઘાસ નાંખવા તૈયાર નહી. મૂર્ખ અને સ્વાર્થી બ્રાહ્મણો ઉપર લોકો હસવા લાગ્યા.
અભિમાનીને કદી સાચા મિત્રો હોતા નથી.)
૯૫
કથાની ક્યારી
લા) પ્યારી
Page #105
--------------------------------------------------------------------------
________________
',
GE
દંડ ચૂકવી દીધો
ન્યુયોર્કના એક મેયરની વાત છે. લૉ ગારડીયાને પોલીસ કોર્ટના ખટલામાં બહુ રસ હતો. એટલે એ પોતે જ આવા ખટલા ચલાવતો.
એક દિવસ પોલીસે એક માણસને રોટલીના ચોરી કરવાના ગુના બદલ એની સમક્ષ ખડો કર્યો. પેલા માણસે પોતાના બચાવમાં માત્ર એક જ વાક્ય કહ્યું : મારું કુટુંબ ભૂખ્યું હતું એટલે લાચાર બનીને મેં ચોરી કરી છે.
મેયર ગારોડીયાને એ માણસ બદલ સહાનુભૂતિ પ્રગટી. એણે ચુકાદો આપ્યોઃ ચોરીના ગુના બદલ એને દસ ડોલરનો દંડ કરુ છું. પછી એમણે પોતાના ખીસ્સામાંથી દસ ડોલર કાઢી ગુનેગારને આપ્યા. આ રહ્યા દસ ડોલર. તારો દંડ ચૂકવી દે.
એ અદાલતમાં લોકો તરફ ફરી કહ્યું: અહીં હાજર રહેલા દરેક વ્યક્તિને હું પચાસ સેંટ ફંડ કરું છું. કારણ કે સમાજમાં રહેવાનો ગુનો તેમણે કર્યો છે. જેમાં એક ઈન્સાનને
એક રોટલીની ચોરી કરવી પડે છે.
*
થાની ક્યારી લાગે પ્યારી
.
Page #106
--------------------------------------------------------------------------
________________
માથે ઈ ખાઓ )
એક રોગી ડૉક્ટર પાસે ગયો. ડૉકટરે દવા લખી આપી. રોગીએ કહ્યું કે ખોરાકમાં શું લેવું ? ડૉકટરે કહ્યું : થોડું થોડું બધું ખાઓ. ભારે ખોરાક ન લેવો.
| દરદી થોડો બહેરો અને મંદ બુદ્ધિનો હતો. થોડીવારે પાછો આવી પૂછ્યું: મોસંબી , ખાઈ શકું ? ડૉકટરે હા પાડી. દરદીએ પાછા આવી કહ્યું : હું દ્રાક્ષ ખાઈ શકું ? ડૉકટરે કહ્યું : હા ખાઈ શકો છો. ભારે ચીજ ન ખાવી. આ બધું તો ખાઈ શકો છો. - આ તો વારે વારે પૂછવા આવતો. કયારેક દુધ, કયારેક ચા, ક્યારેક દહીં,
ક્યારેક ખીચડી, ક્યારેક ભાત, વારે વારે ડૉક્ટરને જવાબ આપવો પડતો. તેથી કંટાળીને બોલ્યા : તમે બધું જ ખાઓ પણ મારું માથું ન ખાઓ. આવા દરદી ડૉકટરને ભારે પડી જાય છે. (દેવો જેનાથી પ્રસન્ન થાય તેને મંત્રો કહેવાય. દેવી જેનાથી પ્રસન્ન થાય તેને વિદ્યા કહેવાય અને આત્મ શકિતથી જે પ્રસૂટ થાય તેને લખ્યિ કહેવાય.
E9
૬થાની યાદી
લાગે પ્યારી
Page #107
--------------------------------------------------------------------------
________________
( શબ્દોળી ભેંટ ) [ રાજ દરબારમાં કવિએ પોતાની કવિતા બાદશાહને સંભળાવી. કવિતાથી ખૂરા થઈ રાજાએ ૧૦ ૦ ૦ મુદ્દા આપવાની. જાહેરાત કરી. કવિ આ ઈનામથી ખૂબ જ ખૂશ થયો.
બીજા દિવસે ઈનામ માટે કવિ સુંદર કપડાં પહેરી રાજસભામાં હાજર થયા. રાજાએ પૂછ્યું : કવિ આજે ફરીથી કેમ અહીં આવ્યા છો ? કવિ આશ્ચર્યથી બોલ્યો : રાજનું તમે ૧૦૦૦ મુદ્દા આપવાની જાહેરાત કરી એ ઈનામ લેવા આવ્યો છું.. - રાજા હસ્યો અને બોલ્યો : કવિ.... તમે મને કવિતા સંભળાવીને શબ્દોની ભેટ આપી ખૂશ કર્યો. મેં પણ તમને ૧૦ ૦ ૦ મુદ્રાઓ આપવાની જાહેરાતથી તમને ખૂબ કર્યા છે. અને તમે ખૂશ થયા છો. હવે કાંઈ લેવા દેવા નથી. કવિતાના શબ્દોથી હું ખુશ થયો છું. સુવર્ણ મુદ્રાની જાહેરાતથી તમે ખૂરા થયા છો. હવે ઈનામ શાનું ?
(વસ્તુ પ્રત્યેનું મમત્વ એટલે જ પરિગ્રહ)
કથાની ક્યારી |
લાપો પ્યારી
Page #108
--------------------------------------------------------------------------
________________
(શ્રી ધૂતકલ્લોલ પાર્શ્વનાથ)
કચ્છ અબડાસા તાલુકામાં સુથરી ગામની મધ્યમાં આવેલ શિખરબંધી મંદિરની બાંધણી અને રંગકામ ભવ્ય છે. મૂળ તો ઉદ્દેશી નામના એક શ્રાવકને કોઈ વ્યક્તિ પાસેથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મળેલી. તે ખાદ્ય પદાર્થના ભંડકિયામાં મૂકતાં આખુ ભંડકિયું ખાદ્ય પદાર્થોથી ભરાઈ ગયું.
આ ઘટનાથી તે અતિ આશ્ચર્ય પામ્યો. તેણે આ વાત ગામના યતિજીને કરી એટલે યતિજીએ ગામમાં એક નાની દહેરી બંધાવી. તે મૂર્તિ એમાં પધરાવી. પ્રતિષ્ઠાના સમયે સંઘ વાત્સલ્ય રાખવામાં આવ્યું. ત્યારે ઘીના એક કુલ્લામાંથી ઘી નીકvયા જ કર્યું. પાંચ મણ ઘીના કુલ્લામાંથી પચ્ચીસ મણ ઘી નીક છે એટલે સહુને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે.
તપાસ કરી તો દહેરીમાં પધરાવેલા પ્રતિમાજી એ કુલ્લામાં હતા પછી એ કુલ્લુ તોડી નાંખી તેમાંથી પ્રતિમાજીને બહાર કાવ્યા. અને ફરી મોટું મંદિર કરાવી તેમાં તેની પ્રતિષ્ઠા કરી. ત્યારથી તે શ્રી ધૃતકલ્લોલ
EE
૬થાની યારી
| લાગે પ્યારી
www.jainelibrary org
Page #109
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વનાથના નામથી ઓળખાય છે.
વસ્તુનો શ્રેષ્ઠ ઉપયોગ) - ડેપ્યુટી કલેકટર રામચરણ બસુ વૈદ્યનાથમાં પોતાના ગુરુ બાલાનંદ સ્વામી સાથે રહેતા હતા. એક સમયે એમણે સ્વામીજીને એક કિંમતી શાલ ઓઢાડી. સ્વામીજી એ શાલ ઓઢી બહાર ફરવા ગયા. માર્ગમાં ટાઢથી ધ્રુજતા એક માણસને જે , એ શાલ એને ઓઢાડી દીધી. કવામીજી ફરીને પાછા આવ્યા. ત્યારે બસુએ સ્વામીના અંગ પર એ શાલ ન જોઈ, એટલે ખૂબ જ નમ્રતાપૂર્વક ગુરુજીને પૂછ્યું : સ્વામીજી! આપે શાલ ક્યાંક ભૂલી આવ્યા લાગો છો? કે સ્વામીજીએ કહ્યું : રામચરણ ! તેં શાલ મને આપી દિધી, પણ તે તેના ઉપર તારું સ્વામીત્વ ચાલુ રાખ્યું છે ? આ શાલ તેં મને ભકિતભાવે આપી હતી. મેં મારા કરતા વધુ જરૂરીઆતવાળાને આપી દિધી. શાલ ઠંડીથી રક્ષણ કરવા માટે છે. તે કોઈની પણ પાસે હોય તેમાં શું ફરક પડે છે ! જેને જે વસ્તુની જરૂર હોય તેની પાસે તે વસ્તુ જાય તે જ તેનો શ્રેષ્ઠ ઉપયોગ છે.
100
કથાની કયારી
લાગે પ્યારી
Page #110
--------------------------------------------------------------------------
________________
અમૂલ્ય સાવ૨ણા ) - અમેરિકામાં પ્રમુખ પદની ચુંટણીમાં એ વખતના રમુજી સ્વભાવવાળા શ્રી આઈઝન હોવર ચૂંટાઈ આવ્યા.
તે સમયે અનેક નાની મોટી ભેટ સોગાદો તેમને મળતી. પરંતુ એ બધી ભેટ સોગાદોમાં એક સૌથી જુદી તરી આવતી ભેટ હતી.
‘એક મામુલી સાવરણી’ એ ભેટ મોકલનારે સાથેના પત્રમાં લખ્યું હતું કે...પ્રમુખ શ્રી... આપશ્રીએ ચુંટણી વખતે પ્રજાને વચન આપ્યું હતું કે ‘પ્રમુખ પદ મેળવ્યા બાદ રાજકારણની તમામ ગંદકી પ્રથમ સાફ કરીશ.'' તો આપ શ્રી હવે પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છો, તો આપના આ સફાઈ કાર્યમાં ઉપયોગી નીવડે એટલા માટે આ મામુલી સાવરણી મેં ભેટ મોકલીને આપને યાદી પાઠવી છે. મારી આ નાની ભેટ આપને એ વચનની હંમેશા યાદ અપાવશે.
પ્રમુખ શ્રી આઈઝન હોવર રમુજી સ્વભાવના હતા. તેમણે પોતાને મળેલી આ તમામ ભેટોનું એક પ્રદર્શન યોજ્યુ.
105
કથાની ક્યારી.
લા) પ્યારી
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦ર
એ પ્રદર્શનમાં સાવરણી ને પ્રથમ સ્થાન આપ્યું.
પ્રદર્શન જોવા આવનાર પોતાના નામાંકિત મિત્રોને સાવરણીનું મહત્ત્વ સમજાવતાં. પ્રમુખ શ્રી આઈઝન હોવર કહેતા કે મારા માટે સર્વોત્તમ ભેટ આ સાવરણી છે. આ સાવરણી મારફત મારા દેશનો આત્મા મારી સાથે સીધી વાતચીત કરી રહ્યો છે.
બે મુતિયા ન ચાલે
લોકમાન્ય ખાળ ગંગાધર તિલક સામે એક કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. એક આરોપી તરીકે તિલક આરોપીના પાંજરામાં ઉભા હતા. એમના વકીલનું નામ ખોલવામાં આવ્યું, પણ વકીલ ક્યાંય દેખાયો નહિં. આ જોઈ ત્યાં ઉપસ્થિત બે બૅરિસ્ટરો તિલકને કહેવા લાગ્યા : મુંઝાશો નહિ, તમારો કેસ અમે બે જણ લડી લઈશું:
તિલકે કહ્યું : ના ભાઈઓ એવું ના બની શકે. અઢાર વરસની કન્યા માટે નવનવ વરસના બે મુરતીયા ન ચાલી શકે ! આખી કોર્ટ હસી પડી. બેરીસ્ટરો ચપ થઈ ગયા.
થાની ક્યારી લાગે પ્યારી
Page #112
--------------------------------------------------------------------------
________________
અગમ બુદ્ધિ
રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં આવી એક મહાપંડિતે પાંડિત્યનું પ્રદર્શન કર્યું. રાજાએ પ્રસન્ન થઈ એને હજાર સોનામહોરો આપી. પછી પંડિત ધર્મશાળામાં આવ્યો.
ધર્મશાળામાં સૌને ખબર પડી કે અહીં મહાપંડિત ઉતર્યા છે. તેને રાજાએ હજાર મહોર આપી છે. રાત્રે પંડિત શેતરંજી પાથરી સૂઈ ગયો. થોડીવાર પછી એક માણસ પંડિત પાસે આવી સૂઈ ગયો. તે ચોર હતો. તેને ધર્મશાળામાં કોઈ ઓળખતું ન હતું.
મધ્યરાતે સૌ નિદ્રાધીન હતા. ત્યારે પેલા ચોરે પંડિતના માથા નીચેથી થેલી લઈ લીધી. તેમાં જોયું તો મહોરો હતી જ નહીં. પંડિતની પથારી નીચે પણ જોયું. મહોરો ન મળી. ચોર આશ્ચર્યમાં પડી ગયો.
પંડિતે મહોરો ક્યાં મૂકી છે તે જાણવા પેલો ચોર આખી રાત જાગતો રહ્યો. સવાર પડતાં પંડિતજી ઉઠ્યા. તેમણે ચોરના ઓશિકા નીચેથી સોના-મહોરની થેલી કાઢી લીધી, અને પછી આગળ ચાલવા માંડ્યું. ચોર
કથાની ન્યારી
લાગે પ્યારી
૧૦૬
www.jhelibrary.org
Page #113
--------------------------------------------------------------------------
________________
ન્યાયી વર્તન
ખૂબ પસ્તાવો કરવા લાગ્યો.
બાજીરાવ બલ્લાજી પાસે એક પઠાણ સરદાર સૈનિકની નોકરી માટે આવ્યો. એ વખતે બાજીરાવે તેને બે હજાર લશ્કરીઓના ઉપરી તરીકે નીમીને મૂલ્યવાન વસ્ત્રો અને મહોરો આપી. પરંતુ બક્ષિસ તરફ નજર સુદ્ધાં કર્યા સિવાય પઠાણે પ્રશ્ન કર્યો.
છે. મને નવાઈ લાગે છે કે તમે મારી પરીક્ષા કર્યા વગર મને ઉંચા પદે બેસાડો છો ! અને આટલી બધી બક્ષિસ આપો છો તેનું શું કારણ ? પેશ્વાએ કહ્યું : એ તમારે જોવાનું નથી. ન પઠાણે જવાબ આપ્યો કે - જો એમ હોય તો હું તમારા દરબારમાં નોકરી નહીં સ્વીકારું.
પેશ્વાએ કારણ પૂછયું - પઠાણે ગૌરવભેર જવાબ આપતાં કહ્યું કે જે બાદશાહ જોયા વિના, પરીક્ષા કર્યા વિના બક્ષિસ આપે છે તે નોકરનો અપરાધ જોયા વિના શિક્ષા પણ કરી બેસે છે. એમાં શંકા નથી. એવા યજમાનની નોકરી કરવી નકામી છે.
ઉથની ક્યારી
લાગો પ્યારી
Page #114
--------------------------------------------------------------------------
________________
અનૂભવી કલાકા૨
પઠાણ પેશ્વાને બોધપાઠ દેતો ગયો.
એક પ્રધાનમંત્રીને એવી ટેવ કે જગતમાં જે સુંદર ચિત્રો દેખાય તેનો સંગ્રહ કરવો. અને એના બદલામાં યોગ્ય પુરસ્કાર આપવો.
એક દિવસ એમણે એવું જ મનોહર ચિત્ર ખરીદ્યું, અને યોગાનુયોગે એના ઉપર એક ચુનાનું શ્વેત ટપકું એવી રીતે પડ્યું કે બહુ ધારીને જોઈએ તો પણ મહામુકેલીએ દેખાય. ' પ્રધાનમંત્રી બધા ચિત્રકારોને આ ચિત્ર બતાવે અને કહે.. આમાં ખામી હોય તો તે મને બતાવો ! ઘણાં ચિત્રકારો આવ્યા અને ગયા. પણ ખામી બતાવી શક્યા નહીં. જે જુએ તે કહે કે ખૂબ સુંદર ચિત્ર છે.... અને આ સાંભળી મંત્રી પ્રસન્ન થવાને બદલે ચિડાઈ જતાં. - એવામાં એક વૃદ્ધ અનુભવી ચિત્રકાર આવ્યો. મંત્રીએ એ ચિત્ર બતાવ્યું. અને કહ્યું : આમાં જો તમે ખામી નહિ બતાવો તો મને ચિત્રકારો પ્રત્યે તિરસ્કાર થશે. હવે હું કંટાળ્યો છું. ચિત્રકારે પોતાનો અનુભવ
૧uપ
કથાની કયારી
ન લાગે પ્યારી
Page #115
--------------------------------------------------------------------------
________________
\
૧uk
કામે લગાડ્યો. હાથમાં રંગ ભરેલી પીંછી લઈ તે ચિત્ર પર ફેરવવા જવા માટે દોડ્યો. મંત્રી એને ગાંડો જાણી પાછળ દોડ્યો અને હાથ પકડી લીધો. અરે આ શું કરે છે ?
ચિત્રકારે કહ્યું : આપના ચિત્રની ખામી દૂર કરું છું. આ મારી પીંછીમાં એવું જાદુ છે કે આ ચિત્ર પર ફરશે કે તમારા ચિત્રની ખામી દૂર થઈ જશે. અને એમ કહી ફરી તે દોડ્યો. મંત્રી ગભરાઈ ગયો. એને થયું કે નક્કી આ ગાંડો માણસ મારું ચિત્ર બગાડી નાખશે, એને સહસા ઠપકો આપતાં બોલી ઉઠ્યા અરે ....... ભલા માણસ!
એક ચુનાનું ટપકું દૂર કરવા આખા ચિત્ર પર પીંછી ફેરવવાની હોય ! ચિત્રકારે પીંછી ફેંકી દીધી અને સમજી ગયો કે આમાં ચુનાનું ટપકું જ શોધવાનું છે. અને બારીકાઈથી જોતા તે મળી ગયું, યોગ્ય રસાયણથી દૂર કરી મંત્રી પ્રત્યે ખોલ્યો : મહાશય ! હું કાંઈ ગાંડો માણસ નથી કે ચિત્ર બગાડી નાંખું. હું જાણું છું કે કોઈને પણ પોતાની પ્રિય ચીજ બગડે તે ગમતું નથી. એથી ચિત્રની ખામી આપના મુખેથી ખોલાવવા જ આ નાટક કર્યું હતું. આ તો માનસશાસ્ત્ર
થાની ક્યારી લાગે પ્યારી
Page #116
--------------------------------------------------------------------------
________________
જાણે તેનું કામ હતું. અને મંત્રી તેની અનુભવ બુદ્ધિ પર પ્રસન્ન થઈ ગયો. સારું ઈનામ આપી પ્રશંસા કરી વિદાય કર્યો.
મા૨ામ મધ્ય પ્રદેશની ચંબલની ખીણ તરફ પદયાત્રા કરી રહેલા વિનોબાજીને એક સભામાં શ્રોતાએ પૂછયું : બાબા, મનોનિગ્રહ કેમ, થાય ?
ચંબલની ખીણના ડાકુઓ વિખ્યાત હતા. મારફાડ, ધાડ અને લૂંટ તો તેમના સ્વભાવમાં.... ચકોર વિનોબ એ જોયું કે પૈસા માટે આ લોકો શું નથી કરતા! | મનીરામ ઉપર કાબુ મેળવવો, છે તો મુકેલ. પણ અભ્યાસ દ્વારા તે સિદ્ધ થઈ શકે છે.
પ્રશ્ન કરનારે પૂછયું : એ કઈ રીતે?
મિની(MONEY)ને છોડી દો. રામને પકડી લો. મની એટલે રૂપિયા, પૈસા, માયા, કે જેના કારણે તમે કંઈ પણ કરતાં અચકાતા નથી. રામને કેવી રીતે પકડીએ બાબા ? રામને બધી જગ્યાએ શોધતા શીખો. દરેક કામમાં પ્રભુને જ આંખ સામે રાખો.
GUS
૬થાની યારી
તારો પ્યારી
Page #117
--------------------------------------------------------------------------
________________
૧0૮
હનુમાન અને શમદાસ
અજૈનોની રામાયણમાં પણ કેવા આશ્ચર્યજનક મત મતાંતરો આવે છે. તેનું એક દ્રષ્ટાન્ત જોઈએ : જ્યારે રામદાસ રામાયણ ઉપર ગ્રંથ લખી રહ્યા હતા. ત્યારે છૂપાઈને હનુમાનજી ત્યાં હાજર રહ્યા હતા. અજૈનોમાં એવી એક માન્યતા છે કે જ્યારે જ્યારે રામાયણ વંચાય કે બોલાય ત્યારે ત્યાં ખૂદ હનુમાનજી ગુપ્ત રીતે પણ ઉપસ્થિત રહે છે. (જૈન દર્શનની આવી માન્યતા નથી)
જયારે હનુમાનજી સીતાને રામનો સંદેશો આપવા ગયા, ત્યારનો પ્રસંગ તેઓ લખી રહ્યા હતા. રામદાસજીએ પોતાના શિષ્યને કહ્યું કે વત્સ ! અમ લખો કે જયારે હનુમાનજી સીતાજી પાસે ગયા ત્યારે ઉદ્યાનમાં તેમણે સફેદ ફુલો જોય'
જ્યારે આ રીત રામદાસે લખાવ્યું ત્યાં જ ગુપ્ત રીતે ઉભેલા હનુમાનજી એકદમ પ્રગટ થઈ ગયા, અને તરત જ રામદાસજીને કહ્યું કે અરે સ્વામીજી! તમે ભૂલો છો. હું જયારે ઉદ્યાનમાં પેઠો ત્યારે મેં સફેદ નહિ પણ લાલ ફૂલો જોયાં હતાં.
થાની ક્યારી લાગે પ્યારી
Page #118
--------------------------------------------------------------------------
________________
સાક્ષાત્ હનુમાનજીનો આવો ખુલાસો છતાંય જયારે રામદાસજીએ હનુમાને સફેદ પુષ્પો જ જોયા હતાં. એમ લખાવવાનો આગ્રહ રાખ્યો ત્યારે હનુમાને કહ્યું.. પણ સ્વામીજી ! પુષ્પો જોનાર હું પોતે જ હતો ને ! પછી હું કહું તે સાચું કે આપ કહો તે સાચું ?
| ત્યારે રામદાસજીએ ખુલાસો કરતાં ૮. કહ્યું કે હનુમાનજી ! હું કહું તે સાચું છે.' ફૂલો હકીકતમાં સફેદ જ હતા. પરંતુ તમે લાલ જોયા તેનું કારણ એ હતું કે રાવણે સીતાનું અપહરણ કર્યું એ કારણથી તમે ગુસાથી એકદમ લાલ પીળા થઈ ગયા હતા. આથી સફેદ ફુલો પણ તમને લાલ દેખાયા. આ વાત સાંભળીને હનુમાનજી ઠંડાગાર સ્થઈ ગયા.
છે. આ પ્રસંગમાં જુઓ કેવો આશ્ચર્ય જનક મનાતર દેખાય છે ! પુષ્પો જોનાર હનુમાનજી કહે છે કે ફૂલો લાલ હતાં.... રામાયણના લેખક રામદાસજી કહે છે કે પુષ્પો સફેદ હતાં.
આદર્શોને આચરણમાં મૂકવામર્ડે જ શહીદોને સાચી અંજલિ છે.)
905
કથાની કથા પૂરી
કથાની ક્યારી
લાગે પ્યારી
Page #119
--------------------------------------------------------------------------
________________
११०
દીર્ઘ જીવનનું હસ્ય
થોડા વર્ષ પૂર્વે કર્વે નામના એક મોટા પત્રકાર થઈ ગયા. તેમને સો વર્ષ પૂરા થયા ત્યારે તેમની શતાબ્દી ઉજવાઈ. એ વખતે કેટલાક પત્રકારો ભેગા થયા. ત્યારે એક પત્રકારે પ્રશ્ન કર્યો કે કર્વ સાહેબ ! આપની સો વર્ષની પૂર્ણાહુતિ પાછળ કયું રહસ્ય પડ્યું છે ?
કર્વેએ જવાબ આપ્યો કે જુઓ પત્રકારો ! તમારા કોઈના મનમાં એમ હશે કે હું દરરોજ સવારે ત્રણ માઈલ ફરું છું માટે સો વર્ષનો થયો હોઈશ ! કોઈના મનમાં એમ હશે કે હું રોજ ફળોનો રસ લઉં છું માટે સો વર્ષ પુરા થયા હશે ! કોઈના મનમાં એમ હશે કે મારી જીવન ચર્ચામાં હું ખૂબ નિયમિત હોઇશ માટે હું સો વર્ષનો થયો ! પણ હકીકત સાવ જુદી જ છે.
મારા દીર્ઘ જીવનનું રહસ્ય મારા જીવનમાં બનેલો એક પ્રસંગ છે. હું જયારે ચાલીસ વર્ષનો હતો ત્યારે અમારા ઘરે એક પ્રૌઢ બાઈ ઘરકામ કરતી હતી. એક રાત્રે તે અચાનક મારા ઘરે આવી, આવતાંની
કથાની ન્યારી લાગે પ્યારી
Page #120
--------------------------------------------------------------------------
________________
સાથે જ ધૂસકે-ધ્રુસકે રડવા લાગી. મેં એને સમજાવીને શાંત કરી. પછી એણે કહ્યું : સાહેબ ! મારો ૧૮ વર્ષની એક છોકરો છે. આજે એનો ઍકસીડેન્ટ થયો છે. એને તત્કાળ સારવારની ખાસ જરૂર છે. એ માટે ડૉકટરને મારે હમણાં ને હમણાં ૨૦૦ રૂપિયા પહોંચાડવાની જરૂર છે. | જો હું ડૉકટરને તત્કાળ ૨૦૦ રૂપિયા નહિ પહોંચાડું તો ડૉકટર તેની સારવાર નહિ કરે. અને.... મારા છોકરાનો પ્રાણ ચાલ્યો જશે. શેઠ ! કોઈપણ ઉપાય કરો અને મારા દીકરાને બચાવો. હવે મારું શરણ આપ જ છો. • •
પત્રકારોને કર્વે કહે છે કે આ બાઈની વાત હું સાંભળી જ રહ્યો. અને હું ખરેખર પીગળી ગયો. એ છોકરો એ બાઈનો એનો એક જ આધાર હતો. આથી મેં તરત જ ઉભા થઈને કબાટમાંથી ૨૦૦ રૂપિયા કાઢીને
એ કામવાળીના હાથમાં મૂકી દીધા. એ • પૈસા જોઈને એ એટલી હર્ષમાં આવી ગઈ કે એના અંતરમાંથી ઉગારો સરી પડ્યા. કે “ બેટાસો વર્ષનો થજે.''
પત્રકારો ! કદાચ તમને વિશ્વાસ
૬થાની જ્યારી
| લાગે પ્યારી
Page #121
--------------------------------------------------------------------------
________________
નહિ બેસે, પરંતુ એ ડોશીનાં અંતરમાંથી નીકળી ગયેલા આ આશીર્વાદથી જ હું તો વર્ષનો થયો છું. મારા સો વરસના દીર્થ જીવનનું આજ રહસ્ય છે.
( હું બિર્દોષ છું ! )
રાતનો સમય હતો. એક ચોર એક - બેંક માં ઘૂસ્યો. જોયું તો તીજોરી પર લખ્યું હતું કે “હેન્ડલ ફેરવો તીજોરી ખુલી જશો.’
ચોરના આનંદનો પાર ન રહ્યો. તિજોરી ખોલવાની તેને સરળ રીત મળી ગઈ હતી. તેણે હેન્ડલ ફેરવ્યું, પણ આ શું એકાએક? રોશની થઈ ગઈ એની આંખો અંજાઈ ગઈ, ઘંટડીઓ જોરજોરથી વાગવા લાગી, અને ચોકીદારો આવી પહોંચ્યા. એમણે ચોરને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો.
ચોરને મેજીસ્ટ્રેટ સામે ખડો કરવામાં આવ્યો. એને પુછવામાં આવ્યું તે અપરાધ કર્યો છે એ બાબતમાં તારે કાંઈ કહેવું છે? ચોરે કહ્યું : શું કહ્યું સાહેબ ! આજે માનવતા પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે, ખોટું બોર્ડ લગાવીને મારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. હું નિર્દોષ છું. '
ન
૨
fથાની ક્યારી
લાગે પ્યારી
Page #122
--------------------------------------------------------------------------
________________
(કિંમત ભાષણની કે ધનની...!)
એક વખતની વાત છે. બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ ટેકસીમાં બેસીને જઈ રહ્યાં હતાં, અધવચમાં જ એક વિચાર આવતાં તેમણે ટેકસી ડ્રાયવરને કહ્યું : ભાઈ! ‘મારે આ મકાનમાં અગત્યના કામે જવાનું છે, તું પંદર મિનિટ અહીં ઉભો રહે. ડ્રાયવરે ચર્ચિલની માંગણીનો ઈન્કાર કરતાં કહ્યું : કે હું અહીં પંદર મિનિટ ઉભો રહીને સમય બગાડવા માંગતો નથી.......
જ્યારે ચર્ચિલે કારણ પૂછયું ત્યારે ડ્રાયવરે કહ્યું કે અહીં નજીકમાં આવેલા મેદાનમાં મિ. ચર્ચિલ ભાષણ રવાના છે, મારે તે સાંભળવું છે. એટલે તમારી વાતનો સ્વીકાર નથી કરતો.
પેલા ડ્રાયવરને ખબર ન હતી કે હું જેની સાથે વાત કરી રહ્યો છું તે મિ. ચર્ચિલ પોતે જ છે. ચર્ચિલને પોતાના ભાષણની આટલી વ્યાપક અસર જોઈને આનંદ થયો. પરતું વિશેષ ચકાસણી કરવા માટે તે જ વખતે ચર્ચિલે એક ડોલર ડ્રાયવરને આપતાં કહ્યું કે ભાઈ તું મારી વાત સ્વીકાર,
થાની યાદી
લાગે પ્યારી
Page #123
--------------------------------------------------------------------------
________________
હસી પડતાં ડ્રાયવરે કહ્યું સારું સાહેબ! આપ કામ પતાવીને આવો. હું અહીં જ ઉભો છું.
ચર્ચિલે પૂછ્યું પણ... પેલા ચર્ચિલનું ભાપણ તું નહીં સાંભળે !
એવા તો કેટલાય ચર્ચિલો આવ્યા અને ગયા. મને તેની કાંઈ પરવા નથી. ડ્રાયવરે ધડાક દઈને જવાબ આપી દીધો.
આ પ્રસંગ જણાવીને ચર્ચિલે કહ્યું: કે જુઓ પૈસાનો પ્રભાવ! જેણે મારા ભાષણની કિંમત માત્ર એક ડોલર જેટલી જ બનાવી દીધી ને !
GOD-DOG અંગ્રેજીમાં પરમાત્માનો Sિ (GOD) પેલીં આવે છે. તે શું શીખવે છે ? પરમાત્માનો પેલાં સીધો લખતોGOD. એટલે કે પરમાત્મા, પણ તેને ઉલટો લખો તો(D0G) / એટલે કૂતરો. સીધા ચલોતો રમાત્મા બનો |
અને ઉલટા ચાલો તો કૂતરા બનો.
૧૧૪
થોની યાદી
લાગે પ્યારી
Hain Education International
Page #124
--------------------------------------------------------------------------
________________
(પોલિયíની હા૨ પાછળ..)
| ટ્રાંસના ભાગ્ય વિધાતા તરીકે પંકાયેલો નેપોલિયન વોટર્લના યુદ્ધમાં કેમ હારી ગયો ! આખા વિશ્વને ધ્રુજાવનારો (“આલ્સ’’ નામના વિરાટ પર્વત ઉપર ચઢતાં થાકી ગયેલા સૈનિકોને પણ જમ્બર હિંમત આપીને તેની ઉપર ચઢાવી દેનાર ) અંતે * ‘સેંટ હેલીના ટાપુમાં'' સડી-સબડીને મરી ગયો. એનું કારણ...એના જીવનની એક નબળી કડી હતી.
વિશ્વ વિજેતા બનવાની ભાવના ધરાવતો નેપોલિયન જયારે યુદ્ધ મેદાનમાં ઘડ સવાર બનીને રણે ચડે ત્યારે તેની અપ્રતિમ લડાયક શકિત જોઈને શત્રુઓ પણ નવાઈ પામતા. એ નેપોલિયનને કોઈકે એકવાર પૂછયું : તમારી આટલી બધી તાજગીની પાછળ કયું બળ કામ કરે છે ? ત્યારે તેણે કહ્યું : મારી પત્નીનો સ્નેહ પામીને જ્યારે હું જંગે ચડું છું ત્યારે પર્વતો પણ મારી આડે ઉભા રહી શકતા નથી.. - એક વખતની વાત છે, યુદ્ધમાં શત્રુઓ એને કોઈપણ રીતે જીતી શકે તેમ ન હતા.
૧૬૫
ઉથાની જ્યારી
| લાગે પ્યારી
Page #125
--------------------------------------------------------------------------
________________
એટલે એ લોકોએ એની નબળી કડી ઉપર ઘા કરી દીધો.
નેપોલિયનના અત્યંત વિશ્વાસુ માણસને ફોડી નાખ્યો. અને એને દોડાવ્યો. તેણે ચાલુ યુદ્ધમાં જ નેપોલિયનના કાનમાં કહ્યું કે આપણા શ્રીમતી હાલ છાવણીમાં કોઈ લશ્કરી ઑફીસરની સાથે આનંદ માણે ડ છે. આ સાંભળતા જ નેપોલિયનને ભયંકર આઘાત લાગ્યો.
જેને હું મારા જાનથી પણ વધુ ચાહું છું એણે જ મને દગો દીધો...! હાય...!
આ વિચારે એ તૂટી પડ્યો. ઘોડા ઉપરનો એનો કાબૂ ચાલ્યો ગયો... એનો જુસ્સો, તાજગી અને સ્કુર્તિ બધું જ ઓસરી ગયું. યુદ્ધ તો ચાલુ જ હતું પણ તે હારતો જ ગયો. અંતે એ જ યુદ્ધમાં શત્રુઓએ એને જીવતો પકડી લીધો...! સમયની ગણતરી માટે રેતી વપરાયો છે. પણરેતીની ગણતરી માટે સમય નથી વપરાતો. માટે અરે ઓ સાધક આત્માની આરાધના માટે શરીર વાપરવું. પણા શરીર માટે આત્મની આરાધના છોડવી ન જોઈએ.))
૧૧૬
5થાની ક્યારી
લાગે પ્યારી
Jain Education thternational
Page #126
--------------------------------------------------------------------------
________________
હું ામ બની જઈશ તો...
આ અજૈન રામાયણનો એક પ્રસંગ છે. એક દિવસની વાત છે, બપોરનો સમય હતો, રાક્ષસીઓ સીતાજીથી દૂર બેઠી હતી, ત્યાં એકાએક સીતાજીએ મોટેથી ચીસ નાખી અને તરત જ બેભાન બની ગયા.
બધી રાક્ષસીઓ એકદમ દોડી આવી. મોઢા ઉપર પાણીનો છંટકાવ કરીને સીતાજીને ભાનમાં લાવ્યા. થોડીવારમાં એ સ્વસ્થ થયા. અને રાક્ષસીઓએ પૂછ્યું : મહાસતીજી એકાએક આપને શું થયું !
ગંભીર મુદ્રા સાથે સીતાજીએ કહ્યું: આ સામેના વૃક્ષ તરફ જુઓ. એક ભમરીએ તેના થડ ઉપર માટીના ઢેફાંનો કાદવ લગાવીને તેની ઉપર થર બનાવ્યો છે. તેમાં ઉંડા કાંણા પાડ્યા છે. લીલી વનસ્પતિમાં થતી લાંબી ઈંચળોને પકડી ભમરી તેને ડંખ મારી મૂર્છિત કરે છે, તેને પોતાના ઘરમાં મૂકીને એ ઘરને માટીનો લેપ કરીને બંધ કરી દે છે. પછી તેની ચારે બાજુ ગુંજન કરે છે.
આમ કહી સીતાજી આગળ બોલે છે કે હું જયારે મારા પિયરમાં હતી, ત્યારે
થાની ક્યારી
લાગે પ્યારી
ZI
૧૧૬
Page #127
--------------------------------------------------------------------------
________________
મેં એક વાત સાંભળી હતી કે આવી રીતે ભમરીનુ ગુંજન સાંભળીને અંદરની ઈયળ ભાનમાં આવ્યા બાદ એકદમ ભયભીત થઈનેહમણાં ભમરી આવશે ને મને મારી નાંખશે. આવું સંવેદન ઈયળને થતાં તે ભયથી ભમરીનું વારંવાર ધ્યાન કરતાં ઈયળ ભમરી બની જાય છે. જે જેનું ધ્યાન કરે તે તેના જેવો 3 થાય,
રાક્ષસીઓએ કહ્યું : પણ તમે ચીસ શા માટે પાડી ! તેનું કારણ સમજાયું નહીં! સીતાએ કહ્યું : આ દ્રશ્ય જોયા પછી મને વિચાર આવ્યો કે આર્યપુત્ર રામનુ હું અહર્નિશ ધ્યાન ધરું છું તો હું રામ તો નહીં બની જાઉંને !
હું રામ બની જાઉં તો અમારો રામસીતા તરીકેનો સંસાર શી રીતે ચાલે! ના મારે રામ બનવુ નથી તો શું મારે રામનું નામ લેવાનું બંધ કરી દેવું ! ઓહ....! એ તો બની જ ના શકે ! એ તો મારા પ્રાણ છે, સર્વસ્વ છે... અને આ વિચારે હું મુંઝાઈ ગઈ અને મોટેથી ચીસ નીકળી ગઈ,
[ આ વખતે એક વૃદ્ધા જોરથી હસી પડી. એણે સીતાજીને કહ્યું : આજ સુધી
૧૬૮
૬થાની ક્યારી
લાગે પ્યારી
Page #128
--------------------------------------------------------------------------
________________
તો મેં આપને અત્યંત વિચક્ષણ કલપ્યા હતાં. પણ આપ તેવા ન નીકળ્યા. અન્યથા આપની આ સ્થિતિ ન જ રહેત. લો, સાંભળી લોમારી વાત. શું સીતાને જ એ રામ ઉપર અથાગ પ્રેમ છે ! અને એ રામને એ સીતા ઉપર એવો પ્રેમ નથી ! મહાદેવી ! આપ એવું માનો છો ખરા ! રાક્ષસીએ પૂછયું...
સ્મિત કરતાં સીતાએ કહ્યું : ના, ઈ) આર્યપુત્રને મારી પ્રત્યે જે અનુરાગ છે તેની કોઈ સીમા જ નથી.
બસ ત્યારે... મૂકી દો પેલી ચિંતા કે હું રામ બની જઈશ તો...રામ-સીતાનો આ વ્યવહાર શી રીતે ચાલશે ! કેમ કે જે પળે રામ-રામનું રટણ કરતી સીતા રામ બની જશે તે જ પળે સીતા-સીતાનું રટણ કરતાં રામ સીતા બની જશે ! હવે લો છે કાંઈ વાંધો !
રાક્ષસીના આ શબ્દો સાંભળીને સીતાજી હર્ષ વિભોર બની ગયા. દુઃખ આપનાર પ્રત્યે જરાપણદ્વેષ) ન જાને તો ખરેખર આપણે ન્યાલ થઈ જઈએ. આ આપણા જીવન માટે એક મહત્ત્વપૂર્ણ વાત છે.
૧૧e
૬થાની કયારી
લાગે પ્યારી
Page #129
--------------------------------------------------------------------------
________________
- લિંકળો જવાબ )
અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાઈ આવેલા અબ્રાહમ લિંકને જ્યારે જુના પ્રમુખના જ બધાં સારા માણસોને પોતાની કેબીનેટમાં ચાલુ રાખ્યા. ત્યારે લિંકનને માટે રાત દીવસ એક કરી ચૂકેલા તેના મિત્રોએ આ બાબત સામે વાંધો ઉઠાવીને પોતાને કેબીનેટમાં લેવા માટે પ્રસ્તાવ મૂક્યો. ત્યારે તેમને લિંકને કહ્યું કે તમને એક વાત કહું છું તે તમે પહેલાં સાંભળો.
કે કોઈ નગરનો રાજા ચોમાસાના દિવસોમાં સાંજે ચાર વાગે જંગલમાં ફરવા નિકળ્યો હતો. ત્યારે સાવચેતી ખાતર તેણે મંત્રીને પૂછ્યું કે વરસાદનું વિદન તો નહીં આવે ને !
ને ખુલ્લા આકાશમાં સૂર્ય જોઈને મંત્રીએ લીલી ઝંડી આપી. પણ જંગલમાં પહોંચ્યા ત્યારે રાજાએ ગાયો ચરાવતાં રબારીને મટથી બોલતો સાંભળ્યો કે દીકરા ! જલ્દી કર હમણાં જ વરસાદ તૂટી પડવાનો લાગે છે. ગાયોને દોડાવ, આપણે ઘર ભેગા થઈ જઈએ.
૧૨0
૬થાની ક્યારી
લાગે પ્યારી
,
Page #130
--------------------------------------------------------------------------
________________
ખરેખર થોડી જ વારમાં વરસાદ ધોધમાર તૂટી પડ્યો. રબારીની આવી બુદ્ધિમત્તા જોઈને તેના ઉપર ખૂશ થઈ જઈને પલળી ગયેલો રાજા તેનાં ઝૂંપડામાં ગયો અને તેને કહ્યું : મારા મંત્રીને પણ જે વાતનું ભાન નથી, એ તારી પાસે છે. માટે હું તને મુખ્યમંત્રી પદે સ્થાપવા માંગુ છું .
| રબારીએ કહ્યું : મહારાજે ! વરસાદ આવવાનો છે તે ભાન મને પણ ક્યાંથી થાય ! પણ મારો જે ગધેડો છે, તેને આ વાતનો ખ્યાલ તરત જ આવે છે. અને તે વખતે તે પોતાના કાન એકદમ ઉચા અને કડક કરી દે છે. માટે મંત્રીપદ્ધ મારે ના જોઈએ. રાજાએ કહ્યું : ભલે ત્યારે હું એ ગધેડાને મંત્રી પદે બેસાડવાનું પસંદ કરીશ...
આમ કહીને લિંકને પોતાના મિત્રોને કહ્યું કે ગધેડાને મંત્રીપદે બેસાડતા રાજા જેવો હું ગધેડો નથી એટલું તમે ખ્યાલમાં રાખજો,
મંત્રી પદની જેનામાં લાયકાત હોય તે જ મંત્રી મંડળમાં સ્થાન પામી શકે! .. યાદ રાખજો, બીજાની હાર પર હસનારો કોક દિવસ પોતે પોતાની હાર પર રહે છે.))
કથાની યારી
લાખો પ્યારી
Page #131
--------------------------------------------------------------------------
________________
(લિમિથા દૂ૨ ૨હો...)
વિશ્વ વિજેતા બનવા નિકળેલો સિંકદર ઈરાનની ખૂબસૂરત શાહજાદીનો એટલો દિવાનો બની ગયો કે એના વિશ્વવિજેતા બનવાનાં સ્વપ્નો પણ એ ભૂલી ગયો. આ વાત એની સાથે રહેલા ગુરુ એરિસ્ટોટલના ધ્યાનમાં આવી ગઈ ! ને એક ઢળતી સાંજે વૃક્ષ નીચે એરિસ્ટોટલે સિંકદરને ઉપદેશ આપ્યો:
બેટા ! ઔરત કે ઉદે મેં ફંસના મત. ઔરત આફત કા દૂસરા નામ હૈ. બડબડ શાહ ઔર શહેનશાહ ફંસ કર બરબાદ હો ગયે. બડી જાલીમ ઔર કાતિલ હૈ ઔરત કી જાત..ઉસકી ચુંગલ મેં વો બડે સે બડે કો ભી આસાની સે હંસા દેતી હૈ. ઉનસે તો દૂર રહને મેં હી મઝા હૈ
સિકંદર સમજી ગયો કે આ ગુરુ જી. શું કહેવા માંગે છે. એણે શાહજાદી ને કહી દીધું કે... અબસે હમ નહીં મિલેંગે...
શાહજાદી સમજી ગઈ કે આ કામ એરિસ્ટોટલનું છે. એણે સિકંદરને કહ્યું: બસ સિર્ફ મેરી એક બાત માનીયે. કલ આ૫ ઈસી બગીચે મેં છૂપકર બૈઠે ઔર
૬
૨
૨
કથાની દયારા
લાગે પ્યારી
Page #132
--------------------------------------------------------------------------
________________
દેખું. જલદી ન કરે.
બીજે દિવસે સવારે સિકંદર બગીચાના ફૂલછોડ પાછળ સંતાઈ ગયો. શાહજાદી સોળ શણગાર સજી, મદ ભરી ચાલે બગીચામાં આવીને જે વૃક્ષ નીચે એરિસ્ટોટલ બંદગી કરતા હતા ત્યાં ગઈ અને મધુર કંઠે સંબોધન કર્યું. થોડીવારે એરિસ્ટોટલે આંખ ખોલી. શાહજાદી ત્યાંજ બેસી ગઈને પ્રેમાલાપ શરૂ કર્યો.
એરિસ્ટોટલ પાગલ બની ગયા શાહજાદી પાસે આવી માંગણી કરી. ફૂલ છોડ પાછળ છૂપાયેલો સિકંદર અદ્ધર શ્વાસે બધું જોઈ રહ્યો. શાહજાદી કહે આપકી ઈચ્છા તબ પુરી કરુંગી... જબ આપ મુઝે અપની પીઠ પર બૈઠાકર ઘોડકી તરહ બગીચે મેં' સૈર કરાયે. આપ દો હાથ જમીન પર બૈઠાકર ઘોડા બન જાયે.
એરિસ્ટોટલ બે હાથ ટેકવી ઘોડા બની ગયા શાહજાદી એમની ઉપર બેસી ગઈ અને ચલ મેરા ઘોડા ટીક..ટીક, ટીક.. કરવા લાગી. હજુ થોડુંક ચાલ્યા હશે. ત્યાં તો દોડતો સિકંદર આવ્યો ને...બોલી ઉઠયો...
ગુરુજી યે ક્યા ! કલ શામકો આપને
૬થાની યારી
લાગે પ્યારી
Page #133
--------------------------------------------------------------------------
________________
મુઝે કયા ઉપદેશ દિયા ! ઔર અબ યે ક્યા ! અને તરત જ એરિસ્ટોટલ ઉભા થઈ
ગયા.*
સિકંદરને દૂર ખેંચી લઈ ગયા ને કહ્યું : બેટા ! મેરે જેસે ખુદે કો ભી ઔરત ઘોડા બના દે તો દુસરોં કો ગધા બના દે ઉસમેં કયા આશ્ચર્ય ! ચલો... ભાગો... Sિ યહાં સે !
એરિસ્ટોટલ અને સિકંદર તરત જ ઘોડા ઉપર બેસી નાસી છૂટ્યા. દૂર રાહ જોતી ઈરાનની શાહજાદી દોડતી આવી. પણ એ પહેલા એરિસ્ટોટલ અને સિકંદર દૂર નીકળી ગયા હતા.
જોયું...નિમિત્તની ચિનગારી... અલગારીને પણ સળગાવી દો. પોતાના ભાઈ ઉપર દ્વેષભાવ હોય, અને દુનિયા સાથે મૈત્રીભાલું રાખીએ... પોતાનો ભાઈરીબાતો હોય, અને દુનિયાના જીવો પ્રત્યે કરુણાભાવ રાખીએ...
આ કાંઈ મૈત્રીભાવ કે કરુણભાવ નથી.
૧ ૨૪
કથાની યાદી
| મારો પ્યારી
,
Page #134
--------------------------------------------------------------------------
________________
ગોગ૯૨૪
'સતત ત્રીજા વરસે પણ દુકાળ પડ્યો હતો. પશુઓ ઘાસ ચારાના અભાવે મોતને ઘાટ ઉતરી રહ્યા હતા. લીલું ઘાસ તો શું, પણ સૂકું ઘાસ પણ મળવું દુર્લભ હતું. પણ એક ખેડૂત ભારે ખર્ચ કરીને બહારથી પોતાના પશુઓને માટે સુકું ઘાસ લઈ આવ્યો.
થોડા દિવસ સુધી તો પશુઓએ ઘાસ ખાધું પણ પછી એને સૂંઘવાનું ચ બંધ કરી દીધું. રોજ-રોજ આવું ઘાસ શી રીતે ખવાય? ખેડૂત મુંઝાયો. હવે શું કરવું ? લીલું ઘાસ તો મળે તેમ નથી. અને સૂકું ઘાસ ખાવા પશુઓ તૈયાર નથી. જો આમને આમ ચાલે તો પશુઓ મરી જાય... . તેવામાં કોઈ ચાલબાજ માણસે ખેડૂતને સલાહ આપી કે આ બધા પશુઓને તું લીલા રંગના ચમા પહેરાવી દે. પછી જો તેનું પરિણામ !... અને પેલાએ ખરેખર એ અખતરો કર્યો. તેને આશ્ચર્ય થયું. જે ઘાસની સામે પશુઓ જોવાય તૈયાર નહોતા. એજ ઘાસ પશુઓ ખૂબ જ મજેથી ખાવા લાગ્યા. કારણ કે લીલા ચરમાં પહેર્યા પછી
થાની કયારી
લાગે પ્યારી
Page #135
--------------------------------------------------------------------------
________________
૧ર૬
પશુઓને ઘાસ સૂકું નહીં પણ લીલું દેખાતું હતું... ખેડૂતના આનંદનો પાર રહ્યો નહિ.
ચર્ચિલનો જવાબ
સર વિન્સ્ટન ચર્ચિલ સ્વભાવે ખૂબ ઉગ્ર હતા. એક વખત તેઓ પોતાના કુટુંબીજનો સાથે નવરાશની પળોમાં બેઠા હતા. તે વખતે તેમના જમાઈ પણ ત્યાં હતા.
તેમના જમાઇએ તેમને પૂછ્યું : મિ. ચર્ચિલ ! તમારામાં અને ઈટાલીના સરમુખત્યાર મુસોલિની એ બન્નેમાં શ્રેષ્ઠ કોણ ? ચર્ચિલે કહ્યું : મુસોલિની મારા કરતાં શ્રેષ્ઠ ગણાય !
એ કઈ રીતે ? જમાઈએ ફરી પ્રશ્ન
કર્યાં.
ચર્ચિલથી હવે રહેવાયું નહીં. તેણે જડબાતોડ જવાબ આપ્યો કે મુસોલિનીને તેનો જમાઈ આવા વ્યર્થ પ્રશ્ન પૂછે તો તુરત શૂટ કરી દે. છતાં ત્યાં તેની પાસેથી કોઈ જવાબ માંગી શકે નહિ. ત્યારે મારે તો અહીં સંસદનો સામનો કરવો પડે છે ! જમાઈ તો આ જવાબ સાંભળીને ચૂપ જ થઈ ગયો.
થાની ક્યારી લાગે પ્યારી
Page #136
--------------------------------------------------------------------------
________________
અબ્રાહમ લિંક
અબ્રાહમ લિંકન અમેરિકાના એક નામાંકિત વકીલ હતા. એમની પાસે એક દિવસ એક અમીર આવ્યો. તેણે લિંકનને કહ્યું : સાહેબ ! એક નોટીસ તૈયાર કરો. એક ખેડૂત પાસે મારે અઢી ડોલરનું લેણું છે. તે ખોટા બહાના કરે છે. એટલે ના , છૂટકે મારે નોટીસ તૈયાર કરાવવી પડે છે.
( ત્યારે લિંકને કહ્યું : ભાઈ, તમને કદાચ અઢી ડોલર મળ્યા કે ન મળ્યા. તેથી શો ફરક પડવાનો છે. અહી ડોલરનો કેસ તૈયાર કરી નોટીસ આપવા મારી ફીના દસ ડોલર તમે આપશો? આવા પૈસા તમે શા માટે બગાડો છો ?
ત્યારે અમીરે કહ્યું : સાહેબ, આમાં પૈસા કરતાં પ્રતિષ્ઠાનો સવાલ છે.
લિંકને કહ્યું : ભલે ત્યારે જેવી તમારી ઈચ્છા. મને ફી પહેલેથી જ આપવી પડશે. અમીરે દશ ડોલર આપ્યા. એટલે લિંકને કહ્યું હવે કાલે આવજો. નોટીસ તૈયાર કરીને રાખું છું. અમીર ડોલર આપીને ગયો એટલે
લિંકને પેલા ખેડૂતને બોલાવ્યો અને
૧ ૨૬
કથાની યારી
લા) પ્યારી
Page #137
--------------------------------------------------------------------------
________________
પૂછ્યું કે પેલા અમીરને અઢી ડોલર આપવાના છે એ વાત સાચી છે ! ખેડૂતે હા પાડી પણ પછી તે રડી પડ્યો, તેણે કહ્યું કે શું કરું સાહેબ ! મારી પાસે અઢી ડોલર નથી. હું કેવી રીતે આપી શકીશ. હું ખૂબ જ ગરીબ છું.
1 લિંકન આ સાંભળીને પીગળી ગયા. ડ તેમણે કહ્યું ઃ તું ચિંતા ના કર. તારી સ્થિતિનો
ખ્યાલ આવી ગયો છે. લે આ પાંચ ડોલર લઈ જા, એમાંથી અઢી ડોલર અમીરને આપી, એની લેખિત પહોંચ મને આપી જજે, બાકીના અઢી ડોલરનો ઉપયોગ તારા ઘર માટે કરજે. • આભારવશ પાંચ ડોલર લઈ ખેડૂત ગયો.
અમીરને અઢી ડોલર આપી પહોંચ લઈ લિંકન સાહેબને આપી દીધી. અઢી ડોલર મળી ગયા એટલે અમીર લિંક્સ સાહેબને ત્યાં આવ્યો અને કહ્યું :
સાહેબ ! હવે નોટીસ તૈયાર ના કરશો. મને અઢી ડોલર મળી ગયા છે. પછી પેલા અમીરની નજર લિંકનના ટેબલ પર પડી. ત્યાં જ પોતે આપેલી અઢી ડોલરની પહોંચ પોતાની સહીવાળી ત્યાં પડી હતી. એ સમજી ગયો કે લિંકને જ આ બધું કર્યું
fથાની ક્યારી
લાગે પ્યારી
Page #138
--------------------------------------------------------------------------
________________
છે. તે ત્યાંથી ચૂપચાપ ચાલ્યો ગયો.
મૂર્ખ કોણ?
1. પૅરીસમાં રહેતા પ્રસિદ્ધ ભારતીય ચિત્રકાર હૈદરઅલી રજા જ્યારે પણ આપણા દેશમાં આવે ત્યારે પોતાના ગામમાં જરૂર આવે.
(5) એકવાર તેમણે કોઈ ખેડૂત પાસે સુંદર બળદોની એક જોડી જોઈ. તેમનું મન
આ બળદોનું ચિત્ર બનાવવા લલચાયું. ખેડૂતની અનુમતિ લઈને તેમણે બળદોનું સુંદર ચિત્ર બનાવ્યું. એ ચિત્ર લઈને તેઓ પૅરીસ ગયા. ત્યાં કોઈ કલાપ્રેમીએ આ ચિત્ર સોળ હજારમાં ખરીદ્યું.
તે ચિત્રકાર ભારત આવ્યા ત્યારે પોતાના ગામમાં ગયા. અને પેલા ખેડૂતને વાત કરી કે તમારા બળદોનું ચિત્ર પૅરીસમાં ૧૬૦૦૦ રૂ.માં વેચી દીધું. આ સાંભળીને ખેડૂત નવાઈ પામ્યો અને બોલ્યો ગજબ વાત છે. આવા મૂર્ખ લોકોના દેશમાં તમે રહો છો ! આનાથી પણ અર્ધી કિંમતમાં તો હું બળદગાડી સાથે બળદની જોડી ખરીદી Detra શકું તેમ છું.
1
કથાની Fa
ક્યારી
લાગે પ્યારી
૧૨૯
Page #139
--------------------------------------------------------------------------
________________
430
કાલકાચાર્ય
નૂરમણી નગરીમાં કુંભરાજાને દત્ત નામે પુરોહિત મિત્ર હતો, રાજાએ તેને મંત્રી બનાવ્યો. હિંસક યજ્ઞો કરી તેણે ખ્યાતિ મેળવી હતી. તેની ઈચ્છા રાજા થવાની હતી. તેથી પોતાના ઉપકારી એવા કુંભરાજાને 3કેદ કરી પોતે પોતાને રાજા કહેવડાવવા લાગ્યો.
તે નગરીમાં દત્તના સંસારી મામા કાલકાચાર્ય પધાર્યા. દત્તની મા જૈન ધર્મી હોવાથી તેણીએ દત્તને કહ્યું કે વંદન કરવા જા. ઈચ્છા ન હોવા છતાં માતાનાં આગ્રહથી વંદન કરવા ગયો.
કાલકાચાર્યે તેને અહિંસક ચજ્ઞનો ઉપદેશ આપ્યો, પણ આ ઉપદેશની તેને ખાસ અસર થઈ નહીં. ફરી એકવાર તે વંદન કરવા ગયો, ત્યારે તેણે પોતે કરેલા યજ્ઞનું ફળ પૂછ્યા લાગ્યો.
કાલકાચાર્યે કહ્યું કે દત્ત ! તમે જે યજ્ઞ કરી રહ્યા છો તેનું ફળ નિશ્ચિત નરક જ છે. યજ્ઞ સ્તંભ છેદી, પશુઓને મારી અને લોહીનો કિચડ કરી ને જો સ્વર્ગમાં
કથાની ક્યારી Taps લાગે પ્યારી
Page #140
--------------------------------------------------------------------------
________________
જવાતું હોય તો પછી નરકમાં કોણ જશે ? કો દત્તે કહ્યું : તમારી વાત સાચી શી રીતે મનાય ! ગુરુએ કહ્યું : આજથી સાતમે દીવસે ઘોડાના પગના ડગલાથી ઉડલી વિષ્ટા તારા મુખમાં પડશે, અને પછી તું લોઢાની કોઠીમાં પુરાઈશ. આ અનુમાનથી તારી અવશ્ય નરકગતિ થશે. એમનું નક્કી માનજે. | દત્તે કહ્યું કે તો તમારી શી ગતિ થશે ? ગુરુએ કહ્યું કે અમે ધર્મના પ્રભાવે વર્ગે જઈશું. આ પ્રમાણે સાંભળીને કોધ પામેલા દત્તે વિચાર કર્યો કે સાત દિવસની અંદર તેમના કહેવા પ્રમાણે નહીં થાય તો અવશ્ય તેમને હું મારી નાંખીશ. એમ વિચારી કાલકાચાર્યની આસપાસ રાજસેવકોને મૂકી તે નગરમાં આવ્યો. | આખા શહેરના તમામ રસ્તાઓમાંથી અપવિત્ર પદાર્થો કાઢી નખાવી સાફ કરાવ્યા. સર્વ સ્થળે પુષ્પો પાથરી દીધા. પોતે અંતપુરમાં જ રહ્યો. છ દિવસ વીતી ગયા. ત્યારે તેણે ભૂલથી સાત દિવસ વીતી ગયા માની આઠમે દિવસે -ખરું જોતા સાતમે દિવસે તે ઘોડા પર બેસી ગુરુ ને મારવા ચાલ્યો.
તેવામાં કોઈ માળી વૃઇ હોવાથી
૬ ૩૧
૬થાની યારી
લાગે પ્યારી
Page #141
--------------------------------------------------------------------------
________________
દસ્તની હાજત થતાં રસ્તામાં વિષ્ટા કરી. તેને ફૂલોથી ઢાંકીને ચાલ્યો ગયો. તેના ઉપર દત્તના ઘોડાનો પગ પડ્યો. તેથી વિષ્ટાનો અંશ ઉછળીને તેના મુખમાં પડ્યો. એટલે ગુરુના વચન ઉપર વિશ્વાસ આવવાથી પાછો
| ત્યાં એકાંત જાણી કું ભરાજાના સેવકોએ તેને પકડી લીધો. કુંભરાજાને કેદમાંથી છોડી ગાદીએ બેસાડ્યો. સામંત રાજાઓએ વિચાર્યું કે જો આ જીવતો રહેશે તો દુઃખદાઈ થશે. તેથી તેને લોઢાની કોટીમાં નાખ્યો. ત્યાં તે મૃત્યુ પામી નરકે ગયો. શ્રી કાલકાચાર્ય નિરતિચાર ચારિત્ર પાળી સ્વર્ગે ગયા.
- સાચું સામાયિક બધા જ પ્રાણીઓ ઉપર સમભાવ રાખવો, આત્મા ઉપર સંયમ રાખવો, આરતી ધ્યાન-રૌદ્ધ ધ્યાનનો ત્યા? કરવો, અને સમભાવની મસ્તીમાં મસ્ત બનવું. એ જ સાચું સામાયિક છે.
૧
૩
૨
કથાની ક્યારી
| લાગે પ્યારી
Page #142
--------------------------------------------------------------------------
________________
તમે પણ કૃર્કા૨ છે. )
ફરીદ નામનો એક ફકીર હતો. ગામના લોકો તેના પર ખૂબ જ ભકિતભાવ રાખતા હતા. આ સંત પણ સૌની સાથે આત્મીય ભાવ રાખતા.
એક દિવસ ગામના લોકોએ ભેગા થઈ ફકીરને વિનંતી કરી કે આપને તો અકબર બાદશાહ પણ સમાન આપે છે. એ તમારી બધી વાતનો સ્વીકાર કરે છે તો આપ અકબરને કહીને ગામમાં એક ફૂલ બનાવી દો. સંત ગામ લોકોના આગ્રહને ટાળી ન શકયા. | એક દિવસ સવારના તેઓ અકબરને મળવા ગયા. ત્યાં તેમણે જોયું તો અકબર પોતાની મસ્જિદમાં નમાજ પઢી રહ્યો હતો. તે સંત ચૂપચાપ પાછળ ઉભા રહી ગયા. અકબરની નમાજ પૂરી થઈ એટલે અકબર હાથ ઉંચા કરીને બોલ્યો : હે ખુદા ! મારા ધનને વધારજો. મારી સુખ-સમૃદ્ધિ વધો. મારું રાજય વૃદ્ધિ પામો.
સંત આ સાંભળીને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. અકબરે પાછળ જોયું. ફરીઠની પાછળ દોડીને અકબરે કહ્યું : તમે કેવી
૧૩૩
કથાની યારી.
લાગે પ્યારી
Page #143
--------------------------------------------------------------------------
________________
રીતે આવ્યા ! અને હવે એકદમ પાછા કેમ જઈ રહ્યા છો ! | ફરે હસીને કહ્યું તમને માટ અકબર સમજીને તમારી પાસે કાંઈક માંગવા માટે આવ્યો હતો. પણ અહીં આવીને જોયું તો તમે પોતે જ ફકીર છો. એક ભીખારી પાસેથી ભીખારીને શું મળી શકે છે ? આ વિચારીને વગર માંગ્યે જ હું અહીંથી પાછો જઈ રહ્યો
લાવવી
( હું ખરીદી લઈશ, એક અમેરીકને ઈંગ્લેન્ડની મુલાકાત દરમ્યાન પોતાના દેશની સમૃદ્ધિની એટલી શેખી મારી કે એ સાંભળીને એક અંગ્રેજે એને ઠેકાણે લાવવાના ઈરાદાથી કહ્યું :
' સાંભળ મિત્ર! ઈંગ્લેન્ડ જેવો કોઈ પૈસાદાર દેશ નથી. અરે, અમારી પાસે એટલું બધું સોનું છે કે અમે એટલાંટિક સાગરની પાર છેક અમેરીકા સુધી સોનાનો પુલ બાંધી શકીએ છીએ. ( અમેરીકને જરાય અંજાયા વગર કહ્યું તો બાંધવા માંડો ને ! મને ગમશે તો એ હું ખરીદી લઈશ..... !
૧3૪)
૬થાની કયારી
લાગે પ્યારી
Page #144
--------------------------------------------------------------------------
________________
એક સિદ્ધ પુરુષને બે શિષ્યો હતા. એક વિનીત હોવાથી શાસ્ત્રમાં કુશળ થયો. બીજો અવિનયી હોવાથી અકુશળ થયો. ગુરુની આજ્ઞાથી તેઓ નજીકના ગામે જતાં રસ્તામાં મોટાં પગલાં જોઈ વિનયી શિષ્ય
આ કોના પગલા છે ? અવિનયી શિષ્ય કહ્યું કે મોટા પગલા તો હાથીના જ હોય. એટલું પણ તું નથી જાણતો ! ત્યારે વિનીત શિષ્ય કહ્યું : હાથી નહિ પણ હાથીણીના છે. તે ડાબી આંખે કાણી છે.* તેની ઉપર બેસીને કોઈ રાજરાણી જાય છે. તેનો ધણી તેની સાથે છે. તેને પુત્રની પ્રસુતિ થવાની તૈયારી છે.
ત્યારે અવિનીતે કહ્યું કે આવું કેમ જાણ્યું ? ખાલી ગપ્પા મારે છે. તેણે કહ્યું: કે મેં જ્ઞાનથી જાણ્યું છે. સાચા ખોટાની આગળ જતાં ખબર જરૂર પડશે. ગામમાં પહોંચતાં જ તેઓ સરોવરને કાંઠે રાણીને રહેવાનો રાજમહેલ જોયો. તેની પાસે ડાબી આંખે કાણી હાથીણી પણ જોઈ. એક દાસીએ
કથાની યારી
લાગે પ્યારી
*
www.jainelibrar deg
Page #145
--------------------------------------------------------------------------
________________
પુત્ર જન્મની વધામણી રાજાને આપતાં સાંભળી.
ત્યારે અવિનીતે કહ્યું : તારું કહેવું બરાબર છે, પછી તેઓ સરોવરને કિનારે બેઠા. ત્યાં કોઈ વૃદ્ધ સ્ત્રીએ તેમને વિદ્વાન જાણી પૂછ્યું કે મારો પુત્ર દેશાંતર ગયેલો
છે તે જ્યારે પાછો આવશે ? તે જ વખતે 3 તેના માથા ઉપરથી ઘડો પડી ગયો.
તે જોઈ અવિનીતે કહ્યું કે તારો પુત્ર મરી ગયો છે. વિનીતે કહ્યું કે હે માતા ! તમે ઘરે જશો એટલે પુત્રનું મુખ જોશો. તે સાંભળી ડોશી ઘરે ગઈ. પુત્રને જોઈ ખૂબ રાજી થઈ. પુત્રે માતાના પગમાં પડી પ્રણામ કર્યા. ડોશીએ પેલા વિનીત શિષ્યને પોતાના પુત્ર દ્વારા ઘણું ધન તથા વસ્ત્ર અપાવ્યા. - અવિનીત શિષ્ય મનમાં દુઃખી થતો વિચારવા લાગ્યો કે ગુરુએ મને બરાબર ભણાવ્યો નહીં. તેથી ગુરુ પાસે આવી તેમને નમ્યા વગર અક્કડ થઈ ઉભો રહ્યો. જ્યારે વિનીત શિષ્ય ગુરુના ચરણોંમાં માંથું મૂકી પ્રણામ કરી ઉભો રહ્યો. અવિનીત શિષ્ય ગુરુને ઠપકો આપી કહ્યું કે તમે મને ભણાવ્યો નહીં અને આને ભણાવ્યો. તેથી તે બધું
૬િ૩૬
થોની યાદી " લાગે પ્યારી
Page #146
--------------------------------------------------------------------------
________________
જાણી શકે છે. ત્યારે ગુરુએ વિનીત શિષ્યને પૂછ્યું :
હે વત્સ ! તે કેવી રીતે જાણ્યું ? તે કહે. તેણે કહ્યું કે મેં બારીકાઈથી તપાસ કરતાં હાથીણીના પગલા જાણ્યા. તેણે જમણી બાજુના વેલા ખાધા જાણી તે કાણી છે એમ લાગ્યું. હાથીણી ઉપર બેસી રાજા રાણી વિના કોણ જાય ? તથા તેણીએ ઉતરી પેશાબ કરેલું તેમ જ પગલાના ચિહથી રાણી જાણી. વૃક્ષ પર લાગેલા રાતા ટુકડાને જાણી તે સધવા લાગી. ને હાથ જમીન પર પડેલો જોઈ ગર્ભવતી જાણી. પગે ચાલતાં ડાબો પગ પહેલો પડેલો જાણી તેને પુત્ર થશે એમ જાણ્યું. વળી વૃદ્ધ સ્ત્રીનો ઘડો માથા પરથી પડી જતાં જ્યાંથી ઉત્પન્ન થયો ત્યાં જ માટીમાં મળી ગયો જાણી તેનો પુત્ર આજે મળવો જોઈએ. એમ તેના પૂછવાથી કહ્યું તે જાણી ગુરુ ખુશ થયા.
અવિનીત શિષ્યને કહ્યું કે મેં તમને બંનેને સાથે જ અભ્યાસ કરાવ્યો છે, તે વિનયથી જ્ઞાન વદ્ધિ કરી શક્યો છે. અને તું અવિનીત હોવાથી જ્ઞાન વૃદ્ધિ કરી શક્યો
નથી.
ની
15
૬થાની ક્યારી
લા પ્યારી
Page #147
--------------------------------------------------------------------------
________________
( બંધનથી મુકિત )
આખી ઉજજૈનીના લોકો આજે ગામના પૂર્વ દરવાજે ટોળે વળ્યા છે. બધાના મોટા ઉપર શોક અને કુતુહલની મિશ્ર લાગણીઓ નજરે પડે છે. બ્રાહ્મણોના વચનો પરથી શ્રી ભક્તામર સ્તોત્રનો મહિમા જાણવાની ઈચ્છાવાળા રાજા ભોજે ત્રણ દિવસના ઉપવાસ પછી દોરડાના સખ્ત બંધનોથી બાંધી પાણી વિનાના એક ઉંડા અને અંધારા કૂવામાં દેવચંદ શેઠને ઉતાર્યા છે.
દેવચંદ શેઠ હતા તો વૃદ્ધ પણ તેમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અચલ હતી. કોઈ દેવ પણ તેમની શ્રદ્ધાને ડગાવી શકે તેમ ન હતો. આજે તેવી જ આકરી કસોટી થઈ રહી. હતી. અંધારા કૂવામાં ઉતાર્યા છતાંયે દેવચંદ શેઠ તો શાંત હતા. તેમનું ધ્યાન તો શ્રી ભક્તામરના શ્લોક માં હતું. એક ચિત્તે તેનું સ્મરણ કરતાં હતા.
પૃથ્વી પર ધીરે-ધીરે અંધકાર છવાઈ રહ્યો હતો, લોકોના ટોળા પણ ઘર તરફ રવાના થયા. દેવચંદ શેઠ શ્રી ભકતામરના ધ્યાનમાં લીન બની ગયા છે. ત્યાં જ અંધારા
૧૩૮
ક્રયાની કંયારી
| લાગે પ્યારી
Page #148
--------------------------------------------------------------------------
________________
કૂવામાં એકદમ પ્રકાશ ફેલાઈ ગયો, એક કોમળ અવાજ સંભળાયો. માંગ-માંગ શું જોઈએ છે !
રોઢે ધ્યાન પૂર્ણ કર્યું. ઉંચી નજર કરી તો પ્રત્યક્ષ તેજ તેજના અંબાર સરખી દેવીને નિહાળી. રોઠે આંખો બંધ કરી તો થોડીવારમાં તેમના દોરડાના બંધનો તૂટી ગયા. અંધકારને બદલે પ્રકાશ ફેલાઈ ગયો, કૂવાના સાંકડા તળીયાને બદલે વિશાળ સુશોભિત સ્થળ બની ગયું. દેવી અલંકારોથી રોઠની કાયા વિરોપ સુશોભિત બની ગઈ.
આજે પથારીમાં પડ્યા પડ્યા રાજા ભોજને નિદ્રા આવતી નથી. પેટની મહાવ્યાધિ ઉત્પન્ન થયો છે. ઘણાં વૈદ્યો હકીમોએ પ્રયત્નો કર્યા છતાંય વ્યાધિ ગમતો નથી. રાત દિવસ રાજા પીડાય છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું : મહારાજ! કદાચ દેવચંદ શેઠના ઉપચારથી આપનો વ્યાધિ મટે ! રાજાએ માણસો મોકલ્યા. જાઓ, એમના બંધનો તોડી નાંખો અને કૂવામાંથી બહાર કાઢી તુરત જ માનપૂર્વક અહીં લાવો.
રાજાના હુકમથી રાજાના માણસો દોડ્યા, મોટા મોટા દોરડા લીધા અને શેઠને
કથાની ારી
લાગે પ્યાર
૧૩.
Page #149
--------------------------------------------------------------------------
________________
બહાર કાઢવા કોશ જોક્યા. અને દેવચંદ શેઠના નામનો અવાજ ર્યો. થોડીવારે કોઈની પણ સહાય વિના આનંદિત ચેહરે શેઠ બહાર આવ્યા. પોતાની જાતે જ ઉપર આવેલા શેઠને જોઈને લોકો નવાઈ પામ્યા. તેમના શરીર ઉપરના અલંકાર જોઈ લોકો હર્ષના પોકાર કરવા લાગ્યા. તેમના દુશ્મનો પણ તેમની પ્રશંસા કરવા લાગ્યા.
[ રાજાની પાસે જઈને શેઠે નમસ્કાર કર્યા. રાજા પણ આ સ્થિતિ જોઈ આશ્ચર્ય પામ્યો. જયારે તેણે જાણ્યું કે આ બધો પ્રભાવ શ્રી ભકતામર સ્તોત્રનો છે. ત્યારે તેને ખૂબ આનંદ થયો અને પ્રશંસા કરી. I , શેઠને પોતાના વ્યાધિનો ઉપાય પૂછયો. શંદે શ્રી ભક્તામરના પ્રથમ બે શ્લોકોનું જ શુદ્ધ ચિત્તે સ્મરણ કરી, અંજલી ભરી પાણી છાંટ્યું. રાજાનો વ્યાધિ શાંત થયો. તેના બે શ્લોકોનો આવો મહિમા છે. તો પછી આખા સ્તોત્રનો તો કેટલો મહિમા હોવો જોઈએ ! રાજાએ તેમની પ્રશંસા કરી. શ્રી ભક્તામર સ્તોત્રનો અભ્યાસ શરૂ કર્યો. . જૈન ધર્મ પ્રત્યે તેને પ્રિતી થઈ. જૈન ધર્મનો જયજયકાર થયો.
૧૪n
કથાની કયારી
લાગે પ્યારી
Page #150
--------------------------------------------------------------------------
________________
શંકલ ભારે પડી ન જેમલો ધોબી ગામ આખાના કપડાં ધએ. એક વખત મધરાતે જોરદાર તરાનો ભસવાનો અવાજ સાંભળી લાકડી લઈ બહાર ધસી આવ્યો. જોયું તો ચોરો કપડાના ગાંસડા ભરી લઈ જવાની તૈયારીમાં હતા.
ચોર ચોર બૂમો પાડતાં ચોરો ભાગી ગયા. હજારો રૂપિયાના કપડા ચોરાતા રહી ગયા. જે મલાએ કહ્યું : ખરેખર કૂતરાએ મારી લાજ રાખી. નહીં તો દુનિયાને મોટું બતાવવું ભારે થઈ જાત. બીજે દિવસે કૂતરાને પેટ ભરી મિઠાઈ ખવડાવી. આ બધું નાટક જેમલાનો ગધેડો રાતથી જોતો હતો. એને થયું રાતના અર્ધા કલાક ભણીને કુતરાએ આટલી બધી મિઠાઈ મેળવી. મારે પણ મિઠાઈ ખાવી છે.
એમ વિચારી મધરાતે ગધેડાએ ભું કરવાનું ચાલુ કરી દીધું. જેમલાની આંખ માંડ મળી હતી. ત્યાં ગધેડાએ હોંચી હોંચી કરીને ઉંઘ ઉડાડી દીધી. જેમલો દંડો લઈને બહાર આવ્યો, કસમયે ભસવા બદલ ગધેડાને ઢીબી નાખ્યો. નકલ કરી પણ ભારે પડી.
૧૪૧
કથાની કયારી
લાગે પ્યારી
Page #151
--------------------------------------------------------------------------
________________
યુક્રેશ્વર પ્રગટ થયા )
( વસંતપુરમાં કેશવદત્ત નામે એક વણિક રહેતો હતો. તે બહુ જ નિર્ધન અને અધર્મી હતો. એક ટંકનું ભોજન કરવાના પણ સાંસા હતા. એક દિવસ કોઈ પ્રભાવશાળી મહાત્મા એજ નગરમાં પધાર્યા. ગામ લોકોની સાથે કેશવદત્ત પણ મુનિનો ઉપદા સાંભળવા
ગયો.
મુનિના ઉપદેશથી કેશવદત્તને ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગી. મુનિના કહેવાથી નિરંતર તે શ્રી ભક્તામર સ્તોત્રનો પાઠ કરવા લાગ્યો. ધીરે ધીરે તેના ઘરમાંથી નિર્ધનતા ઓછી થવા લાગી. થોડા પૈસા બચાવી તે પરદેશમાં વધારે ધન કમાવા ગયો. | એક દિવસ રસ્તામાં તેને એક દંગ મળી ગયો. તે ઠગ ચાલાક અને બોલવામાં મીઠો હતો. તેણે કેશવદત્ત ને કહ્યું કે જો ભાઈ ! હું પણ તારા જેવો જ ગરીબ છું. અને પૈસા કમાવા નીકળ્યો છું પરંતુ તપાસ કરતાં મને એક કુવો મઇયો છે. તેમાં એક પ્રકારનો એવો રસ છે કે જો લોઢા ઉ પર તે રસ છાંટીએ તો સૌનું થઈ જાય. માટે જ
૧૪૨
૬થાની કયારી
લા) પ્યારી
Page #152
--------------------------------------------------------------------------
________________
તમે એ કુવામાં ઉતરીને આ તુંબડી રસધી ભરી આવો તો આપણા બંનેનું દારિદ્ર દૂર થાય,
કંગના લાલચભર્યા વચનો સાંભળીને કેશવદત્ત કૂવામાં ઉતરવા તૈયાર થયો. કેડ એક દોરડું બાંધ્યું અને એક છેડો ઠગના હાથમાં આપ્યો. ધીમે ધીમે દોરડાની મદદથી તેણે નીચે ઉતરી રસથી તુંબડું ભરી લીધું. પછી ઠગે દોરડું ખેચ્યું. કેશવદત્ત લગભગ ઉપર આવી ગયો. એટલે ઠગે કહ્યું કે તું મને તુંબડું આપ પછી તને ઉપર ખેંચી લઉં. કારણ કે તુંબડીમાંથી રસ ઢોળાઈ જાય તો ફરી મહેનત કરવી પડે. | ભોળો કેશવદત્ત ઠગની લુચ્ચાઈ સમજ્યો નહીં અને તુંબડું ઠગના હાથમાં આપ્યું. એટલે ઠગે દોરડું છોડી દીધું. બિચારો કેશવદત્ત સીધો ફૂવાના તળીયે જઈ પડ્યો. સીધો પડવાથી બહુ વાગ્યું નહિ. પરંતુ મુંઝાવા લાગ્યો. અનેક દેવ-દેવીઓને પોતાના દુઃખમાંથી મુકત કરવા પ્રાર્થના કરવા લાગ્યો.
ત્યાં જ તેને ભક્તામરનું મરણ યાદ આવ્યું અને તેના ૮-૯ માં લોકનું ચિંતવન કરવા લાગ્યો. એક ચિત્તે આરાધન કરતાં
કથાની પ્યારી
| લાગે પ્યારી
૧૪૩
Page #153
--------------------------------------------------------------------------
________________
સાક્ષાત્ ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા. અને તેને ‘કૂવામાંથી બહાર કાઢ્યો. તેનું દારિદ્ર દૂર કરવા અનેક રત્નો આપી તેને સહી સલામત વસંતપુર પહોંચાડ્યો.
૧૪૪
સંબંધ
જન્મ, મરણ, વેવિશાળ, લગ્ન વગેરેની ક્રિયા કરાવનાર એક ગોરના ઘરની બરાબર બાજુમાં એક ગધેડો મરી ગયો.
ગોરે મ્યુનિસિપાલિટીની ઓફિસે ફોન કરી જણાવ્યું કે હું ગૌરીશંકર ગોર બોલું છું. મારા ઘરની બાજુમાં એક ગધેડો મરી ગયો છે. તો તેના શબની વ્યવસ્થા કરો, ફોન ઉપાડનાર કોઈ મરકરો હતો. તેણે તરતજ જવાબ આપ્યો કે મરનારની ઉત્તર ક્રિયા તો આપ કરો છો. તો પછી એના સમાચાર અહીં શું કામ આપો છો ? તેની જે વિધિ કરવાની હોય તે આપ ખરાખર કરી લો.
ગોરે વળતો જવાબ આપ્યો કે એ તો હું પતાવી દઈશ. પરંતુ મરનારના સગા સંબંધીઓને સમાચાર તો આપવા જ પડે ને ! એટલે જ મેં તમને ફોન કર્યો છે.
કથાની ન્યારી લાગે પ્યારી
Page #154
--------------------------------------------------------------------------
________________
- ( fપાથ દૂ૨ થયો )
ચંપા નગરીમાં ધરસેન નામે એક રાજા હતો. તે ખૂબજ દયાવાન અને નીતિવાન હતો. તેને ગુણચંદ્ર નામે એક પ્રધાન હતો. તે પણ બહુ જ ગુણવાન અને ન્યાયી હોવાથી રાજા-પ્રજા બંનેને પ્રિય હતો.
એક વખત અચાનક રાજા ધૂરસેનને , કોઈ કારણસર એક પિશાચ વળગ્યો. તેથી રાજા લગભગ બેભાન રહેવા લાગ્યો. અને ક્યારેક તે અયોગ્ય કામ પણ કરી બેસતો.
આ પિશાચને કાઢવા મંત્રીએ ઘણા ઉપાયો કર્યા. પણ પિશાચ નિકળ્યો નહિ. રાજા તથા મંત્રી ખૂબ મુંઝાવા લાગ્યા.... એવામાં એક વખત તે નગરીમાં એક મુનિ પધાર્યા. સૌ તેમનો ઉપદેશ સાંભળવા ગયા. લોકોએ મંત્રીને કહ્યું કે જો આ મુનિને વિનંતી કરવામાં આવે તો તેઓ જરૂર રાજાને વળગેલા પિશાચને કાઢી શકે.
મંત્રીએ તરત જ મુનિ પાસે જઈને વિનંતી કરી કે આપ આ રાજાનો પિશાચ દૂર કરશો તો જૈન ધર્મનો મહિમા વધશે. માટે આપ આટલી કૃપા કરો.... મંત્રીના
૧૪પ
૬થાની યાદી
લાગે પ્યારી
Page #155
--------------------------------------------------------------------------
________________
વચનો સાંભળી આ કાર્ય પરિણામે ફલદાયક છે એમ જાણી મુનિએ તેમને બીજા દિવસે આવવાનું કહ્યું.
| રાત્રે મુનિએ શ્રી ભક્તામર સ્તોત્રના ૧૫મા શ્લોકની આરાધના વડે શાસન દેવીને બોલાવી અને રાજાના આ દુઃખનો ઉપાય પૂછયો. ત્યારે દેવીએ કહ્યું કે આ જ ૧૫માં
શ્લોકનું ચિંતવન કરી આ રાખની ચપટીથી રાજાના કપાળમાં ચાંદલો કરજો એટલે રાજા તે દુઃખથી મુકત થશે. ' બીજે દિવસે રાજા-મંત્રી વગેરે નગરજનો સૌ મુનિ પાસે આવ્યા. મુનિએ રાખનીં ચપટી ભરી ૧૫મા શ્લોકનું ચિંતવન કરી રાજાના કપાળમાં તિલક કર્યું કે તરત જ રાજાને શાંતિ થઈ ગઈ. રાજાએ હર્ષવિભોર બનીને જૈન ધર્મની ખૂબ જ પ્રશંસા કરી.
આ ચમત્કારથી નગરજનો આશ્ચર્ય પામ્યા. રાજા પ્રજા સૌને જૈનધર્મ ઉપર શ્રદ્ધા થઈ. સૌ મુનિને વંદન કરી નગરમાં પાછા ફર્યા. કહેવું સૌને ગમે છે, પણ સાંભળવું) કોઈને ગામતું નથી. કડક શબ્દો બોલવા (ામે છે પણ સાંભળવવા ગમતાં નથી.))
૧૪૬
કથાની યારી
| લાપો પ્યારી
Far Private & Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
વાદમાં વિજય
- કુંદનપુરના રાજા દેવધરની સભામાં આજે બોદ્ધ મુનિ અને જૈન મુનિ વાદ વિવાદ કરવાના છે. આ વાત સાંભળી ઘણા લોકો રાજસભામાં ભેગા થયા છે. સમય થતાં રાજા આવ્યો. સભાજનોના પ્રણામ જિલતો- છે, ઝિલતો તે પોતાના સિંહાસન ઉપર બેઠો.
| આ તરફ બૌદ્ધ મુનિ શ્રી પ્રજ્ઞાકર અને જૈન મુનિ શ્રી મતિસાગર પણ રાજાની આજ્ઞા થતાં શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયા. ત્યારે શ્રી મતિસાગરે પ્રથમ એકચિત્તે શ્રી ભક્તામર સ્તોત્ર ના ૨૨મા શ્લોકનું ચિતંવન કરી દેવના આશીર્વાદ મેળવ્યાં. પછી શ્રી પ્રજ્ઞાકર સાથે વાદવિવાદ શરૂ કર્યો. તેમાં બૌદ્ધમતના એકાંતવાદ ને ઘણી દલીલો વડ તોડીને જૈન ધર્મના અનેકાન્તવાદને સિદ્ધ કર્યો. આથી રાજા વગેરે સૌ ખુશ થયા. અને જૈન ધર્મની શ્રેષ્ઠતા સ્વીકારી. નું પોતાનું અપમાન થવાથી શરમાયેલા બૌદ્ધ મુનિ શ્રી પ્રજ્ઞાકર ત્યાંથી ચાલ્યા ગયા. અને આ અપમાનનું વેર લેવા તે ઉપાય શોધવા લાગ્યા. પરંતુ તેવામાં તે અચાનક
૧૪૩
કથાની યાદી
| લાખો પ્યારી
Education International
Page #157
--------------------------------------------------------------------------
________________
જ મૃત્યુ પામ્યા અને યક્ષપણે ઉત્પન્ન થયા. અને તે યક્ષ રાજા દેવધરને અનેક ચમત્કારો દેખાડી પોતાની પૂજા કરાવવા લાગ્યો.
1 વળી નગરમાં બધા જૈનોને હેરાન કરવા લાગ્યો. ઘણા દિવસે એ જ શ્રી મતિસાગર મુનિ પાછો કુંદનપુરમાં આવી પહોંચ્યા. નગરના જૈનોએ યક્ષ તરફથી થતી 3 હેરાનગતિ મુનિને કહી સંભળાવી..
( તેથી શ્રી મતિસાગર મુનિએ ૨ ૨ મા લોકનું સ્મરણ કર્યું. યક્ષના મંદિરે જઈ યક્ષની પ્રતિમા સામે પગ કરીને સૂઈ ગયા. આથી યક્ષ ઘણો જ કોપાયમાન થઈ અનેક પ્રકારના ભયો બતાવવા લાગ્યો. પણે શ્રી મતિસાગર મુનિ જરાય પણ ડર્યા નહીં અંતે થાકીને યક્ષે રાજાને કહ્યું : | હે રાજન ! જે દેવની તમે પૂજા કરો છો, જેનાથી તમે સુખી છો તે દેવની એક જૈન મુનિ અવગણના કરે તે ઠીક નથી. રાજા આ સાંભળી એકદમ રોષે ભરાયો. અને તે મુનિને પકડી લાવવા તરત જ માણસો મોકલ્યા.
- ઘણાં માણસો પકડવા જાય છે. પરંતુ જનારા આંધળા થઈ જવાથી મુનિને
કથાની યાદી
લાગે પ્યારી
Jain Education is national
Page #158
--------------------------------------------------------------------------
________________
પકડી શકતા નથી. આથી તેઓ ચારે બાજુ ફટકા મારવા માંડ્યા. પંરતુ તે ફટકા મુનિને લાગવાને બદલે રાજાની પીઠ ઉપર લાગવા માંડ્યા. તેથી રાજા બૂમાબૂમ કરવા લાગ્યો. અને બીજા માણસોને મોકલીને મુનિને માર મારતા બંધ કરાવ્યા.
રાજા આ ચમત્કારથી મુનિના દર્શન માટે ઘણાં લોકો સાથે યક્ષના મંદિરે ગયો. અને શ્રી મતિસાગરના ચરણોમાં નમી પડ્યો. ત્યારે મતિસાગરે શાસ્ત્રાર્થ વખતે થયેલ હારને યાદ કરીને પહેલાનું વર લેવા શ્રી પ્રજ્ઞાકર કેવી રીતે યક્ષ થઈ લોકોને હેરાન કરે છે તે કહી બતાવ્યું.
આથી રાજા ઘણો નવાઈ પામ્યો. અને જૈન ધર્મ સ્વીકારી યક્ષ મંદિરના બદલે 'જિન ચૈત્ય બંધાવી ભક્તિ પૂર્વક સેવા-પૂજા કરવા લાગ્યો. ચતુર્વિધ સંઘ એ મહાન તીર્થ છે. માટે જ આ તીર્થન તીર્થકરો પણ નમસ્કાર કરે છે. તીર્થકરોએ આપરાને જ્ઞાન, દર્શન, ચારિત્રનો સર્વશ્રેષ્ઠ માર્ગ (ચીંધ્યો છે.
૬થાની કયારી
લાગે પ્યારી
Page #159
--------------------------------------------------------------------------
________________
યંત૨ બાળા ગાયો)
વસંત ઋતુ હતી. ઉપવનમાં આજે સૂર્યપુર નગરનો રાજા અજિતસિંહ પોતાની પટ્ટરાણીઓ સહિત વસંત ઉત્સવ ઉજવવા આવ્યો હતો. રાણીઓ તો આવા મીઠા આનંદને અનુભવવા ઉપવનમાં ચારે તરફ ફરતી અને મનગમતા ફૂલો ચુંટતી.
તેવામાં તેમની નજરે એક પત્થર આવ્યો. તેના ઉપર સિંદૂર અને તેલ ચઢાવેલું હતું. તેલની ચિકાસથી આખો પત્થર ગંદો દેખાતો હતો. એટલે એક રાણીને સૂગ ચઢી અને તેના ઉપર ઘૂંકી. થોડીવારે બીજી રાણીઓ પણ ઘૂંકી. પરંતુ એકાએક આ શું !
( બધી રાણીઓ ગોળ-ગોળ ફરવા લાગી. હસતી જાય, ચાળા કરતી જાય ને ગાતી જાય. ફરતી બંધ જ ન થાય. ખૂબ ફર્યા પછી ગાંડાની જેમ દોડવા લાગી. રાજામંત્રીઓએ આ જોયું. તેમને લાગ્યું કે તેઓ આનંદ કરતાં હશે. પણ જ્યારે મર્યાદા પણ સચવાવા ન લાગી ત્યારે લાગ્યું કે નકકી કંઈક વળગાડ વળગ્યો લાગે છે. ખરેખર હતું પણ તેમ જ.
૬ ૫d
કથાની દયારી
લાગે પ્યારી
Page #160
--------------------------------------------------------------------------
________________
જે પત્થર પર તે થૂંકી હતી. તે પત્થરમાં એક વ્યંતરનો વાસ હતો. એટલે તે રાણીઓને વળગ્યો હતો. ધ
ચારે તરફ આનંદ હતો. ત્યાં ભંગાણ પડ્યું. સૌ ચિંતામાં પડ્યા. તરત જ મંત્રતંત્રના જાણનારાઓને બોલાવ્યા. ખૂબ ધૂપધુમાડા કર્યા, અનેક પ્રકારના મંત્રોના જાપ કર્યા, ભુવાઓ ધૂણવા લાગ્યા. પણ વ્યંતર જરાયે શાંત ન થયો. એટલે રાજા મુંઝાયો. હવે શું ઉપાય કરવો !
ન
તે વખતે અચાનક શ્રી શાંતિકીર્તિ મુનિ વિહાર કરતાં પોતાના શિષ્યો સાથે સૂર્યપુરમાં પધાર્યા. તેઓ આ ઉપવન પાસેથી પસાર થતાં, થાક લાગવાથી એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ત્યાં જ રાજાના માણસોએ શ્રી શાંતિકીર્તિ મુનિને જોયા. અને કદાચ આ મુનિ પણ ઉપચાર જાણતા હશે. એમ ધારીને તેઓ રાજા પાસે જઈ મુનિઓ પધાર્યાની વાત કરી.
આપની આજ્ઞા હોય તો તેઓને વિનંતી કરીએ. રાજા પોતે માણસો સાથે શ્રી શાંતિકીર્તિ મુનિ પાસે આવ્યો. વંદન કરી પોતાની મુશ્કેલીઓ જણાવી. મુનિએ
કથાની ક્યારી
લાગે પ્યારી
૧૫૧
Page #161
--------------------------------------------------------------------------
________________
પરિણામે લાભ જાણી. ત્યાં જ શાંત ચિત્તે શ્રી ભકતામરના ૨૪- ૨૫ શ્લોકોનું મરણ કરી એક લોટો પાણી એ બે શ્લોકો વડે મંત્રી આપ્યો.
રાજાએ મંત્રેલું પાણી રાણીઓ ઉપર છાંટ્યું. વળગેલો વ્યંતર ચીસ પાડી નાસી ગયો. રાજા આ ચમત્કારથી ખૂબ નવાઈ 3 પામ્યો. તેણે જૈન ધર્મનો સ્વીકાર કર્યો અને શ્રી શાંતિકીર્તિ મુનિ પાસેથી શ્રી ભક્તામર સ્તોત્રનો વિધિપૂર્વક અભ્યાસ કર્યો. સૌ આનંદથી પાછા નગરમાં આવ્યા.
સત્સંગ
આકાશમાંથી પડેલું વરસાદના પાણીનું ટીપું સરોવરમાં પડતાં મીઠું બની જાય છે, સાગરમાં પડતાં ખારુ બની જાય છે. ગંગા નદીમાં પડતાં પવિત્ર બની જાય છે. ખાબોચીયામાં પSતાં વાંદુ બની જાય છે અને કાળું માછલીના પેટમાં જતાં મોતી બની જાય છે. |
તેમ માનવી જેવો સંગ કરે તેવો જ તેને રંગ લાગે છે. માટે હંમેશા સત્સંગ કરવો જોઈએ.
પર
૬થાની યાદી
| લાપો પ્યારી
Page #162
--------------------------------------------------------------------------
________________
રોગ નાશ પામ્યો
ધારા નગરીનો રાજા વિજયપાલ ન્યાયી અને ઉદાર હતો. તેને રૂપકુમારી નામે એક સ્વરૂપવાન કુંવરી હતી. એકની એક પુત્રી હોવાથી તે ખૂબ લાડમાં ઉછરેલી. તેથી કુંવરી અભિમાની બની ગઈ હતી, પોતાના કરતાં સૌને હલકા ગણતી અને તિરસ્કાર કરતી.
| એક વખત તે પોતાની સખીઓ સાથે નગર બહારના ઉદ્યાનમાં ફરવા ગઈ.
ત્યાં ધ્યાન મુનિને જોઈ મશ્કરી કરી, બોલવા લાગી કે હે સખી ! આ મુનિ તો કેવો ગંદો છે કદી નહાતો-ધોતો નથી લાગતો. શરીર પર કેટલો મેલ જામેલો છે. તેનું શરીર પુરા વસ્ત્રથી ઢાંકેલું પણ નથી. મનુષ્યના રૂપમાં પશુ લાગે છે. મને તો સૂગ ચઢે છે. માટે અહીંથી જતાં રહીએ. જતાં જતાં ખૂબ પત્થર -કાંકરા-ધૂળથી મુનિના શરીને ઢાંકી
દીધું.
ઘરે પહોંચતાની સાથે જ રૂપકુમારીનું શરીર બેડોળ થઈ ગયું, આંખો ઉડી પેસી ગઈ, હોઠ મરડાઈ ગયા, નાક બેસી ગયું.
કથાની પ્યારી
લાગે પ્યારી
૧ ૫૩
Page #163
--------------------------------------------------------------------------
________________
એ રીતે આખા શરીરનું સ્વરૂપ બદલાઈ
ગય.
નો રાજા રાણી આ જોઈ નવાઈ પામ્યા. અને પુત્રીને વારંવાર પૂછવા લાગ્યા કે તે કોઈ દેવ-દેવીના સ્થાનની અથવા કોઈ મહાપુરુષની અવગણના કરી છે ? કુંવરી તો ભયને લીધે કાંઈ બોલી શકી નહીં. પરંતુ દાસીએ કહ્યું કે હે મહારાજ ! અમે આજે ઉઘાનમાં ફરવા ગયા હતાં, ત્યાં ધ્યાનસ્થ રહેલા એક મુનિનું અપમાન કર્યું હતું, એ સીવાય કોઈ દેવ-દેવીના સ્થાને ગયા નથી.
રાજા આ સાંભળી બોલ્યો કે પવિત્ર મુનિને સતાવવાનું જ આ ફળ છે, માટે ચાલો જલદી મુનિ પાસે જઈ આપણાં અપરાધની માફી માંગીએ. 1 થોડીવારે રાજા, રાણી, રૂપકુમારી સૌ લોકો ઉઘાનમાં આવી પહોંચ્યાં, ત્યાં મુનિને ધ્યાનમાં રહેલાં જોયા. મુનિની આસપાસ પત્થરો અને ધૂળનાં ઢગલા જોઈ રાજા રડી પડ્યો. પત્થરો વગેરે દૂર કર્યા. મુનિએ ધ્યાન પૂર્ણ કર્યું. હું વરીએ મુનિની ખૂબ ક્ષમા માંગી. રાજા-રાણી સૌ મુનિને ખમાવવા લાગ્યા.
૧ ૫૪
૬થાની યારી.
લાગે પ્યારી
Page #164
--------------------------------------------------------------------------
________________
મુનિએ શાંત ચિત્તે રાજાને કહ્યું ઃ આમાં કોઈનો દોષ નથી. કરેલા કર્મો સૌને ભોગવવા જ પડે છે, પણ પ્રચંડ પાપના ફળ તો તરત જ ભોગવવા પડે છે. માટે ધર્મનું જ એક શરણ સ્વીકારવું એ જ એક શ્રેષ્ઠ ઉપાય
( રૂપકુમારીની વ્યાધિ મટાડવા રાજાએ મુનિને વિનંતી કરી. મુનિએ શ્રી ભક્તામર સ્તોત્રની ૨૮- ૨૯મી ગાથાનું શુદ્ધ ભાવે -મરણ કર્યું. ત્યાર બાદ રાજા-રાણીને સમજાવતાં કહ્યું કે બે કલોકનું વિધિપૂર્વકનું આરાધન બતાવી ત્રણ દિવસ તેમના દેહ પર પાણી છાંટશો તો આ વ્યાધી દૂર થશે, એમ કહી મુનિ તો ફરી ધ્યાનમાં લીન બની ગયા. | રાજાએ એ પ્રમાણે ત્રણ દિવસ આરાધના વંડ ર૫કુ મારીનો રોગ મટાડ્યો. આથી ઘણા લોકો આ શ્રી ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા લાગ્યા. રાજા રાણી પણ - સુરત જૈન ધર્મી બની ગયા.
નવપદનું ધ્યાન કરવા માટે આપણાં દયકમળ જેવું કોમળ અને નિર્મળ હોવું જોઈએ.
૧ ૫૫
કથાની યારી
લાગે પ્યારી
Page #165
--------------------------------------------------------------------------
________________
બળતરીયો તાવ ઈ ગંગા નદીના કિનારે પાંતલપુરનું નાનું રાજય હતું. ત્યાંના રાજા ભીમસેન દયાળુ અને પ્રજાને સુખ આપનારો હતો. પ્રજા પણ રાજા પ્રત્યે ખૂબ પ્રેમ રાખતી હતી.
રાજાનો વૈભવ ઘણો હતો, પણ તેના શરીરમાં એક પ્રકારનો દાહજવર (બળતરીયો તાવ) ઉત્પન્ન થવાથી એ બહુ જ પીડા પામતો હતો. તેથી રાજ્યનો વૈભવ પણ તેને કંટાળા રૂપ થઈ પડ્યો હતો. ઘણા વૈદ્યો હકીમોના ઉપચારો કર્યા છતાં રાજાનો દાહજવર કોઈ મટાડી શકયું નહીં. તેથી કંટાળેલો રાજા મરવા માટે તૈયાર થયો. ઘણા લોકોએ સમજાવવા છતાં રાજાએ હઠ છોડી નહીં,
ત્યારે ગામ બહાર એક મોટી ચિંતા તૈયાર કરાવી રાજા ત્યાં આવી પહોંચ્યો. એક તરફ ભડ ભડ અગ્નિ સળગે છે. લાખો નગરવાસીઓ ચોધાર આંસુએ રડે છે, રાજા ચિત્તામાં કૂદી પડવાની તૈયારી કરે છે. તેવામાં ઘણે દૂરથી વિહાર કરતાં જૈન મુનિ ત્યાં આવી પહોંચ્યા, અને કહેવા લાગ્યાઃ " હે રાજન ! એવી રીતે મરવાથી બીજા
૬થાની યાદી
| લાપો પ્યારી
Page #166
--------------------------------------------------------------------------
________________
અનેક ભવો પણ દુઃખમાં જ ભોગવવા પડે છે. માટે આવું અકાર્ય કરવું યોગ્ય નથી. મુનિના પવિત્ર વચનોથી રાજાએ આપઘાત કરવાનું બંધ રાખ્યું અને મુનિના ચરણોમાં પડી અત્યંત વેદનાથી રડવા લાગ્યો. | મુનિએ લાભનું કારણ જાણી રાજાને શ્રી ભક્તામર સ્તોત્રના ૩૪-૩૫ એ બે શ્લોકો વડે મંત્રેલું પાણી છાંટ્યું, તેથી રાજાને શાંતિ ૮૦ થઈ. પછી આનંદથી રાજા-મુનિરાજ તથા નગરવાસીઓ ગામમાં આવ્યા. | મુનિએ રાજાને ફરી મંત્રેલુ પાણી છાંટ્યું. પહેલા કરતાં રાજાને ખૂબ શાંતિ થઈ. મુનિએ રાજાને પોતાની પાસે ત્રણ વખત આવવાનું કહ્યું. રાજા પણ દિવસમાં ત્રણ વખત જવા લાગ્યો. ત્રણ દિવસ મંત્રેલું પાણી છાંટવાથી રાજાનો દાહ જવર નાશ પામ્યો. આથી રાજા બાર વ્રત સ્વીકારી સાચો જૈન બન્યો, અને અનેક લોકોએ પણ જૈન ધર્મનો સ્વીકાર કર્યો.
એક વખત રાજા મહેલની અગાશીમાં બેઠો છે. સંધ્યા પૂર બહારમાં ખીલી છે, અને થોડી જ વારમાં સંધ્યા અંધકારમાં ફેલાઈ ગઈ. આ જોઈ રાજાને વૈરાગ્ય થયો,
કથાની યાદી
લાગે પ્યારી
Jainlucation International
Page #167
--------------------------------------------------------------------------
________________
કે ખરેખર આ જીવન પણ સંધ્યાના રંગ જેવું ક્ષણિક છે, તો શા માટે તેનો ઉપયોગ ન કરી લેવો ! એમ વિચારી પોતાના પુત્રને રાજય સોંપી રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું.
£ાવાલની જેમ વર્તી તરૂણ અને અરૂણ નામના બે વિદ્યાર્થીઓ ઝઘડતા પ્રિન્સીપાલ પાસે પહોંચ્યા. તરૂણે ફરિયાદ કરી કે સાહેબ : આ અરૂણે મને ગાળ આપી. અરૂણે કહ્યું: સાહેબ , તરૂણે મને ગાળ આપી. | પ્રિન્સીપાલ સાહબ શાણા અને સમજુ હતા. તેમણે તે બન્નેને પૂછયું : બતાવો. એ ગાળ તમને કઈ જગ્યાએ વાગી ?
બન્ને વિદ્યાર્થીઓ શરમાઈ ગયા. તેમની સંમજને સ્થિર કરવા માટે તેમણે બન્નેને કહ્યું : દિવાલ ઉપર ફેકેલો દડો ફેંકનાર તરફ પાછો વળે છે. તેમ કોઈ તમને અપશબ્દો કહે ત્યારે જો તમે દિવાલની જેમ વર્તે તો અપશબ્દો તે બોલનાર તરફ પાછા ફરીને તેના પસ્તાવાનું કારણ બને છે. અપશબ્દ ' જીરવવા જેટલી પણ સહિષ્ણુતા નહિ કેળવીએ તો જીવન હારી જઈશું.
૧૫૮
કથાની યારી
લાપો પ્યારી
Page #168
--------------------------------------------------------------------------
________________
બંધો તૂટી ગયા
ઘણાં વખતથી દિલ્હીનો બાદશાહ અજમેર જીતવા પ્રયત્ન કરતો હતો. પરંતુ એનો કિલ્લો ખૂબ મજબુત હોવાથી અને ત્યાંનો રાજા નરપાળ ખૂબજ સાવધાન હોવાથી તેમાં તે ફાવી શકતો ન હતો.
અજમેરથી થોડે દૂર આવેલા , પલાશપુરમાં પણ નરપાળનો પુત્ર રણધીર રાજય ચલાવતો હતો. તે પણ લાગ જોઈને વારંવાર અજમેર પર ચડી આવતો, અને બાદશાહના લશ્કરને હેરાન કરવાનું ચૂકતો નહીં, એટલે બાદશાહે ખીજાઈને એકવાર પલાશપૂર ઉપર ચઢાઈ કરી, અને ત્યાંનો કિલ્લો તોડી, રણધીરને કેદ પકડી દિલ્હી લઈ ગયો.
કેદખાનામાં લોઢાની બેડીઓ પહેરાવી રણધીરને બાદશાહ ખૂબ જ દુઃખ આપતો. પરંતુ રણધીર બહુ જ ધર્મ સંસ્કારી અને જૈન ધર્મમાં અનુરાગવાળો હોવાથી પોતાના ગુરુ એ શીખવેલા શ્રી ભક્તામર સ્તોત્રનું નિરંતર આરાધન કરતો. દુઃખના સમયે ધર્મ એ જ એક આલંબન હોવાથી રણધીર
૧૫E
કથાની કયારી
લાગે પ્યારી
Jairylucation International
Page #169
--------------------------------------------------------------------------
________________
પણ શ્રદ્ધાપૂર્વક ગુરુએ બતાવ્યા પ્રમાણે સ્તોત્ર પાઠ કરવા લાગ્યો. તેમાં ખાસ કરીને ૪૨મા શ્લોકનું આરાધન કરવાથી કાચા સૂતરના તાંતણાની જેમ બેડીના બધા બંધનો તૂટી ગયા અને રણધીર છૂટો થઈ ગયો. . જયારે બાદશાહે આ જાણ્યું ત્યારે કોઈ પહેરેગીરે સહાય કરી હશે. એમ સમજીને ફરી તેને સખત બેડીઓના બંધનોમાં નાખ્યો અને વિશ્વાસુ પહેરેગીરોને મૂક્યા. આમ થયા પછી પણ ફરીવાર રણધીરે અનન્ય શ્રદ્ધાથી પ્રભુ ભકિત કરવા માંડી. અને ૪ ૨ મા શ્લોકના આરાધનની સાથે જ બેડીઓના સખત બંધનો તૂટી ગયા. તે બાદશાહ સામે ખડો થયો.
બાદશાહને થયું કે આ કોઈ ચમત્કારી પુરુષ લાગે છે. એટલે તેને ખૂબ સન્માનપૂર્વક ઉત્તમ વસ્ત્રો અલંકારો આપી પલાશપુર પાછો મોકલ્યો. પલાશપુરના લોકોએ પણ માન સહિત આવતા રાજાને જોઈ શહેરમાં આનંદ ઉત્સવ ઉજવ્યો. જયારે તેના પિતાએ આ વાત જાણી ત્યારે તો એ બહુ જ ખુશ થયા. બાદશાહ પણ ત્યારથી અજમેર ઉપર ચઢાઈ કરવાનું ભૂલી ગયો.
9E
૬થાની યારી
લાગે પ્યારી
Page #170
--------------------------------------------------------------------------
________________
અઘાયતાં કુમાર )
સમ્રા અશોકનો એક લાડકવાયો પુત્ર હતો કુણાલ. એ નાનો હતો ત્યારે જ એની માતા મરી ગઈ હતી. જે સાવકી માતા હતી તેને તો આ કુણાલ દીઠો ય ગમતો ન હતો. ગમે તેમ કરીને કુણાલને મારી નાંખવાની તક તે શોધતી હતી.
સમ્રાટુ અશોકને આ વાતની ગંધ આવી ગઈ એટલે તેણે કુણાલને તક્ષશિલામાં મોકલી દીધો. તેની સાથે કુશળ મંત્રીઓને મોકલી દીધા. ત્યાં કુણાલ મોટો થાય છે.
એક દિવસની વાત છે. કુણાલની કુશળતાના સમાચાર લઈને તક્ષશીલાથી
એક દૂત સમાટ અશોક પાસે આવ્યો. કુણાલની ‘બધી વાતે કુશળતા જાણીને સમ્રાટ અશોકને આનંદ થયો. સમાટે કુણાલ પર પત્ર લખાવ્યો. તેમાં મંત્રીઓને ભલામણ કરતું એક વાક્ય સંસ્કૃત ભાષામાં લખાયું. ‘‘સધીવતાં
HIR:'' જેનો અર્થ હતો તમે કુમારને સારી રીતે ભણાવજો.
પેલી સાવકી માતાને આ પતના સમાચાર મળી ગયા. તેણે ગમે તે રીતે
૧ ER
કથાની ક્યારી
| લાગે પ્યારી
Jail Education International
Page #171
--------------------------------------------------------------------------
________________
પત્ર મેળવી લઈને ‘અ’ ઉપર મીંડું ચડાવી દીધું. આથી વાક્ય આ રીતે બની ગયું ‘‘સંધીયતાં જ્માર:’’ તેનો અર્થ સાવ બદલાઈ ગયો. કુમારને આંધળો કરી નાંખજો.
કૃત દ્વારા પત્ર કુણાલ પાસે પહોંચ્યો. તે વાંચતા જ પિતાની આજ્ઞાનું પાલન કરવા તેણે ધગધગતા બે સોચા મંગાવ્યા. મંત્રીઓ ને કહ્યું : પિતાજીની આજ્ઞા છે કે મારી બે આંખો ફોડી નાંખીને મને આંધળો કરવો, આ આજ્ઞાનુ પાલન કરો. જયારે મંત્રીઓએ ફરીથી તપાસવાનો આગ્રહ કર્યો. ત્યારે કુણાલે સાફ ના પાડી દીધી અને પોતાની જાતે જ હાથમાં ગરમ કરેલા ધગધગતા સોયા ભોંકી દઈને બંને આંખો ફોડી નાંખી.
૧૬ ર
પુણ્યના ઉદયે સુખ મળે છે, અને પાપના ઉદયથી દુઃખ મળે છે. આ માન્યતા અધૂરી છે. પુણ્યના ઉદયે સુખની સામગ્રી મળે પણ સુખ ન મળે. પાપના ઉદયે પાપ કરવાના નિમિત્તો મળે, દુ:ખના નિમિત્તો મળે પણદુઃખ નથી મળતું. સુખકષાયોની મુક્તિથી મળે છે. દુઃખ કષાયોથી મળે છે.
કથાની ક્યારી લાગે પ્યારી
Page #172
--------------------------------------------------------------------------
________________
(
SIકટ૨ બૅકેટ
વિદેશની ધરતી પર થઈ ગયેલા ડૉકટર બ્રેકેટની આ વાત છે. ડૉ. બ્રેકેટ નામાંકિત હતા. તેઓ યુવાન હતા તે વખતે એક પરિણીત યુવતી કોમવેલ તેમના પરિચયમાં આવી અને બંને વચ્ચે પ્રેમ થયો. બંનેએ પરણી જવાનો નિર્ણય કર્યો. પરણવાના દિવસોની, વાર છે. અવાર નવાર બંને મળતા રહે છે.
| એક દિવસ રાત્રીનો સમય છે. કુમારી કોમલ ડૉ. બ્રેકેટના ઘરે પહોંચી ગઈ. રાત્રે દશ વાગે બંનેની વચ્ચે વાતો ચાલે છે. એટલામાં ડૉ.ના બારણે ઘંટડી વાગે છે. બ્રેકેટ તરત જ બારણું ખોલે છે અને જુએ છે તો સામે એક ગરીબ ચીંથરેહાલ હબસી બાઈ ઉભી છે !
| ડૉ.ના પગમાં પડીને કહે છે સાહેબ! જલદી મારી સાથે ચાલો. મારા દીકરાને બચાવી લો. મારો એકનો એક દીકરો છે. ગંભીર બીમારીમાં પડ્યો છે. અત્યારે સારવાર નહીં મળે તો કદાચ મરી જશે. એ મારા જીવનનો આધાર છે. આ૫ કપા કરી જલદી પધારો. આ ગરીબ ઉપર દયા કરો.
૧૬ 3
fથાની કયારી
લાગે પ્યારી
Page #173
--------------------------------------------------------------------------
________________
આ સાંભળીને ડૉ. બ્રેકેટ અંદર જાય છે ને કુમારી કોમલને કહે છે કે એક ઠેકાણે જવાનું છે ત્યાં જઈને આવું છું. તારે બેસવું હોય તો બેસ. નહિ તો આપણે કાલે મળીશું. અત્યારે એક ગરીબ માનો દીકરો બિમાર પડ્યો છે. મારે જવું જોઈએ. 3 કુમારી કોમલને આઘાત લાગ્યો. એ કહે છે : આવા તો કેટલાય આવશે અને જશે. મારા પ્રેમની તો કોઈ કિંમત જ નથી ! હું તમને કેટલા મહિને કેટલા પ્રેમથી મળવા આવી છું. એક હબસણ બાઈને ખાતર મને તરછોડીને ચાલ્યા જશો !
ડૉકટર બ્રેકેટે જવાબ આપ્યો કે તારો પ્રેમનું અપમાન કરવાની આ વાત નથી. પણ એક માતાના હૃદયમાં બેઠેલા વાત્સલ્યનું સમાન કરવાનો આ પ્રસંગ છે, તારા પ્રેમનું મૂલ્યાંકન હું જરૂર કરી શકું છું. પણ એક માતાના હૃદયના વાત્સલ્યનું અપમાન કરવું મારે માટે મુશ્કેલ છે.
આટલું જ્હીને ડL તુરત જ ગરીબબાઈ સાથે તેને ઘરે જઈને એના પુત્રને સારવાર આપે છે: બાળકની સ્થિતિ ખરેખર ગંભીર હતી. છોકરો બેભાન છે. માના મનમાં
કથાની ક્યારી
લાગે પ્યારી
Page #174
--------------------------------------------------------------------------
________________
ભારે ચિંતા છે. ડૉ. કહે : હવે તમે ચિંતા ના કરશો. જયાં સુધી તમારો બાળક આંખ નહીં ખોલે ત્યાં સુધી હું બેસીશ.
ડૉ. આખી રાત ત્યાં બેસી સતત સારવાર આપતા રહ્યા. સવાર પડી. છોકરાએ આંખ ખોલી. પછી જ ડૉ. પોતાના ઘરે પાછા ગયા.
સવારે ક્રોમવેલનો ફોન આવે છે. C એ ગુસ્સામાં ખોલે છે, કે આપણે લગ્નનો વિચાર કર્યો હતો. પણ તમારા જેવા કદરહીન માણસને હું મારી જીંદગી સોંપવા નથી માંગતી. મે તમારી સાથે પરણવાનો વિચાર માંડી વાળ્યો છે, તમે ગમે તે રસ્તો લઈ શકો છો.
ડૉ. બ્રેકેટે જવાબ આપ્યો કે તારે શું કરવું તે માટે તું સ્વતંત્ર છે. હું તને બંધનમાં રાખવા માંગતો નથી. મારે ડૉ. તરીકેના મારા કર્તવ્યનું પાલન કરવાનું છે. મારે સમાજની સેવા કરવી જ જોઈએ. હું તારી ખાતર સમાજસેવાના ધર્મને છોડી શકું તેમ નથી. તું ગમે તેની સાથે પરણી શકે છે. મારા તરફથી તું મુક્ત છે.
આ ઘટના પછી ડૉ બ્રેકેટે પરણવાનો
થાની ન્યારી
લાગે પ્યારી
૧૬ મ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧E E
વિચાર જ માંડી વાળ્યો. મારે એકના બનીને સર્વના મટી જવું નથી, પરણીને હું એકનો બની જાઉં. તેના બદલે અપરિણીત રહીને સર્વનો બની રહું.એ જ મારા માટે યોગ્ય છે. અને ડૉ. બ્રેકેટે અપરિણીત રહેવાનો સંકલ્પ કરી લીધો.
જીંદગીના અંત સુધી તેઓ ગરીબોની સેવા કરતા રહ્યા. સિત્તેર વર્ષની ઉંમરે જયારે તેમનું મૃત્યુ થયું ત્યારે આખું શહેર સ્મશાન યાત્રામાં જોડાયું. એમના સમાધિસ્થાને સુંદર કબર બનાવામાં આવી. એ સમાધિ સ્થાન પર સુંદર સુવાક્ય મુકવાનો સૌને મનમાં વિચાર આવ્યો. એવું કયું સુવાક્ય મૂકવું? એમાં સૌ મુંઝાઈ ગયા.
એ દરમ્યાન વળી એક ઘટના બને છે, પેલો હબસી છોકરો જેનું જીવન અને પ્રાણ આ ડૉક્ટરે બચાવ્યા હતા. એ છોકરો વર્ષો વીતી જવાને લીધે પ્રૌઢ થઈ ગયો હતો. ડૉ. બ્રેકેટના મૃત્યુ પછી એક દિવસ એ છોકરો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તા પર લાગેલા અનેક બોર્ડો પૈકીના એક બોર્ડ પર એની નજર પડી. એક બહુમાળી બિલ્ડીંગના ઉપરના
કથાની ક્યારી લાગે પ્યારી
Page #176
--------------------------------------------------------------------------
________________
મઝલે ડૉ. નું દવાખાનુ ચાલતું હતું. એના ભોંયતળીયે બોર્ડ મારેલું હતું કે “ડૉ. બ્રેકેટનું દવાખાનું ઉપર છે.' પેલો હબસી તો આ બોર્ડ જોઈ ખૂબ જ ખુશ થઈ ગયો. એના મનમાં એક ઝબકારો થયો.
એણે પેલું પાટીયું નીચે ઉતારી લીધું, એ લઈને દોડ્યો, ને જયાં ડૉ. બ્રેકેટની કબર હતી ત્યાં આગળ જઈને મૂકી દીધું. હવે દ ડૉ. બેકેટની કબર ઉપર આ વાક્ય લખેલું છે. ડૉ. બ્રેકેટનું દવાખાનું ઉપર છે. એટલે કે આ માનવ મૃત્યુ પછી ઉપર સ્વર્ગમાં જ ગયો હોય. એ નીચે ન જઈ શકે.....
સફળતાના બે સોપાન
પ્રેમ અને પ્રસન્નતી સુખશાંતિ માટે ત્રણ સોપાન ઉદ(રતા-વિશ//ળતા
સંભીરતા પાંચ મહાસત્તા કાળ-કર્મ- નિયરિ
ભાય- પુરુષાર્થ
શ્રણને યાદ રાખો ક્રોધ અને અભિમાન ન કરવું. કોઈ સાથે ઝઘડો ન કરવો. કોઈનું અપમાન ન કરવું.
૧
૬
ક
૬થાની ક્યારી
લાગે પ્યારી
Jal Education International
Page #177
--------------------------------------------------------------------------
________________
( ધદેવ મ6િ
'મૃતિકાવતી નગરીમાં જીતારી રાજા રાજય કરતો હતો. ત્યાં સુદત્ત નામે શેઠને ધન અને ધરણ નામે બે પુત્રો હતા. ધન ઉત્તમ ગુણોથી યશ પામ્યો. જ્યારે ધરણ નિર્દયી, ક્રૂર અને ઈર્ષ્યાળુ હોવાથી અપયશ > પામ્યો. તેથી ધનને મારી નાંખવાનું નક્કી કરી, કહેવા લાગ્યો કે અત્યાર સુધી પિતાના દ્રવ્યથી આપણે સુખ ભોગવીએ છીએ. પણ જાતે કમાવવા પરદેશ જઈ આપણા ભાગ્યની પરીક્ષા કરીએ.
બંને ભાઈઓએ માતા પિતાની આજ્ઞા લઈ પરદેશ માટે પ્રયાણ કર્યું. માર્ગમાં ધરણે ધનને પૂછયું : સંસારમાં સુખ ધર્મથી મળે કે પાપથી ! ધને કહ્યું : સુખ ધર્મથી જ મળે. ત્યારે ધરણે કહ્યું કે પાપથી જ સુખ મળે...
' લોકોને પુછતાં જો મારી વાત સાચી ઠરે તો હું તારા બંને નેત્રો કાઢી લઈશ. અને જો તારી વાત સાચી ઠરે તો તું મારા બંને નેત્રો કાઢી લેજે. આ પ્રમાણે શરત કરી બંને આગળ વધ્યા. ત્યાં કોઈ ધરણ
15
કથાની જ્યારી
લાગે પ્યારી
Page #178
--------------------------------------------------------------------------
________________
જેવો અજ્ઞાની નાસ્તિક મળતા તેને પૂછયું કે પ્રાણીઓને જે કાંઈ સુખ મળે છે તે ધર્મથી કે અધર્મથી ?
નાસ્તિકે કહ્યું કે ધર્મ તો ભોળા લોકોને ઠગવાનો પ્રપંચ છે. અધર્મથી જ સુખ થાય છે. આ સાંભળી ધરણે શરત પ્રમાણે ધનના બંને નેત્રો કાઢી લીધા. આગળ જતા જંગલમાં ધનને મૂકી ધરણ છાનોમાનો છે ઘરે આવ્યો ને માતા પિતાને કહેવા લાગ્યો કે જંગલમાં અમે સૂતા હતા ત્યાં વાઘે ધનને ફાડી ખાધો. હું ભયથી ત્રાસી તેની નજર ચુકવી મહામુકેલીએ અહીં આવ્યો છું.
[ આ સાંભળી ધનના માતા પિતા તથા તેની પત્નિ રૂદન કરવા લાગ્યા. ધરણ બહારથી દુઃખી અને અંદરથી આનંદ પામતો હતો. પુણ્યાત્મા ધનને વનદેવતાએ દિવ્યાંજન આપી તેના નેત્રો નિર્મળ બનાવ્યા. અને તેને વનદેવતાએ કહ્યું : આ દિવ્યાંજનથી તું બીજાના નેત્રો પણ સારા બનાવી શકીશ.
ધનકુમાર ત્યાંથી સુભદ્ધપુર નગરે આવ્યો. ત્યાં અરવિંદ રાજાની પુત્રી પ્રભાવતી કર્મ સંયોગે અંધ બની હતી. રાજાએ પડહ વગડાવ્યો કે જે કોઈ મારી પુત્રીને દેખતી
કથાની ક્યારી
લાગે પ્યારી
૧૬ :
Page #179
--------------------------------------------------------------------------
________________
રાજાએ હર્ષ પામી પુત્રી પરણાવી ને કન્યાદાનમાં અર્ધું રાજય આપ્યું. આ વાતની ખબર માતા પિતાને મળતાં તેઓ હર્ષ પામ્યા. પણ ધરણ વિચારવા લાગ્યો 3 કે હવે પણ કોઈ ઉપાયે તેને મારી જ નાંખું.
તો જ મને શાંતિ મળે. તેથી માતા પિતાને કહ્યું કે હું ભાઈને મળવા જાઉં છું. આજ્ઞા મળતા તે મારવાના ઈરાદે ધનદેવ પાસે આવ્યો.
૧૭૦
કરશે તેને પુત્રી તથા અર્ધું રાજય આપીશ. ધનકુમા૨ે પડહ ઝીલીને રાજકુમારીને દિવ્યાંજનથી દેખતી કરી.
ધનદેવે પૂર્વની વાત ભૂલી જઈ તેનું તથા માતા પિતાનું કુરાળ પૂછ્યું. ધરણે કહ્યું બધા કુશળ છે, પણ તારા વિના મને ચેન ન પડ્યું તેથી મળવા આવ્યો છું. પછી બંને સુખે રહેવા લાગ્યા.
એક વખતે ધરણે અજાને એકાન્તમાં કહ્યું કે તમે જેને જમાઈ બનાવ્યો છે તે તો જાતનો ચંડાળ છે. કાચા કાનનો રાજા સાચું માની જલ્લાદો પાસે ગુપ્ત રીતે મધ્યરાત્રીએ તેને બોલાવ્યો. રાજાના ખોલાવવાથી ધનદેવ જવા તૈયાર થયો. ત્યારે ધરણે કહ્યું : મને રાજા પાસે જવા દે. તેથી ધરણ રાજા પાસે
કથાની ક્યારી લાગે પ્યારી
Page #180
--------------------------------------------------------------------------
________________
ગયો કે તરત જ સંકેત મુજબ જલ્લાદોએ તેને મારી નાંખ્યો. અતિ ઉગ્ર પાપના યોગે મરીને તે સાતમી નરકે ગયો.
પછી ધનદેવને રાજા પાસેથી સર્વ વૃત્તાંત જાણવા મળે છે. તે જાણીને તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેણે માતા પિતાને તેડાવી શ્રી ભુવનપ્રભ મુનિ પાસે ચારિત્ર લીધું. દ્વાદશાંગી ભણીને ગુરુ સાથે વિહાર કરવા લાગ્યા. ગુરુના મુખેથી વિનયનો મહિમા સાંભળી ધનદેવ મુનિએ ગુર્નાદિ પંચ પરમેષ્ટીનો વિનય કરવાનો અભિગ્રહ લીધો. અનુક્રમે વિહાર કરતાં સાકેતપુરના ઉદ્યાનમાં આવ્યાં.
ત્યાં આદિત્ય નામે ચૈત્યમાં જિન પ્રતિમાને વંદન કરવા આવ્યા. ધરણેન્દ્ર પણ ત્યાં આવ્યા તેમણે મુનિની પરીક્ષા કરવા તેમના શરીરે સર્પો વીંટાળી ડંશ આપી ઘણા ઉપસર્ગો કર્યા. મુનિએ બધા ઉપસર્ગો સમભાવે સહન કર્યા. ત્યારે ધરણેન્દ્ર પ્રસન્ન થઈ અપરાધ ખમાવી તેમનાં ગુરુ પાસે આવી પૂછ્યું કે ધનદેવ મુનિએ આવા પ્રકારના ઉત્તમ અભિગ્રહથી શું પુણ્ય મેળવ્યું ?
ગુરુએ કહ્યું : વિનય પદની આરાધનાથી તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું છે, ધનમુનિ
૬થાની કયારી
લાગે પ્યારી
Page #181
--------------------------------------------------------------------------
________________
કાળ કરી આઠમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદ પામીને શાશ્વત મોક્ષ પદને પામશે.
ભકૅિત અગે વિવેક )
બહેનના ઘરે વિવાહનો પ્રસંગ હતો. ભાઈમાં ભક્તિ હતી પણ વિવેક ન હતો. ખેતરમાં કપાસ ઘણું પાડ્યું છે. એનું જ એક ગાડું ભરીને બહેનને ભેટ આપી દઈશ. એમ વિચાર કરી ભાઈએ કહ્યું : બહેન! વિચાર તો વસ્ત્રો જ ભેટ આપવાનો હતો. પણ પછી થયું કે કાકા કયાં લઈ જવા ? માટે વસ્ત્રો જેમાંથી તૈયાર થાય છે એ કપાસનું ગાડું જ સાથે લેતો આવ્યો છું. આ
બહેનને થયું કે ભાઈમાં ભક્તિ છે પણ વિવેક નથી. ભાઈને શિખામણ આપવા માટે જમવાના સમયે ભાઈની થાળીમાં ઘઉં જ પીરસ્યા. ભાઈને આશ્ચર્ય થયું. તેણે કહ્યું: આ ઘઉ ખાવાના કામમાં કેવી રીતે આવે? બહેને કહ્યું : બધી વાનગીઓ ઘઉંમાંથી જ બને છે. કપાસનો ઢગલો જો પહેરવાના કામમાં આવે તો ઘઉથી પેટ કેમ ન ભરાય? ભાઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ.'
કથની ક્યારી
લાયો પ્યારી
Page #182
--------------------------------------------------------------------------
________________
અનોખો ઊત
સોમચંદ શેઠે પોતાના ઘરમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરદેવનું ખૂબ જ સુંદર ગૃહમંદિર બનાવ્યું હતું. કરોડો રૂપિયાના માલીક શેઠને પ્રભુ પ્રત્યે ખૂબ જ ભક્તિ હતી. એમના ગૃહમંદિરમાં એક રત્નની પ્રતિમા હતી, જેની કિંમત તે જમાનામાં લાખ રૂપિયા જેટલી હતી.
એક ભાઈ આ શેઠના ગૃહમંદિરમાં દરરોજ દર્શન કરવા આવતા. અને તે રત્નની મૂર્તિના પણ દર્શન કરતાં. આ ભાઈની એક ખરાબ આદત એ હતી કે તે દરરોજ સટ્ટો રમતાં, એક વખત આ ભાઈ સટ્ટામાં એક લાખ રૂપિયા હારી ગયા. હવે લેણદારોને રકમ ચુકવવી કેવી રીતે ! ખૂબ વિચાર કરતાં તેને રત્નની પ્રતિમા યાદ આવી ગઈ.
બીજે દિવસે સવારે તે દર્શન કરવા આવ્યો. સોમચંદ શેઠ પૂજા કરીને બહાર નીકળતા હતા. આથી પેલા ભાઈએ લાગ જોઈને રત્નની પ્રતિમા લઈ લીધી અને ઝોળીમાં નાંખી દીધી. સોમચંદ શેઠની ચકોર નજર તે જોઈ ગઈ. શેઠે બહાર ઉભેલા
થાની ક્યારી
લાગે પ્યારી
૧૭૩
Page #183
--------------------------------------------------------------------------
________________
3
ચોકીદારને કહ્યું કે અંદર ગયેલા ભાઈ જેવા બહાર નીકળે કે તરત જ તેમને આપણા ઘરે જમવા લઈ આવજે, આટલું કહીને શેઠ ઘરે ગયા. પેલા ભાઈ જેવા બહાર નીકળ્યા કે ચોકીદાર તેમને તરત જ શેઠના ઘરે લઈ ગયો. શેઠે પેલા ભાઈનું સ્વાગત કર્યું. અને 3 તેમને ખૂબ પ્રેમથી પકવાન જમાડ્યા.
પછી શેઠે પૂછ્યું... ભાઈ ! આજે તમે જે કામ કર્યું છે તે જરા પણ સારું કામ નથી કર્યું, તમે કેમ આમ કર્યું...?
શેઠની વાત સાંભળીને પેલા ભાઈ ધ્રુજી ઉઠ્યા. એણે શેઠની માફી માંગી કહ્યું રોઠ ! મારી ભયંકર ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મેં સટ્ટામાં એક લાખ રૂપિયા ગુમાવ્યા છે, અને આવતી કાલે તે ચૂકવવાના છે, માટે મને આ પ્રતિમા ચોરવાનું સૂઝયું.. પણ રોઠ ! હવે આવું પાપ કદી નહીં કરું...
શેઠે કહ્યું કે તો તમારે મને આ વાત પહેલા કરવી હતી ને ! જો તમે મને આ વાત કરી હોત તો ચોરી કરવાની જરૂર જ ન રહેત... અને શેઠે તે જ વખતે પેલા ભાઈને એક લાખ રૂપિયા ગણીને આપી દીધા.
૧૭મ
કથાની ન્યારી લાગે પ્યારી
Page #184
--------------------------------------------------------------------------
________________
પેલો માણસ શેઠની આવી મહાન ઉદારતા જોઈને નવાઈ પામ્યો. એની આંખમાંથી આંસુ સરી પડ્યા... ચોર પ્રત્યે પણ શેઠની કેવી મહાન ઉદારતા ! પોતાના સાધર્મિક પ્રત્યે કેવું અનોખું વાત્સલ્ય....
અમાળી શકતો
અમેરિકામાં પોસ્ફિલા વોટસન નામની , બાલિકાની ઉંમર માત્ર અઢી વર્ષની હતી. ત્યારની આ વાત છે. તેનું વજન ૧૩ કિલો, ઉંચાઈ સવા બે ફૂટ હતી.
( આ નાની બાલિકાએ પૂર્વભવના સંસ્કારોના કારણે અમેરિકામાં ચકચાર જગાવી હતી. જન્મથી પાંચમા દિવસે પોતાના સ્વજનોના ચહેરા ઓળખતી થઈ. એક વર્ષની ઉંમરે શરીરના બધા અવયવોના નામો તેને આવડતા હતા. દોઢ વર્ષની વયે ચારસો શબ્દો તેને કંઠસ્થ થયેલ. આટલી નાની ઉમરે તેની માતા જે છાપા વાંચવા આપે તે વાંચી બતાવે. અઢી વર્ષની ઉંમરે સ્વરચિત રચનાઓ દ્વારા પરમાત્માને પ્રાર્થના કરતી હતી. આત્માની શક્તિનો અદ્દભુત આવિષ્કાર.
૧૭૫
કથાની કથારી
લા) પ્યારી
Page #185
--------------------------------------------------------------------------
________________
(
માણેક થોક
અહમદશાહ નામના રાજાએ પોતાના નામ ઉપરથી અહમદાબાદ નગર વસાવ્યું. જેનું પાછળથી અમદાવાદ થઈ ગયું. જયારે આ નગર વસાવ્યું, ત્યારે તેની ચારે બાજુ ફરતો કિલ્લો બનાવાનું શરુ કર્યું. પરંતુ મોટી મુશ્કેલી એ થઈ કે કડિયાઓ જે કિલ્લો દિવસે ચણતા તે રાતે પડી જતો. | આ કારણથી રાજા ખૂબ જ ચિંતામાં પડ્યો. પોતાના સાથીઓ સાથે આ અંગે ઘણી બધી વિચારણાઓ કરી. છેવટે એક જણે ઉપાય બતાવ્યો, રાજાજી ! કિલ્લાની પાસે માણેકનાથ નામનો બાવો બેઠો હતો. જો તેને ખૂશ કરવામાં આવે તો કદાચ આ સંકટમાંથી છૂટકારો મળે... - રાજાએ આ ઉપાય અજમાવી જોવાનું વિચાર્યું. રાજા પોતે પગે ચાલીને માણેકનાથ બાવા પાસે આવ્યો. તે સમયે માણેકનાથ સાદડી વણી રહ્યો હતો. રાજા આવીને પગે લાગ્યો અને માણેકનાથને કહે બાવાજી !' આ નગરીનો કિલ્લો કેમ રોજ રાતે પડી જાય છે ? ત્યારે બાવાજી કહે :
૧૭૬
કથાની ક્યારી
લાગે પ્યારી
Page #186
--------------------------------------------------------------------------
________________
&
રાજન્ ! આ સાદડી હું દિવસે વણું છું ને તારો કિલ્લો ચણાય છે, અને રાતે ઉકેલી નાંખું છું તેથી કિલ્લો તૂટી જાય છે. રાજા કહે : તો આમાંથી બચવાનો કોઈ ઉપાય?
બાવાજી કહે : ઉપાય છે, મારું નામ અમર કરવાનું વચન આપો તો મારી આ વિઘાથી તમારો આ કિલ્લો તૂટશે નહિ. રાજાએ વચન આપ્યું. અને ત્યાંના ચોકને ““માણેક ચોક'' નામ આપ્યું. ત્યાર પછી કિલ્લો ઝપાટાબંધ ચણાઈ ગયો.
વેદનાના મોતી
ઘુઘવતા સાગરના તળીયેથી મરજીવા મોતી કાઢી શકે છે, પણ અંતરની છીપમાં પડેલા વેદનાના મોતીને દુનિયાનો || કોઈપણ મરજીવોકાઢી શકતો નથી, સિવાય | કે માનવી ખુદ મરજીવો બની અંતરની છીપને તોડી ફોડી, વેદ નાના મોતી | દુનિયાની સપાટી પર રમતું મૂકી દે.
| વેદ ના હદ થી ગુજરી (ઈ છે. સહનશીલતાની સરહદ પણ આવી જાઈ છે. સરહદની સરહદ ન હોય સ્વપ્ન ભક્તના ટુકડે ટુકડા વેરવા અંતર બેચેન બની || ગયું છે. '
Add
fથાની યાદી
લાગે પ્યારી
Page #187
--------------------------------------------------------------------------
________________
( સિકંદ૨ળી ગુરૂભકિત)
સિકંદર એક મહાન સમ્રાટ હતો. એરિસ્ટોટલ તેના ગુરુ હતા. સિકંદર તેના ગુરુની આજ્ઞા મુજબ જીવન જીવવા હંમેશા પ્રયત્ન કરતો.
એક દિવસ ગુરુ અને શિષ્ય બંને જઈ રહ્યા હતા. રસ્તામાં નથી આવી. નદીમાં પાણી કેટલું ઉંડુ છે તે બાબત અંગે બે વચ્ચે વિચારણા ચાલી. એનો કોઈ નિર્ણય ન આવ્યો. તેમ છતાં સિકંદરે નદીમાં કૂદકો લગાવી દીધો. તે તરતો તરતો સામે કિનારે પહોંચી પણ ગયો.
ત્યાંથી તેણે ગુરુને કહ્યું. ગુરુજી ! આપ પણ તરતા-તરતાં આવી જાઓ કોઈ ભય નથી. પાણી વધારે ઉડું નથી. પછી એરિસ્ટોટલ તરીને સામે કિનારે પહોંચી ગયા. પછી સિકંદરને પૂછયું : તે આવું સાહસ કેમ કર્યું ! જો નદીમાં પાણી ઉડું નીકળ્યું હોત તો તારી જીદના કારણે તું તો મરી જાતને !
સિકંદરે કહ્યું : ગુરુજી ! હું કદાચ મરી ગયો હોત તો મારા જેવા બીજા દશ
૧૩૮
'૬થાની ક્યારી
લાગે પ્યારી
Page #188
--------------------------------------------------------------------------
________________
સિકંદરને આપ પૈદા કરી શક્યા હોત. પણ જો પહેલા આપ નદીમાં પડીને કદાચ મરી ગયા હોત તો અમે ફરીથી આપના જેવા બીજા એરિસ્ટોટલ ગુરુને ક્યાંથી મેળવી શકત ! માટે મેં નદીમાં પહેલા કુદકો માર્યો હતો.
એરિસ્ટોટલ સિકંદરની ગુરુ ભકિત નિહાળી રહ્યા.
(
સાપશું બઘું !)
સાપનુ બચ્ચું રાતે ફરતું ફરતું એક રસોડામાં આવ્યું. અને ચાહ બનાવાની કીટલીમાં કુંડાળુંવાળીને બેસી ગયું. કીટલી ઉઘાડી હતી. વહેલી સવારે અંધારામાં ગૃહણી ઉઠી. કીટલીમાં થોડું પાણી નાંખી, ઢાંકણું ઢાંકી ચૂલા પર રાખીને નિત્ય કૃમમાં પરોવાઈ ગઈ.
થોડી વારમાં તેણે ત્રણ કપ ચાહ બનાવી અને પોતાના પિતા-પુત્રની સાથે બેસીને પીધી. લગભગ એકાદકલાકમાં ત્રણેય મરી ગયા. પછી જ્યારે કીટલીમાં મરેલા ઉકળેલા સાપનું બચ્ચું નિકળ્યું. ત્યારે પડોશી ઓએ ત્રણેયના મૃત્યુનું રહસ્ય જાણ્યું.
99E
કથાની યારી
લા પ્યારી
Page #189
--------------------------------------------------------------------------
________________
કૌશલ નરેશા
આ કાશી નરેશ અને કોશલ નરેશ વચ્ચે યુદ્ધ થયું. એમાં કોશલ નરેશનો ઘોર પરાજય થયો. કોશલ રાજયમાં કોશલ નરેશ ખૂબ જ પ્રિય અને પ્રજા વત્સલ હતા. એમનો પરાજય થતાં કોશલની પ્રજાને ભયંકર આઘાત લાગ્યો. આ બાજુ કોશલ નરેશ પણ પરાજિત થતાં જ કાશી નરેશથી બચવા માટે ગુપ્ત રીતે ભાગી છૂટ્યા. | કોરાલ ઉપર કાશી નરેશનું સામ્રાજય આવતાં જ કાશી નરેશ કોશલ નરેશનું માથું કાપી લાવનારને ૫૦૦૦ મહોરોનું ઈનામ જાહેર કર્યું. આ સમાચાર કોઈપણ રીતે ભાગી છૂટેલા કોશલ નરેશને મળ્યા હતા. તેઓ પોતાના કોશલ દેશની પ્રજાના સુખદુઃખ ની ખબર રાખવા માટે ગુપ્ત વેશમાં ઘણીવાર આવતા હતા. પોતાની પ્રજા પ્રત્યેની અપાર મમતા તેમના અંતરમાંથી કે મે ય કરીને હટતી ન હતી.
| કોશલ નરેશ એકવાર સન્યાસીના વેશમાં કોશલની પ્રજાની સ્થિતિ જાણવા આવ્યા. તેમને એક ગરીબ ખેડૂત મળ્યો,
160
કથાની કયારી
લાગે પ્યારી
Page #190
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ ઉપરથી તે ખૂબ જ ગરીબ બની ગયો હોય તેમ તેમને લાગ્યું. કોશલ નરેશે તેને પૂછ્યું : તું કોણ છે ? તું ખૂબ દુઃખી લાગે છે ! ત્યારે પેલો ગરીબ ખેડૂત કહેઃ | સ્વામીજી ! શું કહું ! અમારા પાપ જાગ્યા કે અમારા સુખ-દુઃખની કાળજી રાખનાર અમારા કોશલ નરેશ યુદ્ધમાં હારી ગયા અને આ કાશી નરેશના રાજયમાં અમે દુઃખી-દુ: ખી થઈ ગયા છીએ.
આ દુ: ખી ખેડૂતની વાત સાંભળી કોશલ નરેશનું હૃદય રડી ઉઠ્યું. પણ તેમની પાસે પોતાની પ્રજાને આપવા માટે એક પૈસો પણ ન હતો. કોશલ નરેશે કાંઈક વિચાર કરીને તરત જ તેમણે પેલા ગરીબ ખેડૂતને કહ્યું કે તું મારી સાથે ચાલ. હું તારું જીંદગીભરનું દુઃખ દૂર કરી દઈશ. અને પેલા ખેડૂતને લઈને કાશી નરેશ પાસે પહોંચી ગયા.
કાશી નરેશને જઈને કહ્યું : રાજ ! મેં સાંભળ્યું છે કે આપે કોશલ નરેશનું માથું કાપી લાવનારને ૫૦ ૦ ૦ સોનામહોરો ઈનામ આપવાનું જાહેર કર્યું છે તે શું સાચું છે ?
કાશી નરેશે કહ્યું... હા, તે વાત સાચી
८१
gયાની જ્યારી
લા) પ્યારી
,
Page #191
--------------------------------------------------------------------------
________________
છે. તો પછી આ ખેડૂતને ૫૦ ૦ ૦ મહોરો તમે જલ્દી આપી દો કેમકે હું પોતે જ કોશલ નરેશ છું. આપ મારું માથું કાપી લો.
તમારી સાથેના યુદ્ધમાં હું હારી ગયો છું. તમે જીતી ગયા છો, પણ લોકોના દીલમાં તમે હજી જીત મેળવી શક્યા નથી. એમ |કહીને કોશલ નરેશે સન્યાસીનો વેશ ઉતારી નાંખ્યો. અને પોતાનુ અસલી સ્વરૂપે પ્રગટ
કોશલ નરેશની વાત સાંભળીને કાશી નરેશની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. પોતાની પ્રજાના દુઃખને દૂર કરવા માટે પોતાનું માથું આપી દેનારા કોશલ નરેશ પ્રત્યે એને એટલું માન જાગ્યું કે તેના પ્રત્યેના વેરને ભૂલી ગયો. અને ઉભો થઈને કોશલ નરેશને ભેટી પડ્યો. કાશી નરેશ કોશલ નરેશને તેનું રાજય પાછુ સોંપ્યું. કાયમ માટે બંને પાકા મિત્રો બની ગયા.
જો તમારો આત્મા જાગૃત હશે, તમારામાં સાચું જ્ઞાન હશે તો તમે સુખ-દુ:ખના પ્રસંગોમાં પણ સમતા - સમાધિને ટકાવી શકશો.
૧૮ર
કથાની ક્યારી
લાગે પ્યારી
Page #192
--------------------------------------------------------------------------
________________
અમ કુળ
રાજપુરમાં રાજસેન રાજા અને રામ પુરમાં વીરસેન રાજા રાજ કરતાં હતા. એકવાર વીરસેન રાજાએ પોતાના મિત્ર રાજસેનને નારંગી જેવા ફળ ભેટ મોકલ્યા. આ ફળને તે લોકો અમર ફળ કહેતા હતા. અને માનતા કે આ ફળ ખાવાથી આયુષ્ય વધી જાય.
આ નારંગી જેવા ફળ ખૂબ જ દુર્લભ ગણાતા હતા. રાજસેને તો મોટો દરબાર ભર્યો અને વીરસેનની એ અમૂલ્ય ભેટ પોતાના દરબારીઓ જોઈ શકે તે માટે દરબારમાં એ ફળને ફેરવવાનો હુકમ કર્યો.
હજુરીયાઓ ફળ લઈને બધાને બતાવવા લાગ્યા. એટલામાં એક દરબારીએ થાળમાંથી ફળ ઉઠાવીને ખાવા માંડ્યું. સભામાં સન્નાટો છવાઈ ગયો. રાજાના ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે હુકમ કર્યો કે ઉડાડી દો એ બદમાશનું માથું, આસાંભળીને પેલોદરબારી રોવા લાગ્યો.
રાજાએ ગુસ્સે થઈને કહ્યું : મોતનો ડર હતો તો ગુનો શા માટે કર્યો ! દરબારી બોલ્યોઃ મહારાજ હું મારા મોતનાં ભયથી નહિ પણ
થાની ક્યારી
લાગે પ્યારી
૧૮૩
Page #193
--------------------------------------------------------------------------
________________
આપના માટે રહું છું... રાજા બરાડ્યોઃ તું કેવી વાત કરે છે ! હું ક્યાં મરી જવાનો છું. કે તું મારા માટે રડે છે.
| દરબારી કહેઃ મહારાજ આ ફળથી આયુષ્ય વધે છે એવું સાંભળીને મેં આ ફળ ખાધું. મને થયું કે મારું આયુષ્ય વધશે તો હું મારા રાજાની નોકરી વધારે સમય સુધી કરી શકીશ. પણ મેં અમરફળનું બચકુ ભર્યુંત્યાં તો મારા પર મોત આવી પડ્યું. અને મને એ ડર છે કે તમે તો આખું ફળ ખાવાના છો તો તમારી શી દશા થશે ? આ વિચાર થી હું રહું છું !
. આ સાંભળી ને રાજા સમજી ગયો. તેણે દરબારી ને છોડી દીધો. અને ઈનામ પણ આપ્યું.
આ દિt'દાજિત
વિશ્વના જીવોને મોક્ષ માની આરાધનામાં જોડવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. એ મુશ્કેલ કાર્ય માનવ તિથી અશક્ય છે. તેના માટે દિવ્ય શકિતની જરૂર પડે છે. એ દિવ્ય શકિત આત્મ કમલની અંદર નવપદોના ધ્યાન દ્વારા જ આપણે (મેળવી શકીએ છીએ.
૧૮
કથાની કયારી
લા) પ્યારી
Page #194
--------------------------------------------------------------------------
________________ આ પુસ્તકના પ્રેરક પ્રખર વિદ્વા- સિદ્ધાંત દિવાકર પ્રશાંતમૂર્તિ- પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી જયઘોષ સૂરીશ્વરજી મહારાજા પૂ. ગુરુદેવ શ્રી 'મહાન ત્યાગી- સમતાના સાગર પ્રવચન કુશળ- પ્રવર્તક પ્રવર - પૂજય મુનિરાજ શ્રી ધર્મગુરુ વિજયજી મ.