________________
શંકલ ભારે પડી ન જેમલો ધોબી ગામ આખાના કપડાં ધએ. એક વખત મધરાતે જોરદાર તરાનો ભસવાનો અવાજ સાંભળી લાકડી લઈ બહાર ધસી આવ્યો. જોયું તો ચોરો કપડાના ગાંસડા ભરી લઈ જવાની તૈયારીમાં હતા.
ચોર ચોર બૂમો પાડતાં ચોરો ભાગી ગયા. હજારો રૂપિયાના કપડા ચોરાતા રહી ગયા. જે મલાએ કહ્યું : ખરેખર કૂતરાએ મારી લાજ રાખી. નહીં તો દુનિયાને મોટું બતાવવું ભારે થઈ જાત. બીજે દિવસે કૂતરાને પેટ ભરી મિઠાઈ ખવડાવી. આ બધું નાટક જેમલાનો ગધેડો રાતથી જોતો હતો. એને થયું રાતના અર્ધા કલાક ભણીને કુતરાએ આટલી બધી મિઠાઈ મેળવી. મારે પણ મિઠાઈ ખાવી છે.
એમ વિચારી મધરાતે ગધેડાએ ભું કરવાનું ચાલુ કરી દીધું. જેમલાની આંખ માંડ મળી હતી. ત્યાં ગધેડાએ હોંચી હોંચી કરીને ઉંઘ ઉડાડી દીધી. જેમલો દંડો લઈને બહાર આવ્યો, કસમયે ભસવા બદલ ગધેડાને ઢીબી નાખ્યો. નકલ કરી પણ ભારે પડી.
૧૪૧
કથાની કયારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org