________________
તે વખતે મોટો દિકરો આંખમાંથી આંસુ પાડવા લાગ્યો. ત્યારે નાના દિકરાએ તેને કહ્યું : અરે ! રડે છે શા માટે ! આ મોત નથી. પણ ઉંમરમાં અને ઉંચાઈમાં તું નાનો હોવાથી તારા નાક સુધી ઈંટો જલ્દી ગોઠવાઈ જશે. હું મોટો હોવાથી મારા નાંક સુધી ઈંટો આવતાં થોડીક વાર લાગશે. આમ ગુંગળાઈ ને મરવામાં પહેલું સદ્ભાગ્ય તને પ્રાપ્ત થશે મને નહિ ! તે બદલ હું રડું છું. ધન્ય છે તેના શૌર્યને ! અને તેની ખુમારીને.
એકાગ્રતા
એક મુસલમાન સંતના પગમાં એક અણીદાર હથિયાર ઘૂસી ગયું હતું. પીડાનો પાર ન હતો. કોઈ અડે તો પણ સહન થઈ રાકતું ન હતું. તો એ કાઢવું કઈ રીતે! ત્યારે તે સંતને જાણનારાએ હકીમને કહ્યું: જયારે એ નમાજ પઢવા બેસે ત્યારે કાઢી લેજો. એમને ખબર પણ નહીં પડે. અને એમ જ થયું, આવા સંતો જયારે ભક્તિમાં એકાગ્ર બની જાય છે ત્યારે આસપાસનું તો ઠીક પણ દેહનું પણ ભાન ભૂલી જાય છે.
થાની ક્યારી
Jain Education International
લાગે પ્યારી
For Private & Personal Use Only
E3
www.jainelibrary.org