________________
- ( fપાથ દૂ૨ થયો )
ચંપા નગરીમાં ધરસેન નામે એક રાજા હતો. તે ખૂબજ દયાવાન અને નીતિવાન હતો. તેને ગુણચંદ્ર નામે એક પ્રધાન હતો. તે પણ બહુ જ ગુણવાન અને ન્યાયી હોવાથી રાજા-પ્રજા બંનેને પ્રિય હતો.
એક વખત અચાનક રાજા ધૂરસેનને , કોઈ કારણસર એક પિશાચ વળગ્યો. તેથી રાજા લગભગ બેભાન રહેવા લાગ્યો. અને ક્યારેક તે અયોગ્ય કામ પણ કરી બેસતો.
આ પિશાચને કાઢવા મંત્રીએ ઘણા ઉપાયો કર્યા. પણ પિશાચ નિકળ્યો નહિ. રાજા તથા મંત્રી ખૂબ મુંઝાવા લાગ્યા.... એવામાં એક વખત તે નગરીમાં એક મુનિ પધાર્યા. સૌ તેમનો ઉપદેશ સાંભળવા ગયા. લોકોએ મંત્રીને કહ્યું કે જો આ મુનિને વિનંતી કરવામાં આવે તો તેઓ જરૂર રાજાને વળગેલા પિશાચને કાઢી શકે.
મંત્રીએ તરત જ મુનિ પાસે જઈને વિનંતી કરી કે આપ આ રાજાનો પિશાચ દૂર કરશો તો જૈન ધર્મનો મહિમા વધશે. માટે આપ આટલી કૃપા કરો.... મંત્રીના
૧૪પ
૬થાની યાદી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org