________________
( શ્રી નાગફણા પાર્શ્વનાથ પર ઈડરથી કેસરીયાજી પગ રસ્તે જતાં મેવાડની હદમાં બે ડુંગરોની વચ્ચે આ તીર્થ
સ્થાન આવેલું છે. તેની ચારે તરફ ડુંગરો ફેલાયેલા છે. નજીકમાં કોઈ ગામડું નથી.
આ તીર્થમાં એક નાનું જિનાલય છે. તેમાં બે હાથની નાગરાજ ધરણેન્દ્રની . ફણાવાળી શ્યામ મુર્તિ છે. તેના ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છ ઈંચ કદની પ્રતિમા છે. મંદિરના નીચેના ભાગમાંથી પાણીના ઝરણાઓ વહે છે. તે આ સ્થાનની પ્રાકૃતિક શોભામાં ઘણો ઉમેરો કરે છે. આ તીર્થ ચમત્કારિક છે.
અહીં શ્રી ગુણદેવાચાર્યે ઓસવાલ વીરમ શાહને ધરણેન્દ્રની આરાધના કરાવી હતી. જ્યારે મેવાડનું રાજ્ય અકબર બાદશાહે જીતી લીધું ત્યારે રાણા પ્રતાપને નાશી છૂટવું પડયું હતું અને જંગલોમાં આશ્રય લેવો પડ્યો હતો.
તે વખતે તેમને એક જૈન સાધુનો સમાગમ થયો. તેમને રાણાએ પૂછ્યું કે આપ મને મારું રાજ્ય પાછું મળે તેવો કોઈ
૬થાની ક્યારી
લાગે પ્યારી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org