________________
બે સોના મોહરો આપી અને એક પત્ર પણ આપ્યો. અને કહ્યું કે આ પત્ર હમણાં જ કોટવાલને આપજે. | બ્રાહ્મણે નમસ્કાર કરીને પત્ર લીધો. જેવો તે બહાર નિકળ્યો તેને હજામ સામો મળ્યો. બ્રાહ્મણે સ્વાભાવિક હજામને કહ્યું કે મહારાજાએ આજે મને બે સોનામહોરો આપી છે. આ સાંભળી હજામ બળવા લાગ્યો એ ધુર્ત હતો. તેણે કહ્યું કે ગઈ કાલે મેં તને ઉપાય બતાવ્યો એટલે રાજાએ તને બે મહોરો આપી એટલે એક સિક્કો મને આપ.
એ દિવસે બ્રાહ્મણને જરૂરી કામ માટે બીજે જવાનું હતું એટલે એક સિકકો આપતા હજામને કહ્યું : આ રાજાનો પત્ર છે કોટવાલને આપી દેજો. હજામે પત્ર કોટવાલને આપ્યો. પત્રમાં રાજાની આજ્ઞા હતી કે પત્ર લાવનારનું તરત જ નાક કાપી લેજો. કોટવાલે હજામનુ નાક કાપી નાખ્યું. બીજે દિવસે બ્રાહ્મણ કથા સંભળાવવા આવ્યો. તેનુ નાક કપાયેલુ નહોતું. તે જોઈ રાજા નવાઈ પામ્યો. રાજાએ બ્રાહ્મણ પાસે સત્ય જાયું ત્યારે રાજાના મોઢામાંથી નિકળી ગયુ કે ‘‘દગા કીસી કા સગા નહીં'.
૬થાન કયુારી
તારો પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org