________________
(ઈમાગૅદારીનો ચમકા૨
તોલ માપકી સત્યતા, નહીં Sાકુછ ઔર / રિદ્ધિ સિદ્ધિ જગમેં નહીં, દેખો કરકે ઔર //
સંવત્ ૧૭૪ ૦ ની આ વાત છે. ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડ્યો. અન્ન - પાણી વગર માણસો - પશુઓ મરી રહ્યાં હતાં. ત્યાંના રાજાને કોઈએ કહ્યું કે આપના નગરમાં એક વ્યાપારી છે. તે જો ઈ છે તો વરસાદ કરી શકે. રાજાએ સ્વયં તેની પાસે જઈ વરસાદ માટે વિનંતી કરી. - વ્યાપારીએ કહ્યું - હે મહારાજા ! હું તો કોઈ શક્તિ ધરાવતો નથી. હું શું કરી શકું ? પણ રાજાનો આગ્રહ થયો ત્યારે તે ત્રાજવું ઉપાડી બોલ્યો કે હે લોકપાલ અને બધા દેવોની સાક્ષીએ આ ત્રાજવાથી કયારેય પણ મેં ઓછું વધારે તોલ્યું ન હોય અને સત્ય ઈમાનદારીથી જો મેં વ્યાપાર કર્યો હોય તો હે દેવો ! જલદી વરસાઠ કરો.
થોડી જ ક્ષણોમાં ગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો ત્યારે સૌની સમજમાં આવ્યું કે ઈમાનદારીથી વધીને મોટી સિદ્ધિ બીજી શું હોઈ શકે !!!
૧e
૬થાની કયારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org