________________
- લિંકળો જવાબ )
અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાઈ આવેલા અબ્રાહમ લિંકને જ્યારે જુના પ્રમુખના જ બધાં સારા માણસોને પોતાની કેબીનેટમાં ચાલુ રાખ્યા. ત્યારે લિંકનને માટે રાત દીવસ એક કરી ચૂકેલા તેના મિત્રોએ આ બાબત સામે વાંધો ઉઠાવીને પોતાને કેબીનેટમાં લેવા માટે પ્રસ્તાવ મૂક્યો. ત્યારે તેમને લિંકને કહ્યું કે તમને એક વાત કહું છું તે તમે પહેલાં સાંભળો.
કે કોઈ નગરનો રાજા ચોમાસાના દિવસોમાં સાંજે ચાર વાગે જંગલમાં ફરવા નિકળ્યો હતો. ત્યારે સાવચેતી ખાતર તેણે મંત્રીને પૂછ્યું કે વરસાદનું વિદન તો નહીં આવે ને !
ને ખુલ્લા આકાશમાં સૂર્ય જોઈને મંત્રીએ લીલી ઝંડી આપી. પણ જંગલમાં પહોંચ્યા ત્યારે રાજાએ ગાયો ચરાવતાં રબારીને મટથી બોલતો સાંભળ્યો કે દીકરા ! જલ્દી કર હમણાં જ વરસાદ તૂટી પડવાનો લાગે છે. ગાયોને દોડાવ, આપણે ઘર ભેગા થઈ જઈએ.
૧૨0
૬થાની ક્યારી
લાગે પ્યારી
For Private & Personal Use Only
Jain Education International,
www.jainelibrary.org