________________
જે લગ્ન થયા પછી પહેલીવાર પિયરમાં આવી હતી તે પલંગ જોવા ગઈ. અને તેના પર ચાદર ઓઢીને સૂઈ ગઈ.
રાત્રીના સમયે રાજા પલંગ પાસે આવ્યો. પોતાના કપડા બદલી સૂવા લાગ્યો. ત્યારે એક પુતળીએ વિચાર કર્યો કે અનર્થ થશે. કારણકે રાજાને ખબર નથી કે આ તો મારી પુત્રી છે ! જો અમે પુતળીઓ આવા અવસરે મૌન રહીશું તો આ રાજાએ મોટી કિંમત આપીને પલંગ લીધો છે તેનો શો અર્થ ! એમ વિચાર કરી તે બોલી : રાજન, તમારા ખજાનામાં ચાર ચોર ઘૂસ્યા છે ત્યાં જલદી જાઓ.
રાજા નવાઈ પામ્યો. ખજાનામાં જઈને જોયું તો ખરેખર ચાર ચોર હતા. ચોકીદારોને જગાડી એક ચોરને મારી નાખ્યો. ત્રણ જણને જેલમાં પૂર્યા. પછી રાજા તરત જ સૂવા માટે આવ્યો.
" ત્યાં તો બીજી પુતળી બોલી કે મહારાજા તમે મહેલની બહાર જે પગરખા ઉતાર્યા છે. તેમાં તો એક સાપ ઘૂસી ગયો છે. જો કોઈ તેને ભૂલથી પણ ઉપાડશે તો તે સાપ તેને કરડશે અને ઉપાડનાર મરી
કથાની કયારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org