________________
શેઠે કહ્યું : તારી ઘણી ઈચ્છા છે તો કહું છું. આમ કહી શેઠાણીના કાનમાં કંઈક કહ્યું... શેઠાણી તો મોટેથી બોલી ઉઠ્યા. અરે...આ તમે કહો છો, મારા બધા જ ઘરેણાઓ પોટલી બાંધી બગીચામાં કેરીના ઝાડ ઉપર બાંધી આવ્યા છો ત્યાંથી તો ચોરો સહેલાઈથી એ પોટલી લઈ લેશે.
ચોરો આ સાંભળી ગયા. જલદીથી ઘરની બહાર નીકળી બગીચામાં ગયા. કેરીના ઝાડ પાસે આવીને પોટલી જોવા લાગ્યા. અંધારામાં પોટલી જેવું કંઈક લટકતું તેમણે જોયું. ચોરો ઝાડ પર ચડીને પોટલી ઉતારવા ગયા. કેરીના ઝાડ પર રહેલી હજારો મધમાખીઓ ઉડીને ચોરોને કરડવા લાગી. ચોરોને ખબર પડી ગઈ કે આ તો પોટલી નથી પણ મધમાખીનો પુળો છે. ચોરો ત્યાંથી ભાગ્યા કે ફરી કદી પણ પાછા ન આવ્યા. | શેઠ શેઠાણીને કહ્યું કે જો ચોરોને કેવી પોટલી મળી અને હવે કેવા લાગે છે. માલ લેવા આવ્યા હતા અને મુસીબત લઈ જાય છે. શેઠ પોતાની બુદ્ધિથી ધન બચાવી શક્યા.
કથાની યારી |
લાગે પ્યારી
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org