SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ ઉપરથી તે ખૂબ જ ગરીબ બની ગયો હોય તેમ તેમને લાગ્યું. કોશલ નરેશે તેને પૂછ્યું : તું કોણ છે ? તું ખૂબ દુઃખી લાગે છે ! ત્યારે પેલો ગરીબ ખેડૂત કહેઃ | સ્વામીજી ! શું કહું ! અમારા પાપ જાગ્યા કે અમારા સુખ-દુઃખની કાળજી રાખનાર અમારા કોશલ નરેશ યુદ્ધમાં હારી ગયા અને આ કાશી નરેશના રાજયમાં અમે દુઃખી-દુ: ખી થઈ ગયા છીએ. આ દુ: ખી ખેડૂતની વાત સાંભળી કોશલ નરેશનું હૃદય રડી ઉઠ્યું. પણ તેમની પાસે પોતાની પ્રજાને આપવા માટે એક પૈસો પણ ન હતો. કોશલ નરેશે કાંઈક વિચાર કરીને તરત જ તેમણે પેલા ગરીબ ખેડૂતને કહ્યું કે તું મારી સાથે ચાલ. હું તારું જીંદગીભરનું દુઃખ દૂર કરી દઈશ. અને પેલા ખેડૂતને લઈને કાશી નરેશ પાસે પહોંચી ગયા. કાશી નરેશને જઈને કહ્યું : રાજ ! મેં સાંભળ્યું છે કે આપે કોશલ નરેશનું માથું કાપી લાવનારને ૫૦ ૦ ૦ સોનામહોરો ઈનામ આપવાનું જાહેર કર્યું છે તે શું સાચું છે ? કાશી નરેશે કહ્યું... હા, તે વાત સાચી ८१ gયાની જ્યારી લા) પ્યારી Jain Education International For Private & Personal Use Only, www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy