________________
બળતરીયો તાવ ઈ ગંગા નદીના કિનારે પાંતલપુરનું નાનું રાજય હતું. ત્યાંના રાજા ભીમસેન દયાળુ અને પ્રજાને સુખ આપનારો હતો. પ્રજા પણ રાજા પ્રત્યે ખૂબ પ્રેમ રાખતી હતી.
રાજાનો વૈભવ ઘણો હતો, પણ તેના શરીરમાં એક પ્રકારનો દાહજવર (બળતરીયો તાવ) ઉત્પન્ન થવાથી એ બહુ જ પીડા પામતો હતો. તેથી રાજ્યનો વૈભવ પણ તેને કંટાળા રૂપ થઈ પડ્યો હતો. ઘણા વૈદ્યો હકીમોના ઉપચારો કર્યા છતાં રાજાનો દાહજવર કોઈ મટાડી શકયું નહીં. તેથી કંટાળેલો રાજા મરવા માટે તૈયાર થયો. ઘણા લોકોએ સમજાવવા છતાં રાજાએ હઠ છોડી નહીં,
ત્યારે ગામ બહાર એક મોટી ચિંતા તૈયાર કરાવી રાજા ત્યાં આવી પહોંચ્યો. એક તરફ ભડ ભડ અગ્નિ સળગે છે. લાખો નગરવાસીઓ ચોધાર આંસુએ રડે છે, રાજા ચિત્તામાં કૂદી પડવાની તૈયારી કરે છે. તેવામાં ઘણે દૂરથી વિહાર કરતાં જૈન મુનિ ત્યાં આવી પહોંચ્યા, અને કહેવા લાગ્યાઃ " હે રાજન ! એવી રીતે મરવાથી બીજા
૬થાની યાદી
| લાપો પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org