________________
અનોખો ઊત
સોમચંદ શેઠે પોતાના ઘરમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરદેવનું ખૂબ જ સુંદર ગૃહમંદિર બનાવ્યું હતું. કરોડો રૂપિયાના માલીક શેઠને પ્રભુ પ્રત્યે ખૂબ જ ભક્તિ હતી. એમના ગૃહમંદિરમાં એક રત્નની પ્રતિમા હતી, જેની કિંમત તે જમાનામાં લાખ રૂપિયા જેટલી હતી.
એક ભાઈ આ શેઠના ગૃહમંદિરમાં દરરોજ દર્શન કરવા આવતા. અને તે રત્નની મૂર્તિના પણ દર્શન કરતાં. આ ભાઈની એક ખરાબ આદત એ હતી કે તે દરરોજ સટ્ટો રમતાં, એક વખત આ ભાઈ સટ્ટામાં એક લાખ રૂપિયા હારી ગયા. હવે લેણદારોને રકમ ચુકવવી કેવી રીતે ! ખૂબ વિચાર કરતાં તેને રત્નની પ્રતિમા યાદ આવી ગઈ.
બીજે દિવસે સવારે તે દર્શન કરવા આવ્યો. સોમચંદ શેઠ પૂજા કરીને બહાર નીકળતા હતા. આથી પેલા ભાઈએ લાગ જોઈને રત્નની પ્રતિમા લઈ લીધી અને ઝોળીમાં નાંખી દીધી. સોમચંદ શેઠની ચકોર નજર તે જોઈ ગઈ. શેઠે બહાર ઉભેલા
થાની ક્યારી
Jain Education International
લાગે પ્યારી
For Private & Personal Use Only
૧૭૩
www.jainelibrary.org