________________
રોગ નાશ પામ્યો
ધારા નગરીનો રાજા વિજયપાલ ન્યાયી અને ઉદાર હતો. તેને રૂપકુમારી નામે એક સ્વરૂપવાન કુંવરી હતી. એકની એક પુત્રી હોવાથી તે ખૂબ લાડમાં ઉછરેલી. તેથી કુંવરી અભિમાની બની ગઈ હતી, પોતાના કરતાં સૌને હલકા ગણતી અને તિરસ્કાર કરતી.
| એક વખત તે પોતાની સખીઓ સાથે નગર બહારના ઉદ્યાનમાં ફરવા ગઈ.
ત્યાં ધ્યાન મુનિને જોઈ મશ્કરી કરી, બોલવા લાગી કે હે સખી ! આ મુનિ તો કેવો ગંદો છે કદી નહાતો-ધોતો નથી લાગતો. શરીર પર કેટલો મેલ જામેલો છે. તેનું શરીર પુરા વસ્ત્રથી ઢાંકેલું પણ નથી. મનુષ્યના રૂપમાં પશુ લાગે છે. મને તો સૂગ ચઢે છે. માટે અહીંથી જતાં રહીએ. જતાં જતાં ખૂબ પત્થર -કાંકરા-ધૂળથી મુનિના શરીને ઢાંકી
દીધું.
ઘરે પહોંચતાની સાથે જ રૂપકુમારીનું શરીર બેડોળ થઈ ગયું, આંખો ઉડી પેસી ગઈ, હોઠ મરડાઈ ગયા, નાક બેસી ગયું.
કથાની પ્યારી
લાગે પ્યારી
૧ ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org