________________
(
માણેક થોક
અહમદશાહ નામના રાજાએ પોતાના નામ ઉપરથી અહમદાબાદ નગર વસાવ્યું. જેનું પાછળથી અમદાવાદ થઈ ગયું. જયારે આ નગર વસાવ્યું, ત્યારે તેની ચારે બાજુ ફરતો કિલ્લો બનાવાનું શરુ કર્યું. પરંતુ મોટી મુશ્કેલી એ થઈ કે કડિયાઓ જે કિલ્લો દિવસે ચણતા તે રાતે પડી જતો. | આ કારણથી રાજા ખૂબ જ ચિંતામાં પડ્યો. પોતાના સાથીઓ સાથે આ અંગે ઘણી બધી વિચારણાઓ કરી. છેવટે એક જણે ઉપાય બતાવ્યો, રાજાજી ! કિલ્લાની પાસે માણેકનાથ નામનો બાવો બેઠો હતો. જો તેને ખૂશ કરવામાં આવે તો કદાચ આ સંકટમાંથી છૂટકારો મળે... - રાજાએ આ ઉપાય અજમાવી જોવાનું વિચાર્યું. રાજા પોતે પગે ચાલીને માણેકનાથ બાવા પાસે આવ્યો. તે સમયે માણેકનાથ સાદડી વણી રહ્યો હતો. રાજા આવીને પગે લાગ્યો અને માણેકનાથને કહે બાવાજી !' આ નગરીનો કિલ્લો કેમ રોજ રાતે પડી જાય છે ? ત્યારે બાવાજી કહે :
૧૭૬
કથાની ક્યારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org