SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછ્યું કે પેલા અમીરને અઢી ડોલર આપવાના છે એ વાત સાચી છે ! ખેડૂતે હા પાડી પણ પછી તે રડી પડ્યો, તેણે કહ્યું કે શું કરું સાહેબ ! મારી પાસે અઢી ડોલર નથી. હું કેવી રીતે આપી શકીશ. હું ખૂબ જ ગરીબ છું. 1 લિંકન આ સાંભળીને પીગળી ગયા. ડ તેમણે કહ્યું ઃ તું ચિંતા ના કર. તારી સ્થિતિનો ખ્યાલ આવી ગયો છે. લે આ પાંચ ડોલર લઈ જા, એમાંથી અઢી ડોલર અમીરને આપી, એની લેખિત પહોંચ મને આપી જજે, બાકીના અઢી ડોલરનો ઉપયોગ તારા ઘર માટે કરજે. • આભારવશ પાંચ ડોલર લઈ ખેડૂત ગયો. અમીરને અઢી ડોલર આપી પહોંચ લઈ લિંકન સાહેબને આપી દીધી. અઢી ડોલર મળી ગયા એટલે અમીર લિંક્સ સાહેબને ત્યાં આવ્યો અને કહ્યું : સાહેબ ! હવે નોટીસ તૈયાર ના કરશો. મને અઢી ડોલર મળી ગયા છે. પછી પેલા અમીરની નજર લિંકનના ટેબલ પર પડી. ત્યાં જ પોતે આપેલી અઢી ડોલરની પહોંચ પોતાની સહીવાળી ત્યાં પડી હતી. એ સમજી ગયો કે લિંકને જ આ બધું કર્યું fથાની ક્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy