SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર કાઢવા કોશ જોક્યા. અને દેવચંદ શેઠના નામનો અવાજ ર્યો. થોડીવારે કોઈની પણ સહાય વિના આનંદિત ચેહરે શેઠ બહાર આવ્યા. પોતાની જાતે જ ઉપર આવેલા શેઠને જોઈને લોકો નવાઈ પામ્યા. તેમના શરીર ઉપરના અલંકાર જોઈ લોકો હર્ષના પોકાર કરવા લાગ્યા. તેમના દુશ્મનો પણ તેમની પ્રશંસા કરવા લાગ્યા. [ રાજાની પાસે જઈને શેઠે નમસ્કાર કર્યા. રાજા પણ આ સ્થિતિ જોઈ આશ્ચર્ય પામ્યો. જયારે તેણે જાણ્યું કે આ બધો પ્રભાવ શ્રી ભકતામર સ્તોત્રનો છે. ત્યારે તેને ખૂબ આનંદ થયો અને પ્રશંસા કરી. I , શેઠને પોતાના વ્યાધિનો ઉપાય પૂછયો. શંદે શ્રી ભક્તામરના પ્રથમ બે શ્લોકોનું જ શુદ્ધ ચિત્તે સ્મરણ કરી, અંજલી ભરી પાણી છાંટ્યું. રાજાનો વ્યાધિ શાંત થયો. તેના બે શ્લોકોનો આવો મહિમા છે. તો પછી આખા સ્તોત્રનો તો કેટલો મહિમા હોવો જોઈએ ! રાજાએ તેમની પ્રશંસા કરી. શ્રી ભક્તામર સ્તોત્રનો અભ્યાસ શરૂ કર્યો. . જૈન ધર્મ પ્રત્યે તેને પ્રિતી થઈ. જૈન ધર્મનો જયજયકાર થયો. ૧૪n કથાની કયારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy