________________
ખરેખર થોડી જ વારમાં વરસાદ ધોધમાર તૂટી પડ્યો. રબારીની આવી બુદ્ધિમત્તા જોઈને તેના ઉપર ખૂશ થઈ જઈને પલળી ગયેલો રાજા તેનાં ઝૂંપડામાં ગયો અને તેને કહ્યું : મારા મંત્રીને પણ જે વાતનું ભાન નથી, એ તારી પાસે છે. માટે હું તને મુખ્યમંત્રી પદે સ્થાપવા માંગુ છું .
| રબારીએ કહ્યું : મહારાજે ! વરસાદ આવવાનો છે તે ભાન મને પણ ક્યાંથી થાય ! પણ મારો જે ગધેડો છે, તેને આ વાતનો ખ્યાલ તરત જ આવે છે. અને તે વખતે તે પોતાના કાન એકદમ ઉચા અને કડક કરી દે છે. માટે મંત્રીપદ્ધ મારે ના જોઈએ. રાજાએ કહ્યું : ભલે ત્યારે હું એ ગધેડાને મંત્રી પદે બેસાડવાનું પસંદ કરીશ...
આમ કહીને લિંકને પોતાના મિત્રોને કહ્યું કે ગધેડાને મંત્રીપદે બેસાડતા રાજા જેવો હું ગધેડો નથી એટલું તમે ખ્યાલમાં રાખજો,
મંત્રી પદની જેનામાં લાયકાત હોય તે જ મંત્રી મંડળમાં સ્થાન પામી શકે! .. યાદ રાખજો, બીજાની હાર પર હસનારો કોક દિવસ પોતે પોતાની હાર પર રહે છે.))
કથાની યારી
લાખો પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org