________________
જે પત્થર પર તે થૂંકી હતી. તે પત્થરમાં એક વ્યંતરનો વાસ હતો. એટલે તે રાણીઓને વળગ્યો હતો. ધ
ચારે તરફ આનંદ હતો. ત્યાં ભંગાણ પડ્યું. સૌ ચિંતામાં પડ્યા. તરત જ મંત્રતંત્રના જાણનારાઓને બોલાવ્યા. ખૂબ ધૂપધુમાડા કર્યા, અનેક પ્રકારના મંત્રોના જાપ કર્યા, ભુવાઓ ધૂણવા લાગ્યા. પણ વ્યંતર જરાયે શાંત ન થયો. એટલે રાજા મુંઝાયો. હવે શું ઉપાય કરવો !
ન
તે વખતે અચાનક શ્રી શાંતિકીર્તિ મુનિ વિહાર કરતાં પોતાના શિષ્યો સાથે સૂર્યપુરમાં પધાર્યા. તેઓ આ ઉપવન પાસેથી પસાર થતાં, થાક લાગવાથી એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ત્યાં જ રાજાના માણસોએ શ્રી શાંતિકીર્તિ મુનિને જોયા. અને કદાચ આ મુનિ પણ ઉપચાર જાણતા હશે. એમ ધારીને તેઓ રાજા પાસે જઈ મુનિઓ પધાર્યાની વાત કરી.
આપની આજ્ઞા હોય તો તેઓને વિનંતી કરીએ. રાજા પોતે માણસો સાથે શ્રી શાંતિકીર્તિ મુનિ પાસે આવ્યો. વંદન કરી પોતાની મુશ્કેલીઓ જણાવી. મુનિએ
કથાની ક્યારી
Jain Education International
લાગે પ્યારી
For Private & Personal Use Only
૧૫૧
www.jainelibrary.org