________________
સાક્ષાત્ ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા. અને તેને ‘કૂવામાંથી બહાર કાઢ્યો. તેનું દારિદ્ર દૂર કરવા અનેક રત્નો આપી તેને સહી સલામત વસંતપુર પહોંચાડ્યો.
૧૪૪
Jain Education International
સંબંધ
જન્મ, મરણ, વેવિશાળ, લગ્ન વગેરેની ક્રિયા કરાવનાર એક ગોરના ઘરની બરાબર બાજુમાં એક ગધેડો મરી ગયો.
ગોરે મ્યુનિસિપાલિટીની ઓફિસે ફોન કરી જણાવ્યું કે હું ગૌરીશંકર ગોર બોલું છું. મારા ઘરની બાજુમાં એક ગધેડો મરી ગયો છે. તો તેના શબની વ્યવસ્થા કરો, ફોન ઉપાડનાર કોઈ મરકરો હતો. તેણે તરતજ જવાબ આપ્યો કે મરનારની ઉત્તર ક્રિયા તો આપ કરો છો. તો પછી એના સમાચાર અહીં શું કામ આપો છો ? તેની જે વિધિ કરવાની હોય તે આપ ખરાખર કરી લો.
ગોરે વળતો જવાબ આપ્યો કે એ તો હું પતાવી દઈશ. પરંતુ મરનારના સગા સંબંધીઓને સમાચાર તો આપવા જ પડે ને ! એટલે જ મેં તમને ફોન કર્યો છે.
કથાની ન્યારી લાગે પ્યારી
For Private & Personal Use Only
www.jainelibrary.org