SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Ex અમૂલ્ય મોતી 118 બગદાદના ખલીફાને એક બહુ જ કદરૂપા નોકર પ્રત્યે અત્યંત પ્રેમ હતો, આ જોઈ એના છ ઉમરાવોને ઘણી નવાઈ લાગી. એકવાર ઉમરાવે પૂછ્યું : નામદાર, એના પ્રત્યે આપના અતિ પ્રેમનું કાંઈ કારણ છે? ખલીફાએ જવાબ આપ્યો: એકવાર ઉંટ પર બેસી હું લપસણા રસ્તા પરથી પસાર થતો હતો. ઉંટ લપસી ગયું અને હાથીદાંતની પેટીમાંથી મોતી વેરાયા. મેં તે વખતે સાથે ચાલતાં નોકરને કહ્યું : જે કોઈ મોતી શોધી લાવશે તેને તે મળી જશે. બધા જનોકરો મોતી શોધવા દોડી નીકળ્યા, ફક્ત આજ એક મારી પાસે ઉભો રહ્યો. મેં તેના ઉભા રહેવાનું કારણ પૂછ્યું: ત્યારે એણે કહ્યું : નામદાર, સૌથી અમૂલ્ય મોતી તો (આપ) અહીં જ છો. તો શું એનું રક્ષણ કરવાની મારી ફરજ નથી ? મારે મારી ફરજ પહેલા બજાવવી જોઈએ. આ સાંભળીને ઉમરાવોને લાગ્યું : ' ખરેખર કદરૂપા માણસનું હૃદચ કદરૂપું ન હતું. விடி Jain Education International કથાની ક્યારી For Private & Personal Use Only લાગે પ્યારી www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy