SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ \ ૧uk કામે લગાડ્યો. હાથમાં રંગ ભરેલી પીંછી લઈ તે ચિત્ર પર ફેરવવા જવા માટે દોડ્યો. મંત્રી એને ગાંડો જાણી પાછળ દોડ્યો અને હાથ પકડી લીધો. અરે આ શું કરે છે ? ચિત્રકારે કહ્યું : આપના ચિત્રની ખામી દૂર કરું છું. આ મારી પીંછીમાં એવું જાદુ છે કે આ ચિત્ર પર ફરશે કે તમારા ચિત્રની ખામી દૂર થઈ જશે. અને એમ કહી ફરી તે દોડ્યો. મંત્રી ગભરાઈ ગયો. એને થયું કે નક્કી આ ગાંડો માણસ મારું ચિત્ર બગાડી નાખશે, એને સહસા ઠપકો આપતાં બોલી ઉઠ્યા અરે ....... ભલા માણસ! એક ચુનાનું ટપકું દૂર કરવા આખા ચિત્ર પર પીંછી ફેરવવાની હોય ! ચિત્રકારે પીંછી ફેંકી દીધી અને સમજી ગયો કે આમાં ચુનાનું ટપકું જ શોધવાનું છે. અને બારીકાઈથી જોતા તે મળી ગયું, યોગ્ય રસાયણથી દૂર કરી મંત્રી પ્રત્યે ખોલ્યો : મહાશય ! હું કાંઈ ગાંડો માણસ નથી કે ચિત્ર બગાડી નાંખું. હું જાણું છું કે કોઈને પણ પોતાની પ્રિય ચીજ બગડે તે ગમતું નથી. એથી ચિત્રની ખામી આપના મુખેથી ખોલાવવા જ આ નાટક કર્યું હતું. આ તો માનસશાસ્ત્ર Jain Education International થાની ક્યારી લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy